ખાનગી લઘુમતી સંસ્થાઓમાં ‘નીટ’ મારફતે જ એડમિશન અપાશે

સુપ્રિમ કોર્ટની ત્રણ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠે બુધવારે કહ્યું હતું કે, દેશમાં ખાનગી બિન-સહાયતા પ્રા. લઘુમતી સંસ્થામાં પ્રવેશ નીટ (નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ) મારફતે આપવામાં આવે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી લઘુમતી સંસ્થાઓના અધિકારોને અસર થતી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી બિન-સહાયતા પ્રા. લઘુમતી સંસ્થાઓ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, નીટ મારફતે પ્રવેશ ઉપલબ્ધ કરાવવા તે તેમની ધાર્મિક સ્વતંત્રતાના મૌલિક અધિકારની વિરૃદ્ધ છે. આ અંગુ સુનાવણી પછી ખડપીઠે પોતાનો ચૂકાદો આપતા કહ્યું કે લઘુમતી સંસ્થાઓ નેટ અંતર્ગત આવવાથી તેમના અધિકારોનું કોઈ જ ઉલ્લંઘન થતું નથી. વર્તમાન સમયમાં શિક્ષણ, દાનના તેના વાસ્તવિક ચરિત્રથી હટી ગયું છે. હવે તે વ્યાપારની ચીજ બની ગઈ છે. એડમિશનમાં થતા ભ્રષ્ટાચાર અને કેટલીક ખરાબ બાબતોનો અંત લાવવા માટે નીટ વ્યવસ્થા લાવવામાં આવી હતી. તે દેશના હિતમાં છે. પ્રવેશ પ્રક્રિયામાં અત્યારે અનેક ખામીઓ છે. જેને દૂર કરવાની જરૃર છે. આ ચૂકાદો આપનાર ખંડપીઠમાં ન્યાયમૂર્તિ મિશ્રા, વિનીત શરન અને એમઆર શાહનો સમાવેશ થતો હતો.

આ અગાઉ ખાનગી અને લઘુમતી સંસ્થાઓએ નીટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાને પડકારી હતી. તેમણે એવો તર્ક આપ્યો હતો કે આ ખાનગી વ્યવાસયિક સંસ્થાઓના અધિકારોને અસર કરે છે. નીટ પ્રાઈવેટ સંસ્થાઓના વ્યાપાર અને વ્યવસાયના બંધારણીય અધિકારમાં દરમિયાનગીરી કરે છે. લઘુમતી સંસ્થાઓને નીટથી અલગ અન્ય પરીક્ષાની અનુમતી આપવી જોઈએ. સુપ્રિમ કોર્ટે આ દલીલને નકારી દીધી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીના હિતમાં એ વધારે યોગ્ય છે કે મેરિટમાં ે આગળ આવે છે તેને લાવવામાં આવે.

ખાનગી લઘુમતી મેડિકલ કોલેજનું કહેવું છે કે, બંધારણની કલમ-૩૦ મા લઘુમતીઓને જે અધિકાર આપવામાં આવ્યા છે કે તેમની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે અને બંધારણની કલમ-૩૦ ના પેરા પ૦ માં લખ્યું છે કે લઘુમતી સંસ્થા તેમની પસંદગીથી વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવા માટે સ્વતંત્ર છે.

મેડિકલ સાથે જોડાયેલ કોર્સમાં પ્રવેશ માટે નીટ (નેશનલ એલિજિબલ કેમ એન્ટ્રન્સ ટેસ્ટ) ફરજિયાત છે. વર્ષ ર૦૧૬ માં તેને રજૂ કરવામાં આવી હતી. આ અગાઉ કેન્દ્ર અને રાય મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે અલગ-અલગ એક્ઝામ લેતા હતાં. તેનાથી ભ્રષ્ટાચાર થતો હતો. આ સ્થિતિને ટાળવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તર પર ફક્ત એક પરીક્ષા નીટ રજૂ કરી છે.