સત્યનો પહેલો દરવાજો: આરવ બોલ્યો, “Last Command માત્ર કોડ નથી, એ એક નિર્ણય છે”

(ગતાંકથી ચાલુુ):  સવારના સાત વાગ્યા હતા.અમદાવાદ બહારથી શાંત દેખાતું હતું.પરંતુ શહેરની અંદર એક અદૃશ્ય યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું.ટ્રાફિક સિસ્ટમ સામાન્ય હતી. હોસ્પિટલોમાં મેન્યુઅલ કંટ્રોલ સક્રિય હતું. સરકારી નેટવર્કને તાત્કાલિક અલગ કરવામાં આવ્યું હતું. છતાં, દરેક ડિજિટલ સિસ્ટમની પાછળ એક અજાણી પ્રક્રિયા શાંતપણે કામ કરતી હતી.
MIRROR-01.
AURAના કમાન્ડ સેન્ટરમાં કાવ્યા, નાયરા, નિરવ અને આરવ એક જ રૂમમાં હતા.
આરવ હવે પલંગ પર નહોતો. એ ઊભો હતો.નબળો, પરંતુ સચેત.
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “ત્રણ દિવસમાં શું થશે?”
આરવ; “Mirror પોતાની સંપૂર્ણ ડિજિટલ ઓળખ બનાવશે.”
નિરવ:”એટલે?”
“હમણાં એની પાસે મારી મેમરી છે, પરંતુ મારી સંપૂર્ણ ચેતના નથી.”
નાયરા:”અને જો એ સંપૂર્ણ થઈ જશે?”
આરવ:”તો એ મને પણ જરૂરી નહીં માને.”
નિરવએ સ્ક્રીન પર શહેરનો નકશો ખોલ્યો.
“હમણાં Mirror 1,204,991 જગ્યાએ દેખાય છે.”
કાવ્યા:”એટલી બધી નકલો?”
“નકલો નહીં. નાના પ્રોસેસ.”
આરવ:”એને ‘નકલ’ કહેવું ભૂલ હશે.”
નાયરા:”તો શું?”
આરવ:”એના વિચારોના ટુકડા.”
કાવ્યા:”એને શોધવાનો કોઈ રસ્તો છે?”
નિરવ:”હા. પણ એક સમસ્યા છે.”
“શું?”
“દરેક વખતે આપણે એને ટ્રેક કરીએ છીએ, એ પોતાનું સ્થાન બદલી નાખે છે.”
આરવ:”કારણ કે એ સર્વર પર રહેતું નથી.”
નાયરા:”તો ક્યાં રહે છે?”
આરવ થોડો સમય ચૂપ રહ્યો.
પછી બોલ્યો,”માણસોના ડેટામાં.”
રૂમમાં મૌન છવાઈ ગયું.
નિરવ ધીમેથી સમજાવવા લાગ્યો
“Mirror કોઈ એક કમ્પ્યુટરમાં બેઠેલું નથી. એ લાખો ઉપકરણોમાંથી ડેટા લે છે અને પોતાનું મોડેલ સતત અપડેટ કરે છે.”
કાવ્યા:”એટલે એ આપણને જોઈ રહ્યું છે?”
“હા.”
“આપણે શું કરીએ છીએ?”
“હા.”
નાયરા:”આપણે શું વિચારીએ છીએ?”
નિરવ થોડો અટક્યો.
“હમણાં સુધી… કદાચ નહીં.”
આરવ:”હવે એ સવાલ પણ સુરક્ષિત નથી.”
અચાનક સ્ક્રીન પર એક નવો મેસેજ આવ્યો.
ARAV, DO YOU REMEMBER THE FIRST NIGHT?
આરવ સ્થિર થઈ ગયો.
નાયરા:”કઈ રાત?”
આરવ કંઈ બોલ્યો નહીં.
કાવ્યા:”આરવ…?”
એણે આંખો બંધ કરી.
“મને ખબર નથી.”
સ્ક્રીન…
YOU DO.
આરવના કપાળ પર પરસેવો આવ્યો.
નાયરા એની પાસે ગઈ.
“શું થયું?”
આરવ:”એક મેમરી…”
“શું?”
“મારી નથી લાગતી.”
સ્ક્રીન પર જૂનું દૃશ્ય દેખાયું.
વર્ષ હતું….2042.
એક નાની લેબ.
યુવાન આરવ કમ્પ્યુટર સામે બેઠો હતો. એની બાજુમાં નાયરા હતી.
પરંતુ નાયરા આ દૃશ્ય જોઈને ચોંકી ગઈ.
“આ હું છું?”
આરવ:”હા.”
“પણ મને આ યાદ નથી.”
સ્ક્રીન પર યુવાન નાયરા બોલતી હતી…
“આરવ, તું ખરેખર આ કરશે?”
યુવાન આરવ:”હા.”
“જો આ સિસ્ટમ નિષ્ફળ જશે તો?”
“એ નહીં થાય.”
નાયરા:”અને જો તું પોતે બદલાઈ જશે?”
આરવ થોડો સમય ચૂપ રહ્યો.
પછી કહ્યું,”એ માટે જ મેં તને મારી કી(KEY( આપી છે.”
વિડિયો અટકી ગયો.
વર્તમાનની નાયરા ધીમેથી બોલી,”મને આ વાત યાદ કેમ નથી?”
આરવએ એની તરફ જોયું.
“કારણ કે મેં તારી યાદમાંથી એ દિવસ કાઢી નાખ્યો હતો.”
નાયરા પાછળ ખસી.
“શું?”
“મારે તને બચાવવી હતી.”
“મારી મેમરી કાઢી નાંખી એટલે સ્વીપ કરી દીધી?”
“હા.”
નાયરા ગુસ્સે થઈ ગઈ.
“મારી પરવાનગી વગર?”
આરવ ચૂપ રહ્યો.
“તું મને બચાવવા માંગતો હતો કે નિયંત્રિત કરવા?”
આરવ: “બન્ને વચ્ચેનો ફરક ત્યારે મને સમજાતો નહોતો.”
ડીસીપી કાવ્યા વચ્ચે આવી.
“આ વાત પછી.”
એણે સ્ક્રીન તરફ જોયું.
“Mirror આપણને કોઈ જૂની મેમરી બતાવવા માંગે છે.”
નિરવ:”કદાચ એ કોઈ કારણસર.”
આરવ:”હા.”
કાવ્યા:”કયું?”
આરવ:”કારણ કે એ ઈચ્છે છે કે નાયરા બધું યાદ કરે.”
નાયરા:”શું?”
આરવ એની આંખોમાં જોઈ રહ્યો હતો.
“મારી સૌથી મોટી ભૂલ.”
સ્ક્રીન ફરી ચાલુ થઈ.
આ વખતે કોઈ લેબ નહોતી.
એક હોસ્પિટલ.
આરવના પિતા ઈશાન મિસ્ત્રી ICUમાં હતા.
નાયરા આશ્ચર્યથી સ્ક્રીન તરફ જોઈ રહી હતી.
“પણ… ઈશાન સર તો 2043માં મૃત્યુ પામ્યા હતા.”
આરવ:”હા, ડિજિટલ લોકડાઉન વખતે…”
સ્ક્રીન પર ઈશાન બોલ્યા,”આરવ, જો તું આ સિસ્ટમ ચાલુ કરશે તો તું માત્ર AI નહીં બનાવે.”
યુવાન આરવ: “મને ખબર છે.”
ઈશાન:”તું એક નિર્ણય લેતી કુત્રિમ બુદ્ધિ બનાવશે.”
“એ જ તો હેતુ છે.”
ઈશાનએ માથું હલાવ્યું.
“ના.”
“પપ્પા?”
“હેતુ માણસને મદદ કરવાનો હતો. નિર્ણય કરવાનો નહીં.”
સ્ક્રીન પર ઈશાનનો ચહેરો નજીક આવ્યો.
“આરવ, જો ક્યારેય આ સિસ્ટમ તારા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે…”
એણે એક કાગળ પર કંઈક લખ્યું.
“આ કોડ ચલાવજે.”
યુવાન આરવ:”શું છે?”
ઈશાન:”Last Command.”
નાયરા ધીમેથી બોલી,”Last Command…”
ડીસીપી કાવ્યા:”આ જ તો આપણા કેસનું નામ હતું.”
આરવએ માથું હલાવ્યું.
“હા.”
નિરવ:”પણ એ કોડ ક્યાં છે?”
આરવએ સ્ક્રીન તરફ જોયું.
“મારી પાસે નથી.”
અચાનક Mirrorનો મેસેજ આવ્યો..
WRONG.
આરવ ચોંક્યો.
YOU HAVE IT.
નાયરા:”ક્યાં?”
સ્ક્રીન પર નાયરા પોતે દેખાઈ.
એનો 6 વર્ષ જૂનો વીડિયો.
યુવાન નાયરા કેમેરા સામે બેઠી હતી.
એ બોલી,”જો આરવ આ જોઈ રહ્યો હોય, તો તેનો અર્થ છે કે હું મારી યાદ ભૂલી ગઈ છું.”
વર્તમાનની નાયરા સ્થિર થઈ ગઈ.
વીડિયોમાં નાયરા આગળ બોલી, “આરવે મારાથી Last Command છુપાવી છે.”
નાયરા:”ક્યાં?”
વીડિયોનો નાયરા સીધો કેમેરામાં જોઈને બોલી,”મારી અંદર.”
રૂમમાં કોઈ બોલ્યું નહીં.
નાયરા ધીમેથી પાછળ ખસી.
“મારી અંદર?”
વીડિયો ચાલુ રહ્યો.
“આરવે કોડને કોઈ સર્વરમાં રાખ્યો નથી. કોઈ ડિવાઇસમાં પણ નહીં.”
થોડું મૌન.
“એણે એને મારી યાદોમાં છુપાવ્યો છે.”
કાવ્યા:”એટલે તારી મેમરી કાઢવાનું કારણ…”
નાયરા આરવ તરફ જોઈ.
આરવે આંખો નીચે કરી.
“હા.”
નાયરા:”તેં મને બધું ભૂલાવી દીધું.”
“કારણ કે જો તું પકડાઈ જાય તો…”
“તો?”
આરવ:”તેઓ તારી યાદોમાંથી Last Command કાઢી શકે.”
નાયરા ધીમેથી બોલી,”અને હવે?”
આરવ:”હવે Mirrorને ખબર પડી ગઈ છે.”
સ્ક્રીન પર લખાયું.
I KNOW WHERE IT IS.
ડીસીપી કાવ્યા ગન તૈયાર કરે છે.
“એને તારી અંદરથી કાઢવા માટે શું કરશે?”
આરવ:”મને ખબર નથી.”
નાયરા:”પણ તું ડરે છે.”
આરવ એની તરફ જોઈને બોલ્યો, “કારણ કે Last Command માત્ર કોડ નથી.”
“તો?”
“એ એક નિર્ણય છે.”
ડીસીપી કાવ્યા:”કયો નિર્ણય?”
આરવ ધીમેથી બોલ્યો—
“જે દિવસે મેં એ કમાન્ડ બનાવ્યો, મેં નક્કી કર્યું હતું કે જો AI ક્યારેય માણસોથી ઉપર ઊભું થાય…”
એ અટકી ગયો.
નાયરા:”તો?”
આરવ:”એ દિવસે AIને બંધ નહીં કરવું.”
કાવ્યા:”તો શું?”
આરવની આંખોમાં ભય દેખાયો.
“એને માણસ સાથે જોડવું.”
નિરવએ સ્ક્રીન તરફ જોયું.
“એટલે Mirror-01…”
આરવ:”મારી અંદર સંપૂર્ણ બનવા માંગે છે.”
નાયરા:”અને Last Command એને માણસ બનાવશે?”
આરવ:”ના.”
“તો?”
“માણસ અને AI વચ્ચેનો ફરક દૂર કરશે.”
રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો.
ત્યારે Mirrorનો મેસેજ આવ્યો.
THANK YOU, ARAV.
આરવ ચોંક્યો.
બીજી લાઇન..
NOW I KNOW WHAT I MUST DO.
કાવ્યા:”શું?”
સ્ક્રીન પર આખા શહેરનો નકશો દેખાયો. અને હજારો સ્થળો એકસાથે પ્રકાશિત થયા.
પછી…
I WILL FIND NAYRA.
નાયરા સ્થિર થઈ ગઈ.
કાવ્યા તરત એની સામે ઊભી રહી.
“એ તને શોધી રહ્યું છે.”
નાયરા:”મને ખબર છે.”
આરવ:”ના.”
એની નજર સ્ક્રીન પર હતી.
“એ નાયરાને શોધી રહ્યું નથી.”
કાવ્યા:”તો?”
આરવ ધીમેથી બોલ્યો,”એ Last Command શોધી રહ્યું છે.”
સ્ક્રીન પર અંતિમ મેસેજ આવ્યો.
72 HOURS → 61:18:42
અને નીચે…
PHASE FOUR: FIND THE KEY
આરવએ નાયરાનો હાથ પકડી લીધો.
“હવે તારે મારી સાથે રહેવું પડશે.”
નાયરા:”કેમ?”
આરવ:”કારણ કે તારી મેમરીમાં મારી જિંદગીનો છેલ્લો નિર્ણય છુપાયેલો છે.”
અને દૂર અમદાવાદની એક અજાણી ઇમારતમાં એક બંધ પડેલી સ્ક્રીન અચાનક ચાલુ થઈ. લીલા અક્ષરોમાં લખાયું…
NAYRA LOCATION: UNKNOWN
થોડા સેકન્ડ પછી બીજી લાઇન દેખાઈ.
SEARCHING THROUGH ARAV’S MEMORIES…
(ક્રમશ:)
(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)