ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે ફરી સુરતના લલાટે થશે તિલક? હાઈકમાન્ડ સાથે મુલાકાત, નામ આવ્યું ચર્ચામાં

લોકસભાની ચૂંટણીમાં નવસારીના સાંસદ તરીકે ચૂંટાયા છે અને કેન્દ્ર સરકરામાં મંત્રી બન્યા છે. ભાજપમાં એક નેતા, એક પોસ્ટની થિયરી ચાલી રહી છે ત્યારે સીઆર પાટીલના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવનાર હોવાની ચર્ચા ચાલી રહી છે. ફરી એક વાર પ્રદેશ પ્રમુખ પદે સુરતના લલાટે જ તિલક થાય તેવી અટકળો ચાલી રહી છે. સુરતના વધુ એક નેતાને પ્રદેશ કક્ષાએ મોટું પદ મળે તેવા ઉજળા સંજોગો સર્જાયા હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે.

ભજપના આંતરિક વર્તુળો મુજબ સુરતમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલા અને પહેલી જ વખત સીધા સંસદ પહોંચેલા મુકેશ દલાલનું નામ અચાનક પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચામાં આવ્યું છે. મુકેશ દલાલે બિનહરીફ વિજેતા જાહેર થઈને ઈતિહાસ રચ્યો છે અને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપનું ખાતં ખોલાવ્યું હતું. એટલે કે જીતના શ્રીગણેશ મુકેશ દલાલ રુપે સુરતમાંથી થયા હતા અને પીએમ મોદીને સુરતે પ્રથમ સીટની ભેટ ધરી હતી.

મુકેશ દલાલે હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે અને સાંસદ બન્યા બાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાતના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મુકેશ દલાલની પ્રદેશ પ્રમુખ બનવાની અટકળોને વેગ મળ્યો છે. જોકે, મુકેશ દલાલની નજીકના સૂત્રો જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય પ્રમુખની તેમણે શૂભેચ્છા મુલાકાત લીધી હતી. મુકેશ દલાલને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના અત્યંત વિશ્વાસુ માનવામાં આવે છે.

 

T20 વર્લ્ડ કપની જીત બાદ BCCIએ ટીમ ઈન્ડિયા માટે ખજાનો ખોલ્યો, ઈનામની જાહેરાત, આટલી ઈનામી રકમ બોર્ડ આપશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને બીજી વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. 11 વર્ષમાં ભારતીય ટીમનું આ પહેલું ICC ટાઇટલ છે.

જય શાહે ઈનામની જાહેરાત કરી હતી
BCCI સેક્રેટરી જય શાહે T20 વર્લ્ડ કપની વિજેતા ટીમને 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. જય શાહે X પર લખ્યું, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને આનંદ થાય છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.

‘ભારતીય ટીમે ટીકાકારોની બોલતી બંધ કરી દીધી’
BCCI સચિવ જય શાહે T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ તેમના અસાધારણ પ્રદર્શનથી તેમના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ હેઠળ, આ ટીમે નોંધપાત્ર સંકલ્પ અને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે, જેનાથી ભારત ICC T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અજેય ટૂર્નામેન્ટ જીતનારો પ્રથમ દેશ બન્યો છે.” ટીમે તેના સતત શાનદાર પ્રદર્શનથી તેના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. ટીમની સફર કોઈ પ્રેરણાથી ઓછી નથી અને આજે તેઓ દિગ્ગજોની હરોળમાં સામેલ થઈ ગયા છે.

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજને તોડી નવો બ્રિજ બાંધવાની માંગ, ત્રિકમ, પાવડા કોદાળી,તગારા સાથે પ્રદર્શન, અનેકની ધરપકડ

અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજને લઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોએ બ્રિજને ઝડપથી તોડી નવો બ્રિજ બાંધવાની માંગ સાથે ત્રિકમ,પાવડા, કોદાળી અને તગારા સાથે આક્રોશ વ્યક્ત કરી અનોખી રીતે ધરણા-પ્રદર્શન યોજ્યા હતા. પોલીસે દેખાવ કરી રહેલા પૂર્વ કોર્પોરટર સહિત અનેકને અટકાયતમાં લીધા હતા.

છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક નાગરિકો,વ્યાપારીઓ,વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા: બ્રિજ પડે કે તૂટે તો મોરબી કરતા પણ મોટી હોનારત સર્જાય તેવી દહેશત રહેલી છે માટે યુદ્ધના ધોરણે તોડો અને મલ્ટી એક્સેલ વ્હીકલ ભારે વાહનો માટે મજબૂત બ્રિજ નિર્માણ કરવાની માંગણી સાથે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયોર્જ ડાયની આગેવાની હેઠળ પાવડા, ત્રિકમ,કોદાળી, તગારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેખાવ દરમિયાન એક વ્યકિતને જમીન ઊપર સુવડાવી પ્રતિકાત્મક બ્રિજની લાશ આજીજી કરતી હોય કે મને ક્યારે તોડશો?મારું પુનઃ નિર્માણ કયારે કરશો? તે રીતે દર્શાવી અનોખું આક્રોશ ધરણા-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

પ્રદર્શન કરી રહેલા પુર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ સહિત મંગલસિંહ રાજપુત, સત્યેન્દ્ર રાઠોડ,રાજેન્દ્ર પટેલ, શશી તિવારી,અનિલ વર્મા,યશ ચૌધરી, દુરઇ સ્વામી ગ્રામીણ, જીતેન્દ્ર કુશવાહ, હસમુખ સોનારા,મહેન્દ્ર બીજવા,કૌશિક પ્રજાપતિ, નરેન્દ્ર રાજાવાત, અજીતસિંઘ સિસોદિયા, વિજય રાઠોડ, પુષ્પાબહેન ડીકોસ્ટા, મહેશ જીલપે, હિમાંશુ રાઠોડ, સંજય મેકવાન,અતિશ પંચોલી વગેરેની ધરપકડ કરવામાં આવી હતી.

 

નીટ પેપર લીક: CBIએ પંચમહાલની જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી

NEET (UG) પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે મોડી રાત્રે પંચમહાલ જિલ્લાની જય જલારામ સ્કૂલના અધ્યક્ષ દીક્ષિત પટેલને કસ્ટડીમાં લીધા હતા. દીક્ષિત પટેલને કસ્ટડીમાં લીધા બાદ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી હતી. NEET પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના સંપર્કમાં હોવાની શંકાના આધારે CBIએ દીક્ષિત પટેલ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે
અગાઉ 27 જૂને CBIએ NEET છેતરપિંડી કેસમાં દીક્ષિત પટેલની પૂછપરછ કરી હતી. આ સિવાય સીબીઆઈએ કેટલાક વિદ્યાર્થીઓના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. NEET પાસ કરવા માટે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે NEETમાં ગેરરીતિ બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ 2.5 કરોડ રૂપિયાનું મની ટ્રેલ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને NEET પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

પરીક્ષામાં પાસ થવા માટે બાળકો પાસેથી પૈસા લેવાનો ખેલ ચાલતો હતો.
ગત મહિને પંચમહાલ જિલ્લાના કલેક્ટર દ્વારા મળેલી માહિતીના આધારે ગોધરાની જય જલારામ સ્કૂલના NEET પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પરીક્ષામાં પાસ થવા માટે બાળકો પાસેથી પૈસા પડાવવા માટે રમત રમાતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસ મુજબ આ કેન્દ્ર પર પરીક્ષા આપનાર ઘણા ઉમેદવારો છેતરપિંડી કરનારા માફિયાઓના સંપર્કમાં હતા. આવા વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

શત્રુઘ્ન સિન્હા રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ નથી થયા, આ છે સાચું કારણ

તાજેતરમાં જ સોનાક્ષી સિંહાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. લગ્નની નોંધણી કર્યા પછી, બંનેએ એક ભવ્ય રિસેપ્શન આપ્યું હતું, જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો. લગ્ન અને રિસેપ્શનના ઘણા વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

આ દરમિયાન સમાચાર આવ્યા કે શત્રુઘ્ન સિન્હાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેના પછી તેમના ચાહકો ચિંતામાં પડી ગયા છે. સોનાક્ષી તેના પતિ ઝહીર ઈકબાલ સાથે તેના પિતાને જોવા હોસ્પિટલ પહોંચી હતી, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

શત્રુઘ્ન સિન્હાને શા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ્સમાં તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ પણ સામે આવ્યું છે. વાસ્તવમાં, સોમવારે ભાગદોડના કારણે શત્રુઘ્ન સિન્હાની પાંસળીમાં ઈજા થઈ હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. અભિનેતાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અગાઉ એવી ચર્ચા ચાલી રહી હતી કે અભિનેતાને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પુત્રી સોનાક્ષીના લગ્ન બાદ શત્રુઘ્ન સિંહાએ તસવીરો અને વીડિયો શેર કરતા એક ખાસ સંદેશ લખ્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘આપણી સાથે અમારા ખાસ દિવસની ઉજવણી કરવા બદલ અમે દરેકનો આભાર માનવા માંગીએ છીએ, જે અમારી લાડલી દીકરી સોનાક્ષી સિંહા સાથે, તમારા પ્રેમાળ, અભિનંદન સાથે ઝહીર ઈકબાલ માટે સંદેશા. તેમના જીવનની સુંદર સફરનો એક નવો અધ્યાય.

વિરાટ, રોહિત બાદ હવે રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યાના બીજા જ દિવસે T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેના થોડા સમય બાદ રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે જડેડાએ નિવૃત્તિની જાહેરાત કરી છે.

રવિન્દ્ર જેડજાએ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું, “આભારથી ભરેલા હૃદય સાથે, હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહું છું. ગર્વ સાથે દોડતા અડીખમ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્યમાં પણ આમ કરતો રહીશ. ફોર્મેટમાં ટી-20 વર્લ્ડ કપ જીતવું એ એક સપનું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

રવિન્દ્ર જાડેજાએ ભારતીય ક્રિકેટ ટીમ માટે 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 21.45ની એવરેજ અને 127.16ની સ્ટ્રાઈક રેટથી 515 રન બનાવ્યા છે. આ સિવાય તેણે T20માં 54 વિકેટ પણ લીધી છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને 17 વર્ષની રાહ જોતા જ વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. વિરાટ કોહલીની જાહેરાતના થોડા સમય બાદ રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરતા નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ભારે વરસાદથી સુરત જળબંબાકાર, વલસાડ, વાપી, બારડોલીમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાંં ચોમાસું જામી ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. જેમાં સુરતમાં શનિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે સમગ્ર શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના પગલે સુરત કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ઘોવાયો છે. જેના લીધે લોકોને હાલાકી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી રસ્તાઓ પર ભરાયા હતા. જેના પગલે વાહનચાલકો પણ અટવાયા હતા. સુરતના ડભોલી,સિંગણપોર અને કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં બારડોલી, કડોદરા, પલસાણા સહિત વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બારડોલીમાં ગટરમાંથી પાણી બેક મારી રહ્યા છે. જેના લીધે લોકોની મુશ્કેલી વધી રહી છે. આ ઉપરાંત કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઇવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.

સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. જેમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3.9, મહુવા(સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો નોંધાયો છે.

નવા આર્મી ચીફ: લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કોણ છે? આર્મી ચીફની સંભાળી કમાન

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે નવા આર્મી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ભારતીય સેનાના 30મા આર્મી ચીફ બન્યા છે. તેમની પાસે દેશ અને વિદેશમાં તેમજ ચીન અને પાકિસ્તાન સાથેની ભારતીય સરહદો પરની મહત્વપૂર્ણ તૈનાતીનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને અનુભવ છે. જનરલ દ્વિવેદી પણ ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રેસર રહ્યા છે. તેમણે સેનાના ઉત્તરી કમાન્ડમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આધુનિક ટેકનોલોજીમાં મહત્વનું યોગદાન
નવા આર્મી ચીફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન, બિગ ડેટા એનાલિટિક્સ, ક્વોન્ટમ જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ તરફ પણ કામ કરી રહ્યા છે. વધુમાં, તેમને USAWC, Carlisle, USA ખાતેના પ્રતિષ્ઠિત NDC સમકક્ષ અભ્યાસક્રમમાં ‘વિશિષ્ટ ફેલો’નો એવોર્ડ મળ્યો છે. જનરલ દ્વિવેદીએ ડિફેન્સ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફિલ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે.

ત્રણ GOC-in-C પ્રશસ્તિપત્રોથી નવાજવામાં આવ્યા
તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) અને ત્રણ GOC-in-C પ્રશસ્તિપત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે. આર્મી ચીફ તરીકે જનરલ દ્વિવેદીની નિમણૂકને સરકારે 11 જૂને મંજૂરી આપી હતી. તેમણે આજે નિવૃત્ત થયેલા જનરલ મનોજ પાંડે પાસેથી આજે અહીં ચાર્જ સંભાળ્યો છે.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કોણ છે?
1 જુલાઈ, 1964ના રોજ જન્મેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને 15 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય સેનાની પાયદળ (જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ)માં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની લગભગ 40 વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન, તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ, તાલીમ અને વિદેશી નિમણૂંકોમાં સેવા આપી છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીની કમાન્ડની નિમણૂંકમાં રેજિમેન્ટ (18 જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ), બ્રિગેડ (26 સેક્ટર આસામ રાઇફલ્સ), ઇન્સ્પેક્ટર જનરલ, આસામ રાઇફલ્સ (પૂર્વ) અને 9 કોર્પ્સનો સમાવેશ થાય છે.

આ મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે તેમની નિમણૂક પહેલા 2022-24 સુધી ડાયરેક્ટર જનરલ ઇન્ફન્ટ્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ (HQ નોર્ધન કમાન્ડ) સહિતના મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. સૈનિક સ્કૂલ રીવા, નેશનલ ડિફેન્સ કૉલેજ અને યુએસ આર્મી વૉર કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ DSSC વેલિંગ્ટન અને આર્મી વૉર કૉલેજ, મહુમાં પણ અભ્યાસ કર્યો છે.

જનરલ મનોજ પાંડે નિવૃત્ત થયા
જનરલ મનોજ પાંડે, જેઓ આજે નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને 30 એપ્રિલ 2022ના રોજ આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જીનિયર્સ (બોમ્બે સેપર્સ)માં કમિશન આપવામાં આવ્યું હતું. COAS તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા, તેમને આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ 31 મે 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો. જો કે, કેબિનેટની નિમણૂક સમિતિએ તેમને 26 મે 2024ના રોજ વધુ એક મહિનો સેવા વધારવાની મંજૂરી આપી હતી.

લેફ્ટનન્ટ જનરલ રેન્કના અધિકારીઓ આ ઉંમરે નિવૃત્ત થાય છે
નવા આર્મી ચીફની નિમણૂકમાં સરકાર દ્વારા વરિષ્ઠતાના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ત્રણેય સેનાઓના આર્મી ચીફ 62 વર્ષની ઉંમર સુધી અથવા ત્રણ વર્ષના કાર્યકાળ સુધી (જે પહેલા હોય તે) પદ પર રહી શકે છે. જ્યારે લેફ્ટનન્ટ જનરલ રેન્કના અધિકારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ નક્કી કરવામાં આવી છે.

લશ્કરી સલાહકાર તરીકે કામ કર્યું
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રેસર રહ્યા છે. તેમણે આર્મીના ઉત્તરી કમાન્ડમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સાથે નવા આર્મી ચીફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન, બિગ ડેટા એનાલિટિક્સ, ક્વોન્ટમ જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગની દિશામાં પણ કામ કરી રહ્યા છે. તે સોમાલિયામાં રહ્યો અને સેશેલ્સ સરકારના લશ્કરી સલાહકાર તરીકે કામ કર્યું.

નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી ક્લાસમેટ રહી ચૂક્યા છે

આ સાથે, ભારતીય સેનામાં પ્રથમ વખત, એક સાથે અભ્યાસ કરનારા બે અધિકારીઓ સેનાની બે અલગ-અલગ શાખાઓનું નેતૃત્વ કરી રહ્યા છે. હકીકતમાં, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી સહપાઠી રહી ચૂક્યા છે. બંનેએ 1970ના દાયકાની શરૂઆતમાં 5મા ધોરણમાં સાથે અભ્યાસ કર્યો હતો. ત્યારે જનરલ દ્વિવેદીનો રોલ નંબર 931 હતો અને નેવી ચીફ એડમિરલ ત્રિપાઠીનો રોલ નંબર 938 હતો.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ અનુષ્કાએ વિરાટ માટે લખ્યો ઈમોશનલ મેસેજ, ભારતીય ટીમને આપી શુભેચ્છા

ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના પતિ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક સંદેશ લખ્યો હતો અને સમગ્ર ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

કોહલીએ T-20 વર્લ્ડ કપ ટાઇટલ મેચમાં 59 બોલમાં બે છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં સાત રનથી મળેલી જીતમાં ‘પ્લેયર ઑફ ધ મેચ’ રહ્યો હતો. તેણે ભારતને તેનો બીજો T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

અનુષ્કા શર્માએ ટીવી પર આ રોમાંચક મેચ જોઈ હતી. શર્માએ ભારતીય ટીમની જીત બાદ તરત જ Instagram પર લખ્યું, “અને… હું આ માણસને પ્રેમ કરું છું.”

તેણે વિરાટ જેવો લાઈફ પાર્ટનર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો અને લખ્યું, “જાઓ, હવે પાણી પીઓ અને જીતનો જશ્ન મનાવો.” આ પોસ્ટ સાથે શર્માએ વિરાટની એક તસવીર પણ શેર કરી છે.

અભિનેત્રીએ અન્ય પોસ્ટમાં લખ્યું, “જ્યારે અમારી પુત્રીએ ટીવી પર તમામ ખેલાડીઓને રડતા જોયા, ત્યારે તેની સૌથી મોટી ચિંતા એ હતી કે શું તેને ગળે લગાવવા માટે કોઈ છે કે કેમ… હા, મારી પ્રિય પુત્રી, તેને દોઢ અબજ લોકોએ ગળે લગાવી હતી. “વાવેતર. મહાન જીત અને અદ્ભુત સિદ્ધિ. વિજેતાઓને અભિનંદન.

તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાના લગ્ન 2017માં થયા હતા. તેમને ત્રણ વર્ષની પુત્રી અને ચાર માસનો પુત્ર છે.

તેરી જીત, મેરી જીત, તેરી હાર મેરી હાર, ઐસા અપના પ્યાર: રોહિત-વિરાટ જીત અને રિટાયરમેન્ટમાં પણ સાથે રહ્યા

જીતની ઉજવણીમાં એકબીજાને ગળે લગાડતા, હારના દુ:ખમાં એકબીજાના આંસુ લૂછતા, ક્રીઝ પર એકબીજાની સિદ્ધિની પ્રશંસા કરતા, વિરાટ કોહલી અને રોહિત શર્મા ફિલ્મ ‘શોલે’માં જય અને વીરુની જેમ હંમેશા એકબીજા સાથે ઉભા જોવા મળ્યા હતા. હવે બંનેએ સાથે મળીને T20 ક્રિકેટને પણ વિદાય આપી છે.

જીત પછી, બંનેના ખભા પર ત્રિરંગો લપેટીને રડતા અથવા એકબીજાને ગળે લગાવતાની તસવીરો 140 કરોડ ભારતીયોના હૃદયમાં છવાઈ ગઈ.

બંનેના વ્યક્તિત્વમાં કોઈ સમાનતા નથી. એક અગ્નિ અને બીજું પાણી. એક સામાન્ય મુંબઈકર છે જે ‘વડા પાવ’ ખાય છે અને બીજો ‘છોલે ભટુરે’નો શોખીન દિલ્હીવાસી છે, છતાં બંને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પૂરક છે. દુ:ખમાં, આનંદમાં, જીતમાં અને હારમાં.

વેસ્ટ ઈન્ડિઝમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, રોહિત મેદાન પર સૂઈ ગયો, આંખો આંસુથી ભીની થઈ ગઈ. તે જ સમયે, કોહલી, પોતાની લાગણીઓને છુપાવીને, થોડીવાર માટે ચુપચાપ ડ્રેસિંગ રૂમમાં ગયો. તે વિજયની ઉજવણી કરવા માંગતો હતો પણ એકલા રહેવા માંગતો હતો. બંને વચ્ચે સામાન્ય બાબત એ છે કે એકબીજાની કુશળતા અને સિદ્ધિઓ માટે આદર.

રોહિત સારી રીતે જાણતો હતો કે કોહલીએ નિવૃત્તિનો નિર્ણય લીધો છે, ફાઈનલનું પરિણામ ગમે તે હોય. આ જ કારણ છે કે રોહિતે મેચ બાદ એવોર્ડ વિતરણમાં તેને તે તક આપી અને નિવૃત્તિની જાહેરાત કરી નહીં. તેમણે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.

જ્યારે બે દિગ્ગજો એક જ રાઉન્ડમાં સાથે રમતા હોય ત્યારે મતભેદ અનિવાર્ય છે કારણ કે એવું કહેવાય છે કે બે તલવારો એક મ્યાનમાં રહી શકતી નથી. ભારતીય ક્રિકેટમાં એટલું બધું દાવ પર લાગેલું છે કે બે તલવારો એક સાથે રહેતા શીખે છે.

એંસીના દાયકામાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ સાથે રમતા હતા. તે જમાનામાં સુકાનીપદને લઈને મ્યુઝિકલ ચેર થતી હતી પરંતુ આ બંને દિગ્ગજ ખેલાડીઓને એકબીજા માટે જે માન હતું તેમાં કોઈ ઘટાડો થયો નથી.

રોહિત અને વિરાટ સોશિયલ મીડિયા યુગના અનુભવી ખેલાડી છે. તલ બનાવવાના આ સમય દરમિયાન બંનેએ પોતપોતાની ગરિમા જાળવી હતી. વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં ભારતની હાર બાદ તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવવા લાગ્યા હતા. કોહલીએ T20 કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો અને BCCIએ રોહિતને મર્યાદિત ઓવરના બંને ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક પોસ્ટ દર્શાવે છે કે બંને એકબીજા માટે કેટલું સન્માન ધરાવે છે.

કોહલીએ થોડા વર્ષો પહેલા ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન’ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, “જ્યારે તે પહેલીવાર આવ્યો ત્યારે બધા કહેતા હતા કે એક ખેલાડી આવ્યો છે, રોહિત શર્મા. મને લાગ્યું કે અમે પણ યુવા ખેલાડી છીએ, કયો ખેલાડી એવો આવ્યો છે કે કોઈ અમારા વિશે વાત નથી કરતું. પછી જ્યારે મેં T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે તેની ઇનિંગ જોઈ તો હું સોફામાં બેસી ગયો. મેં મારી જાતને કહ્યું, ‘ભાઈ, આજથી ચૂપ રહે.’

તેવી જ રીતે રોહિતે કહ્યું, “વિરાટ હંમેશાથી ચેમ્પિયન ક્રિકેટર રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે તેણે આપણા માટે શું કર્યું છે.” બંનેનો પોતપોતાનો સંઘર્ષ છે. કોહલીએ દિલ્હી ક્રિકેટના ભ્રષ્ટ વાતાવરણમાં પોતાને સાબિત કરવું પડ્યું હતું જેમાં તેના દિવંગત પિતાએ અંડર-15ની પસંદગી માટે લાંચ આપવાનો ઇનકાર કર્યો હતો.

રોહિતના કાકાએ બોરીવલીની સ્વામી વિવેકાનંદ સ્કૂલના અધિકારીઓને કહ્યું કે તે દર મહિને 200 રૂપિયાની ફી ભરી શકશે નહીં. તેને રમતગમતમાં શિષ્યવૃત્તિ મળી.

જે રીતે 1983ના વર્લ્ડકપ દરમિયાન લોર્ડ્સની બાલ્કનીમાં કપિલનો હાથ પકડેલા ગાવસ્કરની તસવીર ક્રિકેટ પ્રેમીઓના મગજમાં ચોંટી ગઈ છે, તેવી જ રીતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત અને કોહલી એકબીજાને ગળે લગાડતા લોકો ભૂલી શકશે નહીં.

ભારતીય ક્રિકેટના આ જય અને વીરુની તસવીરો ચોક્કસપણે ક્રિકેટ પ્રેમીઓની પાંપણ ભીની કરશે. કોઈપણ રીતે, દંતકથાઓ ક્યારેય નિવૃત્ત થતા નથી.