નાસાના વૈજ્ઞાનિકો આજકાલ ભારે ટેન્શનમાં છે. આવનાર દિવસોમાં ખડકનો વિશાળ ટૂકડો પૃથ્વી માટે મુસીબત બની શકે છે. આ એસ્ટોરોઈડને 2000 QW7 નામ આપવામાં આવ્યું છે. આ ટૂકડો પૃથ્વી તરફ ઝડપથી ધસી રહ્યો છે અને જો પૃથ્વી સાથે ટકરાશે તો આખીય દુનિયામાં ભારે તબાહી સર્જાવાની દહેશત રહેલી છે.
એસ્ટોરોઈડને ગોડ ઓફ ચાઓસ પણ કહેવામાં આવે છે. એસ્ટોરોઈડ જ્યાંથી હાલ પસાર થઈ રહ્યો છે ત્યાં નાસાનું સેટેલાઈટ પણ છે. હાલ નાસા આ એસ્ટોરોઈડને લઈ એલર્ટ થઈ ગયું છે.
સીડની હાર્બર બ્રિજની લંબાઈ અથવા તો એફીલ ટાવર જેટલો મોટો આ એસ્ટોરોઈડ છે. તેની સ્પીડ 23,100 પ્રતિ ક્લાકની છે અને લગભગ તે 14મી સપ્ટેમ્બરની આસપાસ પૃથ્વીથી અંદાજે 5.3 મિલીયન કિમીના સુરક્ષિત અંતરેથી પસાર થવાનો છે. લાઈવ સાયન્સ પ્રમાણે આ એસ્ટોરોઈડની સૌથી નજીકની અથડામણ માનવામાં આવે છે. 2000 QW7 પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી લગભગ 13.87 ગણા અંતરેથી પસાર થશે.
નાસાનું કહેવું છે કે ગોડ ઓફ ચાઓસ 10 વર્ષ પછી પૃથ્વી પાસેથી પસાર થશે. જોકે, તે પૃથ્વીથી બહુ દુર હશે પણ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા 2.7 ટકા સંભાવના છે.જો કોઈ કારણવશ તે ઘરતી સાથે અથડાશે તો એક મીલ પહોળું અને 550 મીટર ઉંડો ખાડો પડી જશે.
એસ્ટોરોઈડ પૃથ્વીની જેમ સૂર્યની પરિક્રમા કરે છે અને છેલ્લી વાર તેને પહેલી ડિસેમ્બર-2000માં પૃથ્વીના સંપર્કમાં આવતા જોવાયો હતો. આ ઉપરાંત એક નાનો એસ્ટોરોઈડ QV89 27 સપ્ટેમ્બર-2006માં પૃથ્વીની નજીકથી પસાર થવાનો હતો પણ જૂલાઈ મહિના પછી તે જેવા મળ્યો ન હતો.
30 મીટરની ખડગ ધરાવતા એસ્ટોરોઈડ બહુ દુરથી નજરે ચઢ્યા બાદ અચાનક આવતો બંધ થઈ ગયો હતો, પણ જૂલાઈ અને ઓગષ્ટ મહિનામાં નાસાના સેન્ટર ફોર NEO સ્ટડીઝ (CNEOS) દ્વારા દુરબીનથી જોવામાં આવ્યું તો માલૂમ પડ્યું હતું કે તે ફરીથી દેખાઈ રહ્યો છે. પૃથ્વી સાથે તેનું અનિશ્ચિત પરિભ્રમણ ચિંતાનું કારણ બનતું રહ્યું છે. આવા પ્રકારના અસ્ટોરોઈડ 2006 પછી જોવા મળ્યો નથી.
જણાવી દઈએ કે બ્રહ્માંડમાં અનેક ઉલ્કાપિંજ, ઘૂમકેતુ અને ક્ષુદ્રગ્રહ તરતા રહે છે. આ બધા અનિયંત્રિત હોય છે,પણ જ્યારે કોઈ ગુરુત્વાકર્ષણ સાથે અથડાય તો ખલાસ થઈ જાય છે. આવી કોઈ પણ પ્રકારની અથડામણ ઘરતી પર તબાહી નોતરી શકે છે. 1908માં સાઈબેરીયાના ટુંગુસ્કામાં આવો એક અસ્ટોરોઈડ અથડાઈને નષ્ટ થયો હતો. આના કારણે 100મીટર ઉંડો ખાડો પડી ગયો હતો. આની લપેટમાં આશરે આઠ કરોડ જેટલા વૃક્ષો બરબાદ થઈ ગયા હતા.