NRC બાદ મોદી સરકાર હવે નેશનલ આઈડી કાર્ડ ઈશ્યુ કરશે

નાગરિક્તા કાયદા અંગે દેશવ્યાપી વિરોદ પ્રદર્શન બાદ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે નાગરિકતા અધિનિયમ-2019ની દેશના નાગરિકો પર કોઈ અસર થવાની નથી. NRC અને CAAની વચ્ચે કોઈ સબંધ નથી. આ સાથે જ મોદી સરકાર હવે દેશવ્યાપી આઈડેન્ટી કાર્ડ ઈશ્યુ કરવાની વિચારણા કરી રહી છે. કાયદામાં આની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ સમાજને ટારગેટ કરવામાં આવી રહ્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ નાગરિક્તા કાયદાના નિયમો અને દિશા-નિર્દેશોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. સરકારે લોકોને પણ સૂચન મોકલી આપવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકાર કોઈ પણ સંજોગોમાં CAAને લાગુ કરવા જઈ રહી છે. દેશભરમાં વિરોધની વચ્ચે સરકાર મક્કમ છે. વિપક્ષના આક્ષેપોને સરકારે બેબૂનિયાદ ગણાવ્યા છે. નાગરિક્તા કાયદો બંધારણના આર્ટીકલ-14નું ઉલ્લંઘન કરતો નથી. મુસ્લિમોએ ડરવાની જરૂર ન હોવાનું સરકાર કહી રહી છે.

નેશનલ આઈડી કાર્ડ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે ચોક્કસ માહિતી મળી રહી નથી પણ સૂત્રો જણાવી રહ્યા છે કે NRC સરકાર નેશનલ આઈ કાર્ડની દિશામાં આગળ વધી રહી છે. આ પહેલાં સરકાર રેશન કાર્ડમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે.