સૌરવ ગાંગુલની તબિયતને લઈ ડોક્ટરોએ કર્યો મોટો નિર્ણય, જાણો શું છે તરોતાજા મેડીકલ અપડેટ

હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીની તબિયત અંગે મોટી વિગતો બહાર આવી રહી છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે તે બીજી એન્જીયોપ્લાસ્ટી કરાશે, પરંતુ નવ ડોકટરોની મેડિકલ ટીમે અહેવાલ આપ્યો કે એન્જીયોપ્લાસ્ટી બાદમાં થશે. હાલમાં તેમને મંગળવાર અથવા બુધવાર સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

યાદ કરો કે ગાંગુલીને શનિવારે છાતીમાં દુખાવો થયા પછી કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના હૃદયની ત્રણ ધમનીમાં બ્લોક જોવા મળ્યો હતો, જેને તેને દૂર કરવા માટેનું સ્ટેન્ડ નાંખવામાં આવ્યું હતું. આજે બપોરના 12 વાગ્યે હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ’48 વર્ષીય સૌરવને હાર્ટ એટેક આવ્યા બાદ યોગ્ય સમયે ઉત્તમ સારવાર આપવામાં આવી હતી. અન્ય બે કોરોનરી બ્લોક એટલે કે એલએડી અને ઓએમ 2 ની સારવાર એન્જીયોપ્લાસ્ટી દ્વારા કરવી જરૂરી છે. ગાંગુલીની સ્થિતિ સ્થિર છે, છાતીમાં દુખાવો નથી. ડોક્ટરની ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે.

મેડિકલ બોર્ડની મીટિંગ દરમિયાન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને રોગ પ્રક્રિયા અને આગળની તબીબી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. સારવાર કરનાર ડોક્ટર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની તબિયતની સ્થિતિનું સતત નિરીક્ષણ કરશે અને જ્યારે રજા મળે ત્યારે ઘરે દરરોજ મેડીકલ તપાસ કરવામાં આવશે.

પીએમ મોદીએ ગાંગુલી સ્વાસ્થ્ય વિશેની માહિતી મેળવવા માટે રવિવારે 48 વર્ષીય સૌરવ ગાંગુલી સાથે વાત કરી હતી અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. સત્તાધારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ સૌરવના પત્ની ડોના ગાંગુલી સાથે પણ વાત કરી હતી, તે પહેલાં બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાતે જ હોસ્પિટલની મુલાકાત કરી હતી અને ‘દાદા’ના જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ત્યાર બાદ તેમણે પરિવારની પણ મુલાકાત લીધી હતી.