ચોથી જૂને કેરળમાં એન્ટ્રી પછી ચોમાસુ આગળ વધી રહ્યું છે. અને 48 કલાકમાં મુંબઈ (મહારાષ્ટ્ર) પહોંચી જશે. દેશના 16 રાજ્યો તરફ ચોમાસાએ દસ્તક દીધી છે અને બે-ત્રણ દિવસમાં ચોમાસુ ગતિ પકડશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ચોમાસા પહેલાના તથા પછીના વરસાદ અંગે અટકળો કરવામાં આવી રહી છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ થોડા સમય માટે વિરામ લીધા પછી ગતિ પકડી છે. 4 જૂને કેરળમાં લેન્ડફોલ કર્યા પછી 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દસ્તક દઈ રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ ઉત્તર બંગાળ પહોંચવાની ધારણા છે. આને કારણે, કેરળ, તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહૃાો છે. 11 જૂનથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે, જે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને બિહાર સહિત પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ લાવી શકે છે.
હાલમાં, ઉત્તર ભારતમાં તાપમાન ફરી એકવાર 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસુ અત્યાર સુધીમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત તમામ સાત પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે.
હવામાનશાસ્ત્રીઓ કહે છે કે પવન અને દરિયાની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. આગામી બે થી ત્રણ દિવસમાં, ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેશે. તે તમિલનાડુ અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પણ પહોંચશે. ઉત્તર તરફ આગળ વધતા, તે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના પ્રદેશોમાં પણ પહોંચશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશભરમાં ઝડપથી આગળ વધી રહૃાું છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, 8 જૂને ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક નવા વિસ્તારોમાં પહોંચી ગયું છે. આગામી સાત દિવસોમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
આ ઉપરાંત, એક નવા પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાથી 11 અને 12 જૂને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા, કરા અને ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 11 અને 12 જૂને આ રાજ્યોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધૂળના તોફાન અને કરા પડવાની શક્યતા છે. 11 અને 12 જૂને પશ્ચિમ રાજસ્થાન માટે ધૂળના તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. 11 થી 14 જૂન દરમિયાન આ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
