વિવાદ સે વિશ્વાસ યોજના: કોણ-કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ, જાણો હમણાં જ

આવકવેરાના મામલામાં કાયદાકીય કાર્યવાહીને સમાપ્ત કરવાની જાહેરાત બાદ ‘વિવાદથી વિશ્વાસ’ યોજનાના કાર્યક્ષેત્રમાં એવા કેસો પણ આવે છે કે જેમાં હાલ આર્બિટ્રેશન માટે વિદેશી લેવલે પેન્ડિંગ છે. આવા કેસોનું પણ આ યોજનામાં નિરાકરણ લાવી શકાય છે. આવક વેરા વિભાગ દ્વારા શનિવારે આ યોજનાને લઈને અગ્રણી દૈનિક અખબારોમાં જાહેરાત જાહેર કરવામાં આવી છે. આમાં, યોજનાને આવકવેરાના વિવાદો સમાધાન કરવાની ‘સુવર્ણ તક’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ જાહેરાતમાં વિવાદ સે વિશ્વાસ યોજનાના મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. સરકારે હજી આ યોજના અંગેનું જાહેરનામું બહાર પાડ્યું નથી.

જાહેરાતમાં જણાવાયું છે કે પહેલી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સામાન્ય બજેટમાં જાહેર કરાયેલી યોજનામાં અરજીની પાત્રતા શું છે? આ યોજના હેઠળ કયા પ્રકારનાં વિવાદોનું સમાધાન થઈ શકે છે? અને ચુકવણીની શરતો શું હશે?

જાહેરાતમાં જણાવાયું છે કે વિવાદિત કેસો પણ આ યોજના માટે પાત્ર છે, જ્યાં ચુકવણી થઈ ચૂકી છે, પરંતુ કરદાતા અથવા કરવેરા વિભાગે આ કેસમાં અપીલ અથવા રીટ અરજી કરી છે. તેવી જ રીતે, ભારતની બહાર પંચ-નિર્ણય લેવાના સ્ટેજ પર પડતર કેસોનું પણ આ યોજવામાં નિરાકરણ કરી શકાય છે.

જાહેરાત મુજબ, આ વર્ષે 31 જાન્યુઆરી પૂર્વે દાખલ કરવામાં આવેલી અપીલ અને અરજીઓનાં કેસોનો આ યોજનામાં સમાવેશ કરી શકાય છે. એવા આદેશો પણ આમાં આવી શકે છે, જેમાં અપીલનો સમયગાળો 31 જાન્યુઆરી પૂર્વે સમાપ્ત થયો ન હતો, જેનો વિવાદ સમાધાન સમિતિ (ડીઆરપી) સમક્ષ પેન્ડીંગ છે. ડીઆરપીએ 31 જાન્યુઆરી 2020 પહેલાં માર્ગદર્શિકા જારી કરી હતી પણ  કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો. દરોડાના કેસોમાં કરદાતાએ સુધારો દાખલ કર્યો હોય અને જ્યાં વિવાદિત કર જવાબદારી પાંચ કરોડથી વધુ ન હોય તેવા કેસો પણ યોજનામાં વિચારાધીન બની શકે છે.

આ યોજનામાં આવા તમામ વિવાદોના નિરાકરણ માટે ટેક્સ, દંડ, વ્યાજ, ફી અને ટીડીએસ અને ટીસીએસ (સંગ્રહિત આવક) લાગુ કરી શકાય છે. ચુકવણીના સંબંધમાં, શરત એ છે કે 31 માર્ચ સુધી ટેક્સની 100 ટકા ચૂકવણી 31 માર્ચ સુધીમાં જમા કરાવવી પડશે.

દરોડાના મામલાઓમાં વિવાદિત ટેક્સના 125 ટકા જેટલી રકમ 31 માર્ચ સુધીમાં જમા કરવાની રહેશે. પરંતુ જો અપીલ ફક્ત દંડ, વ્યાજ અથવા ચાર્જિસના વિવાદ પર છે, તો 31 માર્ચ સુધી સંબંધિત રકમના માત્ર 25 ટકા જ ચુકવવા પડશે. 31 માર્ચ 2020 પછી કરદાતાઓએ ઉપરોક્ત પરિસ્થિતિઓમાં અનુક્રમે 110 ટકા, 135 અને 30 ટકા 30મી જૂન સુધી ચૂકવવાની રહેશે.