અમેરિકન ડોલરના વિકલ્પના બદલે વર્તમાન કરન્સીમાં વ્યવહારો કરશે ‘બ્રિકસ’ના દેશો

અમેરિકન ડોલરનો વિકલ્પ શોધવાને બદલે ભારત સહિતના બ્રિકસના દેશો જો પોત પોતાની વર્તમાન કરન્સીમાં વિનિમય કરશે, તો તેનો ફાયદો ઘણાં એશિયન દેશોને થશે.

બ્રિક્સ દેશો દ્વારા કોઈ સામાન્ય નવી કરન્સી લોન્ચ કરવાની સત્તાવાર યોજના નથી. અને હાલમાં સભ્ય દેશો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે પરસ્પર વેપારમાં રૂપિયો, રૂબલ અને યુઆન જેવી સ્થાનિક મુદ્રાઓના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે.

દુનિયામાં ડોલરનો દબદબો જલદી સમાપ્ત થવો મુશ્કેલ છે. બ્રિકસ દેશો ડોલરને સંપૂર્ણપણે હટાવવાને બદલે તેના વિકલ્પો શોધી રહ્યા છે. આમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અને સ્થાનિક ચુકવણી સિસ્ટમોને એકબીજા સાથે જોડવાનો સમાવેશ થાય છે. આનાથી ડોલરની ભૂમિકાને પડકાર મળી શકે છે, પરંતુ તેને તરત જ સમાપ્ત કરવું સરળ નથી.

બ્રિકસ દેશોની પોતાની કરન્સીમાં વેપાર વધવાથી ભારતીય વેપારીઓને કેટલાક ફાયદા મળી શકે છે. ડોલરને બીજી કરન્સીમાં બદલવાનો અને ચુકવણી મોકલવાનો ખર્ચ ઘટી શકે છે. રૂપિયામાં સીધો વેપાર થવાથી ભારતીય કંપનીઓ માટે કેટલાક બજારોમાં વેપાર કરવો સરળ બની શકે છે. ડોલરની કિંમતમાં ઉતાર-ચઢાવ અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની અસર અમુક હદ સુધી ઓછી થઈ શકે છે. આ જ પ્રકારનો લાભ બ્રિકસના દેશોને તથા ખાસ કરીને એશિયાના દેશોને મળી શકે તેમ છે.

બ્રિકસ સમિટના પ્રારંભે જ ચાઈના સઘર્ન એરલાઈન્સ ૬ વર્ષ પછી ભારત માટે નિયમિત પેસેન્જર ફલાઈટ ફરી શરૂ કરી છે અને એરલાઈન્સ ૨૧ સપ્ટેમ્બર સુધી ગુઆંગઝુ-દિલ્હી રૂટ પર ફલાઈટ સેવા ફરી શરૂ કરવા જઈ રહી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ફલાઈટ્સ શરૂ થયા પછી, એકલાઈન દક્ષિણ એશિયામાં ૮ રાઉન્ડ ટ્રીપ રૂટ પર દર અઠવાડિયે ૧૦૦થી વધુ ફલાઈટ્સનું સંચાલન કરશે.