ગુજરાત કેડરનાં પ્રદીપ સેજુલ, શોભા ભૂતડા, સારા રિઝવી સહિત 68 IPS અધિકારીઓને IG અથવા સમકક્ષ પદો માટેની પેનલમાં સામેલ કરાયા

કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ કેડરના 68 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ઇન્સ્પેક્ટર જનરલ (IG) અથવા સમકક્ષ પદો માટે પેનલમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા લેવામાં આવ્યો છે.

કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલા આદેશ મુજબ, 2001, 2003, 2004, 2007 અને 2008 બેચના IPS અધિકારીઓને આ પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ અધિકારીઓ 2008 બેચના છે.

કયા કેડરમાંથી કેટલા અધિકારીઓ?

સૌથી વધુ 9 અધિકારીઓ AGMUT કેડરના છે.
તે બાદ:

ઝારખંડ કેડર – 7 અધિકારીઓ
બિહાર કેડર – 6 અધિકારીઓ
ઓડિશા કેડર – 4 અધિકારીઓ

ગુજરાત કેડરના અધિકારીઓને પણ સ્થાન

ગુજરાત કેડરના નીચેના અધિકારીઓને પણ IG અથવા સમકક્ષ પદ માટેની પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે:

સારા અફઝલ અહેમદ રિઝવી
શોભા પુરુષોત્તમ ભૂતડા
પ્રદીપ ભીમરાવ સેજુલ

જમ્મુ-કાશ્મીર (AGMUT) કેડરના અધિકારીઓ

AGMUT કેડરના જમ્મુ-કાશ્મીર વિભાગમાંથી નીચેના અધિકારીઓને મંજૂરી મળી:

વિક્રમજીત સિંહ
અબ્દુલ જબ્બાર
સારા રિઝવી
તેજિન્દર સિંહ
ઓડિશા કેડરના અધિકારીઓ
સૂર્યા થેંકપ્પન
સાર્થક સારંગી
ઉમાશંકર દાસ
પ્રકાશ આર
બિહાર કેડરના અધિકારીઓ
ઉપેન્દ્ર કુમાર શર્મા
સત્યવીર સિંહ
વિકાસ બર્મન
નીતાશા ગુરિયા
મનોજ કુમાર
ઝારખંડ કેડરના અધિકારીઓ
અખિલેશ કુમાર ઝા
મયુર પટેલ
કન્હૈયા લાલ
રાકેશ બંસલ
અનીશ ગુપ્તા
એમ. તમિલવાનન
અજય લિન્ડા

અધિકારીઓને ત્રણ કેટેગરીમાં પેનલમાં સામેલ કરાયા

DoPTના આદેશ મુજબ અધિકારીઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે:

1. પ્રારંભિક બાકી રહેલી (Initial Left Over) કેટેગરી

આ કેટેગરીમાં સામેલ કેટલાક અધિકારીઓ

સૂર્ય થેંકપ્પન (ઓડિશા)
અખિલેશ કુમાર ઝા (ઝારખંડ)
વિક્રમજીત સિંહ (AGMUT)
વિકાસ કુમાર (રાજસ્થાન)
પટેલ મયુર કનૈયાલાલ (ઝારખંડ)
સાર્થક સારંગી (ઓડિશા)

2. પ્રારંભિક (Initial) કેટેગરી

આ કેટેગરીમાં કુલ 35 IPS અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમાંના કેટલાક મુખ્ય નામ

અતુલ કુમાર
પંકજ કુમાર સિંહ
એન્ટો આલ્ફોન્સ
દેવેન્દ્ર આર્ય
તેજિન્દર સિંહ
ઉપેન્દ્ર કુમાર શર્મા
સત્યવીર સિંહ
નીતાશા ગુરિયા
સારા અફઝલ અહેમદ રિઝવી
શોભા ભૂતડા
પ્રદીપ સેજુલ
અનીશ ગુપ્તા
અજિતા બેગમ
જ્યોતિ પ્રિયા સિંહ
વિકાસ પાઠક
રાહુલ જૈન
સોનલ ચંદ્રા
પી. રેણુકાદેવી
કિરણ એસ

3. પ્રથમ સમીક્ષા (First Review) કેટેગરી

આ કેટેગરીમાં સામેલ અધિકારીઓ

આનંદ પ્રકાશ તિવારી
રોમિલ બાનિયા
અસલમ ખાન
રાકેશ બંસલ
રાજશેખર એન
મમતા રાહુલ
જન્મેજય પી કૈલાશ

કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ સ્થાને મળશે તક

અધિકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અધિકારીઓના સેવા રેકોર્ડ, અનુભવ અને વહીવટી કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ આ પેનલ તૈયાર કરી છે.

પેનલમાં સમાવેશ થયા બાદ આ IPS અધિકારીઓને નીચેના કેન્દ્રીય સંગઠનોમાં વરિષ્ઠ પદો માટે વિચારણા કરવામાં આવશે:

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)

આ નિર્ણયને કેન્દ્ર સરકારની વહીવટી અને સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.