અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર CNGના ભાવમાં વધારો કરાયો, બે રૂપિયાનો વધારો થતા કિલોનો ભાવ 90એ પહોંચ્યો

અદાણી સીએનજી દ્વારા ફરી એકવારમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજીમાં કીલોદીઠ રૂ. 2નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના લીધે હવે કિલોનો ભાવ રૂ. 88.20માંથી 90.20એ પહોંચ્યો છે.

અદાણી સીએનજી દ્વારા રવિવારે ફરી રૂ. બે વધારવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી સીએનજી દ્વારા વર્ષ 2026માં લગભગ પાંચેકવાર ભાવમાં વધારો કર્યો હતો, જ્યારે માત્ર એકવાર ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ફરી જુલાઈ મહિનામાં વધારો થતાં અમદાવાદમાં કિલોદીઠ રૂ. 90.20 થશે.

સીએનજીનો ભાવ વધતા રીક્ષાચાલકો ખાસ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સરકારે થોડા સમય પહેલા તેમના ભાડામાં વધારો મંજૂર કર્યો છે, પરંતુ તે લાગુ કર્યો ન હોવાથી તેઓ ગ્રાહકો પાસેથી નવા દર પ્રમાણે ભાડું વસૂલી શકતા નથી, તેમ સૂત્રો જણાવે છે. જ્યારે બીજી બાજુ સીએનજી ફરી મોંઘો થતા તેમના પર વધારે બોજ પડશે, તેમ અમુક રીક્ષાચાલકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.