સુરત બન્યું ગુજરાતનું સૌથી વધુ વસ્તીવાળું શહેર, અમદાવાદનો દરજ્જો છીનવાયો!

ગુજરાતની વાણિજ્યક રાજધાની અમદાવાદ લાંબા સમયથી કદ અને વસ્તી બંનેમાં શિરમોર હતું. જો કે, શહેરી વિકાસ વિભાગ દ્વારા પીવાના પાણી પુરવઠા અંગેનો નવો અહેવાલ નવી જ હકીકત તરફ નિર્દેશ કરે છે. અમદાવાદ સુરત (૪૬૨.૧૪ ચોરસ કિમી) ની તુલનામાં વિશાળ વિસ્તાર (૪૮૦ ચોરસ કિમી) ધરાવે છે, ત્યારે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદની ૮૦ લાખની સરખામણીમાં વધુ મોટી વસ્તી ૮૨ લાખની વસ્તીની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરે છે. આમ હવે પાણી પૂરા પાડવાના ધોરણે જોઈએ તો સુરત પરપ્રાંતીયોની ભારે સંખ્યાના લીધે અમદાવાદની વસ્તીને વટાવી ગયું છે.

“મોટાપાયા પર આવેલા પરપ્રાંતીયોના કારણે, અમારી મ્યુનિસિપલ સેવા મર્યાદામાં લોકોની સંખ્યા અમદાવાદ કરતાં વધુ છે. સુરત માટે અંદાજિત વસ્તી દરરોજ સપ્લાય કરવામાં આવતા પીવાના પાણી અને મ્યુનિસિપલ હદમાં હાઇડ્રોલિક વિભાગમાં તેના ઉપયોગના આધારે ગણવામાં આવે છે,” એમ એક એન્જિનિયરે જણાવ્યું હતું. “અમે પુરવઠા દરમિયાન લીક ગયેલા પાણીને ધ્યાનમાં રાખીને નિર્ધારિત ધોરણો કરતાં વધુ પાણી સપ્લાય કરીએ છીએ. અમે તાપીમાંથી પાણી મેળવીએ છીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.

૨૦૧૧ની વસ્તી ગણતરીના અહેવાલમાં, અમદાવાદની વસ્તી ૫૫.૭૭ લાખ હતી જ્યારે સુરતની વસ્તી ૪૪.૬૬ લાખ હતી. દશવાર્ષિક વસ્તી ગણતરીની કવાયત આ વર્ષે યોજાય તેવી અપેક્ષા છે. સુરતની સર્વિસ કરેલી વસ્તી અમદાવાદ કરતાં વધુ કેમ છે તે અંગે પૂછવામાં આવતા યુડીડીના એક વરિષ્ઠ અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. યુડીડી રિપોર્ટ રાજ્યની આઠ મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પાણીના વપરાશમાં અસમાનતાને પણ પ્રકાશિત કરે છે, જે દરરોજ માથાદીઠ લિટરમાં માપવામાં આવે છે.

વડોદરા, ૨૨૦.૩ ચોરસ કિમીના વિસ્તાર સાથે, ૨૩૭ આઇપીસીડી(દિવસના માથાદીઠ લિટર) ના માથાદીઠ વપરાશ સાથે આગળ છે, ત્યારબાદ ભાવનગર ૨૧૩ આઇપીસીડી પર છે. બીજી તરફ, આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં જૂનાગઢને સૌથી ઓછો ૫૭ એલપીસીડી પાણી મળે છે. રસપ્રદ વાત એ છે કે, અમદાવાદને રોજનું ૧,૬૦૦ મિલિયન લિટર પાણી (એમએલડી) ૨૦૦ આઇપીસીડીની ઉપલબ્ધતામાં પરિવર્તીત કરે છે. તેનાથી વિપરિત સુરતીઓને માથાદીઠ રોજનું માત્ર ૧૮૨ લિટર જ મળે છે. “પરંતુ સુરતની તમામ ૧,૫૦૦ એમએલડી પાણીની માંગ નર્મદાને બદલે બારમાસી તાપી દ્વારા પૂરી કરવામાં આવે છે,” એમ યુડીડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અમદાવાદની જેમ રાજ્યના અન્ય મોટા શહેરો સંપૂર્ણપણે નર્મદાના પાણી પર નિર્ભર નથી. દાખલા તરીકે, વડોદરાને તેના ૬૪૦ એમએલડી પાણી પુરવઠામાંથી માત્ર ૧૧% જ નર્મદા દ્વારા મળે છે. રાજકોટ ૩૭૫ એમએલડી સપ્લાય કરે છે, જેના માટે તે ૩૬% નર્મદા પર નિર્ભર છે અને છતાં અમદાવાદ કરતાં માથાદીઠ – ૨૦૯ આઇપીસીડી વધુ પાણી સપ્લાય કરે છે. ભાવનગર શહેર ૧૦ સ્ન્ડ્ઢ ની ખાધ પર ચાલી રહ્યું છે અને તેમ છતાં તેનો દૈનિક ૧૭૦ સ્ન્ડ્ઢ પુરવઠો દરેક નાગરિકને દરરોજ ૨૧૩ લિટર મળે તે સુનિશ્ચિત કરે છે, જે રાજ્યમાં બીજા નંબરનો સૌથી વધુ પુરવઠો છે.વરિષ્ઠ અધિકારીએ ઉમેર્યું, “ભાવનગરને પીવા માટે દરરોજ નર્મદાનું માત્ર ૪૫% પાણી મળે છે. બાકીનું આજી અને શ્રેતુંજી ડેમમાંથી મેનેજ કરવામાં આવે છે.” ૨૦૧૬ના નેશનલ બિલ્ડીંગ કોડ (એનબીસી) એ નક્કી કર્યું હતું કે શહેરોને દરરોજ માથાદીઠ ૧૫૦ થી ૨૦૦ લિટર પાણીનો પુરવઠો ઘટાડીને ૧૩૫ લિટર પ્રતિ દિવસ કરવો જોઈએ.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “દિવસ દીઠ માથાદીઠ ૧૫૦ થી ૨૦૦ લિટરમાંથી, ૪૫ લિટર પ્રતિ દિવસ ફ્લશિંગ જરૂરિયાતો માટે અને બાકીના અન્ય સ્થાનિક હેતુઓ માટે લેવામાં આવી શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું. “આ ડેટા સૂચવે છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં જળ સંસાધનોના વધુ સમાન વિતરણની જરૂર છે. વપરાશ પેટર્ન ખૂબ ઊંચી છે. ૨૦૦૯ પછી, મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સમાવિષ્ટ ઘણા દૂરના વિસ્તારોને હજુ સુધી સ્થિર પાણી પુરવઠા જોડાણો પ્રાપ્ત થયા નથી. વાસ્તવિક રીતે, પુરવઠો લગભગ ૮૦ થી ૧૦૦ આઇપીસીડી હોવો જોઈએ અમને શંકા છે કે ઘણું પાણી વેડફાઈ ગયું છે.”