યુરોપના દેશો હોર્મુઝની સુરક્ષા માટે નવું જૂથ રચવાની તૈયારીમાં: ટ્રમ્પને ઝટકો

ઈરાન- અમેરિકા યુદ્ધ તથા હોર્મુઝની ખાડીની સુરક્ષા અંગે વિવિધ નિવેદનો તથા થઈ રહેલી હિલચાલ વચ્ચે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે આ યુદ્ધ અટકાવવામાં ભારતની સંભવિત ભૂમિકા અંગે આપેલુ નિવેદન, યુદ્ધ વિરામ માટે ચીનનો ચાર મુદનો પ્રસ્તાવ, ઈન્ડોનેશિયા સાથે અમેરિકાની સૂચિત ડીલ તથા યુરોપીયન દેશોએ અમેરિકાથી અલાયદુ જૂથ હોર્મુઝ સંદર્ભે યોજવાનો સિક્રેટ પ્લાન બનાવ્યો હોવાના અહેવાલો ચર્ચામાં છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે હવે યુરોપના નવા પ્લાનથી અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગી શકે છે. યુરોપના દેશો હોર્મુઝની સુરક્ષા માટે એક નવું જૂથ બનાવવાની યોજના પર ગુપ્ત રીતે કામ કરી રહૃાા છે અને ટ્રમ્પને તેનાથી દૂર રાખવાનો જ પ્લાન છે.

રિપોર્ટ્સ અનુસાર, આ યોજનામાં અમેરિકાને જાણી જોઈને સામેલ કરવામાં આવી રહૃાું નથી. આ પગલાને અમેરિકા અને પશ્ચિમી દેશો વચ્ચે હાલના દિવસોમાં વધેલા અંતરનું પરિણામ માનવામાં આવી રહૃાું છે. મહત્ત્વની વાત એ છે કે, આ યોજનાથી જ્યાં એક તરફ અમેરિકાને દૂર રાખવાની વાત કહેવામાં આવી છે, ત્યાં જ સંકેત મળ્યા છે કે તેને લાગુ કરવા માટે ઈરાન અને ઓમાન જેવા પ્રાદેશિક દેશો સાથે તાલમેલ સાધવો પણ જરૂરી માનવામાં આવી રહૃાો છે.

બીજી તરફ ટ્રમ્પ પ્રશાસને ચીનને ચારેબાજુથી ઘેરવા માટે એક એવો દાવ ખેલ્યો છે જેણે બીજિંગની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકા હવે ઇન્ડોનેશિયા સાથે મોટો સંરક્ષણ કરાર કરવા જઈ રહૃાું છે, જેનો સીધો નિશાન ચીનની સૌથી નબળી કડી ગણાતી મલક્કાની ખાડી છે. ચીની અર્થતંત્ર માટે મલક્કાનો રસ્તો લાઇફલાઇન સમાન છે. ૨૦૦૩માં તત્કાલીન ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતિતાઓએ મલક્કા ડિલેમા શબ્દ આપ્યો હતો. તેમને ડર હતો કે, ભવિષ્યમાં ભારત અને અમેરિકા જેવી શક્તિઓ આ રસ્તો બ્લોક કરીને ચીનની અર્થવ્યવસ્થાને તબાહ કરી શકે છે. આજે પણ ચીનનો મોટાભાગનો તેલ અને ગેસ પુરવઠો આ ૯૦૦ કિલોમીટર લાંબા સાંકડા સમુદ્રી માર્ગેથી પસાર થાય છે.

બીજી તરફ એવા અહેવાલો પણ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે ચાર મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બેઇજિંગમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહાન સાથેની મુલાકાત દરમિયાન જિનપિંગે પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ પર ભાર મૂક્યો હતો.

ચીનનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરી દીધો છે.

ટૂંક સમયમાં ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત અંગે શી જિનપિંગે ચાર મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો તેમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના સિદ્ધાંતને જાળવી રાખવો મહત્વપૂર્ણ છે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વના સિદ્ધાંતને જાળવી રાખવા પર ભાર મૂકવો જોઇએ, વિકાસ અને સુરક્ષાને સંતુલિત કરવાના સિદ્ધાંતનું પાલન અને આંતરરાષ્ટ્રીય નિયમો-આધારિત વ્યવસ્થાનું રક્ષણ કરવાની જરૂૂરિયાતનો સમાવેશ થાય છે.

શી જિનપિંગે પશ્ચિમ એશિયામાં શાંતિની અપીલ કરતી વખતે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના અમેરિકાના નિર્ણયની આકરી ટીકા કરી છે. શી જિનપિંગે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનનું રક્ષણ કરવું જરૂરી છે. વિશ્વને જંગલના કાયદામાં પાછા ફરવાની મંજૂરી આપી શકાય નહીં.