વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ગાબડાં: કોંગ્રેસની મોટી વિકેટો ખેરવતા રૂપાલા, જાણો ક્યા કોંગ્રેસીઓ જોડાયા ભાજપમાં?

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા એટલે કે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મોટો ફટકો પડ્યો છે. પરેશ ધાનાણીના ગઢના કાંગરા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ખેરવવાની શરૂઆત કરી દીધી છે.

આજે ભાજપની ધારી ખાતે યોજાયેલ ટીફીન મીટીંગમાં ધારીનાં કોંગ્રેસ પ્રમુખ પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાય જતા કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાય ગયો છે.

આજે ધારી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, મનીષ સંઘાણી, કૌશીકભાઈ વેકરીયા સહિતના ભાજપની આગેવાનોની ઉપસ્થિતિમાં ધારી તાલુકાની ટીફીન મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ પ્રસંગે ધારી કોંગ્રેસનાં પ્રમુખ પરેશ પટણી તથા તેમનાં ૬૦ જેટલા ટેકેદારોએ આજે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. આ તમામ કોંગી કાર્યકરો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ નાબુદ કરવામાં ભાજપ પક્ષે જે કામગીરીથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસ છોડવાનુ નક્કી કર્યુ હતુ અને નરેન્દ્ર મોદી તથા ભાજપ માટે કામ કરવા અને દેશનાં વિકાસમાં સહભાગી થવા માટે થઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.

આમ અમરેલી જિલ્લામાં જે વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે તેમાં કોંગ્રેસ પક્ષ છોડી કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા ધાનાણીનાં ગઢમાં ગાબડા પડી રહ્યા છે.

 

સતીષ શર્મા સુરતના પોલીસ કમિશનર પદેથી થયા રીટાયર, જોઈન્ટ સીપી હરિકૃષ્ણ પટેલને ચાર્જ સોંપાયો

પાછલા કેટલાક દિવસોથી સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માને લઈ ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. સતીષ શર્માને એક્સટેન્શન મળશે કે કેમ તેને લઈ ચાલેલી ચર્ચામાં આજે વિધિવત રીતે તેઓ નિવૃત્ત થયા હતા.

પોલીસ સૂત્રો મુજબ આઈપીએસ સતીષ શર્માને સુરતના કમિશર તરીકે એક્સટેન્શન આપવામાં આવશે તેને લઈને ભારે ચર્ચા ચાલી હતી. પરંતુ જાણવા મળ્યા મુજબ ખુદ સતીષ શર્માએ કૌટુંબિક કારણોસર એક્સટેન્શન લેવા અંગે મન બનાવ્યું ન હતું. આજે તેમના લાંબા કાર્યકાળનો અંતિમ દિવસ હતો અને તેઓ રીટાયર થયા છે.

સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલને પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી નવા પોલીસ કમિશનરની નિમણૂંક ન થાય ત્યાં સુધી હરિકૃષ્ણ પટેલ સુરતના પોલીસ કમિશર તરીકે કાર્યરત રહેશે.

સુરતના પોલીસ કમિશર તરીકે દિવસ ભર સોશિયલ મીડિયામાં અનેક નામોની ચર્ચા ચાલી હતી. જેમાં રાજેન્દ્ર બ્રહ્મભટ્ટનું નામ જોરશોરથી ચાલ્યું હતું. ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલને સુરરનો બહોળો અનુભવ છે અને સુરતની ભૂગોળથી તેઓ સારી રીતે વાકેફ છે. આ ઉપરાંત તહેવારોની સિઝન છે અને ગણપતિ-મહોરર્મ જેવા પર્વો બે દિવસના આંતરે ઉજવવાના હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટેનો મોટો પડકાર સુરત પોલીસના માથે આવ્યો છે.

હવે કચ્છના હરામી નાલામાં ધૂષણખોરી કરનારા પાકિસ્તાની આંતકીઓનો સફાયો કરશે BSFના મગર

આતંકીઓના સફાયા માટે ખતરનાક મગરોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ઘૂષણખોરીને રોકવા માટે અને આતંકીઓના સફાયા માટે આ મગરોને ખાસ રીતે ટ્રેનીંગ આપવામાં આવી છે.

ગુજરાતના કચ્છના દરીયામાં આવેલા હરામી નાલામાં પાકિસ્તાની આતંકીઓ ઘૂષણખોરી થવાના ઈનપૂટ મળી રહ્યા છે અને ગુજરાત બોર્ડરને હાઈ એલર્ટ કરવામાં આવી છે. ઈનપૂટમાં કહેવાયું હતું કે પાકિસ્તાન દરીયાઈ માર્ગે ઘૂષણખોરી કરી આતંકી યોજનાને અંજામ આપી શકે છે. ખાસ કરીને આતંકી સંગઠન જૈશે મહોમ્મદ અને એસએસજી કમાન્ડો હરામી નાલા થકી ભારતીય બોર્ડરમાં પ્રવેશી શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે હરામી નાલામાં ખતરનાક મગરોને છોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હકીકતમાં બીએસએફ દ્વારા ક્રીક કોક્રોડાઈલ કમાનડોનું ગ્રુપ છે. જેના સરહદ પર ખાસ કરીને કાદવીયા પાણીમાં ધૂષણખોરી અટકાવવા માટે ટ્રેનીંગ આપવામાં આવી છે. પાકિસ્તાની આતંકવાદી ષડયંત્રો અને મુંબઈ હુમલા બાદ આ બટાલીનને સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવી છે. હવે આ કોક્રોડોઈલ કમાન્ડોને 22 કિમીની લાંબી સરહદ પર તૈનાત કરવામાં આવશે.

ભારત-પાકિસ્તાનની દરિયા સીમા ગુજરાતના કચ્છ ખાતે મળે છે. અહીંયા કાદવીયું પાણી અને અત્યંત ખતરનાક હરામી નાલા આવેલો છે. આ નાલાનો ઉપયોગ પાકિસ્તાન આતંકી ઘૂષણખોરી માટે કરી શકે તેવી આશંકા છે. જોકે, જમ્મૂ-કાશ્મીર કરતાં ગુજરાત બોર્ડરનું પાકિસ્તાને અત્યાર સુધી ધૂષણખોરીમાં ઓછો ઉપયોગ કર્યો છે, પણ વર્તમાન સમયમાં સાવધાની રાખવામાં આવી રહી છે.

મે મહિના દરમિયાન આ જ વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારો ઘૂષણખોરી કરતા પકડાય હતા. આ ઘૂષણખોરીના બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવી હતી. ત્યાર બાદ બે ખાલી બોટ પણ મળી આવી હતી. આ ઘટનાઓને પગલે બીએસએફના મગર કમાન્ડોને કચ્છમાં તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પોતાના શરીર પર હન્ટર મારતો સલમાન ખાનનો વીડિયો વાયરલ, જૂઓ અહીં

બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન આજકાલ સોશિયલ મીડિયામાં ખાસ્સો એક્ટીવ રહે છે. સલામન દ્વારા સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક વીડિયો અપલોડ કરવામાં આવે છે અને નેટ પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યા છે.

તાજેતરમાં સલામન ખાનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર છવાયેલો છે. સલમાનના 25 મિલિયન ફોલોઅર્સ છે.

વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ખાન પોતાના શરીર પર હન્ટર મારતો જોવા મળે ચે. આ વીડિયો સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. હન્ટર અંગે સલામન જાણકારી મેળવે છે. વીડિયો શેર કરતા સલમાને લખ્યું કે આ લોકોના દર્દને અનુભવવું અને શેર કરવામાં આનંદ આવે છે. બચ્ચા પાર્ટીએ પોતાના પર કે અન્યો આ પ્રકારે કરવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. આ વીડિયોને અત્યાર સુધી 18 લાખ કરતા પણ વધારે લાઈક મળ્યા છે.

જૂઓ વીડિયો…

હાથકડીમાં બંધાયેલી યુવતી સાથે રેપ, પણ રેપિસ્ટ પોલીસવાળાને જેલમાં જવું નહીં પડ્યું, કારણ છે ચોંકાવનારું

બે પોલીસવાળાએ હાથકડીમાં બંધાયેલી યુવતી સાથે રેપ કર્યો પણ કોર્ટે તેમને સજા આપી નહીં અને જેલમાં પણ નાંખ્યા ન હતા. આ મામલો અમેરિકાનો છે. ધ સનના રિપોર્ટ પ્રમાણે રેપનો આરોપ મૂકાયા બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી એડી માર્ટીન્સ અને રિચર્ડ હોલને 25 વર્ષની જેલની સજા થઈ શકતી હતી પણ એવું થયું નથી.

એડી માર્ટીન્સ અને રિચર્ડ હોલએ આ ઘટનાને 2017માં અંજામ આપ્યો હતો. યુવતીએ કહ્યું કે તે હાથકડીમાં બંધાયેલી હતી અને તેની સાથે બળજબરી કરવામાં આવી હતી. પણ પોલીસવાળાઓએ કોર્ટમાં કહ્યું કે બધું સંમતિથી થયું હતું અને યુવતી હાથકડીમાં બંધાયેલી ન હતી. આ ઘટના બાદ ન્યૂયોર્કમાં કાયદો લાગુ કરવામાં આવ્યો કે કસ્ટડી દરમિયાન કોઈ પણ વ્યક્તિ સેક્સ કરશે તો એ ગેરકાયદે ગણાશે અને સજાને પાત્ર ઠરશે.

શરૂઆતમા પોલીસ અધિકારીઓ પર રેપના આરોપ હતા પણ બાદમાં આ આરોપોને દુર કરવામા આવ્યા હતા. આરોપી પોલીસવાળાઓએ સમજૂતી હેઠળ કેટલાક આરોપોનો સ્વીકાર કર્યો હતો. ન્યૂયોર્ક સ્ટેટ સુપ્રીમ કોર્ટે બન્નેને કાર્યસ્થળ પર દુર્વ્યહાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

જ્યારે ઘટના બની ત્યારે યુવતી 18 વર્ષની હતી. જજે કહ્યું કેપોલીસ અધિકારીઓ વિરુદ્વ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે, પરંતુ પીડિતાના નિવેદનમાં વિશ્વસનીયતાનો અભાવ છે જેથી કરીને રેપના આરોપો હટાવવામાં આવ્યા છે.

યુવતીને ડ્રગ રેકેટમાં પરડવામાં આવી હતી. પીડિતાના વકીલે કોર્ટના ફેંસલા પર સાવલ ઉઠાવ્યા છે અને કહ્યું કે પીડિતા સાથે અન્યાય થયો છે.

NRCની યાદી જાહેર થતાં જ આસામમાં કોહરામ, 19 લાખ લોકોની બાદબાકી, લોકો પાસે બચ્યો આ વિકલ્પ

આસામમાં NRCની ફાઈનલ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં 19 લાખ, 6 હજાર 667 લોકોના નામ સામેલ થયા નથી. એનઆરસી સ્ટેટ કો-ઓર્ડીનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ, 11 લાખ, 21 હજાર લોકોને એનઆરસીની યાદીમાં જગ્યા મળી છે અને 19, 06,667 લોકોના નામોની બાદબાકી કરવામાં આવી છે.

હવે જે લોકોના નામ એનઆરસીની યાદીમાં આવ્યા નથી તેમની પાસે વિકલ્પ છે કે તેઓ 120 દિવસની અંદર ફોરનર્સ ટ્રીબ્યૂનલમાં અપીલ કરી શકે છે. આસામ સરકાર 400 જેટલા વિદેશી ન્યાયાધિકરણની રચના કરશે. આ કોર્ટ એવા મામલની સુનાવણી કરશે જેમના નામ નેશનલ સીટીઝન રજિસ્ટર(NRC)માં સામેલ થયા નહીં હોય.

અધિક મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ કહ્યું કે 200 ટ્રીબ્યુનલ બનાવવામાં આવશે. આ ટ્રીબ્યુનલ NRC લિસ્ટમાંથી બાદ થયેલા લોકોના કેસ જોશે. આ ઉપરાંત જ્યાં સુધી ટ્રીબ્યુનલ ભારતીય નાગરિક નહીં ગણવાનો ચૂકાદો આપી નહીં દે ત્યાં સુધી NRCની અંતિમ યાદીમાંથી બાદબાકી કરાયેલા લોકોને ત્યાં સુધી હિરાસતમાં લેવામાં આવશે નહી.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે NRCની યાદી આજે સવારે 10 વાગ્યા પ્રસિદ્વ કરવામાં આવી હતી. જેની પાસે ઇન્ટરનેટ નથી, તે લોકો રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સેવા કેન્દ્રોમાં જઈને પોતાનું સ્ટેટસ જાણી શકે છે. બીજી તરફ, કોઈ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારના અનુરોધ પર 51 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

એનઆરસીની આ ફાઇનલ યાદી 31 જુલાઈએ પ્રકાશિત થવાની હતી, પરંતુ રાજ્યમાં પૂરના કારણે એનઆરસી ઑથૉરિટીએ તેને 31 ઑગસ્ટ સુધી લંબાઈ દીધી હતી. આ પહેલા 2018માં 30 જુાલઈએ એનઆરસીની ફાઇનલ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. યાદીમાં સામેલ ન થયેલો લોકોને ફરી વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપ્યો હતો.

મહારાષ્ટ્ર: ધૂળેના શિરપુરની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 12નાં મોત, 58ને ઈજા

મહારાષ્ટ્રના ધૂળેમાં આવેલા શિરપુરની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 58 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્રના ધૂળેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી જાણકારી મેળવી છે. રાજ્ય સરકાર જરૂરિયાતમંદોને સહાયતા કરી રહી છે. શોક સંતપ્ત પરિવારોની સાથે મારી સંવેદના છે.

મુખ્યમંત્રી ફડણવીસે પણ ઘટના અંગે દુખ વ્યકત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

જાણવા મળ્યા મુજબ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો બધો હતો અનેક કિલોમીટર સુધી તે સંભળાયો હતો. આ ઘટના શિરપુરમાં સવારે દસ વાગ્યે બની હતી. ધૂળે એસપી વિશ્વાસ પઢારે પ્રમાણે આગમાં દાઝી જવાથી 58 લોકો ઈજા પામ્યા છે. માર્યા જનારીની સંખ્યા 12 બતાવવામાં આવી રહી છે.

વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. શંકા છે કે હજુ પણ લોકો ફેક્ટરીની આગમાં ફસાયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે મોજુદ છે.

મહેસાણા: Dy. CM નીતિન પટેલને લપડાક,કોંગ્રેસ ફરી સત્તા પર, ઘનશ્યામ સોલંકી સહિત 23ની કોંગ્રેસમાં ઘર વાપસી

ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનારી છે, ત્યારે અત્યારથી જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એક્ટિવ થઇ ગયા છે. સામાન્ય રીતે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ, કાર્યકરો, મંત્રીઓ છોડીને ભાજપમાં જતા જોયા હશે, પરંતુ મહેસાણાના ન.પા.માં કંઇક અલગ ચિત્ર જોવા મળ્યું હતું. મહેસાણા ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ સોલંકી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સાથે મહેસાણા ન.પા.ના ૨૩ સભ્યો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મોટી લપડકા મળી છે. નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જાડોયા હતા. મહેસાણા નીતિન પટેલ અને ભાજપનું ગઢ માનવામાં આવે છે અને નીતિન પટેલને પોતાના જ ગઢમાં મોટી પછડાટ મળી છે.

મહેસાણાના નગરપાલિકાના જે 23 સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે તે થોડા સમય અગાઉ જ ભાજપમાં જોડાયા હતા. આ ૨૩ સભ્યોએ ડે.સીએમ નીતિન પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. પરંતુ ભાજપમાં તેમને ફાવ્યું ન હોય કે તેમની ઇચ્છાઓ પુરી ના થઇ હોય તેમ ૨ દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારબાદ તેમણે કહ્યું કે, અમે ગ્રાન્ટ માટે નીતિન પટેલ પાસે ગયા હતા પરંતુ ત્યાં અમારી કોઇ ઇચ્છા પુરી થઇ નહોતી. મહેસાણા ન.પા. કોંગ્રેસની છે અને કોંગ્રેસની જ રહશે.

મહેસાણા ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે હું મારા પોતાના ઘરે છું. અમે ગ્રાન્ટ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ત્યાં ગયાં હતા. થોડા સમય આગાઉ ભાજપનો ભગવો પણ ધારણ કર્યો હતો. પરંતુ ત્યાં અમારી વાત બની નહોતી. પરંતુ હવે દાવા સાથે કહીએ છીએ કે, મહેસાણા નગરપાલિકા કોંગ્રેસની જ છે અને રહેશે.

કોંગ્રેસના અમિત ચાવડાએ ૨૩ સભ્યોનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, ચૂંટાયેલા નેતાઓને તોડવા પ્રયાસ થઈ રહ્યા છે. તેઓ અમારા નેતાઓને ગ્રાન્ટ માટે બોલાવી ભાજપનો ખેસ પહેરાવાય છે. સ્થાનિક સ્વારાજ્ય ની સંસ્થા માં વિકાસ કામો અટકાવવા આવે છે. સત્તા ના જોરે ભાજપમાં જોડાવામાં આવી રહ્યા છે.

12 વીઘા જમીનનાં વિવાદમાં કોંગ્રેસના ઠાસરાનાં ધારાસભ્ય પર થયો જીવલેણ હુમલો, જાણો આખો મામલો

નડિયાદ સેશન્સ કોર્ટ નજીક ઠાસરાના ધારાસભ્ય(કોંગ્રેસ) કાંતિ પરમાર પર આઠ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ સેશન્સ કોર્ટમાં ડાકોરની 12 વીઘા જમીનના વિવાદ અંગે મુદ્દત હતી. ધારાસભ્ય કાંતિ પરમાર કોર્ટમાં હાજરી આપીને જતા હતા ત્યારે રસ્તામાં હુમલો આઠથી વધુ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.

તેમજ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે ડ્રાઈવર અને વકીલને વધુ ઈજા થઈ છે. હુમલા બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિ પરમારનો ઠાસરા બેઠક પરથી ભાજપના રામસિંહ પરમાર સામે વિજય થયો હતો.

 

મોદી સરકારનો મોટો નિર્ણય: હવે માત્ર 12 જ સરકારી બેન્કો રહેશે, જાણો કઈ-કઈ બેન્કોનું થયું મર્જર

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પ્રેસ કોન્ફોરન્સમાં પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની જાહેરાત કરી હતી. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની જાહેરાત કરાઈ હતી. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી. સીતારમણે ઈકોનોમિ પર વાત કરતા કહ્યું હતું કે અમારી સરકાર હાલ ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમિ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. પીએનબી માં યુબીઆઈ-ઓબીસી મર્જર બાદ હવે દેશમાં હવે માત્ર ૧૨ જ સરકારી બેન્કો રહેશે. આમ સરકારે બેન્કિંગ સેકટર માટે આજે મહત્વનો નિર્ણય કર્યો છે.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે ૧૮થી ૧૪ સરકારી બેન્ક પ્રોફિટમાં છે. હાઉસિંગ ફાઈનાન્સને ૩,૩૦૦ કરોડ રૂપિયાનો સપોર્ટ સરકાર આપશે. તેમણે શેલ કંપનીઓ વિશે કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઈ ચુકી છે. નીરવ મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ભાગેડુંઓની સંપતિઓ દ્વારા રિકવરી ચાલુ છે. સમગ્ર દિવસ દરમિયાન દબાણમાં કારોબાર કરી રહેલા શેરબજારને સીતારમણની પ્રેન્સ કોન્ફોરન્સના સમાચારથી બૂસ્ટ મળ્યું હતું.

હાઉસિંગ ફાઈનાન્સને ૩,૩૦૦ કરોડ રૂપિયાનો સરકાર સપોર્ટ કરશે,ભાગેડુંઓની સંપતિની રિક્વરીના માધ્યમથી ચાલું,અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઈ છે.

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે,૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલા બીએસ-૪ વાહનો માન્ય રહેશે.

આ બેંકોનું થઇ રહ્યું છે મર્જર

મર્જર નંબર-1 : પીએનબી + ઓરિએન્ટલ બેન્ક + યુનાઇટેડ બેન્ક

મર્જર નંબર-2 : કેનેરા બેન્ક+ સિન્ડિકેટ બેન્ક

મર્જર નંબર-3 : યુનિયન બેન્ક + આંધ્ર બેન્ક+ કોર્પોરેશન બેન્ક

મર્જર નંબર-4 : ઇન્ડિયન બેન્ક + અલાહાબાદ બેન્ક

સીતારમણે પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કના મર્જરની પણ જાહેરાત કરી છે. આ બેન્કોના મર્જર બાદ પંજાબ નેશનલ બેન્ક દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બનશે. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની પણ જાહેરાત કરી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે.

આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને ઝડપથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂંડી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હવે બેન્કો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાનો ફાયદો સીધો ગ્રાહકોને આપશે. તેની અસર એ થશે કે ગ્રાહકો

આ સિવાય ઓટો ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલા મ્જી-૪ વાહનો માન્ય રહેશે. આ સિવાય વન ટાઈમ રજિસ્ટ્રેશન ફીસને જૂન ૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. તેમણે સરકારી વિભાગો દ્વારા વાહનોની ખરીદી પર લાગેલા પ્રતિબંધને હટાવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે હવે જીએસટીના રિફન્ડની ચૂકવણી ૩૦ દિવસની અંદર જ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર ફોકસ કરતા ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી. આ સેકટરના કામકાજ પર નજર રાખવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.