બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી (TMC)ને આ વખતે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.
ચૂંટણી પરિણામ મુજબ ભાજપે કુલ 194 બેઠકોમાં આગળ રહીને મોટી લીડ મેળવી છે, જે 2021ની સરખામણીએ 117 બેઠકોનો વધારો દર્શાવે છે (2021માં ભાજપ પાસે 77 બેઠકો હતી). બીજી તરફ ટીએમસી+ ગઠબંધન માત્ર 93 બેઠકો પર આગળ છે, જે તેમની અગાઉની 215 બેઠકોની તુલનામાં 122 બેઠકોનો ઘટાડો બતાવે છે.
કૉંગ્રેસ આ ચૂંટણીમાં કોઈ પણ બેઠક મેળવી શકી નથી. ફક્ત 1 બેઠક પર આગળ વધવાનું સફળ થયું છે. અન્ય પક્ષો અને ઉમેદવારો મળીને 6 બેઠકો પર આગળ છે, જે ગયા વખત કરતાં 4 બેઠકો વધુ છે.
આ પરિણામો દર્શાવે છે કે બંગાળની રાજનીતિમાં આ વખતે મોટો ફેરફાર આવ્યો છે અને ભાજપે મજબૂત રીતે પોતાની પકડ બનાવી છે.
