આસામમાં ભાજપનું વાવાઝોડું, હિમંતા વિસ્વા સર્માએ લહેરાવી વિજય પતાકા, કોંગ્રેસનાં લીરેલીરા ઉડ્યા

આસામમાં આવેલા તાજા ચૂંટણી પરિણામોમાં ભાજપે ફરી એકવાર મજબૂત પ્રદર્શન કરીને પોતાની સત્તા જાળવી રાખી છે. ભાજપ કુલ 98 બેઠકો પર આગળ છે, જે 2021ની 75 બેઠકોની સરખામણીએ 23 બેઠકોનો વધારો દર્શાવે છે.

બીજી તરફ કોંગ્રેસને ભારે નુકસાન થયું છે અને તેઓ માત્ર 26 બેઠકો પર સીમિત રહી છે, જે અગાઉની 50 બેઠકોની તુલનામાં 24 બેઠકોનો ઘટાડો બતાવે છે.

AIUDFને પણ મોટો ઝટકો લાગ્યો છે અને તેઓ 2 બેઠકો પર જ સીમિત રહ્યું છે, જે 2021ની 16 બેઠકોની સરખામણીએ 14 બેઠકોનો ઘટાડો દર્શાવે છે.

અન્ય પક્ષો આ વખતે કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી અને એકપણ બેઠક મેળવી શક્યા નથી.

આ પરિણામો દર્શાવે છે કે આસામમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ ચૂંટણી નિરાશાજનક સાબિત થઈ છે.