સમગ્ર ગુજરાતમાં વરસાદની જોરદાર બેટીંગ ચાલી રહી છે. આજે વરસાદે વડોદરા શહેર અને જિલ્લાને ધમરોળ્યું હતું. પાછલા કેટલાક કલાકોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે મધ્ય ગુજરાત અને વડોદરામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાછલા 14 ક્લાકમાં વડોદરામાં 18 ઈંચ વરસાદ વરસી ગયો છે.
વડોદરાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી હતી બે આઇએએસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી હતી.
આર્મીને એલર્ટ કરી દેવામાં આવી છે. NDRFની ત્રણ ટીમોને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. અમદાવાદ અને સુરત કોર્પોરેશનના અધિકારીઓને મદદ માટે બોલાવવામાં આવ્યા છે. વડોદરામાં વર્ષો પછી જળબંબાકારની આવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
વડોદરાના નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં તંત્રને સહયોગ આપવા નાગરિકને સીએમ રૂપાણીએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી પોતે ગાંધનગર ફલડ કન્ટ્રોલ પર પહોંચી ગયા છે.
રેકોર્ડ બ્રેક વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાઇ ગયા હતા. વડોદરા હાઈવેથી સિટીમાં પ્રવેશવાના રસ્તાઓ પર ભારે ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્રની સંપૂર્ણ બેદરકારી છતી થઈ રહી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રીથી અત્યાર સુધીમાં જોરેદાર વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની મહેરબાનીથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પરંતુ, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્કૂલે જતા બાળકો, અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.