કોરોના અપડેટ: અત્યાર સુધી 29 રાજ્યોમાં કોરોનાના 2153 કેસ નોંધાયાઃ 68નાં મોત

કોરોના વાયરસથી દેશભરમાં 2153 લોકો સંક્રમિત થયા છે અને અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 68 થયો છે. કોરોનાની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને કેટલાક સ્થળે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે સંક્રમણના શંકાસ્પદોનું સ્ક્રીનીંગ કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પર પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધી લીધો છે. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યાે હતો, જેમાંથી એક સબઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ઘાયલ થયા છે.

મંગળવારથી બુધવાર સુધી 24 કલાકમાં રેકોર્ડ 437 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 336 કોરોના સંક્રમિત છે. અમૃતસરના સુવર્ણના પૂર્વ હજુરી રાગી અને પદ્મશ્રી જ્ઞાની સિંહનું ગુરુવારે સવારે સંક્રમણના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 62 વર્ષ હતી. પંજાબ, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં આજે 1-1 દર્દીના મોત સાથે છેલ્લા બે દિવસની અંદર સંક્રમણના કારણે 17 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત 335 છે. બુધવારે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસતિ ધારાવીમાં મળી આવેલા સંક્રમિતનું સારાવર દરમિયાન મોત થઈ ગયું છે. તંત્રએ 56 વર્ષના આ દર્દીને સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

મધ્યપ્રદેશમાં કુલ સંક્રમિત 98 છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવાર મોડી રાતે વધુ 12 દર્દીઓનું કોરોના વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ શહેરમાં સંક્રમિતોની સંખ્યા 75, જ્યારે રાજ્યમાં 98 એ પહોંચી ગઈ છે. રાજસ્થાનમાં કુલ સંક્રમિત 120 છે. રાજ્યમાં બુધવારે 17 કેસ સામે આવ્યા. મંગળવારે 14 નવા કેસ મળ્યા હતાં.

ઉત્તરપ્રદેશમાં કુલ સંક્રમિત 117 છે. ઉત્તરપ્રદેશ પોલીસે દિલ્હીના તબ્લીગી જમાતમાં સામેલ થયેલા પ૬૯ લોકોની ભાળ મેળવી લેવાઈ છે. બુધવારે ગોરખપુર અને મેરઠમાં બે દર્દીના મોત થયા છે. સૌથી વધારે ત્રણ કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધનગરમાં છે. દિલ્હીમાં કુલ સંક્રમિત 152 છે. અહીંયા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સરકારે સંયુક્ત અભિયાન ચલાવીને 275 વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે.

આ તમામ નિઝામુદ્દીનની તબ્લીગી જમાતમાં સામેલ થયા હતાં. જેમાંથી 172 ઈન્ડોનેશિયાના, 36 કિર્ગિસ્તાન અને 21 બાંગ્લાદેશના છે. બુધવારે કેન્સર ઈન્સ્ટિટ્યૂટની મહિલા ડોક્ટર સહિત ત્રણ સંક્રમિત મળ્યા હતાં. કેજરીવાલ સરકારે મહામારી વખતે ફરજ બજાવતા કર્મચારીના મોત થવા પર તેમના પરિવારજનોને એક કરોડ રૃપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

કર્ણાટકમાં કુલ સંક્રમિત 110 છે. બેંગલુરુ અને મૈસુર દેશના 25 હોટ સ્પોટમાં સામેલ છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ એક વર્ષની પોતાની સેલેરી સીએમ રિલીફ ફંડમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશમાં કુલ સંક્રમિત 111 છે. બુધવારે 57 નવા દર્દી મળ્યા છે.

બીજી બાજુ જગન મોહન રેડ્ડીએ મહામારી અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા સરકારી કર્મચારીઓનું વેતન હાલ ટાળવાનો આદેશ આપયો છે. મંત્રી ધારાસભ્યો અને જન પ્રતિનિધિઓનું વેતન પણ અટકાવી દીધું છે, જો કે પેન્શનર્સને ઘરે ઘરે જઈને રકમની ચૂકવણી કરાઈ રહી છે.  આંધ્રપ્રદેશના ધોનમાં લોકજાગૃતિ માટે પોલીસકર્મીઓએ યમરાજ, ચિત્રગુપ્ત અને કોરોનાની વેશભૂષા ધારણ કરીને નવો અભિગમ અપનાવ્યો હતો.

તેલંગાણામાં કુલ સંક્રમિત 97 છે. રાજ્યમાં બુધવારે કોરોના સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ત્રણનાં મોત થયા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો નવ થઈ ગયો છે. મૃતક તમામ લોકો દિલ્હીમાં તબલીગી જમાતમાં ભાગ લઈને પાછા આવ્યા હતાં. મુખ્યમંત્રી કાર્યાલયએ આ અંગેની માહિતી આપી છે. અહીંયા સૌથી વધારે 36 સંક્રમિત હૈદર