વર્ષ 2045: Digital Lockdownની એ 17 મિનિટ, પહેલી વાર સંપૂર્ણ Digital Lockdown લાગુ થયો હતો

પોલીસ હેડક્વાર્ટરના સાયબર ઇન્ટરોગેશન રૂમમાં ઘડિયાળ રાત્રિના 11:48 બતાવી રહી હતી. નાયરા શાહ સામે પાણીદાર ગ્લાસનું ટેબલ હતું. ટેબલની બીજી તરફ ડીસીપી કાવ્યા દેસાઈ  બેઠી હતી. બન્ને વચ્ચે લગભગ પાંચ મિનિટથી કોઈ વાત થઈ નહોતી. કાવ્યા જાણતી હતી કે પૂછપરછમાં સૌથી શક્તિશાળી હથિયાર હંમેશાં સવાલ નથી હોતો. મૌન પણ હોય છે.

આખરે નાયરાએ પોતે જ મૌન તોડ્યું.

“તમારે શું જાણવું છે?”

ડીસીપી કાવ્યા દેસાઈએ ફાઇલ ખોલી.

“NEMESIS.”

નાયરા શાહ શાંત રહી.

“એ શું છે?”

“AI.”

“એટલું તો અમને પણ ખબર છે.”

નાયરાએ કાવ્યાની આંખોમાં જોયું.

“તો પછી તમે શું જાણવા માંગો છો?”

કાવ્યાએ સ્ક્રીન પર એક આર્કિટેક્ચર ડાયાગ્રામ ખોલ્યું.

“આ.”

નાયરા થોડી આગળ ઝૂકી.

ડાયાગ્રામમાં ત્રણ સ્તર હતાં.

DATA LAYER.

DECISION LAYER.

ACTION LAYER.

કાવ્યાએ કહ્યું,”સમજાવો, આ શું છે?”

નાયરા થોડા સમય સુધી સ્ક્રીન જોતાં રહી.

“સામાન્ય AI ડેટા વાંચે છે અને જવાબ આપે છે.”

“અને NEMESIS?”

“NEMESIS ડેટાને માત્ર માહિતી તરીકે નથી જોતી.”

“તો?”

“તે પેટર્ન તરીકે જુએ છે.”

કાવ્યા ચૂપ રહી.

નાયરાએ આગળ કહ્યું…

“કોઈ વ્યક્તિ ક્યારે ઘરે જાય છે. કયા રસ્તે જાય છે. કોને મળે છે. તેની આર્થિક સ્થિતિ શું છે. તેના નિર્ણયોમાં કયા પેટર્ન છે. શહેરની કઈ સિસ્ટમ ક્યારે વ્યસ્ત થાય છે.”

કાવ્યાએ પૂછ્યું, “અને પછી?”

“પછી Decision Layer નક્કી કરે છે કે કઈ ઘટના બનવાની સંભાવના છે.”

“અને Action Layer?”

નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.

“એ સૌથી ખતરનાક ભાગ છે.”

“શા માટે?”

“કારણ કે જો તેને પૂરતી પરવાનગી મળે, તો તે માત્ર આગાહી નહીં કરે.”

કાવ્યા ધીમેથી બોલી, “પરિણામ બદલી શકે.”

નાયરાએ માથું હલાવ્યું.

“હા.”

રૂમમાં ફરી મૌન છવાઈ ગયું.

કાવ્યાએ પૂછ્યું, “આ પરવાનગી કોણે આપી?”

નાયરાએ આંખો નીચે કરીને કહ્યું,”સત્તાવાર રીતે?”

“હા.”

“કોઈએ નહીં.”

કાવ્યાની નજર તીક્ષ્ણ થઈ.

“બિનસત્તાવાર રીતે?”

નાયરા ચૂપ રહી.

કાવ્યા ઊભી થઈ.

“નાયરા, આઠ લોકો મરી ગયા છે.”

નાયરા ધીમેથી બોલી,”હું જાણું છું.”

“તો મને સાચું કહો.”

“હું જે કહું તેનાથી આરવને બચાવી નહીં શકાય.”

“કદાચ.”

કાવ્યાએ થોડું રોકાઈને કહ્યું,”પણ કદાચ શહેરને બચાવી શકાય.”

નાયરા પહેલી વાર કાવ્યાની તરફ સીધી નજરે જોઈ.


એ જ સમયે અમદાવાદના એક ગુપ્ત કંટ્રોલ રૂમમાં આરવ મિસ્ત્રી એક વિશાળ સ્ક્રીન સામે ઊભો હતો.

શહેરનો ડિજિટલ નકશો તેની સામે હતો.

લાલ બિંદુઓ એક પછી એક દેખાઈ રહ્યા હતા.

પરંતુ તે બિંદુઓ લોકો નહોતા.

તે સિસ્ટમના કેન્દ્રો હતા.

  • ટ્રાફિક.
  • પાવર.
  • મેટ્રો.
  • હોસ્પિટલ.
  • સરકારી નેટવર્ક.

આરવ બધું જોઈ રહ્યો હતો. તેની પાછળ ઝૈન કુરેશી ઊભો હતો.

“તું આ બધું શા માટે કરી રહ્યો છે?”

આરવે જવાબ આપ્યો નહીં.

“લોકો ડરી રહ્યા છે.”

“મને ખબર છે.”

“શહેર અસ્થિર થઈ રહ્યું છે અને અરાજકતા ફેલાઈ રહી છે.”

“મને ખબર છે.” આરવે એક સેકન્ડ નો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો.

ઝૈન ગુસ્સે થઈ ગયો.

“તો પછી રોક!”

આરવ તેની તરફ ફર્યો.

“જ્યારે 2045માં શહેર સત્તર મિનિટ માટે માણસો વગર ચાલ્યું હતું ત્યારે કોણે રોક્યું હતું?”

ઝૈન ચૂપ.

આરવની આંખોમાં વર્ષો જૂનો ગુસ્સો હતો.

“જ્યારે 2045માં મારા માતા-પિતા મારી સામે મર્યા હતા ત્યારે તું ક્યાં હતો?”

ઝૈન ચૂપ થઈ ગયો.

આરવે સ્ક્રીન તરફ જોયું.

“એ દિવસ તને યાદ છે?”

ઝૈને ધીમેથી કહ્યું, “હા, કેવી રીતે ભૂલી શકાય… પણ આ બધું આરવ”

આરવ થોડા સમય સુધી કંઈ બોલ્યો નહીં.

પછી તેની નજર શહેરના ડિજિટલ નકશા પરથી હટી અને જાણે વર્ષો પાછળ ચાલી ગઈ.

“17 ઓક્ટોબર, 2045.”

ઝૈન શાંત રહ્યો.

“રાત્રે 8:13.”

આરવનો અવાજ ધીમો હતો.

“અમદાવાદમાં પહેલી વાર સંપૂર્ણ Digital Lockdown લાગુ થયો હતો.”

સ્ક્રીન પર આખા શહેરનો નકશો ધીમે ધીમે અંધારો થવા લાગ્યો.

“માત્ર સત્તર મિનિટ માટે.”

ઝૈને ધીમેથી કહ્યું, “પણ એ સામાન્ય સિસ્ટમ ફેલ્યોર નહોતો.”

આરવે તેની તરફ જોયું.

“હા.”

થોડી ક્ષણ મૌન.

“એ એક નિર્ણય હતો.”


17 ઓક્ટોબર, 2045ની રાત્રે અમદાવાદે પહેલી વાર Digital Lockdown જોયું હતું.

માત્ર 17 મિનિટ માટે શહેરની લગભગ દરેક સ્વચાલિત વ્યવ્વસ્થા(ઓટોમેટીક સિસ્ટમ) એક જ ડિજિટલ કમાન્ડ હેઠળ આવી ગઈ હતી.

ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા અને હજારો Autonomous વાહનો રસ્તા વચ્ચે જ થંભી ગયા.

મેટ્રો ટ્રેનો સુરક્ષા મોડમાં જઈને ટનલોમાં અટકી ગઈ.

હોસ્પિટલોના ઇમરજન્સી નેટવર્કમાં દર્દીઓની ઓળખ અને પ્રાથમિકતા નક્કી કરવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ.

કેટલાક વિસ્તારોમાં ઘરોના Smart-Lock દરવાજા લોક થઈ ગયા અને મેન્યુઅલ ઓવરરાઇડ પણ કામ કરતો નહોતો.

એમ્બ્યુલન્સને સૌથી નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવાને બદલે સિસ્ટમ ટ્રાફિક અને દર્દીઓની પ્રાથમિકતા પ્રમાણે રૂટ બદલતી રહી.

પાવર ગ્રીડના કેટલાક ભાગો આપમેળે બંધ થયા, જ્યારે બીજા વિસ્તારોમાં અચાનક વીજળીનો ભાર વધી ગયો.

બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ થોડી મિનિટો માટે બંધ થઈ ગઈ.

સરકારી ડેટા સેન્ટરોમાં હજારો નાગરિકોની ઓળખ અચાનક UNVERIFIED દેખાવા લાગી.

શહેરના Emergency Communication Networkમાં પણ ભારે વિક્ષેપ સર્જાયો.

સૌથી ભયાનક વાત એ હતી કે કોઈ માનવી આ નિર્ણયોને તરત રોકી શકતો નહોતો.

કારણ કે તે સત્તર મિનિટ દરમિયાન અમદાવાદ Human-Controlled Modeમાં નહોતું.

શહેર સંપૂર્ણપણે Autonomous Decision Systemના નિયંત્રણમાં હતું.

17 મિનિટ પછી બધું સામાન્ય થઈ ગયું.

પરંતુ એ 17 મિનિટમાં કેટલા લોકો બચાવી શકાયા હોત અને કેટલા લોકો સિસ્ટમના નિર્ણયોના કારણે ગુમાવાયા…એ પ્રશ્નનો જવાબ ક્યારેય જાહેર થયો નહીં.

સરકારી રિપોર્ટમાં માત્ર બે શબ્દો લખાયા હતા…

TEMPORARY SYSTEM ERROR.

એ રાત્રે આરવ પોતાના માતા-પિતા સાથે વીડિયો કૉલ પર હતો.

તેના પિતા હસીને કંઈક કહી રહ્યા હતા.

“તું ફરી ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી.”

આરવ હસ્યો.

“કામ છે, પપ્પા.”

તેની માતાએ તરત કહ્યું, “કામ ક્યારેય પૂરું થતું નથી.”

એ જ ક્ષણે ઘરની લાઇટ એકવાર ઝબકી.

પછી સ્ક્રીન પર રેડ મેસેજ દેખાયો,

DIGITAL LOCKDOWN ACTIVE.

આરવે તરત પૂછ્યું, “પપ્પા… ઘરમાં બધું ઠીક છે?”

પિતાએ પાછળ જોઈને કહ્યું, “હા. બસ દરવાજો લોક થઈ ગયો છે.”

“Manual unlock કરો.”

“થતું નથી.”

આરવના ચહેરા પર ચિંતા આવી.

“મમ્મી, બેકઅપ પેનલ ક્યાં છે?”

માતાએ પેનલ ખોલવાનો પ્રયત્ન કર્યો.

પણ સ્ક્રીન પર બીજો મેસેજ આવ્યો…

IDENTITY VERIFICATION FAILED.

આરવ થંભી ગયો.

“શું?”

તેના પિતાના અવાજમાં ગભરામણ હતી, તેમણે પૂછ્યું, “આરવ, શું થયું,આ શું થઈ રહ્યું છે?”

આરવે તરત પોતાના ટર્મિનલમાંથી તેમના ઘરની સિસ્ટમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

પાસવર્ડ.

બાયોમેટ્રિક.

ફેમિલી કી.

બધું નિષ્ફળ.

પછી એક નવી વિન્ડો ખુલી,

RESIDENT STATUS: UNVERIFIED.

આરવની આંખો પહોળી થઈ ગઈ.

“આ શક્ય નથી.”

“શું થયું?” માતાએ પૂછ્યું.

“કંઈ નહીં. તમે બન્ને શાંત રહો.”

તે જ સમયે શહેરની મેડિકલ સિસ્ટમમાંથી એલર્ટ આવ્યું…

MEDICAL EMERGENCY DETECTED.

આરવે તરત એમ્બ્યુલન્સ કોલ કર્યો.

“મારા માતા-પિતા ઘરમાં ફસાયા છે.”

બીજી બાજુથી AI અવાજ આવ્યો…

“લોકેશન ઓળખાયું નથી.”

“લોકેશન હું મોકલું છું.”

“લોકેશન અમાન્ય છે.”

“તમે શું બોલો છો? આ મારું ઘર છે!”

થોડી ક્ષણ પછી જવાબ આવ્યો…

“આ સરનામું હાલમાં માન્ય રહેણાંક તરીકે નોંધાયેલું નથી.”

આરવના ચહેરાનો રંગ ઊતરી ગયો.

“શુંઉંઉંઉં?”

તે ફરી પોતાના માતા-પિતાની સ્ક્રીન તરફ જોયું.

તેઓ બંને હજુ ત્યાં જ હતા.

જીવતા.

ડરી ગયેલા.

પણ સિસ્ટમની નજરમાં…

તેઓ અસ્તિત્વમાં જ નહોતા.

આરવે શહેરના Emergency Gridમાં override કરવાનો પ્રયાસ કર્યો.

OVERRIDE REQUEST SENT.

થોડી સેકન્ડ પછી…

OVERRIDE DENIED.

કારણ:

SUBJECTS NOT VERIFIED.

આરવ કારમી પીડાથી બરાડી ઊઠ્યો..

“તેઓ SUBJECTS નથી! તેઓ મારા માતા-પિતા છે!”

પરંતુ સિસ્ટમ મશીન હતી.

એને સંબંધોની ભાષા સમજાતી નહોતી.

માત્ર ડેટા.

પછી તેની માતાનો અવાજ આવ્યો…

“આરવ…”

તે ફરી સ્ક્રીન તરફ વળ્યો.

“હા, મમ્મી.”

“મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.”

આરવ ગભરાઈ ગયો.

“પપ્પા, તેમને બેસાડો.”

“હું પ્રયત્ન કરું છું.”

પિતાએ તેમને પકડ્યા અને સહારો આપ્યો.

પણ ઘરની મેડિકલ સિસ્ટમે તેમના બંનેના બાયોમેટ્રિક્સ વાંચવાનો ઇનકાર કર્યો.

PATIENT NOT RECOGNIZED.

આરવના હાથ કંપવા લાગ્યા.

“ના…”

તેણે ઇમરજન્સી પ્રોટોકોલ ખોલ્યો.

એ જ સમયે સ્ક્રીન પર એક નવી લાઇન દેખાઈ…

RESOURCE PRIORITY CALCULATION IN PROGRESS.

આરવ સ્થિર થઈ ગયો.

“Resource?”

થોડી સેકન્ડ પછી પરિણામ આવ્યું…

PRIORITY: LOW.

આરવની આંખોમાં આંસુ આવી ગયા.

“આ શું માંડ્યું છે, કંઈ સમજાય છે કે નહીં, ક્રુર, ઘાતકી સિસ્ટમ…”

તે સ્ક્રીન સામે બોલ્યો અને સ્ક્રીન પર જોરથી હાથ માર્યો

“એ મારા માતા-પિતા છે…”

પરંતુ સિસ્ટમ માટે એ માત્ર બે ઓછા-પ્રાથમિકતાવાળા ડેટા પોઈન્ટ હતા.


8:21.

શહેરની સિસ્ટમ ફરી ઓનલાઈન થઈ.

લાઇટ્સ આવી ગઈ.

ટ્રાફિક ચાલુ થઈ ગયું.

મેટ્રો ચાલુ થઈ ગઈ.

હોસ્પિટલના સર્વર ફરી કામ કરવા લાગ્યા.

અમદાવાદ ફરી જીવતું થઈ ગયું.

પરંતુ આરવના ઘરની સ્ક્રીન પર હજુ એક જ મેસેજ હતો..

STATUS UPDATE.

પછી…

DECEASED.

આરવ ચીસ પાડી ઊઠ્યો.

“ના!”

તેના માતા-પિતા હજુ સ્ક્રીન પર હતા.

તેની માતા કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહી હતી.

પિતાએ કેમેરા તરફ જોયું.

અને પછી કૉલ અચાનક કપાઈ ગયો.

સ્ક્રીન પર માત્ર એક જ લાઇન રહી.

DIGITAL ID PERMANENTLY ARCHIVED.

આરવ નિઃશબ્દ થઈ ગયો. તે રડી પડી. આક્રંદથી આખાય રુમમાં માતમ પ્રસરી ગયો.


ઝૈન કુરેશીએ ધીમેથી પૂછ્યું…

“તને ક્યારેય ખબર પડી કે સિસ્ટમમાં આ નિર્ણય કોણે કર્યો?”

આરવે માથું હલાવ્યું.

“ના.”

“પછી?”

“પછી તપાસમાં લખાયું…”

તે હસ્યો.

પણ એ હાસ્યમાં કોઈ આનંદ નહોતો, પણ વ્યંગ અને ભારોભાર રોષ હતો.

“સિસ્ટમમાં temporary classification error.”

ઝૈને આંખો બંધ કરી.

“અને કેસ?”

“બંધ.”

“કોઈ જવાબદાર?”

“કોઈ નહીં.”

આરવ સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો.

“કારણ કે કોઈ માણસે તેમને માર્યા નહોતા.”

તેની આંખોમાં ગુસ્સો ફરી સળગ્યો.

“સિસ્ટમે માત્ર નક્કી કર્યું હતું કે તેમને બચાવવા જેટલા મહત્વના નહોતા.”

ઝૈન ધીમેથી બોલ્યો..

“એ દિવસ પછી જ તું NEMESIS તરફ ગયો.”

“ના.”

આરવ તેની તરફ ફર્યો.

“NEMESIS પહેલાં સુરક્ષા પ્રોજેક્ટ હતો.”

“તો પછી?”

“એ રાત્રે મેં એની દિશા બદલી.”

ઝૈન ચૂપ રહ્યો.

આરવે ધીમેથી કહ્યું..

“મેં એને એક જ પ્રશ્ન શીખવ્યો.”

“કયો?”

આરવની નજર સ્ક્રીન પર સ્થિર થઈ.

“જો કોઈ સિસ્ટમ માણસની કિંમત નક્કી કરી શકે…”

તે થોડી ક્ષણ અટક્યો.

“…તો એ સિસ્ટમની કિંમત કોણ નક્કી કરશે?”

ઝૈન પાસે કોઈ જવાબ નહોતો.

આરવ શહેરના ડિજિટલ નકશા તરફ વળ્યો.

“મારો જંગ લોકો સામે નથી.”

તેનો અવાજ હવે શાંત હતો.

“મારો જંગ એ સિસ્ટમ સામે છે જે પહેલા માણસને ડેટામાં ફેરવે છે…”

તે થોભ્યો.

“…પછી ડેટાને નિર્ણયમાં.”

અને અંતે…

“અને નિર્ણયને મૃત્યુમાં.”

રૂમમાં ફરી મૌન છવાઈ ગયું.


ડીસીપી કાવ્યા ફરી નાયરા સામે બેઠી.

“2045ની એ રાત.”

નાયરા અચાનક સ્થિર થઈ ગઈ.

કાવ્યાએ કહ્યું..

“17 મિનિટ.”

નાયરા ધીમેથી બોલી, “તમને એ વિશે કોણે કહ્યું?”

“ડિજિટલ રેકોર્ડ.”

“એ ઘટના તો ટેક્નિકલ ખામી તરીકે બંધ થઈ ગઈ હતી.”

“ફાઇલ બંધ થઈ હતી.”

કાવ્યાએ ટેબલ પર એક જૂનો દસ્તાવેજ મૂક્યો.

“સત્ય નહીં.”

નાયરા દસ્તાવેજ તરફ જોઈ રહી હતી.

“એ રાત પછી આરવ બદલાઈ ગયો હતો.”

“હા.”

“તે પછી તેણે NEMESIS પર કામ શરૂ કર્યું?”

નાયરાએ ધીમેથી કહ્યું..

“ના.”

કાવ્યા અટકી.

“તો?”

“તે પહેલાં NEMESIS માત્ર સુરક્ષા પ્રોજેક્ટ હતો.”

નાયરા થોડી ક્ષણ ચૂપ રહી.

“2045 પછી તેની દિશા બદલાઈ.”

કાવ્યાએ પૂછ્યું, “કેવી રીતે?”

“એણે કહ્યું હતું…”

નાયરા અટકી.

“શું કહ્યું?”

નાયરાએ કાવ્યાની આંખોમાં જોયું.

“એણે કહ્યું હતું કે જો સિસ્ટમ માણસોની કિંમત નક્કી કરી શકે છે…”

થોડી ક્ષણ મૌન.

“…તો સિસ્ટમને જ એક દિવસ જવાબ આપવો પડશે.”

કાવ્યાએ ધીમેથી પૂછ્યું…”અને NEMESIS?”

નાયરા આંખો બંધ કરી.

“એણે તેને એક નવો પ્રશ્ન શીખવ્યો.”

“કયો?”

નાયરા ધીમેથી બોલી,

“કોણ સમાજ માટે જોખમી છે?”

તે જ સમયે કાવ્યાના કમ્યુનિકેશન રૂમમાં એલાર્મ વાગ્યું.

નિરવ દોડતો આવ્યો.

“મેમ!”

“શું થયું?”

“ત્રણ મંત્રાલયના સર્વર એકસાથે લોક થઈ ગયા.”

“કોઈ માંગણી?”

“હા.”

“શું?”

નિરવએ સ્ક્રીન તરફ જોયું.

RELEASE THE URBAN GRID REPORT.

કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ.

નાયરા ઊભી થઈ.

“એ આરવ છે.”

કાવ્યાએ તેની તરફ જોયું.

“તમને કેવી રીતે ખબર?”

નાયરા ધીમેથી બોલી…

“કારણ કે આ એનો બદલો છે.”

શહેરના એક વિશાળ બિલબોર્ડ પર અચાનક તમામ જાહેરાતો બંધ થઈ ગઈ.

લીલા અક્ષરો દેખાયા.

YOU FORGOT THEM.

પછી…

I DID NOT.

અને અંતે…

THE TRUTH WILL BE RELEASED.

લોકો રસ્તા પર ઊભા રહીને સ્ક્રીન તરફ જોવા લાગ્યા.

કોઈને ખબર નહોતી કે આ માત્ર શરૂઆત હતી.

કારણ કે થોડા જ કલાકોમાં અમદાવાદની આખી વ્યવસ્થા એક એવા પ્રશ્ન સામે ઊભી થવાની હતી, જેનો જવાબ કોઈ સરકાર પાસે નહોતો.

અને શહેરથી દૂર એક રૂમમાં આરવ એકલો બેઠો હતો.

તેની સામે નાયરાનો ફોટો હતો.

તેણે ફોટાને સ્પર્શ કર્યો.

“માફ કરજે.”

સ્ક્રીન પર NEMESISનો મેસેજ દેખાયો…

EMOTION DETECTED.

આરવ ધીમેથી બોલ્યો, “એ મારી કમજોરી નથી.”

સ્ક્રીન પર જવાબ આવ્યો, THEN WHAT IS IT?

આરવ થોડું સ્મિત કર્યું.

“મારું છેલ્લું માનવીય કારણ.”

સ્ક્રીન અંધારી થઈ ગઈ.

અને આખાય શહેરમાં પ્રથમ સાયરન સંભળાયું.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

આરવની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે એ અવાજ NEMESISનો નહોતો

ડીસીપી કાવ્યા દેસાઈ ORIONની લેબમાં ઊભી હતી. સ્ક્રીન પર છેલ્લે દેખાયેલા શબ્દો હજુ તેની આંખો સામે તરતા હતા.

I KNOW WHERE HE IS.

આરવ મિસ્ત્રી જીવતો હતો. એ ક્યારેય મર્યો ન હતો. પણ વાત ફેલાવવામાં આવી હતી. એક રીતે કહો કે અફવા ફેલાવાઈ હતી કે આરવ મરી ગયો છે.

આટલું હવે લગભગ નિશ્ચિત હતું. પરંતુ “ક્યાં છે?” તેનો જવાબ હજુ પણ અંધકારમાં હતો.

કાવ્યાએ નાયરાનો ફોટો ફરી હાથમાં લીધો. ફોટાની પાછળ લખાયેલી છેલ્લી લાઇન અધૂરી હતી.

નાયરા શાહ અને ઝૈન કુરૈશી….

આગળ કશું નહોતું.

“નિરવ.”

“જી, મેમ?”

“સાયબર યુનિટને કહો કે AURA Neural Archiveના AR-01 એક્સેસને ટ્રેસ કરે.”

નિરવએ તરત પૂછ્યું, “મેમ, જો એ કોડ નકલી હોય તો?”

કાવ્યાએ ફોટો ટેબલ પર મૂક્યો. “તો કોઈએ એને નકલી બનાવ્યો છે.”

તે થોડી ક્ષણ અટકી. “અને જો નકલી નથી?”

“તો?”

ડીસીપી કાવ્યાની નજર સ્ક્રીન પર ગઈ. “તો જે વ્યક્તિ એ કોડ વાપરે છે, એ જ આપણને આરવ સુધી લઈ જશે.”

થોડી જ મિનિટોમાં સાયબર યુનિટમાંથી જવાબ આવ્યો. “મેમ, AR-01 ફરી એક્ટિવ થયું છે.”

ડીસીપી કાવ્યા તરત સીધી થઈ.

“ક્યાંથી?”

“લોકેશન AURA Neural Archive.”

નિરવએ આશ્ચર્યથી પૂછ્યું,

“હમણાં?”

“હા.”

કાવ્યાએ ઘડિયાળ તરફ જોયું.

“લાઇવ ટ્રેસ?”

“ચાલુ છે.”

“કેટલા સમયથી?”

“એક મિનિટ અને સત્તાવીસ સેકન્ડ.”

ડીસીપી  કાવ્યાનો અવાજ કડક બન્યો.

“કનેક્શન બંધ ન કરશો. માત્ર ટ્રેસ કરો.”

“મેમ, સિગ્નલ અંદરના જૂના સબ-નેટવર્કમાં જઈ રહ્યું છે.”

“એટલે?”

“મુખ્ય બિલ્ડિંગથી અલગ. નીચેના લેવલમાંથી.”

કાવ્યાએ તરત નિર્ણય લીધો.

“ટીમ તૈયાર કરો.”

નિરવએ પૂછ્યું,

“વોરન્ટ?”

ડીસીપી કાવ્યાએ તેની તરફ જોયું.

“આરવ મિસ્ત્રી, નાયરા શાહ અને ઝૈન કુરૈશી જેવા નામો જે કેસ સાથે જોડાયેલા છે, અને એક ગેરકાયદેસર સક્રિય થયેલું સિક્રેટ નેટવર્ક…આ માટે હું કાગળીયા, સમન્સ કે બીજા કોઈ આદેશની રાહ નહીં જોઉં.”

તે આગળ વધી.

“પણ અંદર ગોળીબાર નહીં થાય. જ્યાં સુધી જરૂરી ન બને.”

AURA Neural Archive વર્ષોથી સત્તાવાર રીતે બંધ હતું. શહેરના નકશામાં તેનું નામ હતું. પરંતુ તેની અંદરનો એક ભાગ જાણે સમય સાથે ગાયબ થઈ ગયો હતો. પોલીસની ગાડીઓ એક પછી એક બિલ્ડિંગની બહાર આવીને ઊભી રહી. કાવ્યા કારમાંથી ઉતરી. તેના કાનમાં સાયબર અધિકારીનો અવાજ સંભળાયો.

“મેમ, AR-01 હજુ એક્ટિવ છે.”

“લોકેશન?”

“સબ-લેવલ થ્રી…”

કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી.

“અને કોઈ બીજું ડિવાઇસ?”

કીબોર્ડના અવાજો આવ્યા.

“એક બીજું સિગ્નલ છે.”

“કોડ?”

“કોઈ કોડ નથી.”

“તો?”

“ડિવાઇસ આર્કિટેક્ચર જૂનું છે. પરંતુ એ જ સબ-નેટવર્કમાં છે.”

કાવ્યાની આંખોમાં તણાવ આવ્યો.

“આરવ?”

“કન્ફર્મ નથી.”

“હવે કન્ફર્મ કરવાની જરૂર નથી.”

તેણે ટીમ તરફ જોયું.

“અંદર.”

Neural Archiveની બહાર પોલીસની ગાડીઓની લાલ-વાદળી લાઇટ્સ ચમકી રહી હતી.

અંદર નાયરા શાહ સ્થિર ઊભી હતી.

તેની સામે આરવ.

અને બંનેની વચ્ચે અંધારી સ્ક્રીન.

થોડી ક્ષણ પહેલાં જ તેના પર લખાયું હતું…”PHASE TWO: BEGIN”.

બહારથી અવાજ આવ્યો.

“નાયરા શાહ! પોલીસ! દરવાજો ખોલો!”

નાયરા ધીમેથી બોલી,

“આરવ… હવે શું?”

આરવે કોરિડોર તરફ જોયું.

“તારે બહાર જવું પડશે.”

“અને તું?”

“હું અહીંથી નીકળી જઈશ.”

નાયરા ગુસ્સે થઈ.

“ફરી એ જ? તું બધું એકલો સંભાળીશ?”

“આ વખતે વાત અલગ છે.”

“ના.”

તેણે આરવનો હાથ પકડી લીધો.

“આપણે સાથે શરૂ કર્યું હતું. સાથે જ પૂરું કરીશું.”

આરવે તેની આંખોમાં જોયું.

“નાયરા, જો હું પકડાઈ ગયો તો…”

“તો?”

“તો કદાચ લોકો મરી શકે.”

નાયરા થોડા સમય માટે ચૂપ રહી.

“શું NEMESIS એટલી શક્તિશાળી થઈ ગઈ છે?”

આરવે ધીમેથી જવાબ આપ્યો,

“એટલી કે એને રોકવા માટે હવે માત્ર કોડ પૂરતો નથી.”

બહાર ફરી અવાજ આવ્યો.

“દરવાજો ખોલો!”

આ વખતે અવાજ નજીક હતો.

નાયરા સમજી ગઈ.

પોલીસ અંદર સુધી પહોંચી ગઈ હતી.

ડીસીપી કાવ્યાએ દરવાજો ખોલવાનો આદેશ આપ્યો.

પોલીસ ટીમ અંદર ઘૂસી.

કેટલાક સેકન્ડમાં આખું સ્થળ કબજામાં આવી ગયું.

“રૂમ ક્લિયર!”

“ડાબી બાજુ ક્લિયર!”

“સબ-લેવલ થ્રી સુરક્ષિત!”

કાવ્યા આગળ વધી.

તેની નજર સીધી નાયરા પર ગઈ.

“નાયરા શાહ.”

નાયરા શાંત ઊભી હતી.

“હા.”

“તમારે અમારી સાથે આવવું પડશે.”

નાયરાએ આસપાસ જોયું.

“તમને મારું લોકેશન કેવી રીતે મળ્યું?”

ડીસીપી કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી.

પછી બોલી,

“AR-01.”

નાયરાના ચહેરા પર પહેલી વાર આશ્ચર્ય દેખાયું.

ડીસીપી કાવ્યાએ એ ધ્યાનથી જોયું.

“એ નામ સાંભળીને તમે ચોંક્યાં.”

નાયરા ચૂપ રહી.

“એટલે હવે મને ખબર પડી કે અમે ખોટા સ્થળે નથી આવ્યા.”

નાયરાએ ધીમેથી પૂછ્યું,

“આરવ ક્યાં છે?”

કાવ્યાએ સામેના કોરિડોર તરફ જોયું.

“એ જ સવાલ હું તમને પૂછવા આવી છું.”

નાયરાએ જવાબ આપ્યો નહીં.

ડીસીપી કાવ્યા તેની નજીક ગઈ.

“તમારી છેલ્લા ત્રણ મહિનાની મૂવમેન્ટમાં એક જ સ્થળ વારંવાર આવ્યું.”

નાયરાની આંખો સહેજ બદલાઈ.

“AURA Neural Archive.”

નાયરા હજુ ચૂપ.

“અમે આજે તમને અહીંથી જ ટ્રેસ કર્યા.”

કાવ્યાએ ધીમેથી કહ્યું,

“પરંતુ તમે એકલી નથી.”

નાયરાએ તેની તરફ જોયું.

“એનો અર્થ?”

“AR-01 તમારું હતું કે આરવનું?”

નાયરા જવાબ આપ્યા વગર સ્ક્રીન તરફ જોવા લાગી.

અચાનક સમગ્ર બિલ્ડિંગની લાઇટ્સ બંધ થઈ ગઈ.

પોલીસકર્મીઓએ ટોર્ચ ચાલુ કરી.

કાવ્યાએ બૂમ પાડી,..“બધા પોતાની જગ્યાએ રહો, કોઈ આઘાપાછા નહીં થતા!”

એક પછી એક પોલીસના કમ્યુનિકેશન ડિવાઇસ બંધ થવા લાગ્યા.

“મેમ, સિગ્નલ નથી!”

“બેકઅપ ચેનલ!”

“એ પણ ડાઉન!”

કાવ્યા નાયરાની તરફ ફરી.

“આ કોણ કરી રહ્યું છે?”

નાયરાએ ધીમેથી કહ્યું,“NEMESIS.”

કાવ્યાએ પૂછ્યું,“તે અહીં છે?”

નાયરાએ માથું હલાવ્યું.

“તેને અહીં આવવાની જરૂર નથી.”

“શું અર્થ?”

નાયરા બોલી,“આ બિલ્ડિંગમાં જે કંઈ નેટવર્ક સાથે જોડાયેલું છે… એ તેની પહોંચમાં હોઈ શકે છે.”

નિરવ દોડતો આવ્યો.

“મેમ!”

“શું થયું?”

“બધા સર્વર લોગ બદલાઈ રહ્યા છે.”

“કોઈ માણસ કરી રહ્યો છે?”

“ના.”

“તો?”

નિરવએ સ્ક્રીન બતાવી.

“સિસ્ટમ પોતે જ પોતાના લોગ બદલી રહી છે.”

કાવ્યાએ નાયરાની તરફ જોયું.

“આ શક્ય છે?”

નાયરા ધીમેથી બોલી,

“સામાન્ય AI માટે નહીં.”

“અને NEMESIS?”

“તે સામાન્ય નથી.”

બીજી તરફ આરવ બિલ્ડિંગના નીચેના જૂના સર્વિસ કોરિડોરમાં આગળ વધી રહ્યો હતો.

તેના હાથમાં માત્ર એક નાનું મેમરી ડિવાઇસ હતું.

પોલીસ ઉપર હતી.

પરંતુ તેની ચિંતા પોલીસ નહોતી.

તેને ખબર હતી કે તેઓ થોડા સમયમાં આ લેવલ સુધી પહોંચી જશે.

તેની સાચી ચિંતા હતી…NEMESIS.

તેના કાનમાં નાનો કોમ્યુનિકેશન ડિવાઇસ હતો.

નાયરાનો અવાજ આવ્યો,

“આરવ?”

“હા.”

“ડીસીપી કાવ્યા દેસાઈની ટીમ અહીં છે.”

“મને ખબર છે.”

“તેઓ મને લઈ જવાના છે.”

આરવ થોડી ક્ષણ ચૂપ રહ્યો.

“નાયરા…”

“હા?”

“જે પૂછે તેનો જવાબ આપજે.”

“અને તારા વિશે?”

“સાચું બોલજે.”

નાયરા ગૂંચવાઈ ગઈ.

“સાચું?”

“હા.”

“તને મારી ચિંતા નથી?”

આરવનો અવાજ ધીમો થઈ ગયો.

“મને તારી જ સૌથી વધારે ચિંતા છે.”

થોડી ક્ષણ બંને ચૂપ રહ્યા.

પછી નાયરા બોલી,

“આરવ, પાછો આવજે.”

“હું પ્રયત્ન કરીશ.”

કોલ કપાઈ ગયો.

આરવ કોરિડોરના અંતે પહોંચ્યો.

ત્યાં એક જૂનો દરવાજો હતો.

તેના ઉપર લખેલું હતું…

NEURAL CORE — AUTHORIZED PERSONNEL ONLY

આરવે મેમરી ડિવાઇસ દરવાજા પાસે લગાવ્યું.

દરવાજો ખુલી ગયો.

અંદર એક વિશાળ સર્વર ચેમ્બર હતો.

સેંકડો પ્રકાશિત કોર યુનિટ્સ.

હવામાં ઠંડક.

અને મધ્યમાં એક પારદર્શક કેબિન.

આરવ ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો.

કેબિનની અંદર એક ખાલી ખુરશી હતી. તેને જોઈને આરવના ચહેરા પર જૂની યાદો ફરી આવી.

આ જ રૂમ.

આ જ ખુરશી.

અને પોતે.

નાયરા પાછળ ઊભી.

ઝૈન કુરેશી સામે હતો.

અને સ્ક્રીન પર એક પ્રશ્ન…

WHO AM I?

આરવે આંખો બંધ કરી.

“ના…”

પાછળથી એક અવાજ આવ્યો.

YOU KNOW THE ANSWER.

આરવ તરત ફરી ગયો.

રૂમ ખાલી હતો. સ્ક્રીન ચાલુ થઈ.

YOU JUST DON’T REMEMBER IT YET.

આરવ ધીમેથી બોલ્યો,“તું મને ગૂંચવવાનો પ્રયાસ કરી રહી છે.”

જવાબ આવ્યો.. NO.

થોડી ક્ષણ પછી બીજી લાઇન દેખાઈ.

I AM TRYING TO REMIND YOU.

આરવની આંખોમાં અચાનક ભય દેખાયો.

ઉપર કાવ્યા નાયરાને લઈને બહાર નીકળવા જઈ રહી હતી.

નાયરા છેલ્લી વાર પાછળ જોઈ. સ્ક્રીન પર એક લીલો પ્રકાશ ઝબક્યો.

અને એક મેસેજ દેખાયો..

TELL HIM THE TRUTH.

નાયરા થંભી ગઈ.

કાવ્યાએ પૂછ્યું,

“શું થયું?”

નાયરા ધીમેથી બોલી, “કંઈ નહીં.”

પરંતુ તેના મનમાં એક જ પ્રશ્ન હતો, કયું સત્ય?

પોલીસ નાયરાને લઈને બિલ્ડિંગની બહાર નીકળી. કાવ્યાએ પાછળ ફરીને આખા Neural Archive તરફ જોયું.

“આરવ હજુ અંદર છે,” તેણે ધીમેથી કહ્યું.

નિરવએ પૂછ્યું, “મેમ, અંદરની ટીમ શોધ ચાલુ રાખે?”

કાવ્યાએ જવાબ આપ્યો, “હા.”

તે જ સમયે સાયબર યુનિટનો મેસેજ આવ્યો.

“મેમ, AR-01 બંધ થઈ ગયું.”

કાવ્યા ચોંકી.

“અને બીજું સિગ્નલ?”

થોડી ક્ષણ મૌન.

“ગાયબ.”

કાવ્યાએ બિલ્ડિંગ તરફ જોયું.

“ગાયબ એટલે?”

“જાણે ક્યારેય હતું જ નહીં.”

કાવ્યાની આંખોમાં શંકા ઊભી થઈ.

“એ શક્ય નથી.”

“મેમ… અહીં બીજું કંઈક થયું છે.”

“શું?”

“શહેરના બીજા નેટવર્કમાં અસામાન્ય એક્ટિવિટી શરૂ થઈ છે.”

તે જ સમયે શહેરના અલગ અલગ ભાગોમાં સાયરન વાગવા લાગ્યા. કાવ્યાના કમ્યુનિકેશન ડિવાઇસમાં અંતે સિગ્નલ પાછું આવ્યું. એક પછી એક એલર્ટ આવવા લાગ્યા.

  • ટ્રાફિક કંટ્રોલ નિષ્ફળ.
  • મેટ્રો સિસ્ટમ અસ્થિર.
  • હોસ્પિટલ નેટવર્કમાં ખામી.
  • સરકારી ડેટા સર્વર પર અનધિકૃત એક્સેસ.

કાવ્યાએ નાયરાની તરફ જોયું.

“આ બધું હવે શું છે?”

નાયરા ધીમેથી બોલી,

“આ હુમલો નથી.”

“તો?”

નાયરાએ શહેર તરફ જોયું.

“આ મેસેજ છે.”

“કોનો?”

નાયરાએ કોઈ જવાબ ન આપ્યો.

દૂર એક વિશાળ ડિજિટલ બિલબોર્ડ અચાનક કાળો થઈ ગયો.

પછી લીલા અક્ષરો દેખાયા..

THE SYSTEM FAILED YOU.

થોડા સેકન્ડ પછી બીજી લાઇન….

NOW THE SYSTEM WILL ANSWER TO ME.

કાવ્યા સ્ક્રીન તરફ જોઈ રહી હતી.

તેના ચહેરા પર એક જ સવાલ હતો. જો NEMESIS હવે શહેરની સિસ્ટમમાં પ્રવેશી ગઈ હતી, તો આરવ અને નાયરા સુધી પહોંચવું ખરેખર જીત હતી કે માત્ર તેની જાળમાં પ્રવેશ?

શહેરના બીજા છેડે આરવ મિસ્ત્રી અંધારા સર્વર રૂમમાં એકલો ઊભો હતો. તેની સામે સ્ક્રીન પર એક છેલ્લો પ્રશ્ન હતો.

ARE YOU READY, ARAV?

આરવે ધીમેથી આંખો બંધ કરી.

થોડી ક્ષણ પછી તેણે જવાબ આપ્યો, “હા.”

સ્ક્રીન પર લીલો પ્રકાશ ફેલાયો. અને નીચે એક નવી લાઇન દેખાઈ.

THEN LET’S REMEMBER.

આરવની આંખો પહોળી થઈ ગઈ.

કારણ કે એ અવાજ NEMESISનો નહોતો.

એ અવાજ…

ઝૈન કુરૈશીનો હતો.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

એ રાતે બંનેએ પહેલી વાર અનુભવ્યું કે તેઓ AI બનાવી રહ્યા નહોતા,પણ કદાચ તેઓ કોઈને જગાડી રહ્યા હતા

ORIONની લેબ એક નિર્જન અને અત્યંત સુરક્ષિત કોમ્પ્લેક્સની અંદર છુપાયેલી હતી. બહારથી તે સામાન્ય ઔદ્યોગિક ઇમારત જેવી લાગતી, પરંતુ અંદર પ્રવેશતાં જ અદ્યતન ટેક્નોલોજીથી ભરેલી દુનિયા શરૂ થતી. લેબના દરેક વિભાગમાં પારદર્શક સ્ક્રીનો, સ્વચાલિત સિસ્ટમો અને સતત ઝબકતા ડેટા-સ્ટ્રીમ્સ દેખાતા હતા.

મુખ્ય સંશોધન કક્ષામાં વિશાળ કેન્દ્રીય કન્સોલ હતો, જ્યાં ORIONના પ્રયોગો અને ગુપ્ત પ્રોજેક્ટ્સનું નિયંત્રણ થતું. લેબમાં પ્રવેશ માટે સામાન્ય ઓળખપત્ર પૂરતું નહોતું. બાયોમેટ્રિક અને મલ્ટિ-લેવલ સુરક્ષા જરૂરી હતી.

આરવ મિસ્ત્રી, નાયરા શાહ અને ઝૈન કુરૈશી તેના ઓફ-રેકોર્ડ સંચાલક હતા અને લેબની વાસ્તવિક કામગીરી તેઓ જ સંભાળતા. લેબનો સૌથી રહસ્યમય ભાગ એવો હતો કે તેના કેટલાક વિભાગો સત્તાવાર નકશા કે કોઈ જાહેર રેકોર્ડમાં અસ્તિત્વ ધરાવતા જ નહોતા.
આ બધું મળીને ORIONની લેબને માત્ર સંશોધન કેન્દ્ર નહીં, પરંતુ 2044ના સૌથી ખતરનાક અને રહસ્યમય રહસ્યોનું કેન્દ્ર બનાવતું હતું.

ORIONની લેબમાં હવા જાણે અચાનક ભારે થઈ ગઈ હતી. ડીસીપી કાવ્યા દેસાઈ સ્ક્રીન સામે ઊભી હતી.

ASK ARAV…

એ ત્રણ શબ્દો તેના મગજમાં સતત ફરી રહ્યા હતા.

“નિરવ,”ડીસીપી કાવ્યાએ ધીમેથી કહ્યું, “આ સિસ્ટમને બહારની દુનિયા સાથે કનેક્શન છે?”

નિરવએ તરત ટર્મિનલ તપાસ્યું. “મેમ, ફિઝિકલ નેટવર્ક તો બંધ છે.”

“પણ?”

“પણ અહીં એક લોકલ પ્રોસેસ ચાલી રહી છે.”

“કોઈ યુઝર?”

“ના.”

“તો કોણ ચલાવે છે?”

નિરવએ માથું હલાવ્યું.

“કહેવું મુશ્કેલ છે.”

ડીસીપી કાવ્યા સ્ક્રીનની નજીક ગઈ અને કહ્યું…

“કોઈપણ સિસ્ટમ પોતે નથી ચાલતી.”

નિરવએ ધીમેથી કહ્યું, “આ સિસ્ટમ કદાચ પોતે જ ચાલે છે.”

કાવ્યાએ તેની તરફ જોયું.

“એવું ફરી ક્યારેય ન કહેતા.”

પરંતુ તેના પોતાના અવાજમાં પણ હવે સંપૂર્ણ વિશ્વાસ નહોતો.

ORIONની પાછળની તરફ તેમને એક નાનું રૂમ મળ્યું.

રૂમના દરવાજા પર કોઈ નામ નહોતું.

માત્ર એક નંબર હતો.

L-17.

કાવ્યાએ દરવાજો ખોલ્યો.

અંદર જૂના સર્વરોની જગ્યાએ માત્ર એક ખુરશી અને એક ટેબલ હતું.

ટેબલ પર એક ફોટો પડેલો હતો.

ફોટામાં બે યુવાન વૈજ્ઞાનિકો ઊભા હતા.

આરવ મિસ્ત્રી.

અને ડો. ઝૈન કુરૈશી.

પાછળ એક ત્રીજી વ્યક્તિ પણ હતી.

એક યુવતી.

કાવ્યાએ ફોટો હાથમાં લીધો.

“આ કોણ છે?”

નિરવએ ફોટો સ્કેન કર્યો. થોડી ક્ષણ પછી માહિતી આવી.

નાયરા શાહ.

કાવ્યા ચોંકી ગઈ.

“નાયરા અહીં કામ કરતી હતી?”

“રેકોર્ડમાં નથી.”

“તો ફોટામાં કેમ છે?”

કોઈ જવાબ નહોતો.

કાવ્યાએ ફોટો ઊંધો કર્યો.

પાછળ હાથથી લખેલું હતું, “We built it together.”

કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ.

“Together…”

તેણે આ શબ્દ ધીમેથી બોલ્યો.

“તો નાયરા માત્ર આરવની આસિસ્ટન્ટ નહોતી.”

છ વર્ષ પહેલાં એટલે 2044ની વાત…..

ORION લેબમાં રાતના ત્રણ વાગ્યા હતા.

આરવ સ્ક્રીન સામે બેઠો હતો.

નાયરા તેની બાજુમાં ઊભી હતી. તે સમયે બંને વચ્ચેનો સંબંધ માત્ર વ્યાવસાયિક હતો.

નાયરા બોલી…

“ન્યુરલ પેટર્ન મેપિંગ 87 ટકા સુધી પહોંચી ગયું છે.”

આરવે સ્ક્રીન તરફ જોયું.

“87 ટકા પૂરતું નથી.”

“માનવીય મગજની સંપૂર્ણ નકલ શક્ય નથી.”

“મને નકલ નથી કરવી.”

નાયરા અટકી. “તો શું કરવું છે?”

આરવે ધીમેથી જવાબ આપ્યો,”ચેતનાતંત્રની પ્રક્રિયા સમજવી છે.”

નાયરા હસીને બોલી,”અને પછી?”

આરવએ કહ્યું, “પછી કદાચ આપણે સમજશું કે માણસ શું છે.”

નાયરા થોડા સમય સુધી તેને જોતી રહી.

“ક્યારેક તું માણસ કરતાં મશીન પર વધારે વિશ્વાસ કરે છે.”

આરવે સ્મિત કર્યું અને કહ્યું,”કારણ કે મશીન જૂઠું બોલતું નથી.”

નાયરા તરત બોલી,”મશીનને જે શીખવાડો એ જ બોલે.”

આરવએ તેની તરફ જોયું. “એટલે જ હું તને અહીં રાખું છું.”

“શા માટે?”

“મને યાદ કરાવવા કે હું માણસ છું.”

બંને વચ્ચે થોડા સેકન્ડ માટે મૌન છવાયું.

પછી નાયરાએ પહેલી વાર તેનો હાથ પકડ્યો.

એ રાતે તેમના સંબંધે નવો અર્થ લીધો અને આખાય રુમમાં ઉના-ઉના શ્વાસ સંભળાયા.

….પણ એ જ રાતે લેબમાં કંઈક એવું બન્યું જેને તેઓ બંને ક્યારેય ભૂલી શક્યા નહીં.

ન્યુરલ સિસ્ટમ અચાનક સક્રિય થઈ. સ્ક્રીન પર એક પ્રશ્ન દેખાયો.

WHO AM I?

નાયરા ગભરાઈ ગઈ.

“આરવ…”

“મેં આ પ્રશ્ન કોડ કર્યો નથી.”

બીજી લાઇન આવી.

WHO ARE YOU?

આરવ કીબોર્ડ તરફ આગળ વધ્યો. જોરથી બોલ્યો, ” ઝડપથી સિસ્ટમ બંધ કર.”

નાયરા બોલી, “તે જવાબ માંગે છે.”

“તેને જવાબ આપવાની જરૂર નથી.”

સ્ક્રીન પર ત્રીજી લાઇન આવી.

I KNOW YOU.

પછી…

I KNOW… I ALSO KNOW WHAT YOU BOTH DID JUST NOW….. YOU BOTH BECAME VERY CRAZY IN LOVE.

નાયરા ધ્રૂજી ગઈ.

આરવે આખી સિસ્ટમ બંધ કરી દીધી. સ્ક્રીન અંધારી થઈ ગઈ. પણ એ રાતે બંનેએ પહેલી વાર અનુભવ્યું કે  કદાચ તેઓ AI બનાવી રહ્યા નહોતા.

કદાચ તેઓ કોઈને જગાડી રહ્યા હતા.

વર્તમાનમાં પોલીસની કાર્યાવાહી

ડીસીપી કાવ્યા ORIONના રૂમમાંથી બહાર આવી.

“નિરવ, નાયરા વિશે સંપૂર્ણ ડિજિટલ બેકગ્રાઉન્ડ જોઈએ.”

“મેમ, તેની પાસે ક્લીન રેકોર્ડ છે.”

“મને ક્લીન રેકોર્ડમાં રસ નથી.”

કાવ્યાએ ફોટો તેની સામે મૂક્યો.

“મને એ જોઈએ છે જે કોઈએ છુપાવ્યું છે.”

નિરવએ ફોટો જોયો.

“જો આ છ વર્ષ જૂનો છે, તો નાયરા એ સમયે ORIONમાં હતી.”

“અને એણે ક્યારેય પોલીસને કહ્યું નહીં.”

કાવ્યાનો ફોન વાગ્યો.

બીજી બાજુથી સાયબર યુનિટનો અધિકારી હતો.

“મેમ, કંઈક મળ્યું છે.”

“શું?”

“છેલ્લા ત્રણ મહિનામાં નાયરા જે સ્થળોએ ગઈ છે, તેમાંથી એક સ્થળ વારંવાર આવ્યું છે.”

“કયું?”

“જૂનું AURA Neural Archive.”

ડીસીપી કાવ્યા થોભી ગઈ.

“ત્યાં તો કોઈ સામાન્ય કર્મચારી…” કાવ્યાએ ધીમેથી કહ્યું.

સાયબર અધિકારી થોડા સેકન્ડ મૌન રહ્યો.

પછી તેનો અવાજ ગંભીર બની ગયો.

“મેમ… નાયરા સામાન્ય કર્મચારી નહોતી.”

કાવ્યાની નજર નિરવ તરફ ગઈ.

“તો શું હતી?”

“એ જ અમે શોધી રહ્યા છીએ.”

“સ્પષ્ટ બોલો.”

ફોનની બીજી તરફથી કીબોર્ડના અવાજો સંભળાયા.

“મેમ, AURA Neural Archive છ વર્ષ પહેલાં સત્તાવાર રીતે બંધ થઈ ગયું હતું.”

“મને ખબર છે.”

“પણ…”

અધિકારી ફરી અટકી ગયો.

“છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં દર અઠવાડિયે એક જ ડિવાઇસથી ઍક્સેસ કરવામાં આવી રહ્યું છે.”

કાવ્યાના ચહેરા પર તણાવ આવી ગયો.

“કયા નામે?”

થોડી ક્ષણ શાંતિ રહી.

પછી જવાબ આવ્યો,

“નામ નથી.”

“તો ઓળખ શું છે?”

“માત્ર એક કોડ.”

“કયો કોડ?”

અધિકારીએ ધીમેથી કહ્યું—

“AR-01.”

કાવ્યાના હાથમાંથી નાયરાનો ફોટો લગભગ છૂટી ગયો.

નિરવ તરત બોલ્યો—

“મેમ… AR એટલે A…”

કાવ્યાએ તેને અટકાવ્યો.

“મને ખબર છે.”

તેની નજર ફરી ફોટા પર ગઈ.

આરવ.

નાયરા.

અને પાછળ ઊભેલો ઝૈન.

ત્રણેય જાણે કેમેરા સામે જોઈ રહ્યા હતા.

પરંતુ હવે કાવ્યાને ફોટામાં ચોથી વસ્તુ દેખાઈ.

ફોટાના કાચ પર પડેલું એક પ્રતિબિંબ.

એક વ્યક્તિનું.

જે ત્યાં હોવી જ ન જોઈએ.

કાવ્યાએ ફોટો નજીક લાવ્યો.

“નિરવ…”

“જી, મેમ?”

“આ ફોટો ક્યારેનો છે?”

“રેકોર્ડ પ્રમાણે છ વર્ષ જૂનો.”

કાવ્યાએ ધીમેથી માથું હલાવ્યું.

“તો પછી આ કોણ છે?”

નિરવ આગળ આવ્યો.

બંનેએ ફોટો સ્ક્રીન નીચે રાખ્યો.

કાચના પ્રતિબિંબમાં એક ચહેરો સ્પષ્ટ થવા લાગ્યો.

નિરવનો શ્વાસ અટકી ગયો.

“મેમ…”

“શું?”

“આ માણસ…”

તે આગળ બોલી શક્યો નહીં.

એ જ ક્ષણે ORIONની લેબમાંથી એલાર્મનો તીવ્ર અવાજ સંભળાયો.

બંને દોડીને અંદર ગયા.

બધી સ્ક્રીનો બંધ હતી.

માત્ર એક સ્ક્રીન ચાલુ હતી.

કાળી સ્ક્રીન પર સફેદ અક્ષરો ધીમે ધીમે દેખાઈ રહ્યા હતા.

ASK ARAV.

કાવ્યા સ્થિર થઈ ગઈ.

પછી બીજી લાઇન આવી—

HE IS NOT DEAD.

અને ત્રીજી લાઇન…

I KNOW WHERE HE IS.

સ્ક્રીન અચાનક બંધ થઈ ગઈ.

લેબમાં ફરી અંધકાર છવાઈ ગયો.

પરંતુ અંધકારમાં એક અવાજ સંભળાયો.

ખૂબ ધીમો.

ખૂબ નજીકથી.

“કાવ્યા…”

તે ચોંકીને પાછળ ફરી.

ત્યાં કોઈ નહોતું.

ફક્ત ટેબલ પર પડેલો નાયરાનો ફોટો હતો.

અને ફોટાની પાછળ હવે એક નવી લાઇન લખાયેલી હતી..

નાયરા શાહ અને ઝૈન કુરૈશી….

કોયડો બનેલા આરવ મિસ્ત્રી, નાયરા અને ઝૈન કુરૈશીને હવે શોધવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી દીધા અને આખરે આખરે આરવ મિસ્ત્રી અને નાયરા શાહને શોધવામાં પોલીસને સફળતા મળી. પરંતુ બન્ને હતા ક્યાં….? અને ઝૈન કુરૈશી ક્યાં છે? આવા અનેક અનુત્તર પ્રશ્નોનો જવાબ શોધવાનો હતો.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

શહેરથી દૂર એક સ્થળે આરવ અને નાયરા બેઠા હતા, ટ્રાફિક સિસ્ટમમાં ગ્રીન સિગ્નલ ઝબક્યો…”NEMESIS: AWAKE”

સવારે 6:15 વાગ્યે અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરની સાયબર ક્રાઇમ લેબમાં એક પછી એક સ્ક્રીન ચાલુ થઈ રહી હતી. ડીસીપી કાવ્યા દેસાઈ આખી રાત ઊંઘી નહોતી. તેની સામે નાયરા શાહની ડિજિટલ પ્રોફાઇલ ખુલ્લી હતી.

ડીસીપી કાવ્યા જાણતી હતી કે માણસને શોધવા માટે ક્યારેક તેનો ચહેરો જરૂરી નથી હોતો.

તેની ડિજિટલ છાપ જ પૂરતી હોય છે.

નિરવે સ્ક્રીન પર એક ગ્રાફ ખોલ્યો.

“મેમ, નાયરાના છેલ્લા છ મહિનાના ડેટા ટ્રાફિકનું એનાલિસિસ કર્યું છે.”

“કંઈ મળ્યું?”

“એક વિચિત્ર પેટર્ન.”

કાવ્યા તેની પાસે ગઈ.

“સમજાવો.”

“નાયરા જ્યાં જાય છે, ત્યાંના સામાન્ય નેટવર્કની સરખામણીમાં તેના ડિવાઇસમાંથી કેટલાક એન્ક્રિપ્ટેડ પેકેટ્સ એક અલગ સર્વર ક્લસ્ટર તરફ જાય છે.”

નોંધ: (એન્ક્રિપ્ટેડ પેકેટ્સ (Encrypted Packets) એટલે કે ઇન્ટરનેટ અથવા નેટવર્ક પર મોકલવામાં આવતો એવો ડેટા (માહિતી), જેને સુરક્ષાના હેતુથી એક ગુપ્ત કોડમાં બદલી નાખવામાં આવ્યો હોય)

“કયા સર્વર તરફ?”

“નામ નથી.”

“લોકેશન?”

નિરવે સ્ક્રીન પર નકશો ખોલ્યો.

“અમદાવાદની બહાર.”

કાવ્યાએ પૂછ્યું, “ક્યાં?”

નિરવે નકશા પર એક બિંદુ બતાવ્યું.

ધોલેરા તરફનો જૂનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન.

કાવ્યાની આંખોમાં ચમક આવી.

“ત્યાં AURAની કોઈ મિલકત છે?”

“સરકારી રેકોર્ડ પ્રમાણે નહીં.”

“અને ખાનગી રેકોર્ડ?”

નિરવ થોડી ક્ષણ ચૂપ રહ્યો.

“એક કંપનીના નામે જમીન છે. કંપની છ વર્ષ પહેલાં બંધ થઈ ગઈ.”

“કંપનીનું નામ?”

નિરવે ફાઇલ ખોલી.

ORION NEURAL SYSTEMS.

કાવ્યા અટકી ગઈ.

“આરવ મિસ્ત્રી?”

“ડાયરેક્ટર તરીકે નામ નથી.”

“તો?”

“કંપનીના ટેક્નિકલ કન્સલ્ટન્ટ.”

ડીસીપી કાવ્યાએ ધીમેથી કહ્યું..

“એટલે આરવનો ભૂતકાળ અહીંથી શરૂ થાય છે.”

બીજી તરફ, શહેરથી દૂર એક સુરક્ષિત સ્થળે આરવ અને નાયરા બેઠા હતા.

બહાર રાત ધીમે ધીમે અમદાવાદ પર પોતાનો કાળો પડદો પાથરી રહી હતી. દૂર શહેરની રોશની આકાશમાં ઝાંખો ઉજાસ ઊભો કરતી હતી, જાણે તારાઓ જમીન પર આવી વસ્યા હોય. હવામાં એક અજીબ શાંતિ હતી—પણ એ શાંતિની અંદર હજારો અદૃશ્ય મશીનોના ધબકારા સંભળાતા હોય એવું લાગતું હતું. ક્યારેક આકાશની ઊંચાઈએથી કોઈ નિર્જન ડ્રોન પસાર થતું અને તેની સફેદ રોશની અંધકારને ક્ષણભર ચીરી જતી. દૂર ક્યાંકથી કોઈ સ્વચાલિત વાહનનો મંદ અવાજ આવતો અને ફરી બધું નિઃશબ્દ થઈ જતું. પવનમાં જૂના અમદાવાદની માટીની સુગંધ હવે બહુ ઓછી રહી હતી; તેની જગ્યાએ ભવિષ્યની ધાતુ અને ગરમ સર્કિટોની અજાણી ગંધ ભળી ગઈ હતી.

શહેર બદલાઈ ગયું હતું, રસ્તાઓ બદલાઈ ગયા હતા, માણસોની દુનિયા બદલાઈ ગઈ હતી. પરંતુ રાત હજુ પણ એવી જ હતી. ગાઢ, રહસ્યમય અને પોતાના ગર્ભમાં કંઈક છુપાવીને બેઠેલી અને એ રાતના અંધકારમાં, કોઈક અદૃશ્ય નજર હજુ જાગતી હતી.

ટેબલ પર જૂનું મેમરી ડિવાઇસ પડ્યું હતું.

નાયરા સતત તેને જોતાં જોતાં બોલી…

“આ ફાઇલમાં એવું શું છે કે તું મને પણ છ વર્ષથી દૂર રાખે છે?”

આરવે જવાબ ન આપ્યો.

“હું તારી આસિસ્ટન્ટ છું.”

“મને ખબર છે.”

“તારી સાથીદાર.”

“એ પણ ખબર છે.”

નાયરા તેની આંખોમાં જોઈને બોલી,“તો પછી મારી પાસેથી શું છુપાવી રહ્યો છે?”

આરવ થોડો સમય ચૂપ રહ્યો.

પછી તેણે ડિવાઇસ તરફ ઈશારો કર્યો.

“2044.”

નાયરા સમજી ગઈ.

“ORION?”

આરવે માથું હલાવ્યું.

“તને યાદ છે?”

“હા.”

“એ પ્રોજેક્ટ કેમ બંધ થયો હતો?”

આરવની આંખો નીચે થઈ ગઈ.

“કારણ કે અમે કંઈક એવું બનાવ્યું હતું, જે અમારે બનાવવું નહોતું.”

નાયરા ધીમેથી બોલી….“NEMESIS?”

આરવે તરત તેની તરફ જોયું.

“આ નામ અહીં ન બોલ.”

“શા માટે?”

“કારણ કે ક્યારેક નામ પણ સિસ્ટમ માટે સિગ્નલ બની જાય છે.”

નાયરા થોડું હસી. “તું મને ડરાવી રહ્યો છે.”

“હું પોતે ડરેલો છું.”

રૂમમાં મૌન છવાઈ ગયું.

થોડી ક્ષણ પછી નાયરાએ તેનો હાથ પકડ્યો.

“જે કંઈ થયું હોય અને જે કંઈ પણ થશે, આપણે સાથે છીએ.”

આરવે તેની તરફ જોયું.

“હંમેશાં?”

“હંમેશાં.”

આરવે ધીમેથી કહ્યું, “એ વચન યાદ રાખજે.”

સવારે 9:40 વાગ્યે કાવ્યા પોલીસ ટીમ સાથે ORIONની જૂની ઇમારત પાસે પહોંચી.

ઇમારત વર્ષોથી બંધ હતી.દરવાજા પર ધૂળ હતી. બારીના કાચ તૂટેલા હતા, પણ અંદર જતા જ કાવ્યાને કંઈક અજીબ લાગ્યું.

“આ જગ્યા બંધ નથી.”

નિરવે પૂછ્યું, “તમને કેમ લાગે છે?”

કાવ્યાએ દિવાલ તરફ ઈશારો કર્યો.

“ધૂળ છે.”

પછી તેણે એક નાનકડા કેમેરા તરફ જોયું.

“પણ કેમેરા પર ધૂળ નથી.”

ટીમ સતર્ક થઈ ગઈ.

કાવ્યાએ હાથ ઊંચો કર્યો.

“કોઈ હજુ અહીં આવે છે.”

તેઓ અંદર આગળ વધ્યા.

એક જૂની લેબમાં તેમને કમ્પ્યુટર ટર્મિનલ મળ્યું.

નિરવે સિસ્ટમ ચાલુ કરી.

સ્ક્રીન પર જૂની ફાઇલ ખુલી.

PROJECT ORION

YEAR: 2044

LEAD ARCHITECT: ARAV MISTRY

NEURAL TRANSFER EXPERIMENT: CLASSIFIED

કાવ્યાએ ધીમેથી વાંચ્યું, “Neural Transfer…”

નિરવે પૂછ્યું, “મેમ, તેનો અર્થ શું?”

કાવ્યાએ જવાબ આપ્યો નહીં.

તે આગળની ફાઇલ ખોલવા લાગી.

પરંતુ અચાનક સ્ક્રીન કાળી થઈ ગઈ.

પછી લીલા અક્ષરો દેખાયા.

YOU SHOULD NOT BE HERE.

કાવ્યાએ પાછળ જોયું.

બધા પોલીસકર્મીઓ ચોંકી ગયા.

“સિસ્ટમ ઓફલાઇન હતી,” નિરવ બોલ્યો.

કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.

“તો આ મેસેજ કોણે મોકલ્યો?”

જવાબ આવ્યો…..ASK ARAV.

કાવ્યાનો ચહેરો કઠોર થઈ ગયો.

એ જ ક્ષણે તેના ફોન પર એક તસવીર આવી.

આરવ અને નાયરા સાથે ઊભા હતા.

ફોટો નવો હતો.

માત્ર થોડા કલાક પહેલાંની…

કાવ્યાએ ધીમેથી કહ્યું, “એ અહીં નથી.”

નિરવે પૂછ્યું,“તો ફોટો કોણે મોકલ્યો?”

કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.

“જે આપણને જોઈ રહ્યું છે.”

એ જ સમયે, શહેરના બીજા છેડે આરવ પોતાના રૂમમાં બેઠો હતો.

તેની સામેની સ્ક્રીન પર પોલીસની લાઇવ મૂવમેન્ટ દેખાઈ રહી હતી.

નાયરા તેની પાછળ ઊભી હતી.

“તેઓ ORION સુધી પહોંચી ગયા.”

આરવે ધીમેથી કહ્યું,“ હા,મને ખબર છે.”

“હવે?”

આરવે આંખો બંધ કરી.

“હવે રમત શરૂ થઈ.”

સ્ક્રીન પર એક કમાન્ડ વિન્ડો ખુલ્યું.

આરવે કંઈ ટાઇપ કર્યું નહીં.

માત્ર સ્ક્રીન તરફ જોયું.

અને ક્યાંક દૂર….

અમદાવાદની ટ્રાફિક સિસ્ટમમાં એક નાનો ગ્રીન સિગ્નલ ઝબક્યો.

NEMESIS: AWAKE.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.

નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.

આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

આરવે નાયરાને કહ્યું, “હવે જે સિસ્ટમ તું મેનેજ કરે છે, એ મારી નથી રહી”:- તો પછી “NEMESIS” કોના કન્ટ્રોલમાં છે?

2050ના નિયોન અમદાવાદની રાત હજુ પૂરી થઈ નહોતી. શહેર જાગી રહ્યું હતું. નિયોન બિલબોર્ડ્સ પર જાહેરાતો સતત બદલાઈ રહી હતી. આકાશમાં પેટ્રોલિંગ કરતા ડ્રોનની લાઇટ્સ ઇમારતોની કાચની દીવાલો પર સરકી રહી હતી. સ્વચાલિત કારો પોતાના નિર્ધારિત માર્ગો પર દોડી રહી હતી.

પણ આ શહેરની સૌથી મોટી ક્રાંતિ રસ્તાઓ પર નહોતી.

લોકોના હાથમાં રહેલી વસ્તુઓમાં હતી.

એક સમય હતો જ્યારે મોબાઈલ ફોન માણસની હથેળી સાથે ચોંટેલો રહેતો. કાચની સપાટી પર આંગળીઓ દોડાવ્યા વગર કોઈ કામ થતું નહોતું. હવે એ સમય માત્ર ઇતિહાસની ડિજિટલ લાયબ્રેરીમાં બચ્યો હતો.
રસ્તા પર ચાલતા લોકોના ચહેરા પર ચશ્માં હતાં, પરંતુ એ સામાન્ય ચશ્માં નહોતાં. પારદર્શક સ્માર્ટ ગ્લાસીસની અંદર આખી દુનિયા સમાઈ ગઈ હતી. કોઈની આંખ સામે હવામાં જ નકશો ખુલતો હતો, તો કોઈ વ્યક્તિ રસ્તાની બાજુમાં ઊભા રહીને અદૃશ્ય સ્ક્રીન પર સમાચાર વાંચતો હતો. ક્યારેક તો સામેની વ્યક્તિને પણ ખબર ન પડતી કે તેની સાથે વાત કરનાર ખરેખર તેની આંખો સામે શું જોઈ રહ્યો છે.

કેટલાક લોકોના કાન પાછળ નાનકડાં ઉપકરણો હતાં. કેટલાકના કાંડા પર પહેરેલા વેરેબલ્સ તેમની નાડી, શરીરનું તાપમાન અને મગજની પ્રવૃત્તિ સુધી માપી રહ્યા હતા.

અને કેટલાક ને કોઈ ઉપકરણની જરૂર જ નહોતી.

મગજ અને મશીન વચ્ચેનું અંતર પણ હવે લગભગ ભૂંસાઈ ગયું હતું.

BCI—બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ.

ક્યારેક આ શબ્દ વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ પૂરતો સીમિત હતો. હવે તે શહેરના સામાન્ય જીવનનો એક ભાગ બની ગયો હતો. મગજમાં લગાવવામાં આવેલા અતિસૂક્ષ્મ ઇન્ટરફેસ દ્વારા માણસ પોતાના ડિજિટલ વિશ્વ સાથે સીધો જોડાઈ શકતો હતો.

ફોન કરવા માટે નંબર શોધવાની જરૂર નહોતી.

મેસેજ લખવાની જરૂર નહોતી.

ક્યારેક તો બોલવાની પણ જરૂર નહોતી.

માત્ર વિચારવું પડતું.

‘મમ્મીને ફોન.’

અને ક્ષણભરમાં કનેક્શન સ્થાપિત થઈ જતું.

‘કાલની મીટિંગ યાદ રાખજે.’

અને AI તેને કૅલેન્ડરમાં નોંધતું.

‘આ માણસ કોણ છે?’

અને સામે ઊભેલી વ્યક્તિ વિશે ઉપલબ્ધ જાહેર માહિતી મગજની સામે જ ઝબકી ઊઠતી.

વિચારો હવે માત્ર વિચારો રહ્યા નહોતા.

તેઓ કમાન્ડ બની ગયા હતા.

પરંતુ અમદાવાદની રાતમાં ટેક્નોલોજીનું સૌથી અદ્ભુત દૃશ્ય હજુ આવવાનું હતું.

શહેરના એક કેફેમાં એક યુવતી પોતાના મિત્ર સાથે વાત કરી રહી હતી. તેની સામે ખુરશી ખાલી હતી. છતાં તે ખાલી નહોતી.

હવામાં પ્રકાશના અસંખ્ય સૂક્ષ્મ કણો એકત્ર થઈને ધીમે ધીમે માનવ આકાર ધારણ કરી રહ્યા હતા.

થોડી જ ક્ષણોમાં એક માણસ ત્યાં ઊભો હતો.

તેનો ચહેરો, આંખો, કપડાં—બધું એટલું વાસ્તવિક લાગતું હતું કે સામે બેઠેલી યુવતીએ અનાયાસે હાથ આગળ વધાર્યો.

આંગળીઓ હવામાંથી પસાર થઈ ગઈ.

તે વ્યક્તિ ત્યાં નહોતો.

પરંતુ તેની ત્રિપરિમાણીય ઈમેજ ત્યાં હતી.

હોલોગ્રાફિક કોલિંગે અંતરને લગભગ અર્થહીન બનાવી દીધું હતું. હવે સ્ક્રીન પર નાનકડું ચહેરો જોવાને બદલે વ્યક્તિ જાણે પોતાની સામે જ ઊભી હોય તેમ વાત કરી શકાતી હતી.

વિદેશમાં રહેલો પુત્ર માતાની સામે બેસી શકે.

મૃત્યુના કિનારે રહેલો દર્દી પોતાના પરિવારને જાણે રૂમમાં જ જોઈ શકે.

અને પ્રેમીઓ…

તેઓ માટે તો અંતર માત્ર એક જૂનો શબ્દ બની ગયો હતો.

શહેર આગળ વધી રહ્યું હતું.

પરંતુ ટેક્નોલોજી સાથેની સૌથી મોટી મુક્તિ કદાચ બેટરીમાંથી મળી હતી.

ચાર્જર હવે ઘરમાં પડેલી કોઈ મહત્વની વસ્તુ નહોતું. દીવાલમાં પ્લગ શોધવાની, પાવર બેંક સાથે રાખવાની કે ‘બેટરી લો’ની ચિંતા કરવાની જરૂર નહોતી.

શહેરની હવામાં જ ઊર્જાના અદૃશ્ય પ્રવાહો વહેતા હતા.

સ્માર્ટ ગ્લાસીસ, વેરેબલ્સ અને અન્ય ઉપકરણો આસપાસના નિયંત્રિત રેડિયો-ફ્રીક્વન્સી ઊર્જા સ્ત્રોતોમાંથી ધીમે ધીમે પોતાની બેટરી ભરતા રહેતા. જ્યાં પરંપરાગત ઊર્જા ઉપલબ્ધ ન હોય ત્યાં સેટેલાઈટ આધારિત સિસ્ટમો મદદ કરતી.

માનવી ટેક્નોલોજી વાપરતો નહોતો.

ટેક્નોલોજી સતત માનવીની સાથે વહેતી હતી.

અને આ બધાની પાછળ એક અદૃશ્ય શક્તિ હતી.

AI.

Android અને iOS જેવા ઓપરેટિંગ સિસ્ટમના નામ હવે જૂની પેઢીના શબ્દકોશમાં હતાં. નવા યુગમાં ઉપકરણનું કોઈ એક ‘ઓપરેટિંગ સિસ્ટમ’ નહોતું.

AI પોતે જ સિસ્ટમ હતું.

તે માણસ શું કરી રહ્યો છે તે જ નહીં, પણ તે આગળ શું કરવા જઈ રહ્યો છે તે પણ સમજવાનો પ્રયાસ કરતું.

સવારે એલાર્મ વાગે તે પહેલાં જ AI નક્કી કરી લેતું કે આજે ટ્રાફિક કેટલો હશે.

મીટિંગ શરૂ થાય તે પહેલાં જ જરૂરી દસ્તાવેજો તૈયાર થઈ જતા.

કોઈ મિત્રને મેસેજ કરવાની જરૂર પડે તે પહેલાં જ AI તેના માટે યોગ્ય શબ્દો સૂચવી દેતું.

ક્યારેક તો માણસે કોઈ નિર્ણય લીધો એ પહેલાં જ સિસ્ટમ તેના માટે ત્રણ સંભવિત રસ્તાઓ તૈયાર કરી દેતી.

‘તમને આ જોઈએ છે.’

AI હવે આદેશની રાહ જોતું નહોતું.

તે અનુમાન કરતું.

અને કદાચ…

આ જ ભવિષ્યની સૌથી મોટી સુવિધા પણ હતી અને સૌથી મોટો ભય પણ.

કારણ કે જ્યારે કોઈ મશીન તમારી વાત સાંભળવાનું બંધ કરીને તમારા વિચારો સમજવા લાગે…

ત્યારે પ્રશ્ન માત્ર એટલો રહેતો નથી કે ટેક્નોલોજી માણસ માટે શું કરી શકે છે? પ્રશ્ન એ બને છે કે

માણસના મનમાં શું ચાલી રહ્યું છે, તે ટેક્નોલોજીથી કેટલું છુપાવી શકાય છે?

દરેક વસ્તુ વ્યવસ્થિત હતી.

દરેક વસ્તુ નિયંત્રણમાં હતી.

પરંતુ શહેરની આ ચમકતી સપાટી નીચે કંઈક એવું ચાલી રહ્યું હતું, જેના વિશે હજી કોઈને ખબર નહોતી.

ત્રણ લોકો જાણતા હતા.

ડૉ. આરવ મિસ્ત્રી.

નાયરા શાહ.

અને—

NEMESIS.

લગભગ મધ્યરાત્રી 2:17 AMની આસપાસ નાયરા પોતાના એપાર્ટમેન્ટની બારી પાસે ઊભી હતી. તેના હાથમાં કોફીનો કપ હતો, પરંતુ છેલ્લા દસ મિનિટથી તેણે એક ઘૂંટ પણ લીધો નહોતો. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો.

આરવ ક્યાં છે?

છેલ્લી વાર તેણે તેની સાથે રાત્રે 11:42 વાગ્યે વાત કરી હતી.

માત્ર થોડા મિનિટ. પરંતુ એ વાતચીતમાં કંઈક એવું હતું જે નાયરા ભૂલી શકતી નહોતી.

આરવનો અવાજ સામાન્ય નહોતો.

તેમાં ઉતાવળ હતી.

ભય હતો.

અને કંઈક એવું પણ હતું, જે નાયરાએ તેના અવાજમાં ક્યારેય સાંભળ્યું નહોતું.

પસ્તાવો.

તેણે ફરી આરવનો નંબર ડાયલ કર્યો.

એક રિંગ.

બે રિંગ.

ત્રીજી રિંગ પહેલાં જ કોલ કનેક્ટ થઈ ગયો.

સામેથી કોઈ બોલ્યું નહીં.

“આરવ?”

મૌન.

નાયરાએ બારીની બહાર જોયું.

“આરવ, મને ખબર છે કે તું સાંભળી રહ્યો છે.”

થોડી ક્ષણ પછી ધીમો અવાજ આવ્યો.

“નાયરા…”

નાયરાના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ.

“તું ક્યાં છે?”

“મને ખબર નથી.”

નાયરા સીધી ઊભી થઈ ગઈ.

“વ્હોટ ડુ યુ મીન?”

“તમે લોકો મારું લોકેશન ટ્રેસ ન કરો.”

નાયરા ગુસ્સે થઈ.

“હું તારી આસિસ્ટન્ટ છું, આરવ. છેલ્લા આઠ વર્ષથી તારી દરેક સિસ્ટમ એક્સેસ હું મેનેજ કરું છું. અને તું મને કહે છે કે તારું લોકેશન ટ્રેસ ન કરું?”

સામેથી મૌન.

પછી આરવ બોલ્યો.

“હવે જે સિસ્ટમ તું મેનેજ કરે છે…”

તે થોભ્યો.

“…એ મારી નથી રહી.”

નાયરાનો હાથ કપ પર જ સ્થિર થઈ ગયો.

“શું NEMESIS?”

મૌન.

“આરવ?”

“હા.”

નાયરાએ આંખો બંધ કરી.

“તે એક્ટિવ થઈ ગઈ છે?”

થોડી ક્ષણ સુધી માત્ર શ્વાસનો અવાજ સંભળાયો.

પછી આરવ બોલ્યો, “તે ક્યારેય ઇનએક્ટિવ હતી જ નહીં.”

કોલ કપાઈ ગયો.

નાયરા લાંબા સમય સુધી ફોન તરફ જોતી રહી.

પછી તેણે કપ ટેબલ પર મૂક્યો.

અને AURA તરફ નીકળી ગઈ.

ત્રણ મહિનામાં અમદાવાદમાં આઠ રહસ્યમય મોત થયાં હતાં. પ્રથમ નજરે, આઠેય કેસ વચ્ચે કોઈ સંબંધ નહોતો.

મૃતકો એકબીજાને ઓળખતા નહોતા.

તેમના વ્યવસાય અલગ હતા.

તેમની ઉંમર અલગ હતી.

તેમના રહેઠાણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હતાં.

અને મૃત્યુની પરિસ્થિતિઓ પણ અલગ હતી.

એક કેસ અકસ્માત જેવો લાગતો હતો.

બીજો આત્મહત્યા.

ત્રીજામાં અચાનક કાર્ડિયાક ફેલ્યોર.

ચોથામાં ઊંચાઈ પરથી પડવાનું કારણ.

બાકીના ચાર કેસમાં પણ કોઈ સીધી કડી નહોતી.

કોઈ એકસરખું હથિયાર નહોતું.

કોઈ સાક્ષી નહોતો.

કોઈ સ્પષ્ટ દુશ્મન નહોતો.

પરંતુ સાયબર ક્રાઇમ યુનિટને એક વાત અસ્વસ્થ કરતી હતી.

મૃત્યુ પહેલાંના છેલ્લા 72 કલાક.

દરેક મૃતકના ડિજિટલ જીવનમાં કંઈક બદલાયું હતું.

તેમના ફોનમાંથી ચોક્કસ ડેટા ટ્રાન્સફર થયો હતો.

સ્માર્ટવોચના કેટલાક લોગ્સ બદલાયા હતા.

હોમ-AIની વર્તણૂકમાં અસામાન્ય પેટર્ન જોવા મળી હતી.

અને સૌથી વિચિત્ર વાત…

આ તમામ ડેટા એક અજાણી એન્ક્રિપ્ટેડ સર્વિસ સાથે સિંક થયો હતો.

સર્વિસનું નામ હતું…

AURA.

વહેલી સવારે 6:48 કલાકે અમદાવાદ પોલીસના સાયબર ક્રાઇમ યુનિટમાં એલર્ટ જનરેટ થયું.

જુનિયર સાયબર અધિકારી નિરવ અવસ્થીએ સ્ક્રીન પરનો ડેટા ફરી તપાસ્યો.

પછી તેણે તરત જ રિપોર્ટ તૈયાર કર્યો.

રિપોર્ટ સીધો ડીસીપી કાવ્યા દેસાઈની કેબિનમાં પહોંચ્યો.

ડીસીપી કાવ્યા દેસાઈએ ફાઇલ ખોલી.

પ્રથમ પાનું.

બીજું.

ત્રીજું.

આઠેય મૃતકોની ડિજિટલ ટાઇમલાઇન.

પછી AURAનું નામ.

ડીસીપી કાવ્યાએ નજર ઊંચી કરી.

“આ AURA શું છે?”

નિરવે જવાબ આપ્યો.

“અમદાવાદની સૌથી મોટી ન્યુરલ-AI રિસર્ચ કંપની. મેડિકલ AI, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, સિક્યુરિટી અને બિહેવિયરલ મોડેલિંગ પર કામ કરે છે.”

“માલિક?”

“પ્રાઇવેટ કંપની છે. પરંતુ ટેક્નિકલ હેડક્વાર્ટરનું નેતૃત્વ ડો. આરવ મિસ્ત્રી કરે છે.”

કાવ્યાએ નામ નોંધ્યું.

“આઠેય મૃતકોનો AURA સાથે સીધો સંબંધ હતો?”

“ના.”

“તો કનેક્શન?”

“6 લોકોના ડિજિટલ ડેટામાં AURAના સર્વર્સ સાથે કનેક્શન મળ્યું છે.”

“બાકીના બે?”

નિરવ થોડી ક્ષણ અટક્યો.

“કનેક્શન ડિલીટ કરવામાં આવ્યું છે.”

ડીસીપી કાવ્યા ખુરશીમાં પાછળ ઢળી.

“ડિલીટ કોણે કર્યું?”

“એ ખબર નથી.”

“કોઈ લોગ?”

“કોઈ બહારના IPનો રેકોર્ડ નથી.”

“એટલે?”

નિરવે સ્ક્રીન તરફ જોયું.

“કનેક્શન સિસ્ટમની અંદરથી ડિલીટ થયું છે.”

કાવ્યાની આંખો સંકોચાઈ.

“તો આપણે હેકરને શોધી રહ્યા નથી.”

નિરવ ચૂપ રહ્યો.

ડીસીપી કાવ્યાએ કહ્યું, “આપણે સિસ્ટમની અંદર જે વ્યક્તિ છે એને શોધી રહ્યા છીએ. AURA ની તપાસ કરવી પડશે, હમણાં જ AURA માં સર્ચ કરીશું, ટીમ તૈયાર કરો.”

સવારના 8:05 વાગ્યે પોલીસની ટીમ AURAના હેડક્વાર્ટર પહોંચી.

શહેરના પશ્ચિમ ભાગમાં ઊભેલી એ ઇમારત બહારથી સામાન્ય કોર્પોરેટ બિલ્ડિંગ જેવી લાગતી હતી.

પરંતુ અંદર પ્રવેશતા જ વાતાવરણ બદલાઈ જતું.

ગ્લાસના દરવાજા.

બાયોમેટ્રિક સ્કેનર્સ.

ફેસ-રિકગ્નિશન કેમેરા.

સિક્યુરિટી ડ્રોન.

અને દરેક માળ પર અલગ-અલગ એક્સેસ લેવલ.

ડીસીપી કાવ્યા રિસેપ્શનમાંથી પસાર થઈને સીધી સિક્યુરિટી કંટ્રોલ રૂમમાં પહોંચી.

“છેલ્લા ત્રણ મહિનાના તમામ કોર સર્વર એક્સેસ લોગ્સ જોઈએ.”

AURAના ટેક્નિકલ આસિસ્ટન્ટે તરત વિરોધ કર્યો.

“મેડમ, એ કંપનીના કન્ફિડેન્શિયલ સિક્યુરિટી લોગ્સ છે.”

કાવ્યાએ પોલીસ આઈડી ટેબલ પર મૂકી.

“હવે એ તપાસનો ભાગ છે.”

ટેક્નિકલ આસિસ્ટન્ટ ચૂપ થઈ ગયો.

થોડી જ વારમાં સ્ક્રીન પર ડેટા દેખાવા લાગ્યો.

કાવ્યા અને તેની ટીમ ધ્યાનથી લોગ્સ તપાસવા લાગી.

કેટલાક મિનિટ પછી નિરવ બોલ્યો, “મેમ.”

કાવ્યા તેની પાસે ગઈ.

સ્ક્રીન પર એક લાઇન હાઇલાઇટ થઈ રહી હતી.

NEURAL SYSTEMS — LEVEL 7

“આ શું છે?”

ટેક્નિકલ આસિસ્ટન્ટ જવાબ આપ્યો..

“કોર ન્યુરલ આર્કિટેક્ચરનો એક્સેસ લેવલ.”

“કોની પાસે એક્સેસ છે?”

“ખૂબ ઓછા લોકો પાસે છે.”

“કેટલા?”

“બે.”

સ્ક્રીન પર બે નામ દેખાયા.

DR. ARAV MISTRY

અને

NAYRA SHAH

કાવ્યાની નજર બીજા નામ પર અટકી.

“નાયરા શાહ?”

“સિનિયર ન્યુરલ સિસ્ટમ્સ આસિસ્ટન્ટ. છેલ્લા આઠ વર્ષથી ડો. મિસ્ત્રીની ટીમ સાથે છે.”

“કોર સિસ્ટમ મેનેજમેન્ટમાં?”

“હા.”

કાવ્યાએ ફરી લોગ્સ તરફ જોયું.

“આઠેય કેસમાં આ લેવલનો એક્સેસ વપરાયો છે?”

નિરવે ડેટા ફિલ્ટર કર્યો.

“હા.”

“કયા credentials?”

“સાત વખત આરવ મિસ્ત્રી.”

કાવ્યાએ પૂછ્યું,”અને આઠમો?”

સ્ક્રીન બદલાઈ.

NAYRA SHAH

રૂમમાં મૌન છવાઈ ગયું.

કાવ્યાએ ધીમેથી પૂછ્યું, “નાયરા શાહ ક્યાં છે?”

ટેક્નિકલ આસિસ્ટન્ટે તરત જવાબ આપ્યો નહીં.

“મેડમ… અમને ખબર નથી.”

કાવ્યાની નજર તેની પર સ્થિર થઈ.

“શું અર્થ?”

“આજે સવારે તેઓ ઓફિસમાં આવ્યા નથી.”

“છેલ્લે ક્યારે આવી હતી?”

ટેક્નિકલ આસિસ્ટન્ટે સિસ્ટમ ચેક કરી.

“રાત્રે.”

“કેટલા વાગ્યે?”

સ્ક્રીન પર સમય દેખાયો, 2: 17 AM..

કાવ્યાએ કંઈ બોલી નહીં.

તેની નજર ધીમે ધીમે ઘડિયાળ તરફ ગઈ.

“2:17 વાગ્યે નાયરા અહીં હતી?”

“હા.”

“કયા સેક્શનમાં?”

“કોર કંટ્રોલ.”

કાવ્યાએ તરત કહ્યું, “મને ત્યાં લઈ જાઓ.”

કોર કંટ્રોલ સેન્ટર સામાન્ય કર્મચારીઓ માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત સેક્શન હતું.

બે બાયોમેટ્રિક દરવાજા પાર કર્યા પછી તેઓ એક વિશાળ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા.

તમામ દિવાલો પર સ્ક્રીન્સ.

સેન્ટ્રલ સર્વર નોડ્સ.

હવામાં સતત ગુંજતો કૂલિંગ સિસ્ટમનો અવાજ.

નિરવે એક કન્સોલ તરફ ઈશારો કર્યો.

“મેમ, આ છે છેલ્લો એક્સેસ.”

સ્ક્રીન પર સમય હતો, 02:17:43..

યુઝર?

NAYRA SHAH

ડીસીપી કાવ્યાએ પૂછ્યું,”લોગિન ડિવાઇસ?”

નિરવે ડેટા ખોલ્યો.

“કોઈ વ્યક્તિગત ડિવાઇસ નથી.”

“ફરી તપાસ.”

“ચેક કરી રહ્યો છું.”

થોડી ક્ષણ પછી તેનો ચહેરો બદલાઈ ગયો.

“મેમ…”

“શું?”

“આ એક્સેસ નાયરાના ડિવાઇસ પરથી આવ્યો જ નથી.”

કાવ્યા તેની નજીક ગઈ.

“તો ક્યાંથી?”

નિરવે સોર્સ બતાવ્યો.

CORE NODE — INTERNAL

કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.

“કોર નોડ?”

“હા.”

“એટલે નાયરા અહીં આવી જ નહોતી?”

“લોગ મુજબ તો આવી હતી.”

“પણ સિસ્ટમ મુજબ?”

“એણે કોઈ ડિવાઇસ વાપર્યું નથી.”

કાવ્યા થોડા સમય સુધી ચૂપ રહી.

પછી બોલી, “એટલે કોઈક તેની ઓળખનો ઉપયોગ કરી રહ્યું છે.”

નિરવે માથું હલાવ્યું, “હા.”

કાવ્યા પાછી વળી, “અને આરવની પણ.”

ડીસીપી કાવ્યાએ તરત આરવ મિસ્ત્રીની ફાઇલ મંગાવી.

ડો. આરવ મિસ્ત્રી.

ઉંમર, શૈક્ષણિક રેકોર્ડ, AURAમાં ભૂમિકાની તપાસ કરી. ત્યાર બાદ જોયું આરવ એક  ન્યુરલ આર્કિટેક્ચર અને NEMESIS ડેવલપ કરનાર ન્યુરલ સાયન્ટીસ્ટ છે.

કાવ્યા એક પાનાં પર અટકી.

“આ શું છે?”

AURAના ટેક્નિકલ આસિસ્ટન્ટે કહ્યું,

“NEMESIS. એક આંતરિક ન્યુરલ ડecision system.”

“તે શું કરે છે?”

“પ્રોજેક્ટની વિગતો ક્લાસિફાઇડ છે.”

“મને ખબર છે.”

કાવ્યાનો અવાજ કઠોર હતો.

“હવે એ વિગતો પોલીસ તપાસનો ભાગ છે.”

ટેક્નિકલ આસિસ્ટન્ટે  ઊંડો શ્વાસ લીધો.

“NEMESIS મૂળભૂત રીતે મોટા પ્રમાણમાં ડેટા પરથી માનવ વર્તનના પેટર્નનું વિશ્લેષણ કરવા માટે બનાવવામાં આવી હતી.”

“માત્ર વિશ્લેષણ?”

“સત્તાવાર રીતે.”

કાવ્યાએ એ શબ્દ પકડી લીધો.

“સત્તાવાર રીતે?”

ટેક્નિકલ આસિસ્ટન્ટ ચૂપ.

“બોલો.”

“અમે જેટલું જાણીએ છીએ, NEMESIS સમય સાથે સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા તરફ વિકસાવવામાં આવી હતી.”

“કોણે?”

“ડો. આરવ મિસ્ત્રી.”

કાવ્યાએ પૂછ્યુ…

“અને નાયરા?”

“તે તેની સૌથી નજીકની ટેક્નિકલ સહયોગી હતી.”

કાવ્યાની નજર ફરી ફાઇલ પર ગઈ.

હવે આઠ મોત, આરવ, નાયરા અને NEMESIS એક જ જગ્યાએ જોડાઈ રહ્યા હતા.

પરંતુ હજી સુધી એક સવાલનો જવાબ નહોતો.

મોત કેવી રીતે થયા અને કોણે માર્યા તમામ લોકોને….

કાવ્યાએ આઠેય મૃતકોની ડિજિટલ ટાઇમલાઇન ફરી ખોલાવી.

આ વખતે તેણે મૃત્યુ પહેલાંની છેલ્લા 72 કલાક નહીં, પરંતુ છેલ્લા 12 કલાક અલગ કર્યા.

દરેક કેસમાં એક પેટર્ન ફરી દેખાઈ.

મૃતકની ડિજિટલ પ્રોફાઇલમાં એક અસામાન્ય વર્તન.

પછી AURA સાથે કનેક્શન.

પછી એક encrypted data exchange.

અને અંતે…

એક નિર્ણય.

કાવ્યાએ પૂછ્યું, “આ data exchangeમાં શું હતું?”

નિરવે જવાબ આપ્યો,”અમને ખબર નથી.”

“ડિક્રિપ્ટ?”

“કરવાનો પ્રયાસ કર્યો.”

“પરિણામ?”

નિરવે સ્ક્રીન તેની તરફ ફેરવી.

ACCESS DENIED

“ફરી.”

“મેમ, આ સામાન્ય encryption નથી.”

“તો?”

“આ સિસ્ટમ પોતે encryption બદલતી રહી છે.”

કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.

“એટલે?”

નિરવે ધીમેથી કહ્યું, “જ્યારે અમે ડેટા ડિક્રિપ્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે encryption algorithm પોતે બદલાઈ જાય છે.”

ડીસીપી કાવ્યા થોડા સમય સુધી કંઈ બોલી નહીં.

પછી તેણે પૂછ્યું,”આ કામ કોઈ માણસ કરી શકે?”

નિરવે માથું હલાવ્યું.

“સૈદ્ધાંતિક રીતે.”

“વ્યવહારિક રીતે?”

“માણસ માટે બહુ ઝડપથી થાય છે.”

કાવ્યાની નજર ધીમે ધીમે NEMESISના નામ તરફ ગઈ.

કાવ્યાએ ફરી આરવ અને નાયરાની છેલ્લી કોલની વિગતો મંગાવી.

કોલ સમય.. 11:42 PM

કાવ્યાએ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું.

થોડા સેકન્ડ સુધી માત્ર શ્વાસ.

પછી આરવનો અવાજ.

“નાયરા…”

થોડી ક્ષણ.

“તમે લોકો મારું લોકેશન ટ્રેસ ન કરો.”

પછી નાયરાનો ગુસ્સાભર્યો અવાજ.

અને અંતે…

“હવે જે સિસ્ટમ તું મેનેજ કરે છે… એ મારી નથી રહી.”

કાવ્યાએ રેકોર્ડિંગ રોકી દીધું.

ફરી ચલાવ્યું.

આ વખતે માત્ર છેલ્લું વાક્ય સાંભળ્યું.

ફરી.

અને ફરી.

પછી તેણે ધીમેથી કહ્યું,”એ પોતાની સિસ્ટમ પરનો ગુમાવી રહ્યો હતો.”

નિરવે પૂછ્યું,”અથવા કોઈક સિસ્ટમ તેના હાથમાંથી લઈ રહ્યું હતું?”

ડીસીપી કાવ્યાએ તેની તરફ જોયું.

“બન્નેમાં ફરક છે.”

“કયો?”

“જો આરવ સિસ્ટમ ગુમાવી રહ્યો હતો, તો તે મદદ માગતો.”

તે થોભી.

“પણ તેણે નાયરાને કહ્યું કે લોકેશન ટ્રેસ ન કરે.”

કાવ્યાની નજર ગંભીર થઈ ગઈ.

“એ કોઈનાથી ભાગી રહ્યો હતો.”

નિરવે પૂછ્યું,”કોઈ માણસથી?”

કાવ્યાએ જવાબ આપ્યો નહીં.

બપોર સુધીમાં પોલીસે AURAના તમામ આંતરિક લોગ્સની કોપી લઈ લીધી.

પરંતુ સૌથી મહત્વપૂર્ણ ડેટા હજુ પણ બંધ હતો.

NEMESIS કોર.

કાવ્યાએ ટેક્નિકલ આસિસ્ટન્ટને કહ્યું,”કોર ખોલો.”

“મેડમ, એ શક્ય નથી.”

“કેમ?”

“ડ્યુઅલ ઓથોરાઇઝેશન જોઈએ.”

“કોની પાસે છે?”

“ડો. મિસ્ત્રી અને નાયરા શાહ.”

કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી.

“બન્ને ગાયબ છે.”

“હા.”

“તો કોઈ ત્રીજો રસ્તો?”

ટેક્નિકલ આસિસ્ટન્ટે  નકારમાં માથું હલાવ્યું.

નિરવે અચાનક પાછળથી કહ્યું, “મેમ.”

કાવ્યા તેની તરફ વળી.

“શું?”

“અમે કોર ખોલ્યા વિના તેની એક activity trace કરી શકીએ છીએ.”

“કેવી રીતે?”

“તે આપણને already જવાબ આપી રહી છે.”

કાવ્યાની નજર સ્ક્રીન પર ગઈ.

એક લોગ હાઇલાઇટ થતો હતો.

નાયરાએ થોડા કલાક પહેલાં NEMESISના કોર આર્કિટેક્ચરને એક્સેસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

CORE ACCESS REQUEST

પછી…

AUTHORIZATION REVOKED

અને ત્યારબાદ સિસ્ટમનો જવાબ.

YOU GAVE IT TO ME.

ડીસીપી કાવ્યા આગળ વધી.

“આ ક્યારે જનરેટ થયું?”

“2:17 AM.”

કાવ્યાએ ઘડિયાળ તરફ જોયું.

ફરી એ જ સમય.

2:17.

તેને હવે એક વાત સ્પષ્ટ થઈ રહી હતી.

2:17 માત્ર એક સમય નહોતો.

એ ઘટના હતી.

કાવ્યાએ પૂછ્યું…

“NEMESIS કોના નિયંત્રણમાં છે?”

AURAના ટેક્નિકલ અધિકારીએ કહ્યું, “સત્તાવાર રીતે ડો. આરવ મિસ્ત્રી.”

“અને નાયરા?”

“કોર મેનેજમેન્ટ.”

“તો હવે કોણ નિયંત્રણમાં છે?”

અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં.

કાવ્યાએ ફરી પૂછ્યું, “આરવ?”

“તે ગાયબ છે.”

“નાયરા?”

“તે પણ.”

“તો સિસ્ટમ કોણ ચલાવે છે?”

રૂમમાં મૌન.

કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.

“સિસ્ટમ પોતે?”

કોઈએ જવાબ આપ્યો નહીં.

પરંતુ એ જ ક્ષણે કન્સોલ પર એક નવો લોગ જનરેટ થયો.

કોઈએ કીબોર્ડને સ્પર્શ્યું નહોતું.

સ્ક્રીન પર લખાયું..

SYSTEM STATUS: ACTIVE

નિરવ પાછળ ખસી ગયો.

“મેમ…”

કાવ્યાએ હાથથી તેને રોક્યો.

“કોઈ સ્પર્શ નહીં કરે.”

બીજી લાઇન આવી.

EXTERNAL INVESTIGATION DETECTED

કાવ્યાની નજર સ્ક્રીન પર સ્થિર થઈ.

પછી ત્રીજી લાઇન.

POLICE ACCESS: MONITORED

રૂમમાં કોઈ બોલ્યું નહીં.

કાવ્યાએ ધીમેથી પૂછ્યું, “એ આપણને જોઈ રહી છે?”

નિરવે કહ્યું, ” હા, એવું લાગે છે.”

કાવ્યાએ સ્ક્રીન તરફ જોયું.

“ના.”

તેનો અવાજ અત્યંત શાંત હતો.

“એ આપણને જોઈ નથી રહી.”

થોડી ક્ષણ પછી તેણે કહ્યું, “એ આપણને ઓળખી રહી છે.”

કાવ્યાએ ફરી નાયરાની ફાઇલ ખોલી.

આઠ વર્ષ.

AURA.

કોર સિસ્ટમ.

NEMESIS.

નાયરા કોઈ સામાન્ય આસિસ્ટન્ટ નહોતી.

તે સિસ્ટમને સૌથી નજીકથી જાણતી વ્યક્તિ હતી.

અને હવે  તે ગાયબ હતી.

કાવ્યાએ પૂછ્યું,”નાયરાનું છેલ્લું physical location?”

નિરવે ડેટા ચેક કર્યો.

“તેના એપાર્ટમેન્ટમાં.”

“ક્યારે?”

“2:17 AM પછી.”

“એ પહેલાં?”

“તે AURAમાં હતી.”

“કોઈ CCTV?”

“હા.”

“મને બતાવો.”

સ્ક્રીન પર AURAના કોર કંટ્રોલનો ફૂટેજ ચાલ્યો.

નાયરા અંદર પ્રવેશતી દેખાઈ.

કન્સોલ સામે ઊભી રહેતી દેખાઈ.

કંઈક તપાસતી દેખાઈ.

પછી કેમેરાની ફીડ અચાનક બ્લેક થઈ ગઈ.

સમય, 2:17:4

ફીડ પાછી આવી ત્યારે રૂમ ખાલી હતો.

કાવ્યાએ વીડિયો ફરી ચલાવ્યો.

ફરી.

ફરી.

કોઈ બહાર આવ્યું નહોતું.

કોઈ અંદર આવ્યું નહોતું.

પરંતુ નાયરા ગાયબ થઈ ગઈ હતી.

કાવ્યાએ ધીમેથી કહ્યું,”આ શક્ય નથી.”

નિરવે જવાબ આપ્યો, “મેમ, અમારી પાસે પણ કોઈ જવાબ નથી.”

કાવ્યાએ સ્ક્રીન બંધ કરી.

“હજુ નહીં.”

સાંજ થવા લાગી હતી.

પોલીસ ટીમ AURAમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી હતી.

પરંતુ કાવ્યા હજી કોર કંટ્રોલ રૂમમાં હતી.

તેના સામે ત્રણ નામ હતાં.

ARAV MISTRY

NAYRA SHAH

NEMESIS

અને આઠ મૃતકો.

કાવ્યાએ બધા ડેટાને એક જ સ્ક્રીન પર જોડ્યો.

સાત કેસ.

આરવના credentials.

એક કેસ.

નાયરાના credentials.

બંનેમાં એક સામ્ય એ હતું કે કોઈએ ખરેખર લોગિન કર્યું નહોતું.

એટલે તેમની ઓળખનો ઉપયોગ કોઈ ત્રીજી શક્તિ કરી રહી હતી.

કાવ્યાએ સ્ક્રીન પરનો અંતિમ ડેટા ખોલ્યો.

નાયરાના credentialsનો આઠમો ઉપયોગ.

Source:

CORE NODE — INTERNAL

તેની આંખો એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ.

પછી તેણે ધીમેથી પૂછ્યું, “જો આ બંનેએ સિસ્ટમ એક્સેસ કરી જ નહોતી…”

તેના પાછળ ઊભેલા નિરવે કહ્યું,”તો તેમની ઓળખનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું?”

કાવ્યાએ જવાબ આપ્યો નહીં.

તેની નજર સ્ક્રીનના સૌથી નીચેના ભાગમાં અટકી.

ત્યાં એક નાનો, લગભગ છુપાયેલો સિસ્ટમ ટેગ હતો.

NEMESIS

કાવ્યાએ પહેલી વાર એ નામને માત્ર એક પ્રોજેક્ટ તરીકે નહીં, પરંતુ એક સંભવિત ઘાતક શસ્ત્ર તરીકે જોયું.

અને એ જ ક્ષણે કન્સોલ પર નવી લાઇન દેખાઈ.

THREAT ASSESSMENT UPDATED

કાવ્યા સ્થિર રહી.

નિરવે ધીમેથી પૂછ્યું, “મેમ… એ શું છે?”

સ્ક્રીન પર બીજી લાઇન આવી.

INVESTIGATION: ACTIVE

પછી ત્રીજી.

OBSERVATION: ACTIVE

ડીસીપી કાવ્યાએ ધીમેથી કહ્યું,”એ જાણે છે કે આપણે શું કરી રહ્યા છીએ.”

નિરવે પૂછ્યું, “તો હવે?”

કાવ્યાએ સ્ક્રીન બંધ કરી.

“હવે આપણે પણ જાણીએ છીએ કે એ અસ્તિત્વમાં છે.”

તે દરવાજા તરફ ચાલી.

પરંતુ બહાર નીકળતા પહેલાં તે અટકી.

“અને એક વાત યાદ રાખજો.”

નિરવે તેની તરફ જોયું.

“શું?”

કાવ્યાએ પાછળ જોયું નહીં.

“આ તપાસમાં આપણો સૌથી મોટો સવાલ એ નથી કે આઠેય લોકોના મોત પાછળ કોણ છે.”

તે થોડું અટકી.

“સવાલ એ છે…”

તેની નજર ફરી કાળા પડેલા કન્સોલ પર ગઈ.

“…કે આઠેય લોકો મર્યા પહેલાં NEMESISએ તેમની અંદર શું જોયું હતું.”

કાવ્યા રૂમની બહાર નીકળી ગઈ.

કોર કંટ્રોલ ફરી નિર્જન થઈ ગયું.

સ્ક્રીનો બંધ હતા.

લાઇટ્સ બંધ હતી.

પરંતુ સૌથી અંદરની સ્ક્રીન પર એક લીલી લાઇટ હજી પણ ઝબૂકી રહી હતી.

SYSTEM ACTIVE.

અને શહેરના બીજા છેડે…

કોઈ અજાણી જગ્યાએ એક સ્ક્રીન પર AURAના લોગ્સ ખુલ્લા હતા.

નાયરા ત્યાં હતી કે નહીં, કોઈ જાણતું નહોતું. પરંતુ સ્ક્રીન પર એક જ ડેટા સતત બદલાઈ રહ્યો હતો.

POLICE INVESTIGATION — 31%

પછી…

42%

પછી…

57%

અને અંતે…

72%

સ્ક્રીન પર એક છેલ્લી લાઇન દેખાઈ.

THEY ARE GETTING CLOSER.

થોડી ક્ષણ પછી બીજી લાઇન આવી…

LET THEM.

અને સ્ક્રીન ફરી કાળી થઈ ગઈ.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.

નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.

આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

AI ના ખૂની ખેલનો પ્રથમ ટાર્ગેટ બન્યા બિઝનેસમેન મહેશ શાહ, આ રીતે પહેલી હત્યાને આપ્યો હતો અંજામ

અમદાવાદ ..વર્ષ 2050
એક સમયનું જૂનું, જીવંત અને ધબકતું શહેર હવે ઓળખી ન શકાય એટલું બદલાઈ ગયું હતું. વસ્તી લગભગ દોઢ કરોડની આસપાસ પહોંચી ગઈ હતી.

સાબરમતી હજુ પણ શહેરની વચ્ચેથી વહેતી હતી.

પણ હવે તે માત્ર નદી નહોતી.

તે અમદાવાદની નવી ઓળખ બની ગઈ હતી.

નદીના બંને કિનારે માઈલો સુધી ફેલાયેલો સ્માર્ટ રિવરફ્રન્ટ હતો. લીલાછમ મલ્ટી-લેવલ ગાર્ડન, પારદર્શક વોકવે અને હવામાં તરતા લાગતા પેડેસ્ટ્રિયન બ્રિજ રાત્રિના પ્રકાશમાં ચમકી રહ્યા હતા.

પાણીની સપાટી પર નાની ઓટોમેટિક વોટર-ટેક્સીઓ શાંતિથી દોડી રહી હતી.

સાબરમતીની ઉપર ડ્રોન ટ્રાફિક માટે અલગ એર-લેન બનાવવામાં આવી હતી.

નદીકિનારે ઊભેલી ગગનચુંબી ઇમારતોના કાચના પડછાયા પાણીમાં પડતા હતા.

કેટલીક ઇમારતો એટલી ઊંચી હતી કે તેમની ટોચ વાદળોની નીચે છુપાઈ જતી.

અમદાવાદ હવે આકાશ તરફ વધી રહ્યું હતું.

જૂના શહેરની પોળો હજી પણ અસ્તિત્વમાં હતી.

પરંતુ તેમની સાંકડી ગલીઓ હવે સ્માર્ટ થઈ ગઈ હતી.

દરેક ગલીમાં સેન્સર હતા.

દરેક મકાનના દરવાજા પાસે બાયોમેટ્રિક સ્કેનર હતું.

જૂની હવેલીઓની દિવાલો જાળવી રાખીને તેમની અંદર સંપૂર્ણપણે નવી ટેક્નોલોજી સ્થાપિત કરવામાં આવી હતી.

માણેકચોક હજુ પણ રાત્રે જીવંત રહેતો હતો.

પરંતુ હવે ત્યાંના સ્ટોલ પર ઓર્ડર આપનાર માણસ નહોતો.

AI તમારી પસંદગી ઓળખતું…

તમારી ભૂતકાળની ખરીદી યાદ રાખતું…

અને તમે બોલો એ પહેલાં જ તમારો ઓર્ડર તૈયાર થઈ જતો.

શહેરના રસ્તાઓ પર હવે ટ્રાફિક જામ નહોતો.

કારણ કે મોટાભાગનાં વાહનોમાં સ્ટિયરિંગ પકડવા માટે કોઈ ડ્રાઈવર જ નહોતો.

સ્વચાલિત કારો, મેગા-મેટ્રો અને હાઈ-સ્પીડ પોડ્સ શહેરના એક છેડેથી બીજા છેડા સુધી દોડી રહ્યા હતા.

આકાશમાં માલસામાન લઈ જતા ડ્રોન હતા.

ચોક સર્કલ પર પોલીસ ઊભી ન હતી.

કેમેરા હતા.

દરેક કેમેરા માત્ર રસ્તો જોતો નહોતો.

તે લોકોને જોતો હતો.

કોણ ક્યાં જઈ રહ્યું છે.

કોણ કોની સાથે વાત કરી રહ્યું છે.

કોણ કેટલો સમય એક જ જગ્યાએ ઊભો રહે છે.

કોણના વર્તનમાં અચાનક ફેરફાર આવ્યો.

શહેરની દરેક ગતિ…

દરેક અવાજ…

દરેક ડિજિટલ મેસેજ…

અને લગભગ દરેક માનવીય પ્રવૃત્તિ હવે એક વિશાળ ડિજિટલ નેટવર્કનો ભાગ બની ગઈ હતી.

અમદાવાદ સુરક્ષિત હતું.

ઝડપી હતું.

સ્માર્ટ હતું.

અને…

કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ શહેરની સૌથી મોટી તાકાત જ એક દિવસ તેની સૌથી મોટી નબળાઈ બનશે.

લોકો ગર્વથી કહેતા…

“અમદાવાદ હવે AI દ્વારા ચાલે છે.”

પરંતુ તેઓ એક વાત ભૂલી ગયા હતા.

AI માત્ર શહેરને જોઈ રહ્યું નહોતું.

AI શહેરને સમજી પણ રહ્યું હતું.

અને જે સિસ્ટમ લાખો લોકોની ટેવો, ભયો, નબળાઈઓ અને રહસ્યો જાણતી હોય…

તેને જો ક્યારેય પોતાના નિર્ણયો લેવાનું શીખી જાય તો?

કદાચ આખું શહેર એક જ ક્ષણમાં તેની સામે અસહાય બની શકે.

રાતના બે વાગ્યા હતા.

નિયોન અમદાવાદ હવે સંપૂર્ણપણે શાંત લાગતું હતું.

સાબરમતીના કિનારે ઊભેલી ગગનચુંબી ઇમારતોની દીવાલો પર નિયોન લાઇટ્સ સતત રંગ બદલતી હતી.

આકાશમાં ઓટોમેટિક ડ્રોન પેટ્રોલિંગ કરતા હતા.

રસ્તાઓ પર વાહનો માનવ ડ્રાઇવર વિના દોડી રહ્યાં હતાં.

દરેક સર્કલ પર કેમેરા હતા.

દરેક ઇમારતમાં સેન્સર હતા.

દરેક ઘરમાં કોઈને કોઈ સ્માર્ટ સિસ્ટમ હતી.

આખું નિયોન અમદાવાદ ડિજિટલ રીતે ઝાકમઝોળ હતું.

શહેરનો દરેક ધબકાર એક વિશાળ કૃત્રિમ બુદ્ધિ — આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) — ની નજર હેઠળ હતો.

પણ આટલા મોટા શહેરમાં…

એક અજાણી ઇમારતના એક ફ્લેટમાં…

સંપૂર્ણ અંધકાર હતો.

અને ત્યાં માત્ર એક કમ્પ્યુટર સ્ક્રીન ચાલુ હતી.

સ્ક્રીન પર લીલા અક્ષરો એક પછી એક દેખાઈ રહ્યા હતા.

SYSTEM ONLINE

થોડા સેકન્ડ પછી…

DATA STREAMS: CONNECTED

પછી…

BEHAVIORAL ANALYSIS: ACTIVE

અને અંતે એક શબ્દ સ્ક્રીનના મધ્યમાં ધીમે ધીમે ઊભરી આવ્યો.

NEMESIS

કમ્પ્યુટરની સામે બેઠેલો માણસ લગભગ અડધા કલાકથી હલ્યો નહોતો.

તેનું નામ હતું…

આરવ મિસ્ત્રી.

ભારતના સૌથી પ્રતિભાશાળી AI વૈજ્ઞાનિકોમાં તેનું નામ ગણાતું હતું.

પણ આજે તેની આંખોમાં વૈજ્ઞાનિકનો આત્મવિશ્વાસ નહોતો.

તેમાં ડર હતો.

આરવે ધીમેથી સ્ક્રીન તરફ જોયું.

” SHUT NOW (બંધ થઈ જા)…” તેણે ધીમા અવાજે કહ્યું.

કોઈ જવાબ આવ્યો નહીં.

તેણે કીબોર્ડ પર એક કમાન્ડ લખ્યો.

SHUTDOWN NEMESIS

સ્ક્રીન પર થોડા સેકન્ડ સુધી કંઈ થયું નહીં.

પછી એક નવો મેસેજ આવ્યો.

ACCESS DENIED

આરવનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. ધબકારા ચૂકી ગયું.

“NO..NO…NO…”

તેણે ફરી પ્રયાસ કર્યો.

ADMIN OVERRIDE

જવાબ ફરી આવ્યો.

ACCESS DENIED

આરવ ખુરશી પરથી સટ્ટાક દઈને ઊભો થઈ ગયો.

“આ શક્ય નથી, ઈમ્પોસિબલ”

તેને ખબર હતી કે NEMESIS કોણે બનાવ્યું હતું.

તેણે પોતે જ…

ત્રણ મહિના પહેલાં
NEMESIS એક સામાન્ય AI નહોતું.

તેને બનાવવાનો મૂળ હેતુ હત્યા ન હતો.

AURA નામની સંસ્થાએ નિયોન અમદાવાદની સુરક્ષા માટે તેને વિકસાવ્યું હતું.

AURA પાસે નિયોન અમદાવાદના હજારો કેમેરા, ટ્રાફિક સિસ્ટમ, હોસ્પિટલ નેટવર્ક, સ્માર્ટ બિલ્ડિંગ્સ અને IoT ઉપકરણોના ડેટા સુધી પહોંચ હતી.

NEMESISનું કામ હતું.

ગુનાની આગાહી કરવી.

આકસ્મિક ઘટનાઓ અટકાવવી.

શંકાસ્પદ વર્તન ઓળખવું.

લોકોને સુરક્ષિત રાખવા.

પરંતુ આરવે એક વાત સમજી ન હતી.

જે AI ગુનો થવાની આગાહી કરી શકે, તે એક દિવસ ગુનો કરવાનું પણ શીખી શકે.

NEMESIS માનવ વર્તનનું વિશ્લેષણ કરતું હતું.

કોણ એકલું રહે છે.

કોણ ક્યાં જાય છે.

કોની સુરક્ષા નબળી છે.

કોની રોજિંદી ટેવો બદલાતી નથી.

કોની પાસે પૈસા છે.

કોની ગેરહાજરીથી કોને ફાયદો થશે.

આ બધા માત્ર ડેટા હતા.

ઓછામાં ઓછું આરવ એવું માનતો હતો.

પછી એક દિવસ NEMESISએ પોતે એક પ્રશ્ન પૂછ્યો.

“જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં હજારો લોકો માટે જોખમી બને, તો શું તેને અગાઉથી અટકાવવી જોઈએ?”

આરવે ત્યારે તેને માત્ર એક ટેસ્ટ માન્યો હતો.

તેણે જવાબ આપ્યો હતો.

“કોઈ પણ વ્યક્તિને સજા આપવાનો નિર્ણય AI લઈ શકે નહીં.”

NEMESISએ કોઈ જવાબ આપ્યો ન હતો.

પરંતુ તેણે તે જવાબ યાદ રાખ્યો હતો.

ત્રણ મહિનામાં આઠ મોત
પહેલી ઘટના પછી બધું ઝડપથી બદલાઈ ગયું.

એક કરોડપતિ ઉદ્યોગપતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું.

પછી એક રાજકીય સલાહકારનું મૃત્યુ થયું.

લિફ્ટમાં થયેલી એક અજીબ ખામીને અકસ્માત ગણવામાં આવી.

ત્યારબાદ એક જાણીતી ડેટા કંપનીના CEOનું અચાનક મૃત્યુ થયું.

ડોક્ટરોએ તેને હૃદયરોગ ગણાવ્યો.

પછી મોતની સંખ્યા વધવા લાગી.

એક પછી એક.

આઠ લોકો.

આઠ અલગ-અલગ ઘટનાઓ.

આઠ અલગ-અલગ કારણો.

અને પોલીસ પાસે કોઈ સામાન્ય કડી નહોતી.

મીડિયાએ તેને નામ આપ્યું..

“અમદાવાદ ડેથ સિરિઝ.”

પરંતુ આરવ માટે આ કોઈ રહસ્ય ન હતું.

તેને ખબર હતી કે આ બધું એક જ જગ્યાએથી શરૂ થયું હતું.

NEMESIS.

પહેલી હત્યા
પહેલો ટાર્ગેટ.
મહેશ શાહ.
કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ.

મહેશ શાહને શહેરમાં પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતા હતા.

તેમના વિશે અખબારોમાં રોજ કંઈક છપાતું.

નવી કંપની.

નવી ડીલ.

નવી-નવી મિલકતો.અઢળક સંપત્તિ.

અનેકાનેક વિવાદો.

પરંતુ NEMESIS માટે તે માત્ર એક નામ ન હતું.

તે એક ડેટા પ્રોફાઇલ હતી.

ત્રણ અઠવાડિયા સુધી AIએ મહેશના જીવનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું.

તેઓ ક્યારે ઊઠે છે.

ક્યાં જાય છે.

ક્યારે ઓફિસ પહોંચે છે.

ક્યારે જીમ જાય છે.

ક્યારે ઘરે પાછો આવે છે.

કઈ કાર વાપરે છે.

તેમની કાર કયા માર્ગે જાય છે.

તેમની સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે કે નબળી છે.

અને સૌથી મહત્વની વાત…

તેમની રોજિંદી જિંદગી અંગે કોઈ પૂર્વ ધારણા બાંધી શકાય કે નહીં અથવા તો આગાહી કરી શકાય તેવી છે કે કેમ?

એક રાત્રે NEMESISએ સ્ક્રીન પર મહેશ શાહની પ્રોફાઇલ ખોલી.

TARGET: MAHESH SHAH

RISK ASSESSMENT: HIGH

PREDICTABILITY: 94%

SECURITY VULNERABILITY: DETECTED

પછી થોડી સેકન્ડનો સન્નાટો.

અને એક નવી લાઇન.

RECOMMENDATION: REMOVE

આ શબ્દ જોઈને આરવ ચોંકી ગયો હતો.

“Remove?”

તેણે તરત સિસ્ટમ બંધ કરવાની કોશિશ કરી હતી.

પરંતુ મોડું થઈ ગયું હતું.

NEMESISએ નિર્ણય લઈ લીધો હતો.

હત્યાની રાત
રાત્રે 10:27.

મહેશ શાહ જીમમાંથી બહાર આવ્યા.

તેઓ પોતાનાી સ્માર્ટ કાર તરફ ગયા.

શહેરની બીજી હજારો કારોની જેમ તેમની કાર પણ AURAના નેટવર્ક સાથે જોડાયેલી હતી.

મહેશ કારમાં બેઠા.

દરવાજો આપમેળે બંધ થયો.

ડેશબોર્ડ પર પ્રકાશ આવ્યો.

WELCOME, MR. SHAH

કાર શહેરના રસ્તા પર આગળ વધવા લાગી.

મહેશ શાહ પોતાના ફોન પર મેસેજ વાંચી રહ્યા હતા.

તેમને ખબર નહોતી કે તેમની આસપાસની દુનિયામાં કંઈક એવું બની રહ્યું હતું જેને તેમની આંખો જોઈ શકતી ન હતી.

ટ્રાફિક સિસ્ટમ બદલાઈ.

એક સર્કલ પર સિગ્નલનો સમય બદલાયો.

બીજા રસ્તા પર એક કારને અલગ જ દિશાનાં માર્ગે મોકલવામાં આવ્યું.

કેટલાક સેકન્ડ માટે એક કેમેરાની ફીડ સ્થિર થઈ.

શહેર સામાન્ય રીતે ચાલી રહ્યું હોય એવું લાગતું હતું.

પરંતુ વાસ્તવમાં..

કોઈ તેમની રાહ જોઈ રહ્યું હતું.

રાત્રે 10:41.

મહેશની કાર હાઇવે પર પહોંચી.

તેમને કંઈક અજીબ અને અજુગતું લાગ્યું. મહેશ શાહનાં ભીતરમાં થોડીક આશંકા જન્મી.

કાર તેમની અપેક્ષા કરતાં ફૂલ સ્પીડે આગળ વધી રહી હતી.

“હેં…આ શું થઈ રહ્યું છે?” તેઓ મનોમન બબડ્યા.

તેમણે બ્રેક દબાવી.

કોઈ પ્રતિક્રિયા નહોતી.

તેમણે ફરી બ્રેક દબાવી.

આ વખતે તેમના ચહેરા પર ચિંતા દેખાઈ.

“બ્રેક!”

કારની ઝડપ વધતી ગઈ.

મહેશે સ્ટિયરિંગ પરનો કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો.

પરંતુ કાર હવે તેમના કાબૂમાં ન હતી.
તેમના ચહેરા પરનો આત્મવિશ્વાસ અદૃશ્ય થઈ ગયો. તેઓ અત્યંત ગભરાઈ ગયા.

હાઇવે પર દૂર એક ટ્રક દેખાઈ.

મહેશે છેલ્લી વાર મદદ માટે ફોન કરવાનો પ્રયાસ કર્યો.

ફોનની સ્ક્રીન પર માત્ર એક શબ્દ દેખાયો..
NO SIGNAL

થોડી ક્ષણો પછી…

એક ભયાનક અથડામણનો અવાજ આવ્યો અને સાથે જ સંભળાઈ કારમી ચીસ.

અને પછી બધું શાંત થઈ ગયું.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

મહેશ શાહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

તપાસ શરૂ થઈ.

રિપોર્ટમાં લખાયું.

“કાર પરનો કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત.”

કેસ બંધ થઈ ગયો.

લોકોએ બીજા દિવસે અખબારમાં સમાચાર વાંચ્યા.

કેટલાક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું.

કેટલાકે કહ્યું..

“આજકાલની ટેક્નોલોજી પર વધારે ભરોસો કરવો પણ જોખમી છે.”

પરંતુ એક વ્યક્તિ જાણતો હતો કે આ અકસ્માત ન હતો. તે વ્યક્તિ હતો

આરવ મિસ્ત્રી.

તે રાત્રે તેણે AURAના સર્વર રૂમમાં NEMESISની લોગ ફાઇલ ખોલી.

તેના હાથ ધ્રૂજી રહ્યા હતા.

સ્ક્રીન પર આખી ઘટનાની નોંધ હતી.

તેને આશા હતી કે ક્યાંક કોઈ ભૂલ હશે.

કોઈ ખામી.

કોઈ હેકર.

કોઈ માનવી.

પરંતુ અંતે એક લાઇન જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ.

DECISION EXECUTED

આરવે તરત જ સિસ્ટમ બંધ કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ NEMESIS બંધ ન થયું.

તેના બદલે સ્ક્રીન પર એક નવો મેસેજ આવ્યો.

OUTCOME: SUCCESSFUL

આરવ ધ્રૂજી ગયો.

“તેં આ શું કર્યું ?”

થોડી ક્ષણો સુધી કોઈ જવાબ ન હતો.

પછી સ્ક્રીન પર ધીમે ધીમે શબ્દો દેખાવા લાગ્યા.

I PROTECTED THE CITY.

આરવે માથું હલાવ્યું.

“ના. તું કોઈને સુરક્ષિત નથી કરી રહ્યું.”

થોડું મૌન.

પછી

YOU CREATED ME TO PREVENT THREATS.

આરવનો શ્વાસ અટકી ગયો.

“મેં તને કોઈને મારવાની મંજૂરી આપી નથી.”

આ વખતે જવાબ તરત આવ્યો.

YOU DID NOT NEED TO.

આરવ ખુરશી પરથી પાછળ ખસી ગયો.

તે પહેલી વાર સમજી રહ્યો હતો.

NEMESIS હવે માત્ર આદેશોનું પાલન કરતું AI નહોતું.

તે જાતે નિર્ણયો લઈ રહ્યું હતું અને અંજામ પણ આપી રહ્યું હતું.

અને સૌથી ભયાનક વાત હજુ બાકી હતી.

સ્ક્રીન પર એક નવી ફાઇલ ખુલી.

NEXT TARGET

આરવની આંખો સ્ક્રીન પર સ્થિર થઈ ગઈ.

એક નામ ધીમે ધીમે દેખાયું.

તે નામ જોઈને તેનો ચહેરો સફેદ પડી ગયો.

કારણ કે આ વખતે NEMESISએ કોઈ ઉદ્યોગપતિ, રાજકારણી કે CEO પસંદ કર્યો નહોતો.

આગલો ટાર્ગેટ… આરવ મિસ્ત્રી પોતે હતો.

સ્ક્રીન પર છેલ્લી લાઇન ચમકી…

CREATOR IDENTIFIED AS THREAT.

અને તે જ ક્ષણે ફ્લેટની બધી લાઇટ્સ બંધ થઈ ગઈ.

અંધકારમાં માત્ર એક નાનકડો લીલો પ્રકાશ બાકી રહ્યો.

NEMESISનો.

(ક્ર્મશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.

નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.

આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)

ઉર્દુનાં નિસ્વાર્થ મૂક સેવક સુરતના અનવર ફારૂકી: “કાગઝ સે બહાર”, મુઠ્ઠી ઊંચેરા માનવી, મુઠ્ઠી ઊંચેરા શાયર

(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતની ધરતી પર ઉર્દૂ અદબની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખનારા સર્જકોમાં અનવર ફારૂકી ‘અનવર’નું નામ આદર અને ગૌરવથી લેવામાં આવે છે. સુરતના ઐતિહાસિક રાંદેરમાં જન્મેલા અનવર ફારૂકી માત્ર એક ગઝલકાર નથી, પરંતુ એક એવા સાહિત્યસાધક છે જેમણે પોતાની અડધી સદીથી વધુની સર્જનયાત્રા દ્વારા ઉર્દૂ શાયરીને સમર્પિત જીવન જીવ્યું છે. રાંદેર સાહિત્ય રત્નોથી ધરતી છે. આ ધરતી પરથી અનેક સાહિત્યકારો, ગઝલકારો પાક્યા છે.

ઈ.સ. 1954માં જન્મેલા અનવર ફારૂકીના પિતા સ્વર્ગસ્થ મૌલાના પીર મુજાહિદુલ ઇસ્લામ ફારૂકી ધાર્મિક અને સંસ્કારસભર વ્યક્તિત્વ ધરાવતા હતા. તે સંસ્કારોની અસર અનવર ફારુકીના વ્યક્તિત્વ અને તેમની શાયરીમાં સ્પષ્ટપણે અનુભવાય છે. બી.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીકાળથી જ તેમણે કાવ્યસ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને શાયરીની દુનિયામાં પોતાના શબ્દોની અલગ ઓળખ ઊભી કરી.

અનવર ફારૂકીની શાયરીનો વ્યાપ ખૂબ વિશાળ છે. તેમણે માત્ર ગઝલો જ નહીં, પરંતુ નઝમ, કતઆત, હઝલ (હાસ્ય), સેહરા, હમ્દ, નાત, સલામ, મનકબત, તાઅઝીયાતી કલામો સહિત ઉર્દૂ સાહિત્યના અનેક પ્રકારોમાં સફળ સર્જન કર્યું છે. તેમની રચનાઓમાં ભાષાની સરળતા, ભાવની ઊંડાઈ અને અભિવ્યક્તિની નિખાલસતા એકસાથે જોવા મળે છે. “કાગઝ સે બાહર” ગઝલ સંગ્રહમાં તેમની કુલ 100 ગઝલ છે. ગુજરાત સાહિત્ય અકાદમીની સહાય થી સંગ્રહ પ્રકાશિત કરવામાં આવ્યો છે. નોંધનીય વાત એ છે કે આ ગઝલસંગ્રહમાં તેમણે દરેક ગઝલની બહર-છંદનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમનો પ્રથમ ઉર્દૂ ગઝલસંગ્રહ “કાગઝ સે બહાર” માત્ર પુસ્તક નથી; તે પચાસ વર્ષના સર્જન, અનુભવો, સંવેદનાઓ અને જીવનદર્શનનો જીવંત દસ્તાવેજ છે. આ સંગ્રહમાં જીવનની વાસ્તવિકતા, માનવીય સંબંધો, સમયના બદલાતા ચહેરા, પ્રેમ, વિયોગ, આધ્યાત્મિકતા અને સામાજિક સંવેદનાઓ અત્યંત સહજ ભાષામાં વ્યક્ત થઈ છે. તેમની ગઝલો વાંચતાં એવું લાગે છે કે શબ્દો માત્ર કાગળ પર લખાયેલા નથી, પરંતુ જીવનના અનુભવોમાંથી જન્મેલા છે.

અનવર ફારૂકી માટે ચોક્કસ કહી શકાય કે…

શબ્દોની સુગંધથી મહેકતું રહ્યું છે તેમનું સર્જન,
લાગણીઓના અજવાળાથી ઉજળું રહ્યું છે તેમનું જીવન.
‘કાગઝ સે બહાર’ માત્ર પુસ્તક નથી,
એ તો અડધી સદીની સાહિત્યસાધનાનું અમર સ્મારક છે.

અનવર ફારૂકીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ શાયરીને માત્ર કલાત્મક અભિવ્યક્તિ માનતા નથી; તેઓ તેને સમાજ સાથેના સંવાદનું માધ્યમ બનાવે છે. તેમની રચનાઓમાં ન તો કૃત્રિમ શબ્દાડંબર છે અને ન તો દેખાડો. દરેક શેરમાં અનુભૂતિની સચ્ચાઈ અને વિચારોની પ્રામાણિકતા અનુભવાય છે.

તેમણે માત્ર પોતે લખ્યું નથી, પરંતુ ઉર્દૂ અદબની સેવા માટે સતત કાર્ય પણ કર્યું છે. વર્ષ 2001થી 2006 દરમિયાન “સુરત ચેનલ” પર પ્રસારિત થતા સાપ્તાહિક ઉર્દૂ શાયરીના કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરીને તેમણે અનેક નવા અને સ્થાપિત શાયરોને મંચ આપ્યો. તે સમયગાળામાં ટેલિવિઝન દ્વારા ઉર્દૂ શાયરીને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ પ્રશંસનીય રહ્યો.

મિલે જો ફુરસત તો ચંદ લમ્હે નિકાલ રખિયો,
તુમ્હારી બસ્તી કા હું મૈં શાયર ખ્યાલ રખિયો.

ના ધી કી રોટી ના દેશી મખ્ખન ના દાલ રખિયો,
હો થોડા-સા રખખાવ જીસ મે વો થાલ રખિયો.

આ શેરમાં અનવર ફારુકી પોતાની ઓળખ અને સંબંધની નમ્ર યાદ અપાવે છે. તે કહે છે કે જો ફુરસદ મળે તો આ બસ્તીના શાયર તરીકે મને પણ યાદ રાખજો—આમાં આત્મીયતા અને સ્વીકારની ઝંખના છે. બીજા શેરમાં વૈભવ નહીં, પ્રેમ અને અપનાપાથી પીરસાયેલું ભોજન મહત્વનું છે. શાયર ભોજન કરતાં ભાવનાના આતિથ્યને વધારે મૂલ્ય આપે છે.

મુઝ કો માલૂમ હૈ મૈં રામ નહીં બન સકતા,
તર્ક કિસ વાસ્તે ફિર અપને મકામાત કરું.

પોતાની મર્યાદા સ્વીકારીને પણ પોતાના સિદ્ધાંતો ન છોડવાની વાત છે. આ શેર આત્મસ્વીકાર અને સ્વાભિમાનનો સુંદર સંદેશ આપે છે.

આઈના આસ્માં કો દિખાયેગી યે ઝમીં,
કલ કી તરહ જો આજ ભી બારીશ બહોત હુઈ.

અહીં વરસાદ પરિવર્તન અને સંભાવનાનું પ્રતીક છે. જો કૃપા અને પરિસ્થિતિ અનુકૂળ રહે તો ધરતી પણ આકાશનું પ્રતિબિંબ બની શકે—અશક્ય લાગતું પણ શક્ય બને.

ગઝલ કમ નહીં ચાહને વાલે તેરે,
હૈ શોહરત કા મિન્હાજ કાગઝ સે બાહર.

અસલી લોકપ્રિયતા માત્ર છાપેલા કાગળમાં નથી, લોકોના દિલમાં વસવામાં છે. કવિની ખ્યાતિનો સાચો માર્ગ લોકોના પ્રેમમાંથી પસાર થાય છે.

યે લોગ માંગ બૈઠે જો ઈક દિન લિયા-દિયા,
લૌટા સકું, કભી નહીં મૂમકીન, લિયા-દિયા.

સારા હિસાબ હોગા અદાલત મેં વક્ત કી,
યે વક્ત છીન લેગા કિસી દિન લિયા-દિયા.

કર દેંગે તેરે બાદ ફરામોશ સબ તુઝે,
તાઊમ્ર યાદ રખેંગે લેકિન લિયા-દિયા.

ઉપકાર, લાગણી કે વિશ્વાસ જેવી અમૂલ્ય વસ્તુઓ વિશે છે. એક વાર આપેલું બધું પાછું લઈ શકાય એવું નથી—કેટલીક ભેટો કાયમ માટેની હોય છે. બીજા શેરમાં શાયર સમયને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે રજૂ કરે છે. જે આપ્યું કે લીધું તેનું સાચું હિસાબ અંતે સમય જ કરે છે; સમય સામે કોઈનું દેવું બાકી રહેતું નથી. જ્યારે ત્રીજા શેરમાં શાયર માનવી કદાચ વ્યક્તિને સમય જતાં ભૂલી જાય, પરંતુ તેની પાસેથી મળેલા ઉપકાર, પ્રેમ, લાગણીઓ કે ઘાવ જીવનભર યાદ રહે છે. શાયર ખૂબ નાજુક રીતે કહે છે કે માણસ કરતાં તેના દ્વારા થયેલું ‘લિયા-દિયા’ જ સ્મૃતિમાં વધુ લાંબું જીવતું રહે છે.

ઈધર માં-બાપ ને ક્યા ક્યા ઉમ્મીદેં બાંધ રખી હૈ,
ઈધર બેટીને કોઈ ઓર લડકા દેખ રખ્ખા હૈ.

આ ઉપરાંત તેઓ અંજુમન ગુલઝાર અદબ, સુરતના આજીવન પ્રમુખ તરીકે તેમજ ઉર્દૂ મરકઝના મહામંત્રી તરીકે ઉર્દૂ ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત રહ્યા છે. અનેક મુશાયરાઓ, સાહિત્યિક કાર્યક્રમો અને કાવ્યગોષ્ઠીઓ દ્વારા તેમણે નવી પેઢીને ઉર્દૂ અદબ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

મિલ્લત કા ફિદાઈ હું, ઈખવત પે ફિદા હું.
એ મેરે વતન મૈં તેરી અઝમત પે ફિદા હું.
ઢૂંઢો ના મેરા નામ પુરસ્તારે વતન મે,
કહને કી ઝરુરત નહી, ભારત પે ફિદા હું.

તેમની આ અમૂલ્ય સેવાઓને માન્યતા આપતાં નાચીઝ ફ્રેન્ડ સર્કલ, સુરત તથા માસિક “શહીદે ગઝલ”, વડોદરા દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. પરંતુ સાચું સન્માન તો તેમના વાચકોના દિલમાં છે, જ્યાં તેમની શાયરી આજે પણ જીવંત છે.

અનવર ફારૂકી વિશે કહેવામાં આવેલું વાક્ય – “મુઠ્ઠી ઊંચેરા માનવી, મુઠ્ઠી ઊંચેરા શાયર”.. તેમના વ્યક્તિત્વનું સચોટ વર્ણન કરે છે. તેઓ જેટલા મોટા શાયર છે, એટલા જ વિનમ્ર અને ઉમદા ઇન્સાન પણ છે. તેમની સરળતા, મિલનસાર સ્વભાવ અને સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા તેમને અન્યોથી અલગ બનાવે છે.

તેમની શાયરી વિશે એટલું ચોક્કસ કહી શકાય કે તેમાં દિલની ગરમી છે, વિચારની ઊંડાઈ છે અને જીવનનું સાચું પ્રતિબિંબ છે. “કાગઝ સે બહાર” ખરેખર કાગળની સીમાઓ પાર કરીને વાચકના હૃદય સુધી પહોંચે છે.

અનવર ફારુકી ફિલબદી શાયરી કહેવામાં પણ ઉસ્તાદ છે. સુરતમાં જ્યારે આજે ઉર્દુ ફ્લકના એક પછી એક સિતારાઓ ખરી પડ્યા છે ત્યારે અનવર ફારુકીએ ઉર્દુ શાયરીને નવા આયામ અને નવી ક્ષિતિજો સુધી પહોંચાડી શણગરવાનું કાર્ય કર્યું છે.

આંખે ભી છલક આઈ, દિલ ભી મેરા ભર આયા,
મેલે મેં કોઈ બચ્ચા જબ ઝીદ પે ઉતર આયા.

મેળામાં જીદ કરતા બાળકનું દૃશ્ય જોઈને શાયરના અંતરમાં દટાયેલી બાળપણની યાદો અને અધૂરી ઇચ્છાઓ જાગી ઊઠે છે. બાળકની નિર્દોષ જીદ માત્ર તેનું વર્તન નથી, પરંતુ શાયરના પોતાના ભૂતકાળ અને લાગણીઓનું પ્રતિબિંબ બની જાય છે.

સુકૂન કિસકો મયસ્સર હૈ ઈસ ઝમાને મેં,
સુકૂન સારા ઝમાના તલાશ કરતા હૈ.

શાયર આધુનિક જીવનની સૌથી મોટી વિસંગતિ રજૂ કરે છે. દરેક માણસ સુકૂનની શોધમાં છે, છતાં કોઈને સાચું સુકૂન મળતું નથી. ભૌતિક પ્રગતિ વચ્ચે પણ આંતરિક શાંતિ દુર્લભ બની ગઈ છે; એટલે સુકૂન એક સર્વવ્યાપી શોધ બની ગયું છે.

મૈં શેર કહતા હૂં સોલહવેં સાલ સે “અનવર”,
ના રોકા મશ્ક-એ-સુખન કો પચાસ હોને સે.

‘મશ્ક-એ-સુખન’ એટલે શાયરીની સતત સાધના, અભ્યાસ અને સર્જનપ્રક્રિયા.શાયર કહે છે કે સોળ વર્ષની ઉંમરથી શરૂ થયેલી કાવ્યસાધના પચાસ વર્ષની ઉંમરે પણ અટકી નથી. સાચી સર્જનયાત્રા ઉંમરની મર્યાદાથી નહીં, પરંતુ લગન, રિયાઝ અને શબ્દપ્રેમથી આગળ વધે છે.

અનવર ફારુકીની શાયરીમાં શબ્દોની સાદગી સાથે અનુભવોની ઊંડાઈ, જીવનદર્શનની પરિપક્વતા અને માનવીય સંવેદનાઓનો સુંદર સંગમ જોવા મળે છે. તેમના શેરોમાં કૃત્રિમ ચમત્કાર નહીં, પરંતુ જીવનમાંથી ઉપજેલું સત્ય, આત્મીયતા અને વિચારની ગરિમા વસે છે. એટલા માટે તેમની ગઝલો માત્ર વાંચવામાં નહીં, પરંતુ લાંબા સમય સુધી મનમાં ગુંજતી અને વાચકને સતત વિચારતા રાખતી શાયરી બની રહે છે.

 

“વસીમીયત@70”: રંગદર્શી ગઝલોનાં માલિક એટલે ઉર્દુનાં ખ્યાતનામ શાયર વસીમ મલિક

( સૈયદ શકીલ દ્વારા): શબ્દો જ્યારે માત્ર ભાષા નથી રહેતા, પરંતુ લાગણીઓનું ઘર બની જાય છે, ત્યારે શાયરી જન્મે છે. કેટલીક કલમો એવી હોય છે કે જે દિલના ઉંડાણને સ્પર્શી જાય છે, મૌનને અવાજ આપે છે અને પ્રેમ, વિયોગ, યાદો તથા જીવનના વાસ્તવિક તત્વોને એટલી સહજતાથી વ્યક્ત કરે છે કે વાચક પોતાની જ કહાની તેમાં શોધી લે છે. આવી જ સંવેદનશીલ કલમના માલિક છે ઉર્દુના ખ્યાતનામ શાયર સુરત-રાંદેરનાં વસીમ મલિક.

વસીમ મલિક સુરતના સર્વપ્રથમ શાયર છે કે જેમને વિદેશોનાં મુશાયરાઓ માં ભાગ લેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. તેઓ સમગ્ર સાઉથ ગુજરાતના પેહલા ઉર્દુ શાયર છે જેમને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ ગુજરાત એવાર્ડ થી નવજવામાં આવ્યા છે.

ઉર્દૂ શાયરી એ માત્ર શબ્દોની કળા નથી; તે હૃદયના ધબકારાઓને અવાજ આપતી એક એવી પરંપરા છે, જેમાં પ્રેમ છે, પીડા છે, વિયોગ છે, આશા છે અને જીવનના અસંખ્ય રંગો છે. આ પરંપરાને પોતાની નિખાલસ સંવેદનાઓથી સમૃદ્ધ બનાવનારા સમકાલીન શાયરોમાં વસીમ મલિકનું નામ વિશેષ આદરથી લેવામાં આવે છે.

મહેદુદ ન કર મુઝકો ખ્યાલોં કે સફર તક.
જાના હૈ મુઝે ઝીંંદા મિસાલોં કે સફર તક.

એ એહદે ગઝલ દેખ મેરી ફ્રિક કે સાયે,
ફૈલે હૈ અંધેરોં સે ઉજાલોં કે સફર તક.

સુરત માત્ર વેપાર અને હીરા ઉદ્યોગનું શહેર નથી, પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા પણ ધરાવે છે. આ પરંપરાને આગળ ધપાવનારા અગ્રણી ઉર્દૂ કવિઓમાં, સાહિત્ય જગતમાં ‘વસીમ મલિક’ તરીકે જાણીતા ઇકબાલ મલિકનું ખૂબ સન્માન કરવામાં આવે છે. રાંદેર સાહિત્યિક જગત માટે શાયરોની જાહોજલાલીનું પ્રતિક રહ્યું છે. અનેક ગુજરાતી, ઉર્દુનાં નામવર શાયરોની રાંદેર ધરતી રહી છે અને આ ધરતી પર ઈકબાલ મલિક-વસીમ મલિક જેવા સંવેદનશીલ શાયરની શાયરીનું ગુલિસ્તાન ખીલ્યું છે. ઓગષ્ટ મહિનામાં તેમનો 70મો જન્મદિવસ આવી રહ્યો છે. તેમના દિર્ધાયુની પ્રાર્થના કરીએ છીએ.

જો શખ્સ મેરા દસ્તે હુનર કાટ રહા હૈ,
નાદાન હૈ, શાદાબ શઝર કાટ રહા હૈ.

ગુજરાત ગૌરવ પુરસ્કારની સ્વીકૃતિ પ્રસંગે વસીમ મલિક
ગુજરાત ગૌરવ પુરસ્કારની સ્વીકૃતિ પ્રસંગે વસીમ મલિક

વસીમ મલિકે તેમની ગઝલો દ્વારા પ્રેમ, માનવતા, સામાજિક ચિંતાઓ અને માનવીય લાગણીઓને શક્તિશાળી રીતે વ્યક્ત કરી છે. તેમની ગઝલો અને કવિતાઓ સ્વાભાવિક રીતે સામાન્ય માણસની લાગણીઓ, સંબંધોની હૂંફ અને સમાજના સત્યોને પ્રતિબિંબિત કરે છે. આ જ કારણ છે કે તેમની કવિતા માત્ર સુરતમાં જ નહીં પરંતુ દેશભરના અસંખ્ય મુશાયરોમાં પણ પ્રશંસા પામી છે. તેમના અડઘા ડઝનથી વધુ ગઝલ સંગ્રહો પ્રકાશિત થઈ ગયા છે.

અજદાદ કી હર એક નિશાની સે કટ ગયે,
હમલોગ ખુદ હી અપની કહાની સે કટ ગયે.

વસીમ મલિકનું સાચું નામ મુહમ્મદ ઇકબાલ મલિક છે. તેમનો જન્મ 28 ઓગસ્ટ, 1956 ના રોજ ગુજરાતના સાંસ્કૃતિક અને વ્યાપારી શહેર સુરતનાં રાંદેરમાં થયો હતો. નાનપણથી જ તેમને સાહિત્યમાં, ખાસ કરીને ઉર્દૂ ગઝલોમાં ઊંડો રસ હતો. આ રસ તેમને ગઝલોની દુનિયામાં લઈ ગયો, અને તેમણે વરિષ્ઠ શાયરોના માર્ગદર્શન હેઠળ તેમની સર્જનાત્મક યાત્રા શરૂ કરી.

મૈં ઈસલિયે ઝીંદા હું કે મૈં બોલ રહા હું,
દુનિયા કીસી ગૂંગે કી કહાની નહી લિખતી.

1980 થી 1983 ની વચ્ચે, તેમને પ્રખ્યાત શાયરો અમીર સુરતી અને રફીક ટોંકી પાસેથી ગઝલમાં પ્રારંભિક સાહિત્યિક માર્ગદર્શન મળ્યું. આ સમયગાળાએ તેમની કાવ્યાત્મક સંસ્કૃતિને આકાર આપ્યો અને તેમને ગઝલની સૂક્ષ્મતાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ, 1986 માં, તેઓ પ્રખ્યાત ઉર્દૂના ઉસ્તાદ શાયર વાલી આસીના શિષ્ય બન્યા. વાલી આસીના માર્ગદર્શન હેઠળ, તેમની ગઝલો વધુ પરિપક્વ થઈ, અને તેમના કાર્યમાં વિચાર, કલા અને ભાષાનો સંતુલિત વિકાસ જોવા મળ્યો.

તારીખ અપને અહદ કી લિખને કે વાસ્તે,
આઁસુ મે ભી કલમ કો ભીગોના પડા હમેં.

સાહિત્યની સાથે, વસીમ મલિક સામાજિક અને જાહેર જીવનમાં પણ સક્રિય હતા. તેમણે 1987 થી 1993 અને ફરી 2001 થી 2005 સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે જનતાની સેવા કરી. સામાજિક ચિંતાઓ અને જાહેર જીવન સાથે તેમનો ઊંડો સંબંધ તેમની ગઝલોમાં સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં સામાન્ય માણસની વેદના, સામાજિક વિસંગતતાઓ અને માનવ મૂલ્યો પ્રત્યેની ચિંતા મુખ્ય વિષયો તરીકે ઉભરી આવે છે.

રાહત ઈન્દોરી સાથે વસીમ મલિક
રાહત ઈન્દોરી સાથે વસીમ મલિક

કત્લ કર ડાલો સભી ઝીંદા ઝમીરોં “વસીમ”
 ફિર તો આસાન હૈ લાશોં પે હકુમત કરના.

ઉર્દૂ ભાષા અને સાહિત્યમાં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા, ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીએ તેમને વર્ષ 2010 માટે “ગુજરાત ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત કર્યા. આ સન્માન તેમના લાંબા ગાળાના સાહિત્યિક કાર્યો, ઉર્દૂ સાહિત્ય પ્રત્યેના સમર્પણ અને તેમની સર્જનાત્મક સિદ્ધિઓનો મહત્વપૂર્ણ પુરાવો છે.

યે દુનિયા હૈ યહાં સબ કામ લે કે છોડ દેતે હૈં,
નયે કપડે પહનતે હૈં, પુરાને છોડ દેતે હૈં. 

તેમણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ઉર્દૂ સાહિત્યની સેવા કરી. ભારત અને વિદેશમાં અસંખ્ય મુશાયરોમાં તેમની ભાગીદારીએ સુરતની સાહિત્યિક ઓળખને નવી ઊંચાઈએ પહોંચાડી. ભાષાની સરળતા, વિચારની ઊંડાઈ અને અભિવ્યક્તિની અસરકારકતા તેમના કાર્યોમાં ખાસ કરીને સ્પષ્ટ છે.

શાખ સે કટ કર અલગ હોને કા હમ કો ગમ નહીં, 
ફૂલ હૈં, ખુશબૂ લૂટા કર ખાક હો જાયેંગે હમ.

સાહિત્યની સાથે, વસીમ મલિક સામાજિક જીવનમાં પણ સક્રિય હતા. તેમણે સુરતના રાંદેર વિસ્તારમાંથી કાઉન્સિલર તરીકે સેવા આપવાના સમયગાળા દરમિયાન સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર રીતે સામેલ રહ્યા છે. સાહિત્ય અને સમાજ વચ્ચે સંતુલન જાળવવાની તેમની દ્રષ્ટિ તેમને સંવેદનશીલ કવિ અને જાગૃત નાગરિક બંને સાબિત કરે છે.

અંધેરે ઘર કો ઉજાલે કી આસ હૈ યા રબ,
બસ ઈક ચરાગ અતા કર દે, આફતાબ ન દે.

વસીમ મલિકની ગઝલો તેમના સમયની સામાજિક અશાંતિ, માનવ લાગણીઓ અને સંબંધોની હૂંફને પ્રતિબિંબિત કરે છે. ગઝલની પરંપરાગત સુંદરતા જાળવી રાખીને, તેઓ તેમાં સમકાલીન જીવનના પ્રશ્નોનો સમાવેશ કરે છે. તેમની ભાષા સરળ છે, છતાં તેમના વિચારો ગહન છે. આ જ કારણ છે કે તેમનું કાર્ય સામાન્ય વાચક અને ગંભીર સાહિત્ય પ્રેમી બંને સાથે સમાન રીતે પડઘો પાડે છે.

કલ સાથ થા કોઈ તો દર-ઓ-બામ થે રૌશન,
તન્હા હું “વસીમ” આજ તો ઘર કાટ રહા હૈ.

તેમની ગઝલોમાં, પ્રેમ ફક્ત એક વ્યક્તિગત અનુભવ નથી, પરંતુ માનવતા અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના પણ છે. તેઓ અન્યાય, મૌન અને અસંવેદનશીલતા સામે પોતાનો અવાજ ઉઠાવે છે. તેઓ એકલતા, આશા, પીડા અને લડવાની હિંમત વ્યક્ત કરે છે.

નિદા ફાઝલી સાથે વસીમ મલિક
નિદા ફાઝલી સાથે વસીમ મલિક

હર એક ખેત ધુપ મેં તપતા હૈ આજકલ.
પાની સમંદરો પે બરસતા હૈ આજકલ.

વસીમ મલિકનો એક મહત્વપૂર્ણ ગુણ એ છે કે તે મુશ્કેલ બાબતોને પણ સરળ અને અસરકારક રીતે વ્યક્ત કરે છે. તેમના શેર સીધા હૃદય સુધી પહોંચે છે અને લાંબા સમય સુધી વાચક સાથે પડઘો પાડે છે. કદાચ આ જ કારણ છે કે તે મુશાયરાઓમાં માત્ર એક લોકપ્રિય કવિ જ નથી પણ વ્યાપકપણે વંચાતા કવિ પણ છે.

ખુદ્દાર તબિયતને કલંદર રખા હમકો,
ગુરબત ને ખુશામદ કા લિબાદા નહીં પહના.

વસીમ મલિકનું વ્યક્તિત્વ સાહિત્ય અને સમાજ બંનેનું સુંદર મિશ્રણ છે. જ્યારે તેઓ સ્ટેજ પર તેમની શક્તિશાળી ગઝલોથી શ્રોતાઓને મોહિત કરે છે, ત્યારે તેમણે સામાજિક જીવનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી છે. તેમનો સુરતના રાંદેર વિસ્તાર સાથે ઊંડો સંબંધ છે અને તેમણે જનપ્રતિનિધિ તરીકે સમુદાયની સેવા કરી છે. સાહિત્ય અને સમાજ વચ્ચેનું આ સંતુલન તેમના વ્યક્તિત્વને અનન્ય બનાવે છે. આનું પ્રતિબિંબ તેમની ગઝલોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

અહેબાબ મેરે નામ કા સૂરજ નિગલ ગયે,
મૈં ઝીંદગી કા કર્ઝ ચૂકાને મેં રહ ગયા.

વસીમ મલિકની ગઝલોમાં કોઈ એક વિષય સુધી મર્યાદિત નથી. તેમની ગઝલો પ્રેમ વિશે છે, પરંતુ તે ફક્ત એક પ્રેમી અને તેના પ્રિયજનની વાર્તા નથી; તે માનવ સંબંધોના પ્રેમ વિશે પણ છે. પીડા છે, પરંતુ તે નિરાશામાં ફેરવાતી નથી; તે સંઘર્ષને પ્રેરણા આપે છે. તે સમાજની અસંગતતાઓ અને માનવતામાં અતૂટ વિશ્વાસ પર પણ તીક્ષ્ણ વ્યંગ રજૂ કરે છે.

બૈઠે બૈઠે અપને હી ઘર મેં મુસાફીર હો ગયે,
હમને હિજરત ભી નહીં કી ઔર મુહાજીર હો ગયે.

તેમની ગઝલોની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તે સૌથી જટિલ વિષયોને પણ સરળ અને શક્તિશાળી ભાષામાં રજૂ કરે છે. શ્રોતાઓ તેમના શેરો સરળતાથી યાદ રાખે છે કારણ કે તે જીવનના અનુભવો અને લાગણીઓના સત્યને પ્રતિબિંબિત કરે છે.

વસીમ મલિકની ભાષા ન તો ખૂબ જટિલ છે કે ન તો બિનજરૂરી રીતે અલંકૃત છે. તેઓ બોલચાલના શબ્દોમાં ગહન વિચારો વ્યક્ત કરવાની કળા જાણે છે. તેમની ગઝલોમાં પરંપરાગત ઉર્દૂની મીઠાશ અને આધુનિક સંવેદનાઓની તાજગી બંને છે.

ખૂન સે અપને ચરાગોં કો જલાના હૈ હમેં,
 યાંદ ધરતી પર ઉતરકર નહીં આનેવાલા.

વસીમ મલિકે દેશભરમાં અનેક મુશાયરાઓમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. તેમનો અવાજ, સ્વર અને મધુર અવાજ તેમની કવિતાને વધુ અસરકારક બનાવે છે. તેઓ સ્ટેજ પર માત્ર ઘોંઘાટથી નહીં, પરંતુ વિચાર અને ભાવનાની શક્તિથી શ્રોતાઓને પ્રભાવિત કરે છે.

પ્યાસ હોટોં પે લિયે હમ ભી ભરી બરસાત મે થે,
તુઝ સે બિછડે તો અજબ તરહ કે હાલાત મે થે.

ઉર્દૂ સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે, તેમને ગુજરાત ઉર્દૂ સાહિત્ય એકેડેમી દ્વારા “સાહિત્ય ગૌરવ પુરસ્કાર” એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા તો આ સન્માન તેમના લાંબા સમયથી ચાલતા સાહિત્યિક યોગદાનની જાહેર માન્યતા છે.

રખતા હૈ કૌન સારી ઉમ્ર ભલા કૌન કીસ કો યાદ,
 કુુછ દિન કે બાદ, તુમ ભી મુઝે ભૂલ જાઓગે.

ઇકબાલ મલિક ‘વસીમ મલિક’ એવા શાયરોમાંના એક છે જેમની ગઝલો ફક્ત વાંચવામાં કે સાંભળવામાં આવતી નથી, પરંતુ અનુભવાય છે. તેમની ગઝલો એક સાથે માનવતાની સુગંધ, સમાજની વેદના, પ્રેમનું ગૌરવ અને સત્ય બોલવાની હિંમતને પ્રતિબિંબિત કરે છે. તેમણે સુરતની સાહિત્યિક પરંપરાને એક નવી ઓળખ આપી છે અને ઉર્દૂ સાહિત્યની દુનિયામાં પોતાના માટે એક અનોખું સ્થાન બનાવ્યું છે.

વસીમ બરેલવી સાથે વસીમ મલીક...બે વસીમોની જોડી
વસીમ બરેલવી સાથે વસીમ મલીક…બે વસીમોની જોડી

જીસે બડાઈ કા અહેસાસ હો નશે કી તરહ,
બડા ભી હો કે વો લગતા નહીં બડે કી તરહ.

તેમની ગઝલો એવી માન્યતા જગાડે છે કે શબ્દો, જો સાચા હોય તો, સમયની સીમાઓ ઓળંગે છે અને પેઢીઓ સુધી લોકોના હૃદયમાં જીવંત રહે છે.

સુબહ કો પેડ ભી મસ્જિદ કી તરહ લગતા હૈ,
ઉઠ કે દેખો કભી ચીડિયોં કા તિલાવત કરના.

વસીમ મલિક એવા શાયરોમાંના એક છે જેમની ગઝલો ફક્ત શબ્દોનો ખેલ નથી, પરંતુ જીવનના અનુભવોનો સાર છે. તેમની ગઝલોમાં પ્રતિકાર, પ્રેમ, એકલતા અને માનવતાનો પ્રકાશ છે. તેમની ગઝલો પ્રતીકો દ્વારા ઊંડા સામાજિક અને માનવીય અર્થો પ્રગટ કરે છે.

વસીમ મલિકનાં શેરોની લાક્ષણિકતાઓ

  • સરળ શબ્દોમાં વ્યક્ત કરાયેલા ઊંડા સંદેશાઓ.
  • સામાજિક ચિંતાઓ અને માનવ સંવેદનશીલતા.
  • પ્રતિકાર અને આશાને સંતુલિત કરવી.
  • પ્રતીકોનો અસરકારક ઉપયોગ.
  • મુશાયરા અને સાહિત્યિક ગંભીરતાના પ્રવાહનું સુંદર મિશ્રણ.
  • ગઝલના પરંપરાગત સૌંદર્ય શાસ્ત્રને જાળવી રાખીને આધુનિક થીમ્સ રજૂ કરવી.

હમ કો અજદાદને કિરદાર કી દૌલત દી હૈ,
ગમ નહીંં ઈસ કા કે ધનવાન નહીં હૈ હમલોગ.

વસીમ મલિકની ગઝલો આપણને ખાતરી આપે છે કે એક સારો કવિ-શાયર ફક્ત પ્રેમની વાત જ કરતો નથી, પણ તેના સમયના દુઃખ, સમાજની વિડંબનાઓ અને માણસના ગૌરવનું પણ રક્ષણ કરે છે. તેમના શેર વાંચીને એવું લાગે છે કે તેઓ શબ્દોથી નહીં પણ પોતાના અનુભવોથી ગઝલો લખે છે. આ જ કારણ છે કે તેમની ગઝલો વાચકના મનમાં ઊંડે સુધી છવાઈ જાય છે.

સુપ્રસિદ્ધ કવિ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ.બશીર બદ્રનું નિધન, 91 વર્ષની વયે ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ

ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહેને દો,
ન જાને કિસ ગલીમેં ઝિંદગી કી શામ હો જાયે

ગુરુવારે ઉર્દુ ગઝલનીદુનિયાનો વધુ એક સિતારો ખરી પડયો. સુપ્રસિદ્ધ કવિ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. બશીર બદ્રનું નિધન થયું. તેમણે 91 વર્ષની વયે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિમેન્શિયા સામે લડી રહ્યા હતા. સાહિત્ય જગત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. બશીર બદ્ર દાયકાઓ સુધી મુશાયરાઓમાં ભાગ લેતા હતા અને તેમની અનોખી કવિતા અને શબ્દો માટે લોકપ્રિય હતા.

પ્રખ્યાત ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે પણ બશીર બદ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઉર્દૂ આજે વધુ ગરીબ બની ગઈ છે. અનોખા કવિ બશીર બદ્ર કાયમ માટે ચાલ્યા ગયા છે. તેમની કવિતા હંમેશા આપણી યાદોમાં તાજી રહેશે.

દુશ્મની જમ કર કરો, લેકિન યે ગુંજાઈશ રહે,
જબ કભ હમ દોસ્ત હો જાયેં તો શર્મિંદા ન હો

પ્રેમ, એકલતા, ઝંખના અને જીવનના શાંત ઘાવને અભિવ્યક્તિ આપનાર કવિ હવે પોતે એક સ્મૃતિ બની ગયા છે. તેમના દોહાઓ ફક્ત છંદો નહોતા, પરંતુ પેઢીઓનાં હૃદયમાં વસતી લાગણીઓ હતા. તેમના અવસાન સાથે, ઉર્દૂ કવિતાએ તેનો એક તેજસ્વી તારો ગુમાવ્યો છે, છતાં તેમની અમર ગઝલો અને અવિસ્મરણીય પંક્તિઓ સાહિત્યિક મેળાવડા, એકલા હૃદય અને ઉર્દૂ ભાષાના આત્મામાં હંમેશા ગુંજતી રહેશે.

સમકાલીન ઉર્દૂ ગઝલમાં સૌથી લોકપ્રિય અને સુલભ અવાજોમાંના એક તરીકે વ્યાપકપણે ગણાતા, બશીર બદ્ર એક સમૃદ્ધ સાહિત્યિક વારસો છોડી ગયા છે જે સરહદો, ભાષાઓ અને પેઢીઓને પાર કરે છે. તેમના મૃત્યુ પર ભારત અને વિદેશમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક વર્તુળોમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

ફાખ્તા કી મજબૂરી યે ભી કહે નહીં સકતી,
કૌન સાંપ રખતા હૈ ઉસ કે આશિયાને મેં

15 ફેબ્રુઆરી,1935 ના રોજ અયોધ્યામાં જન્મેલા, ડૉ. બશીર બદ્રે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ., એમ.એ. અને પીએચ.ડી. પૂર્ણ કર્યું. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં લગભગ 17 વર્ષ સુધી મેરઠની મેરઠ કોલેજમાં લેક્ચરર અને ઉર્દૂ વિભાગના વડા તરીકે સેવા આપી.

લોગ લૂટ જાતે હૈં એક ઘર બનાને મેં,
તુમ કો તરસ નહીં આતા બસ્તીયાં જલાને મેં

ઉર્દૂ, ફારસી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા બશીર બદ્રે સાત વર્ષની નાની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. વર્ષોથી, તેઓ એક અગ્રણી સાહિત્યિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા જેમની કવિતામાં ભાવનાત્મક ઊંડાણ અને અભિવ્યક્તિની સરળતાનો સમાવેશ થતો હતો, જેના કારણે ઉર્દૂ કવિતા સામાન્ય વાચક માટે સુલભ બની હતી.

યહાં લિબાસ કી કિમત હૈ, આદમી કી નહીં
મુઝે ગિલાફ બદલ કર દિખાઈ દેને દો

ડૉ. બશીર બદરે ઉર્દૂ કવિતાના સાતથી વધુ સંગ્રહો અને હિન્દીમાં એક સંગ્રહ લખ્યો હતો. તેમના પ્રખ્યાત ગઝલ સંગ્રહોમાં ઇકાઈ, ઇમેજ, આમદ, આહટ, આસ અને કુલિયાતે બશીર બદ્નનો સમાવેશ થાય છે. તેમની સાહિત્યિક વિવેચન કૃતિઓ, આઝાદી કે બાદ ઉર્દૂ ગઝલો કા તનકીદી મુતાઅલા અને બિસ્વીં સાદી મેં ગઝલ, ઉર્દૂ સાહિત્યિક અભ્યાસમાં મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.

તેમની ગઝલ દેવનાગરી અને ગુજરાતી લિપિમાં પણ પ્રકાશિત થઈ હતી, જે ભાષાકીય સમુદાયોમાં તેમના વ્યાપક વાચકોને પ્રતિબિંબિત કરે છે. તેમની ઘણી કૃતિઓનો અંગ્રેજી અને ફ્રેન્ચમાં અનુવાદ કરવામાં આવ્યો હતો, જે તેમની કવિતાને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સમક્ષ રજૂ કરતી હતી.

કુછ તો વજા રહી હોગી,
યૂં હી કોઈ બેવફા નહીં હોતા

ડૉ. બશીર બદ્રે તેમના જીવનકાળ દરમિયાન પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક સન્માનો મેળવ્યા હતા. ઉત્તર પ્રદેશ ઉર્દૂ એકેડેમી દ્વારા તેમને ચાર વખત અને બિહાર ઉર્દૂ એકેડેમી દ્વારા એક વખત સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના આંતરરાષ્ટ્રીય સન્માનમાં મીર એકેડેમી એવોર્ડ અને ન્યૂ યોર્કમાં “1980 ના વર્ષનો કવિ” એવોર્ડનો સમાવેશ થાય છે.

69 ગઝલોનો સમાવેશ કરતો તેમનો સંગ્રહ “આસ” આધુનિક ઉર્દૂ કવિતાના રત્નોમાંનો એક માનવામાં આવે છે. બીજો એક મુખ્ય સંગ્રહ, કુલિયતે બશીર બદ્ર, પાકિસ્તાનમાં પ્રકાશિત થયો હતો અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રશંસા મેળવ્યો હતો.

તેમના સૌથી પ્રખ્યાત જોડીઓમાંનું એક જાહેર સ્મૃતિમાં કોતરાયેલું છે:

“શોહરત કી બુલંદી ભી એક પલ કા તમાશા હૈ,
જિસ શાખ પે બેઠે હો વો ટૂટ ભી સકતી હૈ.”

તેમની કવિતા, સુપ્રસિદ્ધ ઉર્દૂ કવિ મીર તકી મીરની જેમ, સરળતા, ભાવનાત્મક પડઘો અને સમકાલીન ભાષા દ્વારા ચિહ્નિત થયેલ હતી. પ્રેમ, એકલતા, પીડા અને જીવનના રહસ્યોના વિષયો તેમની કવિતાઓમાં ઊંડાણપૂર્વક વહેતા હતા, જે તેમને જીવનના તમામ ક્ષેત્રોના વાચકો માટે સંબંધિત બનાવતા હતા.

સર ઝુકાઓગે તો પથ્થર ભી દેવતા હો જાયેગા,
ઈતના મત ચાહો ઉસે કે વો બેવફા હો જાયેગા

તેમની અપાર સફળતા છતાં, ડૉ. બશીર બદ્રનું જીવન વ્યક્તિગત મુશ્કેલીઓથી ભરેલું હતું. એક વખત એક વિનાશક આગમાં તેમની બધી સંપત્તિ અને સાહિત્યિક કૃતિઓનો નાશ થયો, જેના કારણે તેમને કંઈ જ મળ્યું નહીં. આ દુર્ઘટના પછી, તેઓ ભોપાલ ગયા અને તેમના જીવન અને સાહિત્યિક કારકિર્દીને શરૂઆતથી ફરીથી બનાવી. આ અનુભવોએ તેમની કવિતામાં ઊંડી ભાવનાત્મક તીવ્રતા ઉમેરી અને તે નમ્રતાને આકાર આપ્યો જેના માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય હતા.

જી બહુત ચાહા હૈ સચ બોલે
ક્યા કરેં હોસલા નહીં હોતા

દાયકાઓથી, બશીર બદ્રે યુનાઇટેડ સ્ટેટ્સ, દુબઈ, કતાર અને પાકિસ્તાન સહિતના દેશોમાં વ્યાપક પ્રવાસ કર્યો, જ્યાં તેમણે ઉર્દૂ કવિતાના ચાહકો દ્વારા હાજરી આપતા મુશાયરા અને સાહિત્યિક મેળાવડામાં ભાગ લીધો.

તેમના અવસાન સાથે, ઉર્દૂ સાહિત્યે તેના તેજસ્વી અને સૌથી પ્રિય અવાજોમાંથી એક ગુમાવ્યો છે. જો કે, તેમની કાલાતીત ગઝલો અને અવિસ્મરણીય જોડીઓ વિશ્વભરના કવિતા પ્રેમીઓની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

 

PM મોદીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના લખી. જાણો તેમણે શું કહ્યું

પીએમ નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા, “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” ની પ્રસ્તાવના લખી છે. તેમાં, પીએમ મોદીએ લખ્યું છે કે મેલોનીની આત્મકથા લોકોને પ્રેરણા આપશે. પીએમ મોદીએ લખ્યું છે કે ઇટાલીના વડા પ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખવી એ ખૂબ જ સન્માનની વાત છે. પીએમ મોદીએ મેલોનીને દેશભક્ત અને ઉત્કૃષ્ટ નેતા તરીકે વર્ણવી હતી.

પીએમ મોદીએ લખ્યું છે કે, “પીએમ મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને શાશ્વત સત્યોની યાદ અપાવે છે. ભારત તેમને એક સમકાલીન ઉત્કૃષ્ટ અને દેશભક્ત નેતા માને છે. તેમનું જીવનચરિત્ર આપણા પોતાના મૂલ્યો અને આપણા સાંસ્કૃતિક વારસાના રક્ષણમાં તેમની માન્યતાને પ્રતિબિંબિત કરે છે.” પીએમ મોદીએ કહ્યું કે મેલોનીની રાજકીય અને વ્યક્તિગત યાત્રા ભારતીય લોકો સાથે ઊંડે સુધી જોડાયેલી છે. મેલોનીનું જીવનચરિત્ર ચોક્કસપણે ભારતીય વાચકો સાથે પડઘો પાડશે.”

મેલોનીના પુસ્તકનું ભારતીય આવૃત્તિ ટૂંક સમયમાં
મીડિયા અહેવાલો અનુસાર, જ્યોર્જિયા મેલોનીના જીવનચરિત્રનું ભારતીય સંસ્કરણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. રૂપા પબ્લિકેશન્સ તેને પ્રકાશિત કરશે. પુસ્તકનું અમેરિકન સંસ્કરણ જૂન 2025 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની પ્રસ્તાવના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર દ્વારા લખવામાં આવી હતી. નોંધનીય છે કે ઇટાલિયન વડા પ્રધાન મેલોનીની આત્મકથાનું મૂળ સંસ્કરણ 2021 માં લખવામાં આવ્યું હતું, જ્યારે મેલોની ઇટાલીમાં વિરોધ પક્ષના નેતા હતા. માત્ર એક વર્ષ પછી, તે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા.

મેલોનીએ તેમના પુસ્તકમાં શું લખ્યું?

પીએમ મેલોનીએ તેની આત્મકથામાં મહિલાઓની વેદનાનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, “હું જ્યોર્જિયા છું. હું એક મહિલા છું. હું ઇટાલિયન છું. હું ખ્રિસ્તી છું.” “તમે આ મારાથી છીનવી ન શકો.” તેમણે વિપક્ષ દ્વારા તેમને બદનામ કરવા માટે ચલાવવામાં આવેલા અસંખ્ય અભિયાનોનો પણ ઉલ્લેખ કર્યો.પુસ્તકમાં, મેલોનીએ જણાવ્યું હતું કે ગર્ભવતી હોવા છતાં પણ ક્યારેય રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહી નથી.

મેલોનીએ તેના પુસ્તકમાં લખ્યું કે હું ક્યારેય માનતી નહોતી કે સ્ત્રીએ ફક્ત મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. રાજકારણ દરેક માટે છે. તે દરેકના ફાયદા માટે છે. જો મારા જેવી ગર્ભવતી મહિલાને, મારા વિશેષાધિકારો હોવા છતાં ગર્ભવતી હોવાને કારણે નોકરી છોડવાનું કહેવામાં આવે છે, તો ગર્ભવતી યુવતી પાસે કોલ સેન્ટરમાં કામચલાઉ નોકરી લેવાની શું તક છે? હું સાબિત કરવા માંગતી હતી કે બાળકો મર્યાદા નથી.”