2023-24માં ભારતનો GDP દર 7.6% રહેવાનો અંદાજ, ત્રીજા ક્વાર્ટરનો આંકડો 8.4% પર પહોંચ્યો

ચાલુ નાણાકીય વર્ષ (2023-24)ના ત્રીજા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર વધીને 8.4 ટકા થયો છે. જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ દર મુખ્યત્વે ઉત્પાદન, ખાણકામ અને બાંધકામ ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે વધ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટોબર-ડિસેમ્બર, 2023) 8.4 ટકા રહ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 4.3 ટકા હતો.

જીડીપી વૃદ્ધિ એ આપેલ સમયગાળા દરમિયાન માલસામાન અને સેવાઓના કુલ મૂલ્યમાં વધારો દર્શાવે છે.

રાષ્ટ્રીય ખાતાના તેના બીજા આગોતરા અંદાજમાં, NSOએ 2023-24માં દેશનો વિકાસ દર 7.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ, આ વર્ષે જાન્યુઆરીમાં જારી કરાયેલા પ્રથમ એડવાન્સ અંદાજમાં જીડીપી વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનો અંદાજ હતો.

NSO એ 2022-23 માટે GDP વૃદ્ધિ દરના અંદાજને પણ સાત ટકાથી સુધાર્યો છે. અગાઉ તે 7.2 ટકા રહેવાનો અંદાજ હતો.

વ્હીલચેર નહીં મળવાને કારણે પેસેન્જરના મૃત્યુ બાદ એર ઈન્ડિયાને થયો આટલા લાખ રુપિયાનો દંડ 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કાર્યવાહી કરી અને એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરી અને સાત દિવસમાં જવાબ માંગ્યો.

એરલાઈને જણાવ્યું હતું કે પેસેન્જરની પત્નીને વ્હીલચેર આપવામાં આવી હતી અને સ્ટાફ દ્વારા રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે પેસેન્જરને કહ્યું કે બીજી વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાંથી ટર્મિનલ પર જતી વખતે 80 વર્ષીય પેસેન્જરનું મૃત્યુ થતાં એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેને વ્હીલચેર આપવામાં આવી ન હતી. આ ઘટના 16 ફેબ્રુઆરીના રોજ બની હતી.

DGCAએ આ નિર્ણય કર્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કાર્યવાહી કરી અને એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરી અને સાત દિવસમાં જવાબ માંગ્યો. પ્રતિસાદની સમીક્ષા કર્યા પછી, નિયમનકારે એર ઈન્ડિયાને દોષિત ગણાવી અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. એરલાઈને જણાવ્યું હતું કે પેસેન્જરની પત્નીને વ્હીલચેર આપવામાં આવી હતી અને સ્ટાફે તેણીને રાહ જોવાનું કહ્યું જ્યારે તેઓ બીજી વ્હીલચેરની વ્યવસ્થા કરે. પરંતુ તેના બદલે તેણે તેની પત્ની સાથે ટર્મિનલ સુધી ચાલવાનું પસંદ કર્યું.

ટ્રાયલ કોર્ટ કે હાઈકોર્ટ તરફથી અપાયેલો સ્ટે આપમેળે સમાપ્ત ન થઈ શકે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ. ઓકા, જે.પી. પારડીવાલા, પંકજ મિત્તલ તથા મનોજ મિશ્રાની સંયુકત બેન્ચે આ ચુકાદાને પલટી નાખ્યો હતો, અને ઠરાવ્યું હતું કે સમાપ્ત ન થઈ શકે.

સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવતા તેના ર૦૧૮ ના એશિયન રિસરફેસિંગ ચુકાદાને પલટી નાખ્યો હતો. જેમાં એવી જોગવાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા સ્ટેને આગળ ન વધારવામાં આવે તો સિવિલ તથા ગુનાઈત કેસમાં સુનાવણી પર રોક લગાવતા વચગાળાના આદેશ જારી થવાની તારીખથી ૬ મહિના આપમેળે સમાપ્ત થઈ જાય છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીલ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ. ઓકા, જે.પી. પારડીવાલા, પંકજ મિત્તલ તથા મનોજ મિશ્રાની સંયુકત બેન્ચે આ ચુકાદાને પલ્ટી નાખ્યો હતો. ટોચની કોર્ટે નવા ચુકાદામાં કહ્યું કે ૬ મહિના બાદ ટ્રાયલ કોર્ટ કે પછી હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલ સ્ટે આપમેળે સમાપ્ત ન થઈ શકે. ચુકાદો સંભળાવનારા જસ્ટિસ ઓકાએ કહ્યું કે બેન્ચ એશિયન રિસરફેસિંગ મામલે આપવામાં આવેલ નિર્દેશો સાથે સહમત નથી. બંધારણીય કોર્ટ આવા કેસનો નિકાલ લાવવા ટાઈમલાઈન નક્કી કરતાં બચે. જો કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અપવાદવાળી સ્થિતિમાં આવું કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે જુના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમામ દિવાની અને ગુનાઈત કેસમાં કાર્યવાહી પર સ્ટેનો આદેશ ૬ મહિનાની સમયમર્યાદા વીતી જવા પર આપમેળે સમાપ્ત થઈ જશે એ પણ ત્યારે જ્યારે તેને આગળ વધારવામાં ન આવ્યું હોય. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે એશિયન રિસરફેસિંગ ઓફ રોડ એજન્સી પી લિમિટેડના નિર્દેશક વિરૃદ્ધ સીબીઆઈના કેસમાં સંભળાવ્યો હતો.

જો કે પછીથી સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો તેના  તરફથી સ્ટે આપવામાં આવ્યું હોય તો નિર્ણય લાગુ નથી થતો. સુપ્રીમ કોર્ટે આ કેસને ૧૩ ડિસેમ્બર ર૦ર૩ ના રોજ વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી, સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખી લીધો હતો.

નાસાએ શેર કર્યા અદભૂત ફોટો, હિમાલયથી લઈને કોલંબિયા સુધીના બર્ફીલા પર્વતોનો નઝારો

અમેરિકન સ્પેસ એજન્સી નાસા આપણને અવારનવાર આપણી પૃથ્વીને અલગ અલગ એન્ગલથી દેખાડે છે અને ઘણી વખત તો આપણે એ જોઈને ચોંકી ઉઠીએ છીએ. નાસા દ્વારા પૃથ્વીના જે ફોટો શેર કરવામાં આવે છે એ સ્પેસ લવર્સને ખૂબ જ પસંદ આવે છે. આ તસવીરો તમામ સેટેલાઈટ્સ અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મદદથી તૈયાર કરવામાં આવે છે.

હાલમાં નાસાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાંચ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં હિમાલયથી લઈને બહામાસ, બોસ્ટન શહેર, સાઉદી અરેબિયાની રાજધાની અને બ્રિટીશ કોલંબિયાના બરફીલા પહાડોની સુંદરતા જોવા મળી રહી છે. યુઝર્સ દ્વારા આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ ફોટોને 5.81 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ધરતીથી 400 કિલોમીટર દૂર લો અર્થ ઓર્બિરટ એટલે કે પૃથ્વીની નીચલી કક્ષામાં છે. જેમાં અમેરિકા, રશિયા અને સહયોગી દેશના એસ્ટ્રોનટ્સની એક ટીમ હંમેશા તહેનાત રહે છે અને અંતરિક્ષથી જોડાયેલા પ્રયોગ પૂરા કરે છે.

ઈન્ટરનેશનલ સ્પેસ લગભગ 7.6 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી પૃથ્વીની પરિક્રમા કરે છે અને 24 કલાકમાં 16 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. આઈએસએસ કક્ષીય પથ આપણા પૃથ્વીની 90 ટકાથી વધુ આબાદીને કવર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa)

નાસા દ્વારા શેર કરવામાં આવેલા પાંચ ફોટોમાંથી પહેલાં ફોટોમાં હિમાલયની સુંદરતા જોવા મળી રહી છે અને એ દુનિયાના બે શક્તિશાળી દેશો ભારત અને ચીનની સીમા પણ દર્શાવે છે. બીજા ફોટોમાં બહામાસનું સાફ પણી દેખાઈ રહ્યું છે જેમાં વાદળા પણ જોવા મળી રહ્યા છે.

ત્રીજા ફોટોમાં બોસ્ટન શહેરની નાઈટલાઈફ તો ચોથા ફોટોમાં સાઉદી અરેબિયાના સૌથી મોટા શહેર અને એની રાજધાની રિયાદ જોવા મળી રહ્યું છે. પાંચમી અને છેલ્લાં ફોટોમાં બ્રિટીશ કોલંબિયાથી બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળી રહ્યા છે. સ્પેસ લવર્સ દ્વારા આ ફોટોને ખબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

 

 

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્યના સરકારી નોકરિયાતો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. જુલાઈ 2023 થી રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ, 2023થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના કુલ 4.45 લાખ કાર્યરત કર્મચારીઓ અને લગભગ 4.63 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરો છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

આપને જણાવી દઈએ કે માહિતી પ્રમાણે, 1 જુલાઈ, 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીના 8 મહિના માટે મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવવામાં આવશે. કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા રાજય સરકારે નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.

આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે

ફાસ્ટેગના નિયમો બદલાશેઃ સોશ્યલ મીડિયા માટે લાગુ થશે નવા નિયમો

પહેલી માર્ચથી ફાસ્ટેગ અને જીએસટીના નિયમો બદલાશે. દર મહિનાની શરૃઆત સાથે, પૈસા સંબંધિત નિયમોમાં ફેરફાર થતા હોય છે. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગ, એલપીજીથી લઈને જેએસટી સુધીના ઘણાં નિયમો માર્ચમાં પણ બદલાશે.

નવા મહિનાની શરૃઆત સાથે જ નવા નિયમો અમલમાં આવશે. આવતીકાલે ૧ માર્ચ છે અને આવતીકાલથી પૈસા અને ઘણાં નિયમો બદલાઈ રહ્યા છે.

તદ્નુસાર દર મહિનાની પહેલી તારીખે કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. ચૂંટણી નજીક હોવાથી સામાન્ય લોકોએ રાહત અનુભવવી જોઈએ. તેથી સરકાર આ કંપનીઓને દર ઘટાડવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે ૧ માર્ચ, ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરી શકે છે.

ચૂંટણીની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટી નિયમો (૧ માર્ચ, ર૦ર૪ થી બદલાતા જીએસટી નિયમો) માં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે પ કરોડ રૃપિયાથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈનવોઈસ વગર ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. આ નિયમ શુક્રવાર, ૧ માર્ચથી અમલમાં આવશે.

ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેમાં કેવાયસી અપડેટ કરવું જરૃરી બનાવી દીધું છે. આવી સ્થિતિમાં ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે આજે પણ અપડેટ નહીં કરો તો નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમારા ફાસ્ટેગને ડીએક્ટિવ કરી દેશે.

પહેલી માર્ચથી થઈ રહેલા મોટા ફેરફારો પૈકી એક દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર છે. નવા નિયમ અનુસાર બેંક ૧પ માર્ચથી તેના ન્યુનત્તમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ સંબંધમાં ગ્રાહકોને ઈ-મેલ દ્વારા માહિતી આપી રહી છે.

પહેલી માર્ચથી સોશિયલ મીડિયા સંબંધિત નવા નિયમો પણ લાગુ થશે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે આઈટી નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ એક્સ, ફેસબુક, યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી પોસ્ટ કરવા પર ભારે દંડ ભરવો પડશે. તેથી ૧ માર્ચથી સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરતા પહેલા લોકો માટે આ વિશે જાણવું અને તેના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.

ભાવનગર: ત્રણ ફૂટના ગણેશ બારૈયાની કમાલ, દ્રઠ સંકલ્પ સાથે બની ગયો ડોક્ટર

એવું કહેવાય છે કે હિમતે મર્દા તો મદદે ખુદા. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. માજ્ઞ ત્રણ ફૂટની ઉંચાઈ ધરાવતા યુવાને ડોક્ટર બનવા માટે કરેલા અથાક પરિશ્રમની ચોમેર ચર્ચા થઈ રહી છે.

ભાવનગર મેડિકલ કોલેજના કોરિડોરમાં, તાલીમાર્થીઓ અને અનુભવી તબીબોની ધમધમતી પ્રવૃતિઓ વચ્ચે, એક માણસ ઉભો છે – કદ માટે નહીં, પરંતુ દ્રઠ સંકલ્પ માટે. 22 વર્ષીય ગણેશ બરૈયાને મળો, જેમણે MBBS પૂર્ણ કર્યું છે અને ઇન્ટર્નશિપ શરૂ કરી છે. તેમની કૉલેજના ડીનનું કહેવું છે કે બારૈયા હવે “વિશ્વના સૌથી યુવા ડૉક્ટર”ના બિરુદ માટે સ્પર્ધા કરવા માટે લાયક છે.

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના મંજૂર, 1 કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળી

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે આ સાથે એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે. આ સિવાય 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે. સરકાર 2 કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટ માટે 60 ટકા સબસિડી આપશે, ત્યારબાદ જો 1 કિલોવોટ વધુ વધારવી હશે તો 40 ટકા સબસિડી આપવામાં આવશે.

દરેક પરિવારને સોલાર પ્લાન્ટ લગાવવા માટે લગભગ 78,000 રૂપિયા સબસિડી મળશે. આ યોજના માટે રૂ. 75,000 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જો કોઈ આરડબ્લ્યુએ અથવા જૂથ હાઉસિંગ સોસાયટી સામાન્ય લાઇટિંગ અથવા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર માટે પ્લાન્ટ સ્થાપવા માંગે છે, તો 18,000 રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી આપવામાં આવશે.

અનુરાગ ઠાકુરે એ પણ માહિતી આપી હતી કે ખાતરની કિંમત ગયા વર્ષની જેમ જ રહેશે. સરકારે તેમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધી હોવા છતાં ડીએપીની કિંમત યથાવત રહેશે. કુલ 24000 કરોડ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાગપુરનો પ્રખ્યાત ‘ડોલી ચાયવાલા’ કોણ છે? જેના સ્ટોલ પર અબજોપતિ બિલ ગેટ્સે ચાની ચૂસ્કૂીઓ માણી

માઈક્રોસોફ્ટના અબજોપતિ કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બુધવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેણે નાગપુરની પ્રખ્યાત ‘ડોલી ચાયવાલા’ના સ્ટોલ પર પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.

માઈક્રોસોફ્ટના અબજોપતિ કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પ્રખ્યાત ચા વિક્રેતા ડોલી ચાયવાલા પાસેથી ચા પીધી. બિલ ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર ‘ડોલી ચાયવાલા’માંથી ચા પીતાનો એક વીડિયો શેર કર્યો છે.

‘ડોલી ચાયવાલા’ની પ્રશંસા કરતા ગેટ્સે લખ્યું, “‘ઈનોવેશન’ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે…સાદી ચાની તૈયારીમાં પણ!”

વીડિયોમાં, બિલ ગેટ્સે ડોલી સાથે પોઝ આપ્યો અને કહ્યું, હું ભારતમાં પાછા આવવા માટે ઉત્સાહિત છું… ઘણા ‘ચાય પે ચર્ચા’ની રાહ જોઈ રહ્યો છું!

ડોલી ચાયવાલા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તેમની જગ્યાએ ઘણી હસ્તીઓ પણ ચા પીવા માટે આવી હતી. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌર તેની ‘ડોલી કી ટપરી’માં તેને મળવા ગઈ હતી.

ડોલી ચાયવાલાએ ચા બનાવવાની અને વેચવાની તેની અનોખી રીતને કારણે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે. સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ છે.

લોકોને ડોલીના સ્ટાઇલિશ કપડાં અને ચા પીરસવાની રીત પસંદ છે. કેટલાક લોકો તેને નાગપુરના હોલીવુડ એક્ટર જોની ડેપ પણ કહે છે. સ્ટાઈલિશ ગ્લાસમાં ચા પીરસતી ડોલીથી લઈને સિગારેટ જલાવવાની તેની સ્પેશિયલ સ્ટાઈલ સુધીના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર સનસનાટીભર્યા બન્યા છે. આ જ કારણ છે કે ‘ડોલી ચાયવાલા’નો સ્ટોલ હંમેશા ચા પ્રેમીઓથી ગૂંજતો રહે છે.

‘ડોલી કી ટપરી’ નાગપુરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં વીસીએ ગ્રાઉન્ડ પાસે છે. ડોલી ચાયવાલા ચાની દુનિયામાં એક સેલિબ્રિટી બની ગઈ છે.

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે 100 દવાઓ કરી સસ્તી, જાણો કોને મળશે ફાયદો?

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે રોજિંદી 100 દવાઓના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશના લાખો લોકોને તેનો લાભ મળવાનો છે. પછી તે કોલેસ્ટ્રોલ હોય કે સુગર. જો રક્તસ્રાવ અથવા ચેપ હોય, તો તેની સારવાર કરવી સસ્તી પડશે. રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ પણ તેની સૂચના જારી કરી છે.

લોકસભા ચૂંટણી પહેલા NPPA: 31 દવાઓની મહત્તમ કિંમત નક્કી
NPPA એ 69 નવા ફોર્મ્યુલેશનની છૂટક કિંમત અને 31ની ટોચમર્યાદા કિંમત નક્કી કરી છે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે કોલેસ્ટ્રોલ, ઈન્ફેક્શન, બ્લીડીંગ, કેલ્શિયમ, વિટામીન ડી3, સુગર, દુખાવા, તાવ, બાળકોની એન્ટીબાયોટીક સહિતની 100 દવાઓ સસ્તી થઈ છે. બાળ આરોગ્ય સેવાઓ પર સરકારનું ધ્યાન બાળકો માટે સસ્તું એન્ટિબાયોટિક્સની ઉપલબ્ધતા પરથી જોઈ શકાય છે.

લોકસભા ચૂંટણી પહેલા NPPA: એન્ટિવેનોમ દવા પણ સસ્તી થઈ
NPPAના નવા નોટિફિકેશનથી એન્ટિવેનોમ દવાઓ પણ સસ્તી થઈ ગઈ છે. એન્ટિવેનોમનો ઉપયોગ સાપના કરડવાની સારવાર માટે થાય છે. ચોમાસાના વરસાદ દરમિયાન સર્પ કરડવાથી મોટી સંખ્યામાં ખેડૂતોના મોત થાય છે. ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેનો પણ આ યાદીમાં સમાવેશ કર્યો છે. હવે આનાથી હજારો ખેડૂતોના જીવ બચી જશે.

 NPPA એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી શું છે?

નેશનલ ડ્રગ પ્રાઇસિંગ ઓથોરિટી દેશમાં દવાઓની કિંમતો નક્કી કરવા અને તેને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે ભારત સરકારની સંસ્થા છે. તે ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર હેઠળ બનાવવામાં આવ્યું છે. તેનું કામ દવાની નીતિમાં ફેરફારો અને સુધારા સાથે દવાઓની કિંમતને નિયંત્રિત કરવાનું છે.