દિલ્હીમાં આયોજિત AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના શર્ટ ઉતાર્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ભારત મંડપમના એક સમિટ હોલમાં આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી પોલીસ એફઆઈઆરમાં અનેક ગંભીર આરોપો દાખલ કરી રહી છે.
અમિત માલવિયાએ વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની આકરી ટીકા કરી
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની આકરી ટીકા કરી, તેને રાષ્ટ્રીય અપમાન” ગણાવ્યું અને કહ્યું કે પાર્ટીને શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું, “જ્યારે ભારત એક પ્રતિષ્ઠિત વૈશ્વિક AI સમિટનું આયોજન કરી રહ્યું છે અને ટેકનોલોજીમાં તેની નવીનતા અને નેતૃત્વનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ગૌરવ કરતાં વિક્ષેપ પસંદ કર્યો.
આવું વર્તન ભારતને હિતોને નુકસાન કરે છે
રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ સમિટ સ્થળે નગ્ન થઈને હંગામો કર્યો. જે સ્પષ્ટપણે વિશ્વ મંચ પર ભારતને શરમમાં મુકે છે. જ્યારે દેશ પોતાને વૈશ્વિક ટેકનોલોજી મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે આવું વર્તન ભારતને હિતોને નુકસાન કરે છે. રાજકીય વિરોધ એ લોકશાહી અધિકાર છે પરંતુ ભારતની વૈશ્વિક છબીને કલંકિત કરવી યોગ્ય નથી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કોંગ્રેસે દેશને બદનામ કરવાનો પ્રયાસ કર્યો
આ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “જ્યારે આખી દુનિયા નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરી રહ્યું હતું અને ટેકનોલોજી અને નવીનતામાં આપણા વધતા વૈશ્વિક નેતૃત્વને જોઈ રહ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ દેશની પ્રતિષ્ઠા વધારવાને બદલે તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. યુવક કોંગ્રેસના કાર્યકરોએ જે શરમજનક રીતે અયોગ્ય વર્તન કર્યું અને સ્થળ પર હોબાળો મચાવ્યો તે માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નથી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ પણ છે.
