શાહીન બાગના પ્રદર્શનકારીઓએ નોઈડા-ફરીદાબાદ જતા રોડને ખૂલ્લો કર્યો

શાહીન બાગમાં CAAનો વિરોધ કરી રહેલા લોકોએ નોઈડા અને ફરીદાબાદ તરફ જવાનો રસ્તો ખોલ્યો છે. ફક્ત નાના વાહનો, કાર અને બાઇકો જ આ માર્ગમાંથી પસાર થઈ શકે છે. આનું કારણ એ છે કે આ માર્ગ ખૂબ જ સાંકડો છે.

આ રસ્તો હોલી ફેમિલી, જામિયા અને બટલા હાઉસ થઈને નોઈડા અને ફરીદાબાદ જાય છે. જોકે, પ્રદર્શનકારીઓએ શાહીન બાગનો મુખ્ય રસ્તો હજી સુધી ખૂલ્લો કર્યો નથી. સ્થાનિક લોકોને આ રીતે રસ્તો ખૂલ્લો કરવાથી રાહત મળશે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઇન્ટરલોક્યુટરો સાથે વાત કર્યા પછી અબુલ ફઝલનો રસ્તો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે પ્રદર્શનનકારીઓએ દિલ્હી પોલીસ સાથે કોઈ વાતચીત કરી નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે રસ્તો ખોલવા માટે પ્રદર્શનકારીઓ સાથે કોઈ વાતચીત થઈ નથી.