રાજ્યસભામાં વંદે માતરમ બિલ રજૂ, વિપક્ષના વિરોધ બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ

સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં ‘વંદે માતરમ’ ના સન્માન અંગે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક મુખ્ય બિલ રજૂ કર્યું જેનો હેતુ ‘વંદે માતરમ’ ને કાનૂની રક્ષણ પૂરું પાડવાનો છે. સરકારનો ઉદ્દેશ્ય રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ની જેમ ‘વંદે માતરમ’ ને કાનૂની રક્ષણ પૂરું પાડવાનો છે.

સરકાર સંસદમાં ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ રજૂ કરી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વંદે માતરમ’ ના સન્માનમાં વધારો કરવાનો અને તેને કાનૂની રક્ષણ પૂરું પાડવાનો છે.

અવરોધ અથવા અપમાન ગુનો બનશે
નવી જોગવાઈઓ હેઠળ, કોઈપણ વ્યક્તિ જે જાણી જોઈને કોઈપણ રીતે ‘વંદે માતરમ’ ગાવામાં અવરોધ અથવા અપમાન કરે છે તેને ફોજદારી ગુનો ગણવામાં આવશે.

૩ વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ 
આટલું જ નહીં, આ બિલ કાયદો બન્યા પછી, જો કોઈ ‘વંદે માતરમ’નું અપમાન કરવા બદલ દોષિત ઠરે છે, તો તેને મહત્તમ ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.

‘જન ગણ મન’ સમાન દરજ્જો
નોંધનીય છે કે બિલ પસાર થયા પછી, ‘વંદે માતરમ’ ને કાયદાકીય રક્ષણ અને સન્માનની દ્રષ્ટિએ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ સમાન દરજ્જો આપવામાં આવશે.