ભારતીય રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. હવેથી દરેક પ્રકારના કોચમાં હવેથી ચાર્જિંગ વીજ સપ્લાય રાત્રે બંધ કરી દેવામાં આવશે અને મુસાફરો રાત્રે તેમના ફોન અને લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. ભારતીય રેલવેએ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવેથી મુસાફરો રાતના સમયે ટ્રેનમાં મોબાઈલ ફોન અથવા લેપટોપ ચાર્જ કરી શકશે નહીં. રાત્રે ૧૧ થી સવારે પ સુધી, ચાર્જિંગ સપ્લાય બંધ રહેશે.
રેલવેએ આ નિર્ણય ટ્રેનમાં લાગેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લીધો છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. થોડા દિવસો પહેલા દિલ્હી-દહેરાદુન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. જો કે તેનાથી કોઈપણ મુસાફરોને નુકસાન થયું ન હતું. પરંતુ તેના કારણે ભારતીય રેલવે એલર્ટ બની રહી છે જેના પછયી સતત કડક નિયમો બનાવવામાં આવી રહ્યાં છે.
હવે રેલવેએ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બિઝનેસ ટુડેના સમાચાર મુજબ પશ્ચિમ રેલવેએ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવેએ સવારે ૧૧ થી સવારે પ વાગ્યા સુધી ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.
ભૂતકાળમાં ચાર્જિંગ દરમિયાન લાંબા અંતરની ટ્રેનોમાં લેપટોપ અને મોબાઈલ ફોન વધુ પડતા ગરમ થવાને કારણે આગની ઘટના પ્રકાશમાં આવી છે, તેથી રેલવેએ આ નિર્ણય લીધો છે. ઠાકુરે કહ્યું હતું કે, ટૂંક સમયમાં તેનો અમલ તમામ રેલવે ઝોનમાં પણ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એસી મિકેનિક સહિતના તમામ કર્મચારીઓને રાત્રે ચાર્જિંગ પોઈન્ટ બંધ થવાની જાણકારી આપવામાં આવી છે. આ સાથે અધિકારીઓએ પણ સુપરવિઝન કરવાનો નિર્ણય લીધો છે અને જો તેમાં કશું પણ ખામીયુક્ત હોવાનું જણાશે તો કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે રેલવે પણ ટ્રેનમાં ધુમ્રપાન કરનારા લોકો પર પણ નિયંત્રણ લાવવાનું વિચારી રહી છે.
ભારતીય રેલવે આવા ગુનાઓની સજા વધારવાનો પ્રસ્તાવ મૂકવાની યોજના બનાવી રહી છે. હાલમાં ટ્રેનમાં ધૂમ્રપાન કરનારા લોકોને રેલવે એક્ટની કલમ ૧૬૭ હેઠળ વાહનોની અંદર ધૂમ્રપાન કરનારાઓ દ્વારા શિક્ષા આપવામાં આવે છે. ધૂમ્રપાન કરનારા મુસાફરોને રૃા. ૧૦૦ સુધીનો દંડ કરવો પડે છે.