કનૈયા કુમાર દેશદ્રોહ કેસ: અનુરાગ કશ્યપ બોલ્યા “કેટલામાં વેચાયા કેજરીવાલ?”

દિલ્હી સરકારે ચાર વર્ષ જુના દેશદ્રોહના કેસમાં કનૈયા કુમાર સહિત 10 લોકોને સામે દેશદ્રોહની કાર્યવાહી કરવા દિલ્હી પોલીસને મંજૂરી આપી દીધી છે. હવે સોશિયલ મીડિયા પર આ અંગે જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

તાજેતરમાં જ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહના મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર પોતાના ટવિટ માટે અવારનવાર સમાચારોમાં રહેનારા અનુરાગ કશ્યપે તેમના ટવિટર હેન્ડલથી કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે “મહાશય અરવિંદ કેજરીવાલજી, તમને શું કહેવાય?”

અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું, “સ્પાઈનલેસ તો તમારી ફરીયાદ છે, તમે તો છો જ નથી તો કેટલામાં વેચાયા?” અનુરાગ કશ્યપે કનૈયા કુમારની ટવિટને રીટવીટ કરતી વખતે આ જવાબ આપ્યો હતો. કનૈયા કુમારે પોતાના ટવિટમાં લખ્યું છે કે, “દેશદ્રોહ કેસ માટે દિલ્હી સરકારને મંજૂરી આપવા બદલ આભાર.”

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર લાગ્યા “દેશ કે ગદ્દારોં કો ગોલી મારો”ના નારા

દિલ્હીના સૌથી વ્યસ્ત મેટ્રો સ્ટેશનોમાંના એક એવા રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર કેટલાક લોકોએ ‘દેશ કે ગદ્દારોં કો ગોળી મારો’ ના નારા લગાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સફેદ ટી-શર્ટ પહેરેલા કેટલાક લોકો “દેશ કે ગદ્દારો કો ગોલી મારો ” ના નારા લગાવતા નજરે પડે છે. આ કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

દિલ્હી મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સવારે લગભગ 10.52 વાગ્યે બની હતી. સ્ટેશન પર તૈનાત મેટ્રો સ્ટાફ અને સુરક્ષા જવાનોએ નારેબાજી કરી રહેલા યુવાનોને દિલ્હી મેટ્રો રેલ પોલીસને હવાલે કર્યા છે.

દિલ્હી મેટ્રો કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી)એ નારેબાજી કરતા યુવાનોને  “મુસાફરો” હોવાનું ગણાવી કહ્યું કે  સ્ટેશન પર તૈનાત મેટ્રો સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ વધુ જરૂરી કાર્યવાહી માટે તેમને દિલ્હી મેટ્રો રેલ પોલીસને  હવાલે કર્યા છે. દિલ્હી મેટ્રો અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટના સવારે 10.52 વાગ્યે બની છે. દિલ્હી મેટ્રો કેમ્પસમાં કોઈપણ પ્રકારના ડિસ્પ્લે પર પ્રતિબંધ છે.

સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર, સ્ટેશન પર ટ્રેન થોભી રહી હતી ત્યારે આ યુવાનોએ નારેબાજી કરી હતી. ત્યારબાદ તેમણે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ)ના સમર્થનમાં નારા લગાવ્યા હતા. યુવાનોએ સીએએના સમર્થનમાં નારા લગાવતા જોઈ કેટલાક મુસાફરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા જ્યારે કેટલાક કેમેરા વડે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પાછું ખેંચવા ઐતિહાસિક સમજૂતી, પણ તાલીબાનો માટે છે આ શરત

અફઘાન તાલિબાન સાથે શાંતિ કરાર અંતર્ગત અમેરિકા અને તેના સાથીઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો તાલિબાન આ સમજૂતીનું ઉલ્લંઘન નહીં કરે તો અમેરિકા આગામી 14 મહિનામાં અફઘાનિસ્તાનથી તેના તમામ સૈનિકો પરત ખેંચી લેશે. સમજૂતીનો મુખ્ય હેતુ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાનો છે અને આ શરતોનું તાલીબાનોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

દોહામાં યોજવામાં આવેલી બેઠક બાદ સમજૂતી પર અફઘાનિસ્તાન માટે નિમાયેલા અમેરિકાના વિશેષ પ્રતિનિધિ ઝલમય ખલીલઝદ અને તાલીબાની નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કાબુલમાં અફઘાન સરકાર અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન કતારની સિટી દોહામાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાં બન્ને પક્ષોએ શનિવારે સહી કરી હતી. આ સમજૂતીનો હેતુ છેલ્લા 18 વર્ષથી અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવવાનો છે. સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પે જણાવ્યું કે સમજૂતી બાદ અમેરિકા તાલીબાનની ગતિવિધિઓ પર નજર રાખશે.

9/11 દરમિયાન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું અને ઓસામા બિન લાદેનના અલ કાયદાના નેટવર્કને તહસનહસ કર્યું હતું. 18 વર્ષના સમયગાળા દરમિયાન 2400 કરતાં પણ વધારે અમેરિકી સૈનિકો માર્યા ગયા છે અને તેટલા જ તાલીબાનોને પણ ઠાર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં યુદ્ધનો અંત લાવશે. ટ્રમ્પની સાથે તાલીબાનોની બે મહિના પહેલાં પણ બેઠક થઈ હતી પરંતુ એ બેઠક નિષ્ફળ રહી હતી ત્યાર બાદ કાબૂલમાં બેઠક યોજવાની હતી પરંતુ આતંકી હુમલો થતાં બેઠક રદ્દ કરવામાં આવી હતી.

ટ્રમ્પ પૂર્વે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ તાલિબાનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને જૂન 2013માં દોહામાં તાલિબાનની ઓફિસની સ્થાપના થઈ હતી. ઓબામાનાં શાસનકાળ દરમિયાન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર મારવામાં આવ્યો હતો.

ઠાસરાના ખેડુતે ટ્રેક્ટર ભરીને ટામેટા રસ્તા પર ફેંકી દીધા, કારણ જાણીને ચોંકી જશો

ખેડા જિલ્લાના ઠાસરા ગામે ખેડુતે ટામેટાને રસ્તો પર ફેંકી દેતા આ વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. ટામેટાના પાક પાછળ થયેલો ખર્ચ પર વળતર પેટે નહીં મળી રહ્યું હોવાથી ખેડુતે આવું આકરું પગલું ભર્યું હતું.

ખેડૂતે ટ્રેકટર દ્વારા ડાકોરથી કપડવંજ રોડ વચ્ચે ટામેટાનો તમામ પાક ફેંકી દીધો હતો. હાલ ટામેટાના એક કિલોએ માત્ર બે રૂપિયા ભાવ મળતા ખેડૂતો નાસીપાસ થયા છે. પાક પાછળ એક કિલોએ ખેડૂતનો સરેરાશ આઠ થી નવ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જેની સરખામણીએ મફતના ભાવે ટામેટા વેચવા કરતાં તેને રસ્તો પર ફેંકી દેવામાં આવ્યા હતા.

ઠાસરા તાલુકામાં અંદાજે 800 વિધામાં ટામેટાનો પાક ઉગાડવામાં આવ્યો છે. જેના ભાવ ન મળવાથી ખેડૂતોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કેટલાક ખેડુતો માટે તો ગુજરાન ચલાવવું પણ દુષ્કર થઈ ગયું છે.

નિર્ભયા કેસમાં અક્ષય ઠાકુરની ફરી વાર દયાની અરજી, કહ્યું “મારા પછી બાળકો અને પત્નીનું શું થશે?”

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં દોષિતો દ્વારા ફાંસી ટાળવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચારદોષિતો પૈકી એક એવા અક્ષય ઠાકુરે  ફાંસીને ટાળવા માટેના તમામ કાનૂની વિકલ્પો ખતમ કરી ચૂક્યો છે, તેમ છતાં તેણે ફરીથી શનિવારે દયાની અરજી કરી છે. આ અરજીમાં અક્ષયે કહ્યું છે કે છેલ્લી દયા અરજીની સુનાવણી દરમિયાન કેસના તમામ મુદ્દાઓને અવગણવામાં આવ્યા હતા.

દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટ સોમવારે અક્ષયની દયા અરજી પર સુનાવણી કરશે. અક્ષયની અરજીના અનુસંધાને તિહાર જેલ તંત્રને નોટીસ પાઠવવામાં આવી છે. કોર્ટે સોમવારે સવારે 10 વાગ્યે આ કેસમાં સુનાવણી કરવા જણાવ્યું છે. દોષિતે આ માંગણી રાષ્ટ્રપતિ પાસે સંપૂર્ણ દયાની અરજી દાખલ કરવાના આધારે કરી છે.

અક્ષય ઠાકુરના વકીલ એ.પી.સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે છેલ્લી વખત ઉતાવળમાં અધૂરી અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે સહી, એફિડેવિટ, નાણાકીય સ્થિતિ, દોષિત અક્ષયના ગુનાહિત રેકોર્ડ જેવા મહત્વના દસ્તાવેજો અગાઉની અરજીમાં સામેલ નહોતા. ન્યાયના હિતમાં અક્ષય ઠાકુરની દયા અરજી પર ફરીથી સુનાવણી થવી જોઈએ.

પીટીશનમાં અક્ષયે કહ્યું છે કે તેને ફાંસી આપવામાં આવ્યા બાદ પત્ની અને તેના નાના બાળકોને પણ અસર થશે. તેના પરિવારને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેનો કોઈ દોષ નથી.

ઉલ્લેખનીય છે કે અક્ષય ઠાકુરએ ફાંસી ટાળવા માટે રિવ્યુ પીટીશન, ક્યુરેટિવ પીટીશન અને દયાની અરજી કરી ચૂક્યો છે. આ તમામ અરજીઓ રદ કરવામાં આવી છે. નિર્ભયા કેસના તમામ ગુનેગારોને ત્રીજી માર્ચે ફાંસી આપવાની છે.

દુનિયાભરમાં કોરોનાનો કાળોકેર, ઈરાનમાં 34નાં મોત

કોરોના વાયરસ દિવસે દિવસે ખતરનાક થતો જાય છે. ચીનમાં મૃત્યુઆંક 2800 ને પાર પહોંચી ગયો હતો. ચીન પછી સૌથી વધુ પ્રભાવિત દેશ ઈરાન બની ગયો છે. ઈરાનમાં મૃત્યુઆંક 34 થયો હતો અને નવા 388 કેસ નોંધાયા હતાં. ખુદ ઉપરાષ્ટ્રપતિ પણ કોરોનામાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું. સાઉથ કોરિયાના નવા 315 કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 2337 થઈ હતી.

વિશ્વભરમાં કોરોનાના 83,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. ચીનમાં મૃત્યુઆંક 2800 ને પાર પહોંચી ગયો છે. ચીનમાં લગભગ કોરોનાના 78,000 ઉપર દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. સિંગાપોરમાં 96, થાઈલેન્ડમાં 40, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં 23, યુએઈમાં 19, બ્રિટનમાં 15 લોકો કોરોનાની ચુંગાલમાં આવી ચૂક્યા છે. જાપાનમાં પણ કોરોના ઝડપભેર ફેલાતો હોવાથી વડાપ્રધાને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જાપાનમાં એક હજાર કેસ દર્જ થઈ ચૂક્યા હોવાથી સમયસર સાવધાનીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

દરમિયાન અમેરિકાના ગુપ્તચર એજન્સીઓ કોરોનાના ફેલાવા ઉપર ખાસ નજર રાખી રહી છે. વિવિધ ઉપકરણો અને અહેવાલોના આધારે અમેરિકી ગુપ્તચર વિભાગે દુનિયાભરની સરકારોની કામગીરી ઉપર વોચ ગોઠવી છે. ચીનના સરહદી પાડોશી દેશો-ખાસ તો ભારત કોરોના સામે કેવી રીતે લડે છે એના ઉપર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ખાસ નજર છે.

કોરોના વાયરસથી આરોગ્ય કટોકટીની સાથે નાણાકીય કટોકટી પણ સર્જાઈ છે. કોરોનાને કારણે નાણાકીય બજારો ધ્વસ્ત થઈ ગયા છે તો બીજી બાજુ દુકાનો અને બિઝનેસ ઠપ થઈ ગયા છે. બેરાલુસ, લિથુનિયા, ન્યુઝીલેન્ડ, નાઈજિરિયા, અજેરબેજાન, નેધરલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળતા આ વાઈરસથી પીડિત દેશોની સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. ગયા વર્ષે આવેલા પૂર અને આ વર્ષે કોરોનાને કારણે ઈટાલીના પ્રવાસન ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો છે.

જાપાન, ઈરાન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં વધુ પ૯૪ કેસ નોંધાયા છે ત્યારે મૃત્યુઆંક પણ વધીને 17 થયો છે. ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 47 લોકોના મોત થતા કોરોના વાયરસને લીધે મૃત્યુ પામનારનો આંક ર,૮૩પ થયો છે. ભારતે પણ સાવચેતીના પગલાં રૃપે જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન સાથેની તમમ ઊડ્ડાન સેવા રદ્દ કરી દીધી છે.

ચીન પછી દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ કોરિયાએ તેના નાગરિકોને ઘરોની અંદર જ રહેવા માટે ફરમાન કર્યું છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના વધુ 594 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,931 થઈ છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના વધુ 427 નવા કેસ નોંધાયા છે. જે અગાઉના દિવસે 327 કેસ નોંધાયેલા હતાં. આ સાથે ચીનમાં કોરોના સંક્રમણના 79,251 કેસ થયા છે અને સમગ્ર વિશ્વમાં કુલ 83,000 કેસ નોંધાયા છે.

ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 245 લોકો સંક્રમિત થયા છે. મહિલા અને પરિવાર બાબતના મસુઓમેહ ઈબ્ટેકર પણ ગુરુવારે સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. ઈરાનમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. ચીન અત્યાર સુધીમાં ઈરાનને 2.5 લાખ માસ્ક મોકલી ચૂક્યું છે.

કેજરીવાલ સરકારે કનૈયા કુમાર વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવા આપી મંજુરી

JUNના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર, ઉંમર ખાલીદ સહિત 10 આરોપીઓની સામે કેસ ચલાવવાની કેજરીવાલ સરકારે આખરે મંજુરી આપી દીધી છે. કેજરીવાલ સરકારના પ્રોસિક્યુશન વિભાગે પોલીસની સ્પેશિયલ સેલને પણ મંજુરી આપી દીધી છે. આ મામલે આશરે એક વર્ષથી દિલ્હી સરકારની પાસે અટવાયેલો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા લાંબા સમયથી કેજરીવાલ સરકારને ભીંસમાં મૂકી રહી હતી.

ઉલ્લેખનિય છે કે, 19મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દેશ દ્રોહના મામલામાં આરોપી કનૈયાકુમાર અને અન્યોની સામે કેસ ચલાવવાને લઈને સંબંધિત વિભાગની ટૂંકમાં મંજુરી લેવામાં આવશે. કેજરીવાલે આ નિવેદન એ સમયે કર્યું છે જ્યારે દિલ્હીની એક કોર્ટે એ જ દિવસે આમ આદમી પાર્ટી સરકારને દેશદ્રોહ કેસમાં કાર્યવાહી કરવાની મંજુરીના મુદ્દા ઉપર ત્રીજી એપ્રિલ સુધી સ્ટેટ્સ દાખલ કરવા માટે કહ્યું હતું.

કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસને કહ્યું હતું કે, સરકારને કેસની મંજુરી આપવા માટે યાદ અપાવે. તે પછી મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું હતું કે, તેમને સંબંધિત વિભાગ (ગૃહ) ને કહેવાનો અધિકાર નથી. તેઓ વિભાગનો નિર્ણય બદલી શકે નહીં, પરંતુ તેઓ આના પર વહેલીતકે નિર્ણય લેવા માટે અપીલ કરશે. જેએનયુ દેશદ્રોહ કેસમાં કનૈયા સહિત 10 આરોપીઓની સામે કેસ ચલાવવાને મંજુરી આપી દીધી છે.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ નવમી ફેબ્રુઆરી 2016ના દિવસે સંકુલમાં એક કાર્યક્રમમાં દેશદ્રોહના નારા લગાવ્યા હતાં અને જુલુસ કાઢ્યા હતાં. કનૈયાકુમાર ઉપર આખરે સકંજો મજબૂત કરી દેવામાં આવ્યો છે. દિલ્હીના પ્રોસિક્યુશન વિભાગે પણ આ મામલામાં ટ્રાયલ માટેની લીલીઝંડી આપી દીધી છે.

લીપ યર એટલે શું? શા માટે ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે 29 તારીખ આવે છે? લીપ યર નહીં ઉજવાય તો થાય આ મોટું નુકશાન

દર ચાર વર્ષે લીપ યર ઉજવવામાં આવે છે જે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. લીપ યરમાં ફેબ્રુઆરીનો એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનો લીપ યરમાં 29 દિવસનો હોય છે. ચાલો આપણે લીપ યર વિશે વિગતવાર જાણીએ.

તમે બધા જાણો છો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે દિવસ અને રાત હોય છે અને હવામાન બદલાય છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં લગભગ 365.242 દિવસ લાગે છે. એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ કિસ્સામાં ચાર વર્ષમાં એક દિવસમાં 0.242 દિવસનો સમય ઉમેરવામાં આવે છે. આ એક દિવસ ફેબ્રુઆરીમાં દર ચાર વર્ષે ઉમેરવામાં આવે છે, જે 28થી 29 દિવસનો મહિનો થઈ જાય છે, અને તે વર્ષ 365નાં બદલે 366 દિવસનું બને છે. જ્યારે પણ એક વર્ષમાં 366 દિવસ અથવા 29 દિવસ ફેબ્રુઆરીમાં આવે છે, તો તે વર્ષને લીપ યર કહેવામાં છે.

સામાન્ય રીતે વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ લીપ યરમાં 366 દિવસ હોય છે. પૃથ્વી સૂર્યની એક પરિક્રમા 365 દિવસ અને 6 કલાકમાં પૂર્ણ કરે છે. આ રીતે દર ચાર વર્ષે એક દિવસ વધારવામાં આવે છે. જે ચાર વર્ષ પછી આવી રહેલા વર્ષમાં ઉમેરવામાં આવે છે. આ રીતે લીપ યર દર 4 વર્ષે  ઉજવવામાં આવે છે.

પૃથ્વી 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે અને આમ ચોથા વર્ષમાં દિવસોની સંખ્યા 366 થાય છે. જ્યારે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો થઈ જાય છે. આગામી લીપ યર 2024માં ઉજવવામાં આવશે. જ્યારથી વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર સ્વીકારવામાં આવ્યું ત્યારથી લીપ યર આવે છે. ઇસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું છે.

ઈસુ ખ્રિસ્તના જન્મના ચાર વર્ષ બાદ પ્રથમ લીપ યર ઉજવાયું હતું. ત્યારથી લઈને આજદિન સુધી અને આવનાર સદીઓ સુધી દર ચાર વર્ષે લીપ યર ઉજવાતું રહેશે.

જો આપણે લીપ યર નહીં ઉજવીએ તો દર વર્ષે આપણે 6 કલાક સૌરમંડળના ચક્ર સમય કરતા આગળ નીકળી જઈશું અને આ રીતે 100 વર્ષ પછી 25 દિવસ આગળ થઈ જશું. આના કારણે હવામાન પરિવર્તનનું કોઈ જ્ઞાન નહીં હોય. વાતાવરણમાં બેલેન્સ અને સમયચક્રને સ્થિર રાખવાના હેતુથી દર ચાર વર્ષે  લીપ યર ઉજવવામાં આવે છે.

લ્યો બોલો, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના ઘરનું પાણી પણ પીવા લાયક નથી

કેન્દ્રના ખાદ્ય અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન રામ વિલાસ પાસવાનના ઘરેથી લીધેલા પીવાના પાણીના નમૂના પણ ઉતરતી કક્ષાના હોવાથી એ પાણી પીવાલાયક નથી આવું કંઇ અમે નથી કહેતા પણ બીઆઇએસ દ્વારા કહેવાયું છે. પીવાના પાણીની ગુણવત્તા ચકાસતા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બીએસઆઇએ પાટનગર નવી દિલ્હીમાં દસ બાર સ્થળેથી પીવાના પાણીના નમૂના લીધા હતા અને લેબોરેટરીમાં એની ગુણવત્તા તપાસી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી.

બીએસઆઇએ કોર્ટને કહ્યું હતું કે પાસવાનના બંગલેથી લીધેલા પાણીની ગુણવત્તા વાસ, એલ્યુમિનિયમ અને કોલીફોર્મના નક્કી થયેલા ધારાધોરણ મુજબનું નહોતું. કેન્દ્રીય પ્રધાનના બંગલાની આ સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી કેવી રીતે મળતું હશે. દિલ્હીમાં મ્યુનિસિપાલિટી પાઇપ લાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું પાણી પહેાંચાડે છે. બીએસઆઇએ ડઝનબંધ નમૂના લઇને નેશનલ એક્રેડિશન બોર્ડ લેબોરેટરીમાં મોકલ્યા હતા. તમામ નમૂના નક્કી થયેલા સ્ટાન્ડર્ડ કરતાં ઊતરતી કક્ષાના હતા એમ સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

કોરોના વાયરસને કારણે વિશ્વમાં ભયાનક મંદી ત્રાટકશે : મુડીઝીની આગાહી

કોરોના વાયરસ (કોવિડ-૧૯) એક વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવી શકે છે. મૂડીઝ એનાલિટિકસ દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો કહેર હવે ચીનની બહાર પણ ફેલાય ચૂકયો છે અને દક્ષિણ કોરિયામાં પણ તેની મોટી સંખ્યામાં મોત નિપજયાં છે. આ સિવાય કોરોના ઇટાલી, ઇરાન સુધી પહોંચી ગયો છે.

મૂડીઝ રેટિંગ એજન્સીએ કહ્યું કે આ વાયરસ હવે ઇટાલી તેમજ કોરિયા સુધી પહોંચી ગયો છે. એવામાં જો તે વૈશ્વિક રોગચાળો તરીકે ફેલાય શકે તેવી પૂરી સંભાવના છે. મૂડીઝ એનાલિટિકસના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જાંડીના જણાવ્યાં અનુસાર કોરોના વાયરસના પ્રભાવ અને પરિદ્રશ્યો પર એક ટીપ્પણી કરતાં કહ્યું કે કોરોના વાયરસ ચીનની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો છે, જે હવે પૂરી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખતરા (ભય) સમાન બની ગયો છે.

ચીનમાં સતત કોરોના વાયરસ વધી રહ્યો જેને લઇને હવે વૈશ્વિક રોગચાળા તરીકે વધી શકે છે. જો વાયરસે વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું તો આ વર્ષની પ્રથમ છ માસિક દરમિયાન વૈશ્વિક અને અમેરિકા મંદીનુ કારણ બનશે. મૂડીઝના એનાલિટિકસે કહ્યું, આપણે બધા આશા કરીએ કે આવું ન બને, પરંતુ જો થઇ જાય તો તૈયાર રહેવું જ એક સમજદારી છે.