અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સંકળાયેલા કડક પ્રતિબંધો અને 100% ટેરિફ લાગુ થવાના એક દિવસ પહેલાં જ તેમણે ‘ગ્રેહામ એક્ટ’ હેઠળ મુક્તિ આપી છે. આ નિર્ણય યુએસના “રાષ્ટ્રીય હિત” માં લેવાયો હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે. આ પગલાથી ભારત-અમેરિકા વેપાર પર સંભવિત ખતરો ટળ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂ-ટર્ન લઈને ભારત અને ચીન સહિતના દેશોને મોટો દિલાસો આપતાં રશિયા સાથે જોડાયેલા અનેક કડક પ્રતિબંધો અને ટેરિફ (જકાત) અમલમાં મૂકવા પર રોક લગાવી દીધી છે. આ કડક જોગવાઈઓ લાગુ થવાના માત્ર એક દિવસ પહેલાં જ અમેરિકન પ્રમુખે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરીને આ મુક્તિ આપી છે.
ટ્રમ્પ સરકારના આ નિર્ણયને કારણે ચીન, ભારત, સ્લોવાકિયા અને અઝરબૈજાનને મોટી રાહત મળી ગઇ છે. આ દેશોને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની છૂટ મળી ગઈ છે. ગઈકાલે મોડી રાત્રે જાહેર કરાયેલા કારોબારી આદેશમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય યુએસના રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવ્યો છે. હું ‘ગ્રેહામ એક્ટ’ હેઠળ દર્શાવવામાં આવેલા પ્રતિબંધો, નિયંત્રણો અને જકાતોની અમલવારીમાંથી મુક્તિ આપું છું. મેં કોંગ્રેસને એ સર્ટિફિકેશન સુપ્રત કર્યું છે કે આ સમયે આ પ્રકારની છૂટ આપવી એ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતમાં છે.
ઉલ્લેખનિય છે કે, ગત મહિને ટ્રમ્પે ‘લિન્ડસી ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026’ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. યુક્રેનના સમર્થક અને અમેરિકન સેનેટર લિન્ડસી ગ્રેહામના નામે બનાવાયેલા આ કાયદાનો મુખ્ય હેતુ રશિયન બેંકો, ઊર્જા ક્ષેત્ર અને મિલિટરી ઓપરેશન્સને નાણાકીય ભંડોળ રોકવાનો હતો. આ કાયદા હેઠળ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ ઝીંકવાની સત્તા આપવામાં આવી હતી.
ભારત પર ડબલ ફટકો પડતઃ ભારત અને ચીન સહિત 10 દેશો આ 100% ટેરિફની ઝપેટમાં આવી શકે તેમ હતા. ભારત પર પહેલાથી જ ફોર્સ્ડ લેબરના મુદ્દે 10% પેનલ્ટી ટેરિફ ચાલુ છે, તેથી જો 100% વધારાનો ટેરિફ લાગ્યો હોત તો ભારત-અમેરિકા વેપારને ભારે આંચકો પહોંચ્યો હોત.
ટ્રમ્પે ગયા મહિને ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્કશનિગ રશિયા એન્ડ ઈરાન એક્ટ, 2026’ નામના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાનું નામ સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેઓ વોશિંગ્ટનમાં યુક્રેનના મજબૂત સમર્થકોમાંના એક હતા. આ વર્ષે જુલાઈમાં કિવની મુલાકાતેથી પરત ફર્યા પછી થોડા જ સમયમાં તેમનું અવસાન થયું હતું.
આ કાયદામાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા ચોક્કસ દેશો પર 100% સુધીના ટેરિફની જોગવાઈ છે. વધુમાં, રશિયાથી આયાત થતા માલ પર 500% સુધીના ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણય ખાસ કરીને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા મુખ્ય દેશો અને રશિયન તેલ પરના પ્રતિબંધોને ટાળવામાં મદદ કરનારા દેશો પર લક્ષ્યાંકિત કરવામાં આવ્યો હતો. ભારત અને ચીન જેવા મુખ્ય ખરીદદારો પણ પ્રભાવિત થઈ શકે છે. હવે, ટ્રમ્પે સંબંધિત જોગવાઈઓ માફ કરી દીધી છે, જેનાથી હાલ પૂરતો આ નવા ટેરિફનો ખતરો ટળી ગયો છે. જોકે, આ રાહતનો અર્થ એ નથી કે અગાઉના તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. રશિયન સરકારની કેટલીક પ્રવૃત્તિઓ અંગે અગાઉ જારી કરાયેલા યુએસ આદેશો અમલમાં રહેશે.
ગયા મહિને અમેરિકન કોંગ્રેસે રશિયા પર પ્રતિબંધો લગાવવા સંબંધિત બિલ પસાર કર્યું ત્યારે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાના વેપાર અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવા પ્રતિબદ્ધ છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ”અગાઉ અનેક પ્રસંગોએ જણાવ્યા મુજબ, ભારત પોતાના 1.4 અબજ નાગરિકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બદલાતી બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઊર્જાના વિવિધસ્ત્રોતો પાસેથી ખરીદી કરીને ભારત આ દિશામાં પ્રયાસો ચાલુ રાખશે.”
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં અમેરિકાના વિવિધ પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરે ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ચર્ચા થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ”આ મુદ્દાની માત્ર ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો પર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર પર પણ પડી શકે તેવી સંભવિત અસરો અંગે ભારતે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે.”
ટેરિફ મુક્તિ હોવા છતાં, યુએસ વહીવટીતંત્ર રશિયન તેલ અને ગેસની ખરીદી પર નજર રાખવાનું ચાલુ રાખશે. ટ્રમ્પે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને સ્ટેટ ડિપાર્ટમેન્ટ, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને એનર્જી ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ પ્રક્રિયા પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ રાષ્ટ્રપતિને એવી કોઈપણ પરિસ્થિતિની જાણ કરવી જોઈએ જેમાં નવા પગલાં લેવાની અથવા હાલની મુક્તિઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે.
ટ્રમ્પનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વહીવટીતંત્ર રશિયાના ઊર્જા વેપાર અને ઊંચા ઇંધણના ભાવ અંગે યુએસ નીતિના દબાણ હેઠળ છે. કેટલાક યુએસ કાયદા નિર્માતાઓ માને છે કે રશિયન તેલ ખરીદી પર પ્રતિબંધો યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાને આવક ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે.
