ગુજરાત પોષણ અભિયાન : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લોકોએ 325 કુપોષિત બાળકોની જવાબદારી ઉપાડી લીધી

રાજ્યવ્યાપી ગુજરાત પોષણ અભિયાનની સિદ્ધિરૂપે ઓલપાડ તાલુકાના અગ્રણીઓએ સમાજિક ઉત્તરદાયિત્વ નિભાવતાં તાલુકાના 325 કુપોષિત બાળકોને સ્વસ્થ, નિરોગી અને પોષણક્ષમ બનાવવા પાલક વાલી બની બાળકોને કુપોષણમુક્ત બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. ઓલપાડ તાલુકાના અગ્રણી અસમાજસેવકોએ આંગણવાડીના કુપોષિત બાળકોની જવાબદારી ઉપાડી લીધી છે.

ઓલપાડ તાલુકામાં આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં 9,000 બાળકો પૈકી માત્ર 325 બાળકો જ કુપોષિત છે, જેની સરાહના કૃષિમંત્રી આર.સી. ફળદુએ પણ કરી પોષણ અભિયાનમાં સહભાગી બનવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

325 સમાજસેવકો-અગ્રણીઓ ‘એક પાલક એક બાલક’ના ઉદાત્ત અભિગમથી કુપોષિત બાળકોની એક વર્ષ સુધી આવા બાળકની સારસંભાળ દેખરેખ રાખશે.

 

ગુજરાતમાં એક પણ બાળક, કિશોરી અને માતા કુપોષિત ન રહે તે હેતુથી જન આંદોલન શરૂ કરાયું

‘રાજ્યનું એક પણ બાળક, કિશોરી અને માતા કુપોષિત ન રહે તે હેતુથી જન આંદોલન શરૂ કર્યું છે, ત્યારે સમાજસેવાના ભેખધારી નાગરિકો રાજ્યમાંથી કુપોષણને નાબૂદ સંકલ્પબદ્ધ બન્યા છે. ‘એકલા હાથે તાળી ન પડે’ એ ન્યાયે સરકાર અને સમાજ સાથે મળીને ભૂલકાઓને સુપોષિત બનાવવા આગળ આવ્યા છે’, એમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકે અને દેલાડ ગામે આયોજિત “ગુજરાત પોષણ અભિયાન’ કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું.

કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટેના રાજ્યવ્યાપી ત્રિદિવસીય ‘ગુજરાત પોષણ અભિયાન-2020-22’ના દ્રિતીય દિવસે સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ અને દેલાડ બેઠકના પોષણ અભિયાન કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના 325 કુપોષિત બાળકોના પાલક વાલી બની કુપોષિત બાળકોની જવાબદારી સંભાળનાર જાગૃત્ત સમાજસેવકોને એમના પ્રેરણાદાયી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રી આરસી ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૩ જાન્યુઆરીના રોજ દાહોદથી પોષણ અભિયાન શરૂ કરીને રાજ્યનું એક પણ બાળક, કિશોરી અને માતા કુપોષિત ન રહે તેવી હાંકલ કરી છે. જેના પ્રતિસાદરૂપે રાજ્યના ભામાશાવૃત્તિ ધરાવતાં અલગારી સમાજસેવકોએ પોષણયુક્ત સમાજની રચના માટે મુખ્યમંત્રીના સૂરમાં સૂર પુરાવ્યો છે.

આ પ્રસંગે આંગણવાડીની મહિલાઓ દ્વારા ‘કુપોષણમુક્ત ગુજરાત’ની થીમ પર રસપ્રદ ‘પોષણ અદાલત’ નાટક ભજવ્યું હતું. ઉપસ્થિત સૌએ ‘સહી પોષણ-દેશ રોશન’ વિષયક ‘બીજુ પિયર ઘર’ ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. નાના ભુલકાઓને અન્નપ્રાશન પણ કરાવાયું હતું.

આ વેળાએ પાલક વાલી, તંદુરસ્ત બાળક, સ્વસ્થ કિશોરીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. કૃષિ મંત્રી અને મહાનુભાવોએ ઓલપાડ આંગણવાડી-નંદઘરની મુલાકાત લઇ બાળકોને પોષક આહાર પીરસ્યો હતો.

ગુજરાત બનશે રેલવે ક્રોસીંગ ફ્રી, 20 નગરપાલિકાના રેલવે ફાટક પર 16 ઓવર બ્રીજ, 10 અન્ડર બ્રીજ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાટકમુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં આગળ ધપતા રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે અંડરબ્રિજ માટે 757.37 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

સીએમ રૂપાણીએ આપેલી આ મંજૂરી અનુસાર જે 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, તલોદ, વિસનગર, કરમસદ, ઉમરેઠ અને બારડોલીમાં 1-1 રેલ્વે ઓવરબ્રિજ તેમજ વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં 2-2 ઓવરબ્રિજ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રેલ્વે ઓવરબ્રિજ તેમજ રેલ્વે અંડરબ્રિજના કામો માટે મંજુરી આપી છે.

રાજ્યના જે 10 નગરોમાં રેલ્વે અંડરબ્રિજ બનવાના છે તે નગરોમાં સિક્કા, નડિયાદ, બોપલ-ઘુમા, ઉના, કેશોદ, ડીસા, પેટલાદ, વ્યારા નગરોમાં 1-1 અને ગાંધીધામમાં ૨ રેલ્વે અંડરબ્રિજ નિર્માણ પામશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ભચાઉ નગર માટે તેમજ જુનાગઢ મહાનગરપાલિકા માટે પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત આગવી ઓળખના 54.51 કરોડના કામોને મંજુરી આપી છે.

તદ્દઅનુસાર, સુરેન્દ્રનગરમાં મેકશન સર્કલ ડેમ રોડથી હેલીપેડ સુધી નવા ફલાય ઓવર બનાવવા માટે 42.50 કરોડના કામને મંજુરી આપવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર ગેઇટ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશન વચ્ચે સબ-વે બનાવવા માટે 6.53 કરોડના કામ મંજુર કરવામાં આવ્યા છે.

ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં ડેવલપીંગ એન્ટ્રી ઓફ ભચાઉ ટોવડર્ઝ ભૂજ એઝ ગેટ વે ઓફ કચ્છના આગવી ઓળખના કામ માટે 2.86 કરોડ મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.

તેમણે જુનાગઢ મહાનગરપાલિકામાં આવેલા સ્વીમીંગ પુલના નવીનીકરણ માટે 2.62 કરોડના આગવી ઓળખના કામને પણ મંજુરી આપી છે.

નિર્ભયા કેસ: ફરી વાર ટળી ગઈ નિર્ભયાના દોષીઓની ફાંસી, ડેથ વોરંટ પર રોક

નિર્ભયાના ગુનેગારોને ફાંસી ફરી એક વાર મુલતવી રાખવામાં આવી છે. હવે તમામને પહેલી ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે નહીં. પટીયાલા હાઉસ કોર્ટે આગળના આદેશો સુધી ફાંસીના અમલ પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન તિહાર જેલએ કોર્ટને કહ્યું છે કે ત્રણ દોષીઓને ફાંસી આપી શકાય છે. બીજી તરફ  નિર્ભયાની માતા વતી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે દોષિતો ફાંસી ન પડે તે માટે યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

આજની સુનાવણીમાં વિનયની અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાનીં દલીલ કરવામાં આવી છે. તેનો અર્થ એ કે, જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો હવે ત્રણ દોષિતો પાસે કાનૂની વિકલ્પો બાકી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે પવન ગુપ્તાની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે સગીર હોવાનો દાવો કર્યો હતો.

પવન ગુપ્તાએ કરેલી સમીક્ષાની અરજી પર બંધ ચેમ્બરમાં સુનાવણી કરતાં ન્યાયાધીશ આર. ભાનુમતી, ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એ.કે. એસ. બોપન્નાએ ડેથ વોરંટ પર રોક લગાવી હતી. 20 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે પવનના સગીર હોવાના દાવાને ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી નામંજૂર કરી હતી.

ચુકાદો આવે તે પહેલાં પવનના વકીલ એપી સિંહે કહ્યું કે તેમણે શુક્રવારે તેમના અસીલ વતી અરજી દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના 20 જાન્યુઆરીના આદેશ પર પુનર્વિચારણા કરવા વિનંતી કરી હતી. આ અરજીને ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, પવનની અરજીને નકારી કાઢી અને  હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. આ ઉપરાંત નીચલી અદાલતે તેના દાવાને ફગાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈ-વે પર ત્રણ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ હાઈ-વે પર શુક્રવારે વહેલી સવારે એક ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યાે હતો. ટ્રક નગરોટાના બન ટોલ પ્લાઝા પર ચેકીંગ માટે રોકવામાં આવી હતી. અથડામણ દરમિયાન ૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે ગોળી વાગવાના કારણે એક જવાન ઘાયલ થયા છે. હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૃ કરી દેવામાં આવ્યું છે. ટોલ પ્લાઝા પાસે ર બ્લાસ્ટના અવાજ પણ સંભળાયા હતાં.

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, ટ્રકમાં ૩ થી ૪ આતંકીઓ છુપાયેલા હતાં. ચેકીંગ દરમ્યાન તેઓ ગોળી ચલાવી ભાગવાનો પ્રયત્ન કરતા હતાં. તે દરમિયાન આ અથડામણ થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈ-વે પર ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત નગરોટામાં દરેક સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તા. રપ જાન્યુઆરીએ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં ર પાકિસ્તાની આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં તે પહેલા ર૧ જાન્યુઆરીએ અવંતિપોરામાં અથડામણમાં ર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં. સેનાના એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) શહીદ થયા છે. ર૦ જાન્યુઆરીએ શોપિયા જિલ્લામાં એન્કાઉન્ટરમાં હિજબુલ મુઝાહિદ્દિનના ૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં.

નિર્ભયાના દોષિતોને આવતીકાલે ફાંસી આપવા તિહાર જેલમાં તૈયારી

નિર્ભયા કેસના દોષિતોને  પહેલી ફેબ્રુઆરીના ફાંસી આપવાની છે, પરંતુ સૌથી મોટું સસ્પેન્સ આવતીકાલે દોષિતોને ફાંસી આપવાને લઈ ઉભુ થયું છે. આ કેસ પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ છે અને કોર્ટે તેના બપોર સુધી ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન તિહાડ જેલે કોર્ટને કહ્યું છે કે ઈચ્છો તો નક્કી તારીખના રોજ ત્રણ દોષિતોને ફાંસી આપી શકે છે. બીજી બાજુ નિર્ભયાના માતાની તરફથી હાજર વકીલે દલીલ કરી કે દોષિત ફાંસીથી બચવાની યુક્તિઓ અપનાવી રહ્યાં છે. હાલ કોર્ટમાં સુનાવણી પૂરી થઈ છે અને બપોર પછી અદાલત ચૂકાદો આપવાની છે. કોર્ટમાં તિહાડ જેલની તરફથી ઈરફાન અહમદ હાજર થયા હતાં. તેમણે કહ્યું કે, હાલ બસ વિનય શર્માની અરજી પેન્ડીંગ છે. બાકી ત્રણેયને ફાંસી આપી શકાય છે. તેમણે કહ્યું કે તેમાં કંઈ જ બિન કાયદાકીય નથી.

કેસની સુનાવણી દરમિયાન વકીલોની વચ્ચે ચર્ચા પણ થઈ હતી. તેના પર કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે, અભિયોજન પક્ષ (નિર્ભયાના માતા-પિતાની તરફથી વકીલ) સીમા કુશવાહાએ મુકેશના વકીલ વૃંદા ગ્રોવર હાજર ના રહેવા પર આપત્તિ વ્યક્ત કરી, કહ્યું કે, મુકેશની તમામ અરજીઓ રદ્દ થઈ ચૂકી છે. જ્જે પરસ્પર ચર્ચા પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટમાં ગ્રોવરે તિહાડની વાતનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે જોઈ કોઈપણ દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિની સમક્ષ પેન્ડીંગ છે તો બાકીનાઓને પણ ફાંસી આપી શકાય નહીં.

નિર્ભયાના માતા-પિતાની તરફથી વૃંદા ગ્રોવર હાજર થવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતાં. દલીલ આપી કે ગ્રોવરને કેસમાં કોર્ટની મદદ માટે વકીલ નિમણૂક કરાયા હતાં. પક્ષે કહ્યું કે, અમિક્સ ક્યૂરી હોવાના લીધે કેસની પાર્ટી બની શકે નહીં. નિર્ભયા પક્ષની તરફથી કહેવાયું કે દોષિતોને જ્યારે કાયદાકીય ઉપચાર માટે સમય આપ્યો ત્યારે તેમણે કોઈ અરજી કેમ દાખલ કરી નહીં. હવે જ્યારે કોર્ટે ડેથ વોરંટ રજૂ કર્યુ ત્યારે તેમણે એક-એક કરીને કોર્ટના ચક્કર લગાવવાનું શરૃ કરી દીધું. નિર્ભયાના વકીલ સીમા કુશવાહાએ દોષિતોની કેસને લટકાવવાની વૃત્તિનો વિરોધ કરીને અન્ય ત્રણેય દોષિતોને કાલે ફાંસી આપવાની દલીલ કરી છે, હવે અદાલતના ચૂકાદા પર સૌની નજર મંડાયેલી છે.

90 લાખનો વીમો પકવવા અમદાવાદના વેપારીએ ધોળે દિવસે કરાવી 90 લાખની લૂંટ, ત્રણ કિલો સોનાની લૂંટ સીસીટીવીમાં કેદ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગુરુવારે સાંજે એક કરોડથી વધુની લૂંટનો મામલો સામે આવ્યો છે. જેમાં લૂંટારૂએ ધોળે દિવસે ઝવેરીના ત્રણ કિલો સોનાના ઘરેણા સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના બે બાઇક સવારોએ અંજામ આપ્યો હતો. જોકે, આ કેસની તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ગઈ હતી, જ્યારે ઝવેરીએ 90 લાખનો વીમો કરાવ્યો હોવાની હકીકત આ સનસનાટીભરી લૂંટની પાછળ કારણભૂત હોવાનું ખૂલ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાના કારણે વીડિયો પણ વાયરલ થયો છે.

સંવાદદાતાના જણાવ્યા મુજબ અમદાવાદના નિકોલમાં આવેલી સીજી રોડ પર ઝવેરી ગુરવીર ગઈ સાંજે  નિકોલના શો રૂમમાં ગયો હતો. શો રૂમમાંથી કારમાં ત્રણ કિલો સોનાની ભરેલી બેગ મૂકવા જઇ રહ્યો હતો. બસ, ત્યારે બાઇક પર બે લોકો બેગ લઇને નાસી છૂટયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી કે આ થેલીમાં લગભગ 1.25 કરોડનું સોનું હતું.

જૂઓ બનાવટી લૂંટનો વીડિયો…

પોલીસે આ બનાવ સંદર્ભે સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી શરૂ થઈ હતી. જોકે, શરૂઆતથી આશંકાને કારણે પોલીસે ઝવેરીની સખત પૂછપરછ કરી હતી. જેમાં આખરે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અને કહ્યું કે, તેના પર અતિશય દેવું થઈ ગયું હતું.  આવી સ્થિતિમાં તેણે 90 લાખનો વીમો પકાવવા માટે લૂંટનું નાટક કર્યું હતું.

વેલિંગ્ટન ટી-20 પણ ટાઇ : સુપર ઓવરમાં ભારતે જીત મેળવી

વેલિંગ્ટનમાં રમાયેલી ચોથી ટી-20માં ભારતીચ ટીમે 8 વિકેટે 165 રન કર્યા હતા અને 166 રનના વિજય લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડ પણ 7 વિકેટે 165 રન જ બનાવતા સતત બીજી મેચ ટાઇ થઇ હતી. ન્યુઝીલન્ડને અંતિમ ઓવરમાં 7 રન જોઇતા હતા, જેની સામે પહેલા બોલે વિકેટ આવી અને તે પછીના બોલે ડેરિલ મિચેલે ચોગ્ગો ફટકાર્યો હતો. તે પછી ન્યુઝીલેન્ડને ચાર બોલમાં 3 રન જોઇતા હતા, ત્યારે ટીમ સેફર્ટ રનઆઉટ થયો હતો. તે પછી ચોથા બોલે સેન્ટનરે એક સિંગલ લીધો પાચમાં બોલે મિચેલ આઉટ થયો અને છેલ્લા બોલે 2 રન જોઇતા હતા ત્યારે સેન્ટનરે કવરમાં શોટ માર્યો અને એક રન લીધા પછી સેન્ટનર રનઆઉટ થયો હતો અને તેની સાથે જ મેચ ટાઇ થઇ હતી,

સુપર ઓવરમાં ટીમ સેફર્ટ અને કોલિન મુનરો બેટિંગમાં આવ્યા હતા અને જસપ્રીત બુમરાહે ઓવર ફેંકી હતી, પહેલા બોલે સેફર્ટે 2 રન લીધા તે પછી ચોગ્ગો ફટકાર્યો, તે પછીના બોલે ફરી 2 રન લીધા અને તેના પછી ચોથા બોલે સેફર્ટ આઉટ થયો હતો, પાંચમાં બોલે મુનરોએ ચોગ્ગો ફટકાર્યો હતો અને તે પછીના છેલ્લા બોલે એક રન આવ્યો હતો અને ભારતે 14 રન કરવાના આવ્યા હતા.

ન્યુઝીલેન્ડ વતી ફરી એકવાર સુપર ઓવર ટિમ સાઉધીએ જ ફેંકી હતી જ્યારે આજે રોહિત શર્મા ટીમમાં ન હોવાથી ભારત વતી કેએલ રાહુલ અને વિરાટ કોહલી બેટિંગમાં આવ્યા હતા. પહેલા બોલે કેએલ રાહુલે છગ્ગો ફટકાર્યો હતો, તે પછી બીજા બોલે રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો ત્રીજા બોલે કેએલ રાહુલ મિડ વિકેટ પર કેચ આઉટ થયો હતો. ટીમને 3 બોલમાં 4 રન જોઇતા હતા. ચોથા બોલે વિરાટે બે રન લીધા હતા. પાંચમા બોલે વિરાટે ચોગ્ગો ફટકારીને ટીમને જીતાડી હતી.

વેલિંગ્ટન ટી-20 પણ ટાઇ : હવે સુપર ઓવરથી નિર્ણય

વેલિંગ્ટનમાં રમાયેલી ચોથી ટી-20માં ભારતીચ ટીમે 8 વિકેટે 165 રન કર્યા હતા અને 166 રનના વિજય લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડ પણ 7 વિકેટે 165 રન જ બનાવતા સતત બીજી મેચ ટાઇ થઇ હતી. ન્યુઝીલન્ડને અંતિમ ઓવરમાં 7 રન જોઇતા હતા, જેની સામે પહેલા બોલે વિકેટ આવી અને તે પછીના બોલે ડેરિલ મિચેલે ચોગ્ગો ફટકાર્યો હતો. તે પછી ન્યુઝીલેન્ડને ચાર બોલમાં 3 રન જોઇતા હતા, ત્યારે ટીમ સેફર્ટ રનઆઉટ થયો હતો. તે પછી ચોથા બોલે સેન્ટનરે એક સિંગલ લીધો પાચમાં બોલે મિચેલ આઉટ થયો અને છેલ્લા બોલે 2 રન જોઇતા હતા ત્યારે સેન્ટનરે કવરમાં શોટ માર્યો અને એક રન લીધા પછી સેન્ટનર રનઆઉટ થયો હતો અને તેની સાથે જ મેચ ટાઇ થઇ હતી,

ભારતીય ટીમે રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મહંમદ શમીને આરામ આપીને આ મેચમાં સંજૂ સેમસન, વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈનીને રમાડ્યા હતા. ભારતીય ટીમે પહેલો દાવ લેવા ઉતરી હતી અને તેમની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને સંજૂ સેમસન બીજી ઓવરમાં આઉટ થયો હતો, 14 રને પહેલી વિકેટ ગુમાવનાર ભારતે તે પછી 88 રન સુધીમાં વધુ પાચ વિકટ ગુમાવી દેતા સ્કોર 88 પર પાંચ વિકેટ થયો હતો. આવા સમયે મનીષ પાંડે અને શાર્દુલ ઠાકુરે 43 રનની ભાગીદારી કરીને ટીમને 131 રન સુધી પહોંચાડી દીધી હતી. અંતિમ ઓવરોમાં મનીષ પાડેની સાથે જોડાયેલા નવદીપ સૈનીએ 9 બોલમાં 11 રન કરીને ટીમના સ્કોરને 165 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મહિલા ત્રિકોણીય ટી-20 સીરિઝ : હરમનપ્રીત કૌરે ધોનીવાળી કરી ભારતને ઇંગ્લેન્ડ સામે જીતાડ્યું

કેનબરામાં રમાઇ રહેલી મહિલા ટી-20 ત્રિકોણીય સીરિઝની પહેલી મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલા બોલિંગમાં જોરદાર પ્રદર્શન પછી કેપ્ટન હરમનપ્રીત કૌરની નોટઆઉટ ઇનિંગની મદદથી 5 વિકેટે ઇંગ્લેન્ડને હરાવીને વિજય સાથે શરૂઆત કરી છે.

ભારતીય બોલરોએ જોરદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને 147ના સ્કોર સુધી સિમિત રાખી હતી અને જવાબમાં હરમનપ્રીત કૌરની 34 બોલમાં 42 રનની નોટઆઉટ ઇનિંગ અને અંતિમ ઓવરમાં ફટકારેલા છગ્ગાની મદદથી લક્ષ્યાંક 3 બોલ બાકી રાખીને પાંચ વિકેટે વિજય મેળવી લીધો હતો. હરમનપ્રીતે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

હરમનપ્રીત કૌરે 12મી વાર સફળ રનચેઝનો રેકોર્ડ બનાવ્યો

પોતાની આ જોરદાર ઇનિંગની સાથે હરમનપ્રીત કૌરે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતાપૂર્વક રન ચેઝમાં 12મી વાર નોટઆઉટ રહીને એક કમાલ કર્યો હતો. મહિલા ટી-20 ઇન્ટરનેશનલમાં સફળતાપૂર્વક રન ચેઝમાં બીજો સૌથી વધુવાર નોટઆઉટ રહેવાનો રેકોર્ડ હતો. હરમનપ્રીત કૌર ટી-20 ઇન્ટરનેશનલમાં ક્રિકેટમાં રનચેઝમાં 13 વાર નોટઆઉટ રહી છે અને તેમાંથી ભારત માત્ર એક જ મેચ હાર્યું છે અને તે વેસ્ટઇન્ડિઝ સામે 2016માં મળ્યો છે, જેમાં હરમનપ્રીત કૌરની 60 રનની નોટઆઉટ ઇનિંગ છતાં ભારત હાર્યું હતું.