ખાડી પુર નિવારણ સમિતિની બેઠક સુરત મહાનગરપાલિકા ખાતે મળી હતી. આ બેઠકમાં કમિશનર, કલેકટર, અધિક કલેકટર, ડે.મ્યુ.કમિશનરો, સુપ્રિટેન્ડન્ટ ઇજનેર (સિંચાઈ વિભાગ), સુડાના અધિકારીઓ, જી.પી.સી.બી.ના અધિકારીઓ, ડી.આઈ.એલ.આર.ના અધિકારીઓ તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
બેઠકમાં ચર્યાયેલા મુદ્દાઓ
ખાડી પુર સમસ્યાના નિવારણ અર્થે વિવિધ પાસાઓની ચકાસણી કરવા ટેકનીકલ કમિટિની રચના કરવા સુચના આપવામાં આવી.
ખાડીના વિવિધ સર્વે સહિતની વિગતો તૈયાર કરવા કન્સલટન્સીની કામગીરી સોંપવાનું નકકી કરવામાં આવ્યું છે.
ડી.આઈ.એલ.આર.ના અધિકારીઓને ખાડીની ડીમાર્કેશનની કામગીરી તાકીદે શરૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.
જી.પી.સી.બી.ના અધિકારીઓને ખાડીમાં ઉદ્યોગો ધ્વારા છોડવામાં આવતા ગંદા પાણીની વિગતો રજુ કરવા તથા સિંચાઈ વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ખાડીમાં સાફ-સફાઈની કામગીરી ફરીવાર તાકીદના ધોરણે શરૂ કરવા સુચના આપવામાં આવી છે.
ડ્રેનેજ વિભાગના અધિકારીઓને પણ તાકીદે ફલોટીંગ મશીન ખાડીમાં ઉતારી સાફ-સફાઈની કામગીરી શરૂ કરાવી રીપોર્ટ કરવા જણાવાયું છે.
આ તમામ વિગતો નોડલ ઓફિસર મારફત કમિશનરના સીધા તાબા હેઠળ કરાવવા તેમજ દર સોમવારે થનાર ખાડી પુર નિવારણ સમિતિની મિટીંગમાં અઠવાડીયા દરમ્યાન કરવામાં આવેલ કામગીરીની વિગતો રજુ કરવા કડક સુચના આપવામાં આવી છે.
