પુણેમાં શરદ પવાર અને અજિત પવારની સિક્રેટ મીટીંગ! કાકા-ભત્રીજાએ એક ક્લાક સુધી કરી ચર્ચા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે ભાગમાં વિભાજન થયા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે બીજી મોટી બેઠક થઈ છે. NCPમાંથી બળવા બાદ પુણેમાં યોજાયેલી આ ગુપ્ત બેઠક બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય હલચલ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે પુણેના બિઝનેસમેન અતુલ ચોરડિયાના બંગલામાં બેઠક થઈ હતી. બેઠકમાં કાકા-ભત્રીજા વચ્ચે શું વાતચીત થઈ, તે બહાર આવ્યું નથી.

ઉદ્યોગપતિના બંગલે ગુપ્ત બેઠક યોજાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર અતુલ ચોરડિયાના બંગલામાં કાકા-ભત્રીજા વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી મુલાકાત થઈ હતી. સભા પૂરી થયા બાદ શરદ પવારનો કાફલો સૌથી પહેલા બહાર આવ્યો હતો. વાસ્તવમાં, NCPના બળવાખોર ધારાસભ્ય છગન ભુજબળના ગઢ ગણાતા યેવલામાં શરદ પવારની રેલી પછી અજિત પવાર સતત ત્રણ વખત તેમના કાકાને મળ્યા હતા.

એક કલાક સુધી થઈ વાતચીત

તે જ સમયે, લગભગ એક કલાક પછી અજિત પવાર પણ અહીંથી નીકળી ગયા. અહેવાલ છે કે અજીત સાથે તેના જૂથના કેટલાક અન્ય મિત્રો પણ હાજર હતા. જો કે આ બેઠકમાં શું થયું તે સ્પષ્ટ નથી, પરંતુ તેનું રાજકીય મહત્વ મોટું હોવાનું માનવામાં આવે છે. આ પહેલા પણ કાકા-ભત્રીજા વચ્ચે આવી જ મુલાકાત થઈ ચૂકી છે. NCP ચીફને મનાવવાના પ્રયાસો અનેક પ્રસંગોએ જોવા મળ્યા છે.