રાજ્યસભાની ર૪ બેઠકો માટે ચૂંટણી તારીખો જાહેર થઈ છે. ગુજરાત, રાજસ્થાન સહિત 10 રાજ્યોના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી કુલ 24 બેઠકો માટે મતદાન 18 જૂને થશે અને 1 જૂનથી ઉમેદવારીપત્રો દાખલ કરી શકાશે. મતગણતરી પણ તે જ દિવસે થનાર હોવાથી 18 જૂને જ પરિણામો આવી જશે.
દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. તે મુજબ ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના 10 રાજ્યોની કુલ 24 રાજ્યસભા બેઠકો પર આગામી જૂન મહિનામાં ચૂંટણી યોજાશે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી (અથવા દ્વિવાર્ષિક ચૂંટણી) યોજાવા જઈ રહી છે. આ બેઠકો પર આગામી 18 જૂન 2026 ના સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા પછી તે જ દિવસે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાશે અને રાત સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે. પંચના જણાવ્યા મુજબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 20 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
આ ચૂંટણી માટે જાહેરનામું જૂન 2026 ના બહાર પડશે, તે પછી નામાંકન ભરવાની છેલ્લી તારીખ 8 જૂન 2026, નામપત્રોની ચકાસણી 9 જૂન 2026, નામ ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2026 અને મતદાન અને પરિણામ તારીખ 11 જૂન 2026 અને પરિણામ 18 જૂન 2026 નો શિડ્યુલ જાહેર થયો છે.
આ ચૂંટણીમાં જે 19 રાજ્યો સામેલ છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી સૌથી વધુ 4-4 બેઠકો ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ખાલી થઈ રહી છે, જ્યારે રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ફાંગી અને રવનીત સિંહની બેઠકો ખાલી થશે.
જે 20 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026 માં સમાપ્ત થઈ રહ્યો છે તેમાં દેશના અનેક મોટા રાજકીય ચહેરાઓ સામેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા જેવા વરિષ્ઠ નેતાઓની બેઠકો પર ફરીથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવશે. રાજ્યસભામાં સંખ્યાબળ જાળવી રાખવા માટે ભાજપ અને વિપક્ષી ગઠયબંધન બન્ને પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે.
