પ્રિ-મોન્સુન એક્ટિવિટી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, ડાંગ, દીવ-દમણ, દાદરાનગર હવેલીમાં ચોમાસા પહેલાનો હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.

આવતીકાલે ગીરસોમનાથ, અમરેલી, વલસાડ, ડાંગ, નવસારી ઉપરાંત તાપી અને ભાવનગર જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી થઈ છે,

તે પછી તા. 24 થી 27 સુધી સમગ્ર રાજયમાં હવામાન ફરીથી સુકુ અને કોરું રહેશે. ખેડૂતોને કમોસમી વરસાદને લઈને સાવચેત રહેવા જણાવ્યું છે.