આ દિગ્ગજ હિરોઈનને 6 મહિનાની જેલ અને ફટકારાયો પાંચ હજાર રુપિયાનો દંડ

મશહૂર ફિલ્મ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નઈની એક કોર્ટે ૬ મહિના જેલની સજા સંભળાવી છે. ચેન્નઈના રાયપેટામાં તેમના સ્વામિત્વવાળા એક ફિલ્મ થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ અરજી સંબંધે તેમના પર પ૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ચેન્નઈના રાયપેટામાં તેમના સ્વામિત્વવાળ એક ફિલ્મ થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ અરજી સંબંધે આ સજા અને દંડ થયા છે.

સિનેમા હોલને ચેન્નઈના રામ કુમાર અને રાજા બાબુ ચલાવે છે. સમસ્યા ત્યારે શરૃ થઈ જ્યારે પ્રબંધન થિયેટર કર્મચારીઓના ઈએસઆઈનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેમણે કોર્ટ તરફનું વલણ અપનાવ્યું. પછીથી એક્ટ્રેસે સ્ટાફને આખી રકમ આપવાનો વાયદો કર્યો અને કોર્ટ પાસેથી કેસ ફગાવવાની અપીલ પણ કરી, જો કે લેબર ગવર્નમેન્ટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનના વકીલે તેમની અપીલ પર વાંધો ઊઠાવ્યો હતો, તે જેના પછી જયા પ્રદા અને આ મામલે જોડાયેલા ત્રણ અન્ય લોકોને છ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ રીતે પ્રત્યેકને પ૦૦૦ રૃપિયાનો દંડ પણ ભરવા માટે કહેવામાં આવ્યું છે.