સરદાર પટેલની 151મી જન્મજયંતીએ એકતાનગરમાં ભવ્ય ઉજવણી! PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. શનિવારે એકતાનગર-કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151ની જન્મજયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. એકતા પરેડ પહેલા વડા પ્રધાને એકતા માટેના શપથ લેવડાવ્યા હતા. આ પછી એકથી એક ચડિયાતા સાંસ્કૃતિ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ પૂરો થયા બાદ એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા નીકળ્યા હતા. રાત્રિના 9.10 વાગ્યે તેઓ વડોદરાથી દિલ્હી માટે રવાના થયા હતા.

PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને વડા પ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પણ કરી. આ સાથે વાયુસેનાના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પછી વડા પ્રધાન મોદીએ નાની-મોટી 400 કરોડ રૂપિયાથી વધુ વિકાસના પ્રકલ્પો-યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ મુલાકાતમાં તેમણે રેન ફોરેસ્ટ તથા વામન વૃક્ષ વાટિકાની મુલાકાત કરી હતી. એકતાનગરમાં પ્રવાસીઓ-મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

વાગડિયા ચેકપોસ્ટ પાસે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’ તૈયાર કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટની મુલાકાત લઈને વિગતવાર માહિતી વડા પ્રધાન મોદીએ મેળવી હતી. એકતા દિવસ પર સંબોધન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, નક્સલવાદની કમર તૂટી ચૂકી છે, હવે આ દેશ નક્સલવાદથી મુક્ત થયો છે. હિંસા પીડિત હવે વિકાસ સાથે જોડાઈ ચૂક્યા છે. આજે દેશ પહેલા કરતા વધારે સુરક્ષિત છે.

વિપક્ષ પર કર્યા પ્રહાર
વિપક્ષ પર પ્રતિક્રિયા આપતા મોદીએ ઉમેર્યું હતું કે, વિપક્ષ પોતાનું કર્તવ્ય ગુમાવી ચૂક્યો છે. સંવિધાનની મર્યાદાઓને પાર કરી રહ્યો છે. દેશના વિકાસમાં વિધ્ન ઊભું કરી રહ્યો છે. વિપક્ષનો વિરોધ એક અવરોધ બની ચૂક્યો છે. દિમાગથી જે લોકો નક્સલ છે એનું જોખમ હજું ટળ્યું નથી. દેશવાસીઓએ આનાથી એલર્ટ રહેવું જોઈએ. આઝાદી પછી ગરીબી દૂર કરીશું એવા વાયદા થયા હતા. ગરીબી દૂર કરવાના નામે માત્ર વોટ માગવામાં આવ્યા હતા. ગરીબોની સ્થિતિ પહેલા કેવી હતી એ સૌ કોઈ જાણે છે. છેલ્લા 12 વર્ષથી અમારી સરકાર ગરબી કલ્યાણ પર કામ કરી રહી છે.
ફોક્સ કરી રહી છે. મફત રાશન, મફત ઈલાજથી ગરીબોના પૈસા બચી ગયા છે. અમે દેશને વિકસિત બનાવીશું. હમણા થોડા દિવસો પહેલા વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ એવું દર્શાવે છે કે, વર્ષ 2024 પહેલાના દસથી 12 વર્ષોમાં 50 કરોડ ભારતીયો ગરીબીમાંથી બાહર આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા 100માંથી 27 લોકો ગરીબીમાં હતા આજે આ સંખ્યા સતત ઓછી થતી રહી છે. આજે 100માંથી 3 લોકો જ ગરીબીમાં રહે છે.

રન ફોર યુનિટીનો ઉલ્લેખ કર્યો
અત્યાર સુધી એકતા દિવસના કાર્યક્રમ સવારે થતા હતા. આ વખતે કાર્યક્રમ થોડો અલગ થયો છે. કાર્યક્રમમાં ફેરફાર થયો છે. બદલાવ આવ્યો છે. આ વખતે આપણે સૌ સાંજના સમયે એકઠા થયા છીએ. સવારના સમયે લાખોની સંખ્યામાં નાગરિકોએ રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. દેશવાસીઓમાં આ કાર્યક્રમ પ્રત્યે એક જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. સરદાર પટેલનો આભાર વ્યક્ત કરૂ છું જેમણે આઝાદી પછી 550 રજવાડાઓને એક કરીને પોતાના મજબૂત ઈરાદા સાથે દેશને એકતાની દોરીમાં બાંધ્યો હતો.