એમેઝોન પર દાદી માટે ફોન મંગાવ્યો અને પાર્સલ થયું ચોરી, ફરીયાદ પહોંચી જેફ બેજોસ સુધી, જાણો પછી શું થયું

મુંબઈ સ્થિત એક વ્યક્તિએ તેની દાદી માટે એમેઝોનથી ફોન મંગાવ્યો. પરંતુ તેને પાર્સલ મળ્યું ન હતું પરંતુ તે તેની સોસાયટીના ગેટ પરથી ચોરાઇ ગયો હતો તે ખૂબ ગુસ્સે થયો અને તેણે અમેરિકામાં રહેતા એમેઝોનના સીઈઓ જેફ બેજોસને સીધો એક ઈ-મેલ લખી નાંખ્યો હતો.

સારી વાત એ છે કે જેફ બેજોસે ફક્ત તેનો મેલ વાંચ્યો જ નહીં, પરંતુ તેમણે તરત જ આ સમસ્યાને હલ કરવા માટે એમેઝોનની ટીમને સૂચન કર્યું. એમેઝોનના કર્મચારીઓએ થોડા દિવસમાં જ તે વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેની સમસ્યા હલ કરી.

આ આખી વાર્તા છે

આ છે મુંબઈના ઓમકાર હનુમંતેની વાર્તા. તેણે એમેઝોનની વેબસાઇટ પરથી તેની દાદી માટે ફોન ઓર્ડર કર્યો હતો. તેણે નોકિયાના બેઝીક ફોનનો ઓર્ડર આપ્યો. પરંતુ તેને ઘણા દિવસોથી ડિલિવરી મળી ન હતી. જ્યારે વેબસાઇટ પર સ્ટેટ બતાવવામાં આવી રહ્યું હતું કે ફોન પહોંચાડવામાં આવ્યો છે

 બેજોસને લખેલા પત્રનો આ છે એક પાર્ટ

બેજોસને લખેલા પત્રનો આ એક ભાગ છે. પત્ર અંગ્રેજીમાં હતો પણ અમે તેના કેટલાક અંશો જણાવી રહ્યા છીએ.

હાય જેફ,

તમે મજા માં છો એવી આશા છે.

હું તમારી ગ્રાહક સેવા અને ડિલિવરી સિસ્ટમથી ખૂબ નિરાશ છું. મેં એમેઝોનથી જે ફોનનો ઓર્ડર આપ્યો તે ફોન મને મળ્યો ન હતો અને મારી સોસાયટીના ગેટ પર રાખી દેવામાં આવ્યો હતો, જે ત્યાંથી ચોરાયો હતો. મને આ ડિલિવરી વિશે કોલ મળ્યો નથી.

આ પણ રસપ્રદ છે કે તમારી ગ્રાહક સેવા ટીમ હંમેશાં રટાયેલો જવાબ આપે છે કે તપાસ ચાલુ છે, જેમ કે હું રોબોટ સાથે વાત કરું છું.

પેકેટ ચોરાઇ ગયું હતું

જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી, ત્યારે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે ડિલિવરી મેન ઓમકારને પાર્સલ આપવાને બદલે એન્ટ્રી ગેટ પર પાર્સલ છોડી ગયો હતો. આ પછી એક વ્યક્તિ આ ફોન ચોરીને ત્યાંથી જતો જોવા મળે છે.

દેખીતી રીતે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ, એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોસ પોતે બધા મેલ જોતા હશે નહીં, પરંતુ સારી વાત એ છે કે તેઓ આવા મહત્વપૂર્ણ મેલ જોતા હોય છે અને તેનો જવાબ પણ આપે છે.

જેફ બેઝોસે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે હજી પણ તેમના ગ્રાહકોનો મેઇલ વાંચે છે. જો તેઓ સીધો જવાબ આપી શકતા નથી, તો તેને સંબંધિત વિભાગને મોકલો.