પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો થતા મોંઘવારી ફાટી નીકળવાની આશંકાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આજથી 19 કિલોવાળા બાટલામાં 42 રુપિયાનો ભાવવધારો તો 5 કિલોવાળા ‘છોટુ’માં 11 રુપિયાનો વધારો ઝીંકાતા દિલ્હીમાં 19 કિલોવાળા બાટલાનો નવો ભાવ 3113.50 થઈ ગયો છે, જો કે, 14.2 કિલોવાળા સિલિન્ડરનો ભાવ યથાવત રખાયો છે આ ભાવ વધારા પછી ખાણી-પીણી, ભોજન- અલ્પાહાર મોંઘા થશે.
સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પછી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 42 રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. છોટુ સિલિન્ડર તરીકે ઓળખાતા પાંચ કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરના ભાવમાં પણ 11 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં, તેની કિંમત હવે 821.50 રુપિયા છે.
રાજધાનીમાં, 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર 3,113.50 થયો છે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર 3,255.50 થયો છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો હોટલ, ઢાબા, રેસ્ટોરાં, લગ્ન અને પાર્ટી કેટરર્સ અને અન્ય ખાદ્ય વ્યવસાયોના બજેટ પર સીધી અસર કરશે. તેઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સતત સાતમા વર્ષે કોમર્શિયલ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિમતમાં વધારો થયો છે. આનાથી દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિમત 31 રુપિયાથી વધુ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ છ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિમત 1533 રુપિયા અથવા લગભગ 97% વધી છે. મધ્ય પૂર્વમાં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે, ઇંધણ અને એલપીજીની સતત અછત જોવા મળી રહી છે. આ જ કારણ છે કે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહૃાો છે.
જૂનમાં, દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 42 રુપિયાનો વધારો થયો હતો, જેના કારણે કિમત 3113.50 થઈ હતી. કોલકાતામાં 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 53.50નો વધારો થયો હતો, જેના કારણે કિમત 3255.50 થઈ હતી. નોંધપાત્ર રીતે, આ 6 મહિનામાં, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1533 અથવા 97%નો વધારો થયો છે, જે આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી.
રેલુ ગેસ સિલિન્ડર ધારકોને મોટી રાહત મળી છે. અહેવાલ મુજબ, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરિણામે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજીની કિમત 913, કોલકાતામાં 939, મુંબઈમાં 912.50 અને ચેન્નાઈમાં 928.50 છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચે થયો હતો, જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રુપિયાનો વધારો થયો હતો.
બીજી તરફ, નાના સિલિન્ડર એટલે કે 5 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એએનઆઈની એકસ પરની પોસ્ટ મુજબ, દિલ્હીમાં નાના સિલિન્ડરના ભાવમાં 11 રુપિયાનો વધારો થયો છે, જેના કારણે ફ્રી ટ્રેડ એલપીજીની કિમત 821.50 થઈ ગઈ છે. આ કિમતો આજથી અમલમાં આવી છે.
આ પહેલા પહેલાં, 1 મેના રોજ,19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ કંપનીઓએ તેની કિમતમાં 993 રુપિયાનો જંગી વધારો કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2,08.50 થી વધીને 3,071.50 થયો હતો. 5 કિલોગ્રામના છોટુ સિલિન્ડરના ભાવમાં પણ 261 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ગઈકાલે સરકારે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન બળતણ પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નવા દરો આજથી અમલમાં આવ્યા છે. પેટ્રોલની નિકાસ પર ડ્યુટી 1.5 રુપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે. ડીઝલની નિકાસ પર ડ્યુટી 13.5 રુપિયા પ્રતિ લિટર રાખવામાં આવી છે. ઉડ્ડયન બળતણ (એટીએફ)ની નિકાસ પર ડ્યુટી 9.5 રુપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે.
જોકે, સ્થાનિક વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પર હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થયો કે દેશની અંદર ઇંધણ ખરીદનારાઓ પર કોઈ અસર થશે નહીં
