ભારતનું પહેલું પ્રાઈવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ થયુ છે. કોઈ ખાનગી સ્પેસ કંપની દ્વારા આ પ્રકારનુ ભારતમાં પ્રથમ લોન્ચિંગ થતા ઈતિહાસ સર્જાયો છે.
ભારતે આજે સ્પેસ સેક્ટરમાં સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. હૈદરાબાદની ખાનગી સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરાયું. સવારે 11:30 વાગ્યે નિર્ધારિત લોન્ચિંગ પાંચ મિનિટના હોલ્ડ બાદ બપોરે 12:05 વાગ્યે થયું. ‘મિશન આગમન’ હેઠળ રોકેટ 450 કિલોમીટરની ઊંચાઈએ પેલોડ લઈ ગયું. આ ઐતિહાસિક સિદ્ધિ છે. ભારતીય અવકાશ સંશોધનના ઈતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ ઐતિહાસિક લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી આજે સવારે 11:30 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
જો કે, લોન્ચિંગની બરાબર ૫ મિનિટ પહેલા કોઈ કારણસર કાઉન્ટડાઉનને હોલ્ડ (રોકી) દેવામાં આવ્યું હતું. થોડીવારના હોલ્ડ અને ટેકનિકલ ચકાસણી પછી પ્રક્રિયા ફરી શરૂ કરાઈ હતી અને બપોરે 12:05 વાગ્યે રોકેટે સફળ ઉડાન ભરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસના આ લોન્ચિંગ પ્રોજેક્ટને ‘મિશન આગમન’ નામ આપવામાં આવ્યું છે.
‘વિક્રમ-૧’ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (લો અર્થ ઓર્બિટ) 450 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. આ મિશન અંતર્ગત રોકેટ પોતાની સાથે આધુનિક ટેકનોલોજી અને કલા સાથે જોડાયેલા ગ્રહ સ્પેસનો ટેકનોલોજી પેલોડ, કોસ્મોસર્વ સ્પેસનો પેલોડ, ડીક્યુબ્ડનો સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલો પેલોડ, પોતે સ્કાયરૂટ એરોસ્પેસનો પોતાનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ અવકાશમાં લઈ ગયું છેઃ
સબ-ઓર્બિટલ અને ઓર્બિટલ રોકેટ વચ્ચે મોટો તફાવત હોય છે. સબ-ઓર્બિટલ રોકેટ માત્ર અવકાશની સરહદ સુધી પહોંચીને પૃથ્વી પર પાછું ફરે છે. જ્યારે ઓર્બિટલ રોકેટ ઉપગ્રહ (સેટેલાઇટ)ને એટલી પ્રચંડ ગતિ અને વેગ આપે છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈને સતત ચક્કર લગાવતો રહે છે.
વિક્રમ-૧ની આ સફળતા સાથે જ, ભારતની કોઈ ખાનગી સ્પેસ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો બન્યો છે.
