વાહનચાલકો આનંદો, RTO ની ઝંઝટ ઘટશે: દેશમાં ડ્રાઈવિંગ લાઈસન્સની વેલિડીટી 50 વર્ષ સુધી કરવાની તૈયારી, ઓનલાઈન રિન્યૂ

દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સની વેલિડીટી 50 વર્ષ કરવા તૈયારી થઈ રહી હોવાનું જાણવા મળે છે. ગાડી ટ્રાન્સફર- પરમિટ રિન્યુઅલ ઓનલાઈન થશે. તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

દેશના વાહનચાલકોને આરટીઓ જવાની ઝંઝટમાંથી બચાવવા માટે એક મોટો નિર્ણય લેવાઈ શકે છે. અહેવાલો અનુસાર, ડ્રાઇવિગ લાઇસન્સની માન્યતા 50 વર્ષ સુધી વધારવાની તૈયારીઓ ચાલી રહી છે, અને ઓનલાઈન વાહન ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ માર્ગ પરિવહન મંત્રાલય બંને દરખાસ્તો પર કામ કરી રહૃાું છે અને ટૂંક સમયમાં તેનો અમલ કરી શકે છે. રાજ્ય સરકારોના મહેસૂલને અસર થશે નહીં કારણ કે ડીએલ મેળવવા અને રિન્યુ કરવા માટેની ફી આરટીઓ ગયા વિના ઓનલાઈન ચૂકવી શકાય છે.

જો નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડ્રાઇવરોને નકારાત્મક પોઇન્ટ આપવાની અને તેમને તેમના લાઇસન્સ સસ્પેન્શન અથવા રદ કરવા સાથે જોડવાની સિસ્ટમ હોય, તો બેદરકાર ડ્રાઇવરોને રોકી શકાય છે.

હાલમાં, ડ્રાઇવિંગ લાયસન્સની મહત્તમ માન્યતા ૨૦ વર્ષ છે. માન્યતા સમાપ્ત થયા પછી, તેને નવીકરણ કરાવવું પડે છે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડ્રાઇવિગ લાઇસન્સની માન્યતા વધારવાથી લોકોને રેલવે ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)ની મુલાકાત લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને પ્રક્રિયા સરળ બનશે. આ સરકારની ઇઝ ઓફ લિવિગ પહેલનો એક ભાગ છે, જેનો અર્થ છે કે સામાન્ય માણસ માટે જીવન સરળ બનાવવું.