નેસ્ત્રાદમસની ભવિષ્યવાણી પ્રમાણે 2020માં બનશે આવી વિનાશકારી ઘટનાઓ, જાણો શું-શું છે?

ફ્રાન્સીસી ભવિષ્યવેતા માઇકલ દ નેસ્ત્રાદમસ આજે ભલે આપણી વચ્ચે નથી પણ સદીઓ પહેલાં તેમણે કેટલીક સચોટ ભવિષ્યવાણીઓ કરી હતી. જે આજે પણ સાચી પડી રહી છે. દુનિયાના અનેક લોકો નેસ્ત્રાદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ રાખે છે. તેમની ભવિષ્યવાણી પ્રમાણે 2020નું વર્ષ લોકો ખરાબ જશે. આ વર્ષે અનેક પ્રકારની આફતોનાં સંકેત તેમણે આપ્યા છે. 2020માં શું-શું થશે, જાણીએ તે અંગે…

નેસ્ત્રાદમસે જે ભવિષ્યવાણી કરી હતી તેમાં દુનિયાના અનેક દેશા વચ્ચે અથડામણ થવાની છે. ભારતની અર્થ વ્યવસ્થા વધુને વધુ કથળતી જશે. મતલબ કે સમગ્ર વિશ્વમાં આ વર્ષે મહાભાયનક આર્થિક સંકટ આવશે.

ભવિષ્યવાણીની માનીએ તો 2020માં દુનિયામાં સૌથી મોટા શહેરોમાં ગૃહ યુદ્વ જેવી સ્થિતિ બનશે અને લોકો રસ્તા પર નીકળી પડશે.

આ સાથે જે ભવિષ્યવાણી કરવામાં આવી તેની એવી રીતે સ્પષ્ટતા કરવામાં આવી છેકે આ વર્ષ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિની હત્યાનો પ્રયાસ થઈ શકે છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ નુકશાન થઈ શકે છે.

નેસ્ત્રાદમસની ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે 2020માં ગ્રેટ બ્રિટનની મહારાણીનું નિધન થશે અને સમગ્ર બ્રિટન શોકમાં ડૂબી જશે.

ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે પછલા 70 વર્ષમાં નહીં થઈ હોય તેવી વિનાશકારી ઘટના બનશે.
દુનિયાના અનેક દેશોમાં ભૂકંપ અને તોફાન આવશે. જેના કારણે ભારે તારાજી થશે.

આ ઉપરાંત ભવિષ્યવાણીમાં જણાવાયું થે કે 2020માં લોકો પહેલાં કરતાં વધારે જાગૃત બની ગયા હશે અને તેમનો ઝુકાવ ધર્મ તરફ વધારે રહેશે.

ભવિષ્યવાણીમાં રાહતની વાત પણ છે. દુનિયામાં તબીબી ક્ષેત્રમાં અનેક નવી શોધ થશે, જે લોકો માટે અનેક રીતે લાભકારી પુરવાર થશે.

નેસ્ત્રાદમસે કરેલી ભવિષ્યવાણીનાં સંકેતો મળી રહ્યા છે. ભારતમાં એનઆરસી અને સીએએને લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો હંગામો કરી રહ્યા છે. જ્યારે મધ્ય-પૂર્વના દેશોમાં પણ ફ્રાંસ સરકારની વિરુદ્વ પ્રદર્શનો થઈ રહ્યા છે.

નોંધનીય છે કે નેસ્ત્રાદમસે અત્યાર સુધી કરેલી કેટલીક ભવિષ્યવાણી સાચી ઠરી છે, જેમાં એડોલ્ફ હિટલરનો ઉદય, પરમાણુ વોર, બીજું વિશ્વ યુદ્વ અને 911 જેવી ઘટનાઓ અંગે ભવિષ્ય ભાખ્યું હતું. આ ઉપરાંત નેસ્ત્રાદમસે મોદી યુગની પણ ભવિષ્યવાણી કરી હતી.

એવું મનાય છે કે નેસ્ત્રાદમસે પોતાના મૃત્યુની પણ ભવિષ્યવાણી કરી હતી, તેમણે કહ્યું હતું કે હું મારી બેન્ચ અને બિસ્તર પર મૃત મળી આવીશ અને સવારનો સૂર્ય જોઈ શકીશ નહીં. બીજા દિવસે તેઓ બેડરૂમના ટેબલ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.