કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 2026 ના અંત સુધીમાં દેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરી શકાય છે. તેને એક નવી સિસ્ટમ દ્વારા બદલવામાં આવશે જેમાં વાહનો રોકાયા વિના મુસાફરી કરી શકશે અને ફક્ત મુસાફરી કરેલા અંતરના આધારે ટોલ ચૂકવવો પડશે.
ટાઈસ ગ્રુપના ‘ટાઈમ્સ ડ્રાઈવ ઓટો સમિટ એન્ડ એવોર્ડસ 2026’માં મુખ્ય મહેમાન ગડકરીએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજી પર આધારિત હશે. આ હેઠળ વાહનોને ટોલ બુથ પર રોકાવાની જરૂર રહેશે નહીં. આ સિસ્ટમ 85 ટોલ પોઈન્ટ પર લાગુ કરવામાં આવી છે અને વર્ષના અંત સુધીમાં દેશભરમાં લાગુ કરવાની યોજના છે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ નંબર પ્લેટ ઓળખ ટેકનોલોજી પર આધારિત હશે. ગડકરીએ દાવો કર્યો હતો કે નવી સિસ્ટમ મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 125-150 ના વર્તમાન ટોલને લગભગ 15 રુપિયા સુધી ઘટાડી શકાય છે. તેમણે રૂ।. 3,000 પાસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે 200 ટોલ ક્રોસિંગ પર મુસાફરીને સક્ષમ બનાવી શકે છે. તેમણે કહ્યું કે દિલ્હી-જયપુર, દિલ્હી-દહેરાદૂન, અમૃતસર, કટરા અને શ્રીનગર સહિત અનેક હાઈવે કોરિડોર પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. દિલ્હી-ચેન્નાઈ અને ચેન્નાઈ-બેંગલુરૂ એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સની પ્રગતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
