દેશમાં આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં વર્ષ 2027ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8નો વૃદ્ધિ દર નોંધાયો છે. તેમજ એપ્રિલથી જુલાઈના ત્રિમાસિક ગાળામાં રાજકોષીય ખાધ પણ ઘટીને 26.8 ટકા થઈ છે.
મૂડી ખર્ચે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
દેશમાં આર્થિક વૃદ્ધિ મજબૂત વપરાશ અને નિકાસના લીધે નોંધાઈ છે. તેમજ સરકારના મૂડી ખર્ચે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમેરિકા-ઈરાન સંઘર્ષથી ઉદ્ભવતા પુરવઠા શૃંખલા વિક્ષેપોની કોઈ અસર થઈ ન હતી. તેમજ કોમોડિટીના ભાવમાં વધારો થવા છતાં અર્થતંત્રએ સારું પ્રદર્શન કર્યું.
ગ્રોસ વેલ્યુ એડેડ વાસ્તવિક દ્રષ્ટિએ 8.2 ટકા વધ્યો
જેમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરની વૃદ્ધિ ગત વર્ષની સરખામણીએ સમાન છે. જ્યારે
ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)વાસ્તવિક દ્રષ્ટિએ 8.2 ટકા વધ્યો છે. જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 7.1 ટકાને વટાવી ગયો છે. પ્રથમ ક્વાર્ટરમાં નોમિનલ GVA વૃદ્ધિ 11.5 ટકા રહી.
નોમિનલ જીડીપીમાં 10.3 ટકાનો વધારો
પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપીમાં 10.3 ટકાનો વધારો નોંધાયો હતો, જે એક વર્ષ અગાઉ 8. 1 ટકા હતો. ગયા વર્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરમાં ઘટાડો, આવકવેરામાં ઘટાડા સાથે, ઘરગથ્થુ આવક અને માંગને ટેકો મળ્યો હતો. જેના લીધે વધતી જતી ફુગાવાની અસર ઓછી કરવામાં મદદ મળી હતી.
આ આંકડો દેશની આર્થિક મજબૂતાઈ
આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ દેશના GDP પર ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો હતો. નિર્મલા સીતારમણે આ મજબૂત આર્થિક પ્રદર્શનનો શ્રેય NDA સરકાર દ્વારા કરવામા આવેલા સુધારાને આપ્યો છે. તેમજ આ
આ આંકડો દેશની આર્થિક મજબૂતાઈ દર્શાવે છે.
