સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. દોઢ મહિનાના લાંબા વિરામ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 88 ટકા સુધી પહોંચ્યો છે. આ દરમિયાન રાજ્યના 30 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.
રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સરેરાશ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 87.68 ટકા પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા વર્ષમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ સિઝનમાં કચ્છમાં 57.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, પૂર્વ મધ્યમાં 88.57 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 113.52 ટકા વરસાદ વરસ્યો છે.
નર્મદા ડેમ કેટલો ભરાયો
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 95.88 ટકા ભરાયેલો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 70.49 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 30 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 38 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા, 25 ડેમ 50 થી 70 ટકા વચ્ચે ભરાયેલા, 40 ડેમ 25 થી 25 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 73 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
કયા ડેમ 100 ટકા ભરાયા
ધાતરવાડી, ધાતરવાડી-2, સુરજવાડી, રાયડી, વાયડી, પિંગુટ, ધોળી, પિંગળી, રોજકી, રાજાવળ, ખારો, શેત્રુંજી, હણોલ, ખંભાળા, ઉતાવળી, કાળી-2, ઉમરિયા, કાલાઘોડા, વણાકબોરી, મચ્છુ-2, કાકડી-આંબા, ચોપડાવાવ, કેલિયા, જૂજ,લાલપરી, ન્યારી-2, જવાનપુરા, લખીગામ, વાંસલ, ડોસવાડા
કયા જિલ્લામાં કેટલો વરસાદ
વલસાડમાં 123.11 ટકા, ડાંગમાં 112.03 ટકા, નવસારીમાં 128.96 ટકા, સુરતમાં 115.5 ટકા, તાપીમાં 96.11 ટકા, નર્મદામાં 90.25 ટકા, ખેડામાં 114.63 ટકા, આણંદમાં 110.26 ટકા, ભરૂચમાં 114.3 ટકા, પંચમહાલમાં 89.19 ટકા, અમદાવાદમાં 89.19 ટકા, મહીસાગરમાં 92.25 ટકા, જૂનાગઢમાં 63.88 ટકા, છોટાઉદેપુરમાં 59.93 ટકા, ગાંધીનગરમાં 79.68 ટકા, વડોદરામાં 70.34 ટકા, ગીર સોમનાથમાં 57.7 ટકા, સુરેન્દ્રનગરમાં 97.49 ટકા, બોટાદમાં 90.21 ટકા, ભાવનગરમાં 90.76 ટકા, મહેસાણામાં 79.92 ટકા, મોરબીમાં 99.43 ટકા, અમરેલીમાં 83.12 ટકા, અરવલ્લીમાં 62.47 ટકા, સાબરકાંઠામાં 60.52 ટકા, પાટણમાં 80.33 ટકા, બનાસકાંઠામાં 63.01 ટકા, દાહોદમાં 63.58 ટકા, રાજકોટમાં 57.02 ટકા, વાવ-થરાદમાં 75.79 ટકા, જામનગરમાં 40.64 ટકા, કચ્છમાં 57.16 ટકા, પોરબંદરમાં 27.16 ટકા, દેવભૂમિ દ્વારકામાં 14.81 ટકા
સ્થળાંતર, રેસ્ક્યૂ અને રાહત કામગીરી
ચોમાસાની શરૂઆતથી તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યમાં કુલ ૮૫,૪૫૬ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ૯,૮૨૨ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ નવસારીમાંથી ૨૯,૧૯૮, વલસાડમાંથી ૨૨,૨૧૪ અને સુરતમાંથી ૧૭,૯૯૨ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં NDRFની ૧૦ ટીમો અને SDRFની ૨૮ પ્લાટૂન તૈનાત રાખવામાં આવી છે, જ્યારે ૪ NDRF અને ૫ SDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
