સુષ્મા સ્વરાજ, જેટલી પછી કોનો વારો? બ્રિટીશ સંસદના પાકિસ્તાની નેતા ચઢ્યા લવારે

બ્રિટીશ સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડમાં આજીવન સભ્ય તરીકે નિમાયેલા મુસ્લિમ સાંસદ લોર્ડ નજીર અહેમદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા નિવેદનના કારણે ભારે હોબાળો થઇ ગયો છે.

પોતાના ટ્‌વીટના કારણે સોશિયલ મિડિયામાં ભારે હોબાળો થઇ ગયો છે. તેમણે કહ્યુ છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાણાંપ્રધાન અરૂણ જેટલી, પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન બાબુ લા ગૌર, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પારિકરની એક વર્ષની અંદર મોત થયા બાદ હવે નરેન્દ્ર મોદીનો નંબર છે. પાકિસ્તાનમાં જન્મેલા લોર્ડ અહેમદના ટ્‌વીટથી નારાજગી જોવા મળી રહી છે. તેમણે ટ્‌વીટ કરતા કહ્યુ છે કે વિપક્ષના જાદુના લીધે તમામના મૃત્ય થઇ રહ્યા છે. હવે નરેન્દ્ર મોદીનો નંબર છે.

નજીર અહેમદના આ વાંધાજનક નિવેદનના કારણે ભારે તીખી પ્રતિક્રયા આવી રહી છે. કેન્દ્રિય પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યુ છે કે આ પ્રકરના બ્રિટીશ વર્ગના વચ્ચે રહેનાર લોકોની ટિપ્પણીને તેઓ સમજી શકતા નથી. આ ધરતી પર કેવા કેવા લોકો આવી ગયા છે. શુ તમે લોકોને મેનેજ કરીને હાઉસ ઓફ લોર્ડ બન્યા છો તેવો પ્રશ્ન રિજ્જુ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના જ્ઞાન પર રિજ્જએ પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમના પર વર્ષ ૧૯૭૦માં એક બાળકી અને એક બાળકની સાથે રેપ કરવાના આરોપો લાગેલા છે. આ બંને બાળકોની વય ૧૩ વર્ષ કરતા ઓછી છે. આ મામલાની તપાસ વર્ષ ૨૦૧૬માં શરૂ કરાઇ હતી.