સુરતમાં થયેલા શસ્ત્રોના કેસમાં મુસ્તાકને અંતે સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે મુસ્તાક સામે મૂકવામાં આવેલા આરોપો પુરાવાના અભાવે સાબિત થઈ શક્યા નહોતા. કોર્ટે સ્વીકાર્યું હતું આ કેસમાં મુસ્તાકની સંડોવણી પુરવાર થઈ શકી નથી.
આ કેસ દરમિયાન મુસ્તાકને અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેલની અસહ્ય વેદના પણ ઝીલી હતી. સમાજમાં તેની છબી પર પણ અસર પડી હતી, પરંતુ તેણે કાનૂની લડત ધીરજ અને વિશ્વાસ સાથે ચાલુ રાખ્યા. અંતે, સત્યની જીત થઈ અને સુપ્રીમ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. મુસ્તાકને અલ્લાહમાં વિશ્વાસ હતો કે એક દિવસ જીત એની જ થશે. અલ્લાહે તેની દુઆ કબૂલ કરી.
નિર્દોષ જાહેર થયા બાદ મુસ્તાકે પોતાનું જીવન ફરીથી ગોઠવવાનું શરૂ કર્યું. આજે તે એક સામાન્ય નાગરિક તરીકે શાંતિપૂર્ણ અને પ્રમાણિક જીવન જીવી રહ્યો છે. તે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનું કામ પણ કરી રહ્યો છે કે સત્ય અને ન્યાયમાં વિશ્વાસ રાખવાથી અંતે સચ્ચાઈનો વિજય થાય છે અને ખોટા કામોથી દુર રહેવાની પણ લોકોને નસીહત કરે છે.
મુસ્તાકની આ કહાની માત્ર એક વ્યક્તિની નિર્દોષતા સાબિત થવાની નથી, પરંતુ તે ન્યાયપ્રણાલી પર વિશ્વાસ અને ધીરજનું પ્રતીક પણ છે. તેની જીવનયાત્રા સમાજ માટે પ્રેરણાદાયી છે અને બતાવે છે કે મુશ્કેલ સમયમાં પણ હિંમત અને સચ્ચાઈ સાથે આગળ વધવું કેટલું મહત્વપૂર્ણ છે.
