લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 102 બેઠકો પર આવતીકાલે મતદાન

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ૧૯ એપ્રિલે થનાર છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાનો પ્રચાર ગઈકાલે સાંજે પ વાગ્યે સમાપ્ત થયો અને ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થશે.

પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થવાનું છે., તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તે ઉપરાંત પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થશે. રાજસ્થાનની ૧ર સીટો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું છે.

પ્રથમ તબક્કામાં અરૂણાચલ પ્રદેશની બે લોકસભા અને આસામની પાંચ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને પુડુચેરીમાં બે બે બેઠકો પર મતદાન થશે.