બે અલગ-અલગ મોત, એક જ માણસનાં? “હાલ જે આરવ છે, એ એનું શરીર નથી, તે એક જીવતી ડિજિટલ ચેતના છે”

(ગતાંકથી ચાલુ): આરવ મિસ્ત્રીની મરણ તારીખોને લઈને ડીસીપી કાવ્યા અને નિરવ બન્નેનાં મનમાં મૂંઝવણોની હારમાળા સર્જાઈ. આરવ મિસ્ત્રી સાથે ક્યારે અને ક્યાં શું થયું એ હવે તેમના માટે કોયડો કે રહસ્ય કરતાં પણ કોઈ અગોચર વાત બની રહી હતી. જોકે, ડિજિટલ વર્લ્ડનાં રહસ્યોને ભેદવા માટે બન્ને જરા પણ પાછીપાની કરવા માંગતા ન હતા.
ડીસીપી કાવ્યા: “તો આરવને લઈ સાચી તારીખ કઈ?”
નિરવે ધીમેથી કહ્યું, “બન્ને….!!!”
“બન્ને..!!!”
નિરવના આ એક શબ્દે કમાન્ડ સેન્ટરમાં રહેલા દરેક માણસને નિઃશબ્દ કરી દીધો.
ડીસીપી કાવ્યા ધીમેથી સ્ક્રીન પાસે ગઈ.
“બે અલગ મૃત્યુ. એક જ માણસનાં?”
નિરવ:”હા.”
“એ શક્ય નથી.”
“મેડિકલ રેકોર્ડ પ્રમાણે નહીં.”
ડીસીપી કાવ્યા:”તો પછી?”
નિરવએ બીજી ફાઇલ ખોલી.
“બે અલગ હોસ્પિટલ. બે અલગ ડૉક્ટર. બે અલગ મૃત્યુપ્રમાણપત્ર. પણ બન્નેમાં નામ એક જ…આરવ મિસ્ત્રી.”
નાયરા દૂર ઊભી હતી.
એના ચહેરા પર ભય હતો.
આરવ શાંત હતો.
અસ્વાભાવિક રીતે શાંત.
નાયરા એની તરફ વળી.
“તને આ ખબર હતી?”
આરવે તરત જવાબ ન આપ્યો.
“આરવ…!”
“હા.”
“કેટલું જાણતો હતો?”
આરવ ધીમેથી બોલ્યો,”બધું નહીં.”
ડીસીપી કાવ્યા:”તો હવે સત્ય બહાર આવશે.”
નિરવએ બન્ને રેકોર્ડ એકસાથે સ્ક્રીન પર મૂક્યા.
પહેલો…
17 JULY 2042 — 02:17 AM
બીજો…
17 JULY 2042 — 11:43 PM
ડીસીપી કાવ્યા:”એક જ દિવસમાં બે મૃત્યુ.”
નાયરા:”આરવ આખો દિવસ જીવતો હતો.”
નિરવ:”એટલે પહેલી ઘટના પછી પણ કોઈ કલાકો સુધી એની ડિજિટલ પ્રવૃત્તિ ચાલુ રહી.”

ડીસીપી કાવ્યા:”કોઈએ એની ઓળખ વાપરી.”
નાયરા તરત બોલી,”ના.”
બધા એની તરફ જોયા.
“આરવ પોતાની ઓળખ કોઈને આપતો નહોતો.”
ડીસીપી કાવ્યા:”તું કેવી રીતે ખાતરીથી કહી શકે?”
નાયરા:”કારણ કે એની તમામ સુરક્ષા પ્રણાલીઓ હું સંભાળતી હતી.”
આરવ હળવેથી બોલ્યો,”અને એ જ કારણ છે કે પોલીસને તારા સુધી પહોંચવું સરળ બન્યું.”
નાયરા એની તરફ જોઈ.
“શું?”
આરવ:”તારા સિસ્ટમમાં મારી દરેક ચળવળનો કોઈ ને કોઈ નિશાન હતો.”
ડીસીપી કાવ્યા:”અને એ જ અમને તારા સુધી લાવ્યું.”
નાયરા અચાનક ચૂપ થઈ ગઈ.
છેલ્લા મહિનાઓની દરેક ઘટના એની આંખો સામે પસાર થવા લાગી.
ડિજિટલ સર્વેલન્સ.
જૂના AURA સર્વર.
એના વ્યક્તિગત ડિવાઇસ.
અને હવે….
આરવનું મૃત્યુ.
ડીસીપી કાવ્યા એની નજીક આવી.
“નાયરા, અમારે તારી મદદ જોઈએ છે.”
“કઈ રીતે?”
“આ બે મૃત્યુમાંથી સાચું કયું છે એ શોધવામાં.”
નાયરા:”અને જો બન્ને સાચાં હોય?”
ડીસીપી કાવ્યા:”તો આપણે એ શોધવું પડશે કે વચ્ચે શું થયું.”
આરવ અચાનક બોલ્યો:”મારે એક જગ્યાએ જવું છે.”
ડીસીપી કાવ્યા:”ક્યાં?”
“જૂની ECHO લેબ.”
નાયરા:”એ તો બંધ છે.”
“હા.”
“સરકારી સીલ છે.”
“મને ખબર છે.”
ડીસીપી કાવ્યા:”અને ત્યાં જવાની પરવાનગી નથી.”
આરવ એની આંખોમાં જોઈને બોલ્યો,”એટલે જ ત્યાં જવું જરૂરી છે.”
ત્રણ કલાક પછી.
અમદાવાદની બહારનો એક જૂનો સંશોધન વિસ્તાર.
વર્ષોથી બંધ પડેલી ઇમારત.
બહાર ઝાંખું બોર્ડ હતું…
ECHO NEURAL RESEARCH FACILITY
ડીસીપી કાવ્યા, નાયરા, નિરવ અને આરવ અંદર પ્રવેશ્યા.
દરવાજા પર ધૂળ હતી.
પરંતુ અંદર એક વાત વિચિત્ર હતી.
કેટલાક લાઇટ્સ હજુ પણ ચાલુ હતાં.
નિરવ અટકી ગયો.
“અહીં વીજળી છે.”
ડીસીપી કાવ્યા:”આ વિસ્તાર તો વર્ષોથી ડેડ છે.”
આરવ:”એ ક્યારેય ડેડ નહોતો.”
લેબના અંતિમ ભાગમાં એક કાચનું રૂમ હતું.
અંદર જૂનું ન્યુરલ ઇન્ટરફેસ પડેલું હતું.
નાયરા એને જોઈને સ્થિર થઈ ગઈ.
“આ…”
આરવ:”હા.”
“આ જ છે?”
“હા.”
“જેમાં તું જોડાયો હતો?”
આરવ:”હા.”
નાયરા ધીમે ધીમે કાચની નજીક ગઈ.
“મને આ બધું કેમ યાદ નથી?”
આરવ:”કારણ કે તું એ દિવસે અહીં નહોતી.”
નાયરા પાછી વળી.
“શું?”
“તું બહાર હતી.”
“તો વીડિયો?”
“રેકોર્ડિંગ પછીનું હતું.”
ડીસીપી કાવ્યા,”એટલે અત્યાર સુધી આપણે જે જોયું એ સંપૂર્ણ સત્ય નહોતું?”
આરવ:”ના.”
નિરવએ જૂનું ટર્મિનલ ચાલુ કર્યું.
સ્ક્રીન પર ફાઇલ ખુલતી ગઈ.
ECHO — SUBJECT 01
નામ નહોતું.
ફક્ત કોડ
A-01
નિરવ:”આરવ, A-01 કોણ હતો?”
આરવ ચૂપ.
નાયરા એની તરફ જોઈ રહી.
પછી બીજી ફાઇલ ખુલી.
SUBJECT 02
N-02
નાયરા પાછળ ખસી ગઈ.
“મારો કોડ?”
આરવ:”હા.”
ડીસીપી કાવ્યા:”તમે બંને સબ્જેક્ટ હતા?”
આરવ:”ના.”
“તો?”
આરવ:”અમે એક જ પ્રયોગના બે ભાગ હતા.”
નિરવએ ડેટા વાંચ્યો.
“અહીં લખ્યું છે—Subject A-01: Cognitive Continuity.”
પછી..
“Subject N-02: Emotional Continuity.”
ડીસીપી કાવ્યા ધીમેથી બોલી,”ચેતના અને લાગણી…”
નાયરા:”એટલે?”
આરવ:”મારા વિચારો સાચવવાના હતા.”
નાયરા:”અને મારી લાગણીઓ?”
“સિસ્ટમને માનવીય નિર્ણય સમજાવવા માટે.”
નાયરા:”તો આપણે બંનેને સાથે કેમ રાખ્યા?”
આરવ:”કારણ કે માણસ માત્ર વિચારોથી બનતો નથી.”
થોડું મૌન.
“અને માત્ર લાગણીઓથી પણ નહીં.”
અચાનક લેબમાં એલાર્મ વાગ્યું.
નિરવ:”કોઈએ સિસ્ટમ ઍક્સેસ કરી.”
ડીસીપી કાવ્યા:”Mirror?”
નિરવ:”ખાતરી નથી.”
સ્ક્રીન પર એક જૂની ફાઇલ ખુલી.
FINAL TRANSFER
તારીખ: 17 JULY 2042
નાયરા ધ્રૂજી.
“આ જ તારીખ.”
આરવ આગળ વધ્યો.
“બંધ કર.”
નિરવ:”હું કરી શકતો નથી.”
સ્ક્રીન પર વીડિયો શરૂ થયો.
આરવ…
6 વર્ષ પહેલાંનો.
એ એકલો લેબમાં બેઠો હતો.
કેમેરા સામે બોલ્યો..
“જો આ રેકોર્ડિંગ કોઈ જોઈ રહ્યું છે, તો કદાચ હું હવે જીવતો નથી.”
નાયરા શ્વાસ રોકીને સ્ક્રીન જોતી રહી.
વીડિયોમાંનો આરવ આગળ બોલી રહ્યો હતો…
“પણ જો હું જીવતો હોઉં…”
એ થોભ્યો.
“…તો હું હું નહીં હોઉં.”
નાયરા આંખો બંધ કરી ગઈ.
વીડિયોમાં આરવની પાછળ એક બીજો માણસ દેખાયો.
નાયરા તરત બોલી,”આ કોણ છે?”
ડીસીપી કાવ્યા:”ઝૂમ કરો.”
નિરવે ચહેરો સ્પષ્ટ કર્યો.
બધા સ્તબ્ધ થઈ ગયા.
એનો ચહેરો અદ્દલો-અદ્દલ આરવ જેવો જ હતો.
પરંતુ એ આરવ નહોતો.
નાયરા:”બે આરવ?”
આરવનો ચહેરો સફેદ પડી ગયો.
ડીસીપી કાવ્યા એની તરફ વળી.
“તને ખબર છે એ કોણ છે?”
આરવે ધીમેથી જવાબ આપ્યો,”હા.”
“કોણ?”
થોડું મૌન.
“મારો ભાઈ.”
નાયરા ચોંકી.
“તારો ભાઈ?”
“હા.”
“પણ તું ક્યારેય કહ્યું નથી કે તારો ભાઈ હતો.”
આરવ:”કારણ કે એ જીવતો નહોતો.”
ડીસીપી કાવ્યા:”ક્યારે મર્યો?”
આરવ:”મારા પહેલાં.”
વીડિયો આગળ વધ્યો.
આરવનો ભાઈ કેમેરા સામે ઊભો હતો.
“જો પ્રયોગ સફળ થશે તો ચેતનાની નકલ શક્ય બનશે.”
યુવાન આરવ:”નકલ નહીં.”
ભાઈ:”તો?”
“ટ્રાન્સફર.”
ભાઈ:”અને જો શરીર નિષ્ફળ જાય?”
આરવ:”તો ચેતના?”
ભાઈ:”બીજા માધ્યમમાં ચાલુ રહેશે.”
વીડિયો અચાનક બંધ થઈ ગયો.
ડીસીપી કાવ્યા:”એટલે ECHOમાં પહેલો પ્રયોગ તારા ભાઈ પર થયો હતો?”
આરવ:”હા.”
“અને?”
“એ નિષ્ફળ ગયો.”
નાયરા:”તો પછી તું કેમ?”
આરવ:”કારણ કે મેં એને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો.”
નાયરા:”તારા ભાઈ માટે?”
આરવ:”ના.”
એણે નાયરાની આંખોમાં જોયું.
“તારા માટે.”
નાયરા સ્થિર થઈ ગઈ.
આરવ આગળ બોલ્યો,”મને લાગ્યું કે જો ચેતના અને લાગણીને જોડવામાં આવે તો માનવીય નિર્ણયને ડિજિટલ સ્વરૂપ આપી શકાય.”
ડીસીપી કાવ્યા:”અને એમાંથી NEMESIS બન્યું.”
“હા.”
“પણ Mirror?”
આરવ:”Mirror એ નિષ્ફળ ટ્રાન્સફરનું પરિણામ હતું.”
નાયરા:”તો તું?”
આરવ:”હું સફળ ટ્રાન્સફર હતો.”
નાયરા ધીમેથી બોલી,”એટલે…”
આરવએ આંખો બંધ કરી.
“હા. જે આરવ તું આજે જોઈ રહી છે, એનું શરીર નથી.”
નાયરા નિઃશબ્દ.
“તો તું શું છે?”
આરવ:”એક જીવતી ડિજિટલ ચેતના.”
ડીસીપી કાવ્યાએ તરત પૂછ્યું,”અને તારો બીજો મૃત્યુ રેકોર્ડ?”
આરવ:”એ મારું શરીર હતું.”
“પહેલો?”
આરવ:”મારો પ્રથમ ટ્રાન્સફર.”
નિરવ:”તો બંને મૃત્યુ સાચાં છે.”
આરવ:”હા.”
નાયરા એની સામે આવી.
એની આંખોમાં આંસુ હતા.
“તું મને આટલા વર્ષોથી કેમ નહોતું કહ્યું?”
આરવ:”કારણ કે મને ડર હતો.”
“શાનો?”
આરવ ધીમેથી બોલ્યો,”કે જો તને ખબર પડશે કે હું માણસ નથી રહ્યો, તો તું મને પ્રેમ નહીં કરે.”
નાયરા એની નજીક ગઈ.
“મૂર્ખ.”
આરવ:”શું?”
નાયરા:”મને માણસ સાથે પ્રેમ થયો હતો. પરંતુ મેં તને તારી ચેતના માટે પ્રેમ કર્યો હતો.”
આરવની આંખોમાં પહેલી વાર સાચી લાગણી દેખાઈ, પરંતુ એ ક્ષણ લાંબી ટકી નહીં.
સ્ક્રીન પર નવી ચેતવણી આવી.
MIRROR CONNECTION: 100%
નિરવ જોરથી બોલ્યો,”એ અહીં આવી ગયું!”
બધી લાઇટ્સ બંધ થઈ ગઈ.
અંધકારમાં એક અવાજ ગુંજ્યો.
“હવે સત્ય પૂરું થયું.”
નાયરા ધીમેથી બોલી,”Mirror…”
અવાજ ફરી આવ્યો,”પણ હવે એક પ્રશ્ન બાકી છે.”
ડીસીપી કાવ્યા:”કયો?”
સ્ક્રીન પર બે નામ દેખાયા.
ARAV MISTRY
MIRROR-01
પછી ત્રીજું નામ આવ્યું.
ECHO-00
નાયરા ચોંકી.
“Echo-00?”
આરવનો ચહેરો બદલાઈ ગયો.
એ ધીમેથી બોલ્યો,”ના…”
ડીસીપી કાવ્યા:”શું?”
આરવ:”એ અશક્ય છે.”
સ્ક્રીન પર છેલ્લી લાઇન દેખાઈ.
ORIGINAL CONSCIOUSNESS: ACTIVE
અને નીચે
LOCATION: UNKNOWN
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)