શુક્રવારે ઈરાનનાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કાર માટે હજારો ઈરાનીઓ ઈરાનના તેહરાનમાં એકઠા થયા હતા. ખામેનીની શબપેટીને ઇસ્લામિક રિપબ્લિકના ધ્વજમાં લપેટીને અને કાળી પાઘડી પહેરાવીને કમ્પાઉન્ડમાં લાવવામાં આવી હતી. તેમના મૃતક સંબંધીઓના પાર્થિવ શરીરને પણ તેમની 14 મહિનાની પૌત્રીના નાની શબપેટીની સાથે મૂકવામાં આવ્યા હતા.
ખામેનેઈની પૌત્રી ઝહરા મોહમ્મદી ગોલપાયગાની, તેમની અને પરિવારના અન્ય ઘણા સભ્યો સાથે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હૂમલો કરીને તમામની હત્યા કરી નાંખી હતી. નાની બાળાની શબપેટીને પણ દેશના ધ્વજમાં લપેટીને ફ્રેમ કરેલા ફોટા સાથે મૂકવામાં આવ્યો હતો.
ખામેનેઈના અંતિમ સંસ્કારનિ વિધિ દિવસો સુધી ચાલશે
ખામેનેઈના મૃતદેહ શુક્રવારે તેહરાન પહોંચ્યા. ઈરાન અને ઇરાકના ઘણા શહેરોમાં તેમના અંતિમ સંસ્કાર સંબંધિત જાહેર કાર્યક્રમો 6 દિવસ સુધી ચાલુ રહેશે. તેમના પાર્થિવ શરીરને ઈરાન અને પડોશી ઈરાકના અનેક શહેરોમાં લઈ જવામાં આવશે.
શુક્રવારે સાંજે તેહરાનના ગ્રાન્ડ મોસલ્લાની બહાર ઇસ્લામિક રિપબ્લિકના સેંકડો સમર્થકો એકઠા થયા હતા, કારણ કે તે આજે જાહેર જનતા માટે ખુલવાનું હતું. દરવાજા ખુલતાની સાથે જ હજારો શોકગ્રસ્તો વિશાળ સંકુલના મુખ્ય આંગણામાં પહોંચી ગયા હતા.
AFP ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, શોકગ્રસ્તોએ લાલ બેનરો, જે બદલાના પ્રતીક છે, લઈને “અમેરિકા મુર્દાબાદ” અને “બદલો!” જેવા નારા લગાવ્યા હતા.
ગાલિબાફની આંખોમાં આંસુ
શુક્રવારે ઈરાની અધિકારીઓએ શોક વ્યક્ત કર્યો હતો. સંસદના સ્પીકર અને અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેરી ગાલિબાફ આંસુમાં જોવા મળ્યા હતા. શ્રદ્ધાંજલિ આપનારા ટોચના ઈરાની અધિકારીઓમાં અહમદ વાહિદીનો સમાવેશ થાય છે. ખામેનીની હત્યા કરનારા હુમલામાં તેમના પુરોગામીનું મૃત્યુ થયા બાદ તેમને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ખામેનીના પાર્થિવ શરીરને સોમવાર સુધી તેહરાનમાં રાખવામાં આવશે. શહેરમાં એક સરઘસ કાઢવામાં આવશે. મંગળવારે, તેને કોમના ધાર્મિક કેન્દ્રમાં લઈ જવામાં આવશે, પછી બુધવારે પડોશી ઇરાકના પવિત્ર શહેરોમાં લઈ જવામાં આવશે, અને અંતે, ગુરુવારે, તેમને ઉત્તરપૂર્વીય ઈરાનમાં ખામેનીના વતન મશહદમાં દફનાવવામાં આવશે.
