ઈસરોના સેટેલાઈટે આપ્યા ચોંકાવનારા સંકેત: પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ, ભારત પર શું થશે અસર?

દેશ અને દુનિયામાં ‘અલનીનોનું જોખમ’ તોળાઈ રહ્યું છે ત્યારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્નેગાઈઝેશન (ઈસરો)એ એક સેટેલાઈટ ઈમેજ શૅર કરીને ચોંકાવનારી વિગતો શૅર કરી દીધી છે. સેટેલાઈટ ઈમેજમાંથી એવી વિગત મળી છે, જેમાં પેસેફિક મહાસાગરમાં આવેલા પરિવર્તનને સરળતાથી નોંધી શકાય છે. પૃથ્વનીની સપાટીથી 741 કિમી દૂર આવેલા એક સેટેલાઈટમાંથી ઈમેજ લેવામાં આવી છે, જેમાં ભારતીય સેટેલાઈટે એક અલીનોના સંકેત આપ્યા છે.

આ ભારતીય સેટેલાઈટ અલનીનોની દરેક મુવમેન્ટ પર બારિકીથી નજર રાખી રહ્યો છે. વરસાદની પેટર્નમાં બદલાવ અને ભારતીય મોન્સુન પર આની અસર મહેસુસ થાય એ પહેલા જ ISROના EOS-06 સેટેલાઈટ પેસિફિક મહાસાગરમાં થઈ રહેલા બદલાવની સંકેતો આપ્યા છે.

એટલું જ નહીં પેસિફિક મહાસાગરના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સંકેત એવું સાબિત કરે છે કે, દુનિયાના વાતાવરણમાં એક મોટો ફેરફાર થાય એવા પૂરા એંધાણ છે. આની પાછળ અલનીનોની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે આવનારા મહિનાઓમાં આ સિસ્ટમ મજબૂત બની શકે છે અને આગળ પણ વધી શકે એમ છે. આની અસર થવાની હજુ બાકી છે.

ઈસરોના આ રિપોર્ટ વિશ્વ હવામાન સંગઠનના એક રિપોર્ટ સાથે મેચ થઈ રહ્યા છે. જુન 2026માં વિશ્વ હવામાન સંગઠને જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2026 સુધીમાં અલનીનો મજબૂત થઈ શકે છે. આ શક્યતા 80 ટકા સુધીની છે. આ નવું મોડલ મજબૂત અલીનીનો તરફ ઈશારો કરે છે. જુલાઈના અંત મહિના સુધીમાં સંગઠને અનુમાન કર્યું હતું કે, આ સ્થિતિ ઝડપથી મજબૂત બની રહી છે. ઑક્ટોબરમાં આની અસર જોવા મળી શકે છે.

EOS-06ના ડેટા દર્શાવે છે કે, વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં અલ નીનોની સ્થિતિના કારણે દરિયાઈ જૈવિક ઉત્પાદકતામાં સ્પષ્ટ ઘટાડો થયો છે. વૈજ્ઞાનિકો જે સૌથી મહત્વપૂર્ણ સૂચકનું નિરીક્ષણ કરી રહ્યા છે તે ક્લોરોફિલ-એમાં તીવ્ર ઘટાડો છે.

હૈદરાબાદ સેન્ટરમાંથી થયું મોનિટરિંગ
ક્લોરોફિલ-એ એ ફાયટોપ્લાંકટોનમાં જોવા મળતો પદાર્થ છે – સૂક્ષ્મ દરિયાઈ છોડ જે દરિયાઈ ખાદ્ય શૃંખલાનો પાયો બનાવે છે. ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC) અનુસાર, જૂન 2026માં ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરના ભાગોમાં સપાટી ક્લોરોફિલ-એ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ જાણકારીની ખાસ વાત એ છે કે, ક્લોરોફિલ સમુદ્રમાં થનારા બદલાવ પર તાત્કાલિક એક અસર ઊભી થઈ શકે છે. વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે, ક્લોરોફિલમાં થતા ઘટાડા, અલનીનોને બનવામાં ઊભા થતા સંકેત પહેલા કરતા વધારે સખત અને મજબૂત છે.

સેટેલાઈટે મહાસાગરની સપાટી પર ફેલાઈ રહેલી હવા, હવાના દબાણ અને હવાની દિશામાં ફેરફાર પણ નોંધી લીધા છે. આનાથી વાતાવરણમાં મોટો ફેરફાર આવવાની પૂરી શક્યતાઓ છે. ISROના NRSCના ડિરેક્ટર ડૉ. પ્રકાશ ચૌહાણ જણાવે છે કે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં ગરમ ​​પાણી સમુદ્રના ઊંડા સ્તરોમાંથી ઠંડા, પોષક તત્વોથી ભરપૂર પાણીના ઉપરના સ્તરને અટકાવે છે.

ફેરફારોને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા છે.
જ્યારે આ પ્રક્રિયા નબળી પડે છે, ત્યારે ફાયટોપ્લાંકટનનો વિકાસ પણ ઘટે છે. EOS-06 પર સ્થિત ઓશન કલર મોનિટર આ ચોક્કસ ફેરફારને રેકોર્ડ કરે છે. ઉપગ્રહ એક સ્કેટરોમીટરથી પણ સજ્જ છે જે અલ નિનો સાથે સંકળાયેલ પવનની પેટર્નમાં થતા ફેરફારોને ટ્રેક કરે છે. એકસાથે, આ ઉપકરણો અલ નિનોની શરૂઆત અને પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે એક મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે કામ કરે છે.

ડૉ. ચૌહાણે નોંધ્યું હતું કે સમુદ્ર સપાટીના તાપમાનની સાથે, ફાયટોપ્લાંકટનમાં ઘટાડો અલ નીનોની સ્થિતિ અને પેસિફિક મહાસાગરમાં તેમની અસરનો સ્પષ્ટ સંકેત આપે છે. ISROના નિષ્ણાંતો જણાવે છે કે, જો આગાહીઓ સાચી પડે અને અલ નિનો તીવ્ર બને, તો આગામી મહિનાઓમાં પેસિફિક મહાસાગરમાં લો-ક્લોરોફિલ ઝોન વધુ સ્પષ્ટ બનશે.

અલ નીનો એ ENSO (અલ નીનો-સધર્ન ઓસિલેશન)નો ગરમ તબક્કો છે અને તે વિશ્વની સૌથી પ્રભાવશાળી હવામાન પ્રણાલીઓમાંની એક છે. સામાન્ય પરિસ્થિતિઓમાં, વેપાર પવનો ગરમ પાણીને પેસિફિક મહાસાગરમાં પશ્ચિમ તરફ ધકેલે છે, જેના કારણે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાની નજીક ઠંડુ, પોષક તત્વોથી ભરપૂર પાણી ઉપર આવે છે.

આની ભારત પર અસર શું?
જો કે, અલ નીનો દરમિયાન, આ પવનો નબળા પડે છે અથવા દિશા બદલી નાખે છે. આનાથી ગરમ પાણી પૂર્વ તરફ ફેલાય છે, ઊંડા સમુદ્રના પાણીના ઉપરના પ્રવાહને અટકાવે છે અને દરિયાઈ ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. આ ઘટના વૈશ્વિક સ્તરે હવામાન પેટર્નને અસર કરે છે, જેના કારણે વિવિધ પ્રદેશોમાં વરસાદ, દુષ્કાળ, પૂર અને તાપમાનમાં વધઘટ થાય છે. ભારત માટે ‘એલ નીનો’ (El Niño) અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે વારંવાર નૈઋત્યના ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદ સાથે સંકળાયેલું હોય છે. જોકે એલ નીનોના આગમનથી હંમેશાં દુષ્કાળ પડતો નથી, તેમ છતાં શક્તિશાળી એલ નીનોની ઘટનાને કારણે ઘણીવાર વરસાદમાં ઘટાડો, જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવું, કૃષિ પર દબાણ અને જળ સંસાધનો અંગે વધતી ચિંતાઓ જેવી સ્થિતિ સર્જાય છે.

અલ નીનોને કારણે પેસિફિક મહાસાગરના પવનોમાં આવતા ફેરફારો ભારતીય ઉપખંડમાં ચોમાસાનો વરસાદ લાવતી મુખ્ય હવામાન પ્રણાલીને પણ અસર કરે છે. સેટેલાઈની ખાસ વાત એ છે કે, અવકાશમાંથી પણ ભૌગોલિક સ્થિતમાં થતા ફેરફારને સરળતાથી નોંધી શકાયા છે. વર્ષ 2022માં મોકલવામાં આવેલા સેટેલાઈટમાં ખાસ પ્રકારના ઉપકરણ લગાવવામાં આવ્યા છે.