રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં ડૂબી જતા 500થી વધુના મોતની આશંકા

બંગાળની ખાડીમાં રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી બે બોટ ડૂબતા 500થી વધુ લોકોના કરુણ મોત થયાની આશંકા છે. મ્યાનમારથી પલાયન કરી રહેલા આ શરણાર્થીઓ જૂનના અંતમાં રખાઇનથી નીકળ્યા હતા. 250 લોકોવાળી એક બોટનો સંપર્ક તૂટ્યો, જ્યારે 280 લોકોને લઈ જતી બીજી બોટ 8 જુલાઈએ ડૂબી. કુલ 530 લોકો લાપતા છે. સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાંથી એક અત્યંત હ્ય્દયદ્રાવક અને મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મ્યાનમારના અત્યાચારથી બચવા માટે પલાયન કરી રહેલા લઘુમતી રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી બે મોટી બોટ સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ ભયાનક દરિયાઈ દુર્ઘટનામાં 500 થી વધુ લોકોના કરુણ મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓએ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે.