મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ કયા ગાયબ થઇ ગયા છે? તેનો જવાબ નથી પોલીસ પાસે કે નથી રાજ્ય સરકાર પાસે. થાણે કોર્ટ અને મુંબઈના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર અરેસ્ટ વોરન્ટ જારી કર્યા છે.
વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતા પૂછપરછ અને તપાસ માટે તેઓ હાજર રહ્યા નહીં. એટલે હવે તેઓ ફરાર થઇ ચૂક્યા હોવાનું કહેવાઇ રહ્યું છે. એવામાં કૉંગ્રેસના નેતા સંજય નિરુપમે એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.
ये हैं मुंबई पुलिस के पूर्व पुलिस कमिश्नर।
मंत्री पर हफ्ता वसूली का आरोप लगाया था।
खुद पाँच मामलों में वांटेड हैं।पुलिस ने कहा है कि ये फरार हैं।
पता चला है,ये बेल्जियम में है।
बेल्जियम गया कैसे?
इसे किसने सेफ पैसेज दिया?
क्या हम अंडरकवर भेजकर इसे ला नहीं सकते ?#ParambirSingh pic.twitter.com/NwYMh6vV74— Sanjay Nirupam (@sanjaynirupam) October 30, 2021
પરમબીર સિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોલીસ અધિકારીઓનો ઉપયોગ 100 કરોડ રૂપિયાની વસૂલી માટે કરી રહ્યા છે. અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા બાદ તેઓ પોતે પણ વસૂલી અને અન્ય આરોપ વચ્ચે ઘેરાઇ ગયા છે. એમને વાંરવાર પૂછપરછ અને તપાસ માટે બોલાવવામાં આવ્યા હોવા છતા તેઓ હાજર થઇ રહ્યા નથી.
સંજય નિરુપમે ટ્વીટ કર્યું છે કે ‘આ છે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર. પ્રધાન પર હપ્તા વસૂલીનો આરોપ લગાવ્યો હતો. ખુદ પાંચ મામલામાં વોન્ટેડ છે. પોલીસે કહ્યું છે કે આ ફરાર છે. ખબર પડી છે કે તેઓ બેલ્જિયમમાં છે. બેલ્જિયમમાં ગયા કઇ રીતે? એમને કોણે બેલ્જિયમ પહોંચાડ્યા? શું આપણે અંડરકવર મોકલીને તેમને લાવી ન શકીએ?