પેગાસસ જાસૂસી મામલોઃ અનિલ અંબાણીનો પણ ફોન નંબર હેક થયાની આશંકા

હવે પેગાસસ જાસૂસી મામલામાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ સમુહના એક વરિષ્ઠ અધિકારીનો ફોન પણ કથિત રૂપથી હેક કર્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. આ લિસ્ટમાં અમુક બીજા નામોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં અનિલ અંબાણીનું નામ પણ છે.

મીડિયા ન્યૂઝ અનુસાર જે ફોન નંબરનું અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી સમૂહના એક અન્ય અધિકારીએ ઉપયોગ કર્યો, તે નંબર તે લીકની લિસ્ટમાં શામેલ છે. જેનું વિશ્લેષણ પેગાસસ પરિયોજના સમૂહના મીડિયા ભાગીદારોએ કર્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અનિલ અંબાણી ઉપરાંત, કંપનીના અન્ય અધિકારી જેમના ફોન નંબર સુચીમાં શામેલ છે. તેમનામાં કોર્પોરેટ સંચાર પ્રમુખ ટોની જેસુદાસનની સાથે તેમની પત્ની પણ શામેલ છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેની પુષ્ટિ ન કરી શકાય કે અનિલ અંબાણી હાલમાં તે ફોન નંબરનો ઉપયોગ કરે છે કે નહીં. આ વિશે હાલ એડીએજીનો રિપોર્ટ વિશે પ્રતિક્રિયા નથી મળી.”

રિપોર્ટ અનુસાર ભારતમાં દસો એવિએશનના પ્રતિનિધિ વેન્કટ રાવ પોસિના, સાબ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ ઈન્દ્રજીત સિયાલ અને બોઈંગ ઈન્ડિયાના પ્રમુખ પ્રત્યુષ કુમારના નંબર પણ 2018 અને 2019માં વિવિધ સમયગાળામાં લીક આંકડામાં શામેલ છે. તે આ સમય વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રાની ભારત યાત્રા વખતે વધુ પ્રતિનિધિમંડળમાં શામેલ હતા.